________________
શ્રીવર્મ
જ ૧૭૧
પેટે આપી દીધાં. ને આ ભીખારી જ પહેરે તેવાં દળદરી કપડાં ક્યાંકથી મેળવી લીધાં.
મહારાજ નરપુંગવ દેવ! કુમાર શ્રીવર્ય દેવ! આ અમારી કથની છે. જે જેવી બની તેવી આપની સમક્ષ નિવેદન કરી દીધી છે. અમારાં કુંવરીએ આપને તેમની વહારે ધાવા વિનંતિ કરી છે, તે પણ અમે આ કથની દરમ્યાન આપને હ્યું છે. હવે આમાં શું કરવું તે આપે જોવાનું છે.
અમે તો એટલું જ ઉમેરીશું કે જો આપના તરફથી શીધ્રપણે સદર્શનનો પ્રતીકાર કરવામાં નહિ આવે, તો થોડા જ વખતમાં તેના રંજાડથી ત્રાસેલી કુંવરીબાએ આત્મહત્યા કરી તેવું આપણે સાંભળવાનો વારો આવશે.
કેમ કે અમારી ધારણા મુજબ, શામળ ઉપર આક્રમણ કરનાર સુદર્શનનો સુભટ માધવરાય જ હતો. અને તે જ સાચું હોય તો હવે જેટલો વિલંબ થાય, તેટલું કુંવરીબા ઉપર જોખમ વધતું જ જાય છે. માટે મહારાજ! આપ વિના વિલંબે પગલાં લો તેવી અમારી કાકલૂદીભરી અરજી છે.
આટલું કહીને તે બન્ને આગંતુકો મૌન થઈ ગયા.
વસંતશ્રીના બન્ને સેવકોના મુખે થયેલું દિલધડક વર્ણન સાંભળીને રાજા નરપુંગવની આખી રાજસભા દિમૂઢ બની ગઈ હતી. ખુદ રાજા પણ આશ્ચર્યચકિત બન્યા હતા. સભામાં બેઠેલા યોદ્ધાઓનાં દિલમાં તો રાજકુમારીની મદદે જવાની તીવ્ર ચટપટી થવા લાગી, પણ રાજા જ્યાં સુધી કોઈ નિર્ણય ન લે કે નિર્દેશ ન આપે, ત્યાં સુધી ઉતાવળ કરવાનો અર્થ ન હતો. બધાની આંખો હવે રાજાજી સામે મંડાઈ ગઈ.
રાજા નરપુંગવે તે બન્ને આગંતુકોની વાતને ગંભીરતાથી લીધી, ને તેમને પડેલી હાડમારી પરત્વે સહાનુભૂતિ પણ પ્રગટ કરી. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org