________________
--૧૭૨
સમરું પલપલ સુત નામ
પોતાના પ્રતિહારોને સૂચવ્યું કે હાલ તુરત તો તમે આ બન્નેને આરામગૃહમાં લઈ જાવ, ને તેમને યથોચિત સ્નાન-ભોજન આદિ કરાવો. હું પછી તેમને બોલાવીશ.
આગંતુકોને પણ તેમણે આશ્વાસન આપ્યું કે તમે થાક ઊતારો, હું બધું બરાબર કરી દઈશ; ચિંતા ન કરશો.
બન્ને આગંતુકો રાજસેવક સાથે રવાના થયા, એ સાથે જ રાજાએ પોતાના સાંધિવિગ્રહિક સંધીરણ સાથે સલાહ-મસલત શરૂ કરી. રાજાએ તેને બે વાત પૂછી : શૂરપાલ રાજાના દેશ તરફ ગયેલા તારા ગુપ્તચરો તરફથી આ મુદ્દા અંગે કાંઈ વાવડ મળ્યા છે કે કેમ? અને આ બેની વાતમાં તને શું લાગે છે? તથ્ય લાગે છે? કે પછી કાંઈ ચરિતર છે?
સંધીરણે કહ્યું : દેવ! કોઈક ગુપ્તચર કાં તો આજે જ આવે તેવી મારી ગણતરી તો છે. હું પણ તેની પ્રતીક્ષામાં જ છું. અને આ માણસોએ જે વૃત્તાંત વર્ણવ્યો તેમાં મને તો પૂરી સચ્ચાઈ વરતાઈ છે. છતાં આપ આપના મંત્રીશ્વરને તથા બીજાઓને પૂછો તો વધુ જાણકારી મળે.
રાજાએ મંત્રીઓ તથા અન્ય સભાસદોનો અભિપ્રાય પૂછતાં સૌએ સંધીરણના મતમાં જ સૂર પૂરાવ્યો કે આ વાતમાં કાંઈ તરકટ જેવું લાગતું નથી.
દરમિયાનમાં જ પ્રતિહાર આવ્યો ને નિવેદન કર્યું કે વામનસ્વામી સાથે ગયેલા સેવકો પૈકી બે મનુષ્યો દરવાજે આવી ઊભા છે, ને મહારાજના દર્શન માટે અનુજ્ઞા માગે છે.
રાજા : ઝટ મોકલ.
પ્રતિહાર તરત જ તેમને લઈ આવ્યો. પ્રણામ વગેરે ઉચિત ઉપચારો પત્યા કે રાજાએ તેમને પોતાની વાત રજૂ કરવા ઈશારો કર્યો. તેમણે વાત શરૂ કરી :
દેવ! આપના આદેશ અનુસાર અમે રાજા શૂરપાલને ત્યાં ગયા, અને આપનું કામ તેમને જણાવ્યું, તો તેઓ રાજી થયા, ને અમારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org