________________
-૧૯૬
સમરું પલપલ સુવ્રત નામ
-
વીરપાળના સેવકો રવાના થતાં જ કુમાર વસંતશ્રી સાથે દેવીની મંદિરે જઈને ઉત્તમ પ્રકારે પૂજા કરવામાં પરોવાઈ ગયો. ત્યાર પછી તેણે ઉતાવળે બધી ગોઠવણ કરાવીને ત્રીજા પ્રહરે દેવી-સમક્ષ નાટક અને નૃત્યનો પણ પ્રારંભ કરાવ્યો. પોતે પણ બધું પડતું મૂકીને પ્રેક્ષકવૃંદ સાથે તે જોવા બેઠો.
ધીમે ધીમે નાટક જામવા લાગ્યું, ત્યાં જ એક ગુપ્તચર આવી લાગ્યો. તેની પાસે મહત્ત્વના સમાચાર હતા, એવું તેના મુખભાવ પરથી કળી ગયેલા કુમારે નાટક જોતાં જોતાં જ તેની વાત સાંભળવા માંડી. તેણે કુમારના કાન પાસે મોં ધરીને આ પ્રમાણે કહ્યું :
મહારાજ ! મારો બનેવી સુદર્શનનો ખજાનચી છે. એને કોઈવાર કાંઈ કામ પડે તો મારો લાભ લે છે. એના બદલામાં મને ત્યાંની કેટલીક ગુપ્ત વાતો જાણવા મળી રહે છે. એ રીતે જાણવા મળેલી થોડીક વાતો આવી છે : તમારા બે સંદેશવાહકોને સુદર્શને ગઈકાલે આવેશમાં આવીને કાઢી મૂક્યા, તે પછી તેને તેના અંગત પુરુષોએ ઠાર્યો અને હવે ચૂપચાપ સ્વદેશ પાછા જતા રહેવા માટે સમજાવ્યો. તે વખતે તે બોલ્યો કે માળું, મારે ગુસ્સે નહોતું થવું, પણ શ્રીવમના દૂતોએ એવાં કડવાં વેણ કાઢવા માંડ્યાં કે મારાથી તે ખમી ન શકાયાં, ને હું હુંકારપૂર્વક આવેશમાં આવીને ગમે તેમ બોલી ગયો.
હવે જો હું તેને કોઈ જ પાઠ ભણાવ્યા વિના ચૂપચાપ જતો રહું તો મારી શોભા શી? છેવટે એના સૈન્યને પણ થોડુંક પણ પજવીને પછી નીકળી જઉં તો મારું બોલેલું સાવ મિથ્યા ન થાય!
તેના અંગત જનોએ પણ તેની આ વાતમાં સમંતિ દર્શાવી. આ તો થઈ ગઈકાલ બપોરની વાત.
આજે સવારના બીજા પ્રહર દરમિયાન જે બન્યું તે કહું : તેની પાસે તેનો વિશ્વાસુ માણસ માધવરાય અચાનક આવ્યો, અને કહ્યું કે શ્રીવર્મ આજે આખો દહાડો ને રાતના પ્રથમ ત્રણ પ્રહર સુધી વજાયુધા દેવીના ભક્તિ-જાગરણમાં મશગૂલ રહેવાનો છે – તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org