________________
-૧૨૦ જ
સમરું પલપલ સુવ્રત નામ -
રાજાની આ સ્થિતિ જોતાં જ કામરતિ અવાકુ! “આ શું થયું? એવું તે બોલી શકે તે પહેલાં જ સેવકોએ તેને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો, ને રાજાજીની કાળજી લેવા માટે વિનંતિ કરી. - કામરતિ સમય વરતી ગઈ. આ પળે કામદેવના અપમૃત્યુને રડવા કરતાં રાજાજીને જાળવી લેવાનું કામ વધુ અગત્યનું હોવાનું તે પામી ગઈ. તેણે તલ્લણ મોરપિચ્છના પંખા વતી રાજાજીને પવન નાંખવાનું શરૂ કર્યું, ને ગોશીષ ચંદનના છાંટણાં, ઠંડા પાણીનો છંટકાવ ઈત્યાદિ શીતોપચાર પ્રારંભી દીધા. આટલું ઓછું હોય તેમ તે વારેવારે રાજાને છાતીસરસો ચાંપવા પણ માંડી. તેનું સમગ્ર ધ્યાન તે ક્ષણે વજકુંડલમાં તેણે પરોવી દીધું.
રાજા ભાનમાં આવે તે જ તેનું લક્ષ્ય હતું.
પણ જેમજેમ તે ઉપચારો કરતી ગઈ, તેમતેમ ભાનમાં આવવાનું તો દૂર; ઊલટું, રાજાની મૂછ કહો કે ચિત્તભ્રાંતિ, વધતી જ ગઈ, ઘડીકે રાજા દાંત ભીડવા લાગ્યો, તો ઘડીકે તે અસ્પષ્ટ શબ્દોમાં કાંઈ બબડાટ કરવા માંડ્યો.
કામરતિએ કાન માંડીને રાજા શું બોલે છે, તે સાંભળવા પ્રયત્ન કર્યો, તો જે ત્રુટકત્રુટક શબ્દો તેના મગજમાં બેઠા, તેનો ભાવ એ થતો હતો કે “કામદેવ તો ગયા હવે તો ઝટ તેના માટે ચંદનની ચિતા રચાવો. તેની કાયાની આ સ્થિતિ જોઈ શકાતી નથી. ઝટપટ તેનો સંસ્કાર કરો.”
રાણીએ સેવકોને આ વાત કહી, ને તત્કાળ ત્યાં જ ચિતા રચાવી. પછી રાજાના કાનમાં કહ્યું કે કામદેવ માટે ચંદનચિતા રચાઈ છે, ને એનો સંસ્કાર કરાવું છું.
તો રાજાનો પ્રલાપ પાછો ચાલું થયો : “કામદેવ એકલો શેનો જાય? મને મૂકીને એ જઈ જ કેમ શકે? હું પણ તેની પાછળ પાછળ જવાનો. એના વિના જીવવું મારા માટે અશક્ય છે. મને ત્યાં લઈ જાવ, ઝટ લઈ જાવ.' ને રાજાએ ધમાલ મચાવી મૂકી. - કામરતિએ ન છૂટકે રથ ચિતાની નજીક લેવડાવ્યો.
ત્યાં ચિતામાં ગોઠવવામાં આવેલા કામદેવના મૃતકને જોતાં જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org