________________
– ૫૮
સમરે પલપલ ચવત નામ
સુધા પણ તેણે શમાવી.
આ પછી તેણે તે ઉપવનમાં આમથી તેમે પર્યટન ચાલુ કર્યું. વનરાજિની શોભા નિહાળતો જાય છે અને કુદરતની અદ્ભુત લીલા વિશે મનોમન ચિંતન પણ કરતો જાય છે.
આમ ફરતાંફરતાં અચાનક તેની નજર એક વૃક્ષ તરફ પડી, અને તે થંભી ગયો!
તેણે શું જોયું? પેલા વૃક્ષતળે એક મુનિરાજ કાયોત્સર્ગ-ધ્યાને ખડા હતા.
અર્ધ-નિમીલિત નેત્રો તેમણે નાસિકાના અગ્ર ભાગ પર ઠેરવેલાં હતાં. આજાનબાહુ તેમના હાથ હતા. જિનમુદ્રા રચીને ખડા રહેલા એ શ્રમણના મુખમંડળ પર પ્રસન્નતાની અનેરી આભા વિલસી રહી હતી.
કુમારને તો જંગલમાં મંગલ રચાયું!
તે બધું પડતું મૂકીને પહોંચી ગયો મુનિભગવંતના ચરણો પાસે, અને ક્યાંય સુધી અપલક નેત્રે તેમને જોતો રહ્યો. જેમ જોતો ગયો તેમ તેના હૈયામાં એક અકથ્ય શાતા વળતી ગઈ. મુસાફરીનો થાક, ગ્રીષ્મકાળની ગરમી, ભૂખ, તરસ, એકલતાની પીડા – બધું જ શમવા માંડ્યું. એને થયું કે હાશ, મારે તો નિર્જન વન પણ હવે નંદનવન નીવડવાનું. આવા વિકટ જંગલમાં આવા મુનિનો લાભ નહિ તો શું મળે?
એને થયું: મુનિરાજનાં દર્શન કરીને નેત્રો તો ધન્ય બન્યાં, હવે લાવ, એમને પ્રણામ કરીને કાયાને પણ ધન્ય બનાવું.
આવી ભાવના ભાવતો તે મુનિની વધુ નજીક ગયો, પણ મુનિ તો પોતાના ધ્યાનમાં તન્મય છે. પદરવ, સંચર કે એવી કોઈ બાબત તેમના ધ્યાનમાં ભાંગો પાડી શકતી નથી. કુમારની ઉપસ્થિતિની એમને જાણ પણ હજી થઈ નથી.
અને ક્યાંથી થાય? આવું ધ્યાન રાખે તો આત્મધ્યાન ક્યાંથી સધાય? બલ્ક આવા આત્મધ્યાની ભગવંતોને ખુદ દેવોનો ઈન્દ્ર આવે ને, તો પણ તેમનું ધ્યાન વિચલિત ન થાય, અને એની સામે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org