________________
શીવર્મ
જ
૧૯૫
પૂછ્યું : તો અમે વીરપાળજીને શું કહીએ?
શ્રીવર્મ : અહીં જે સાંભળ્યું તે કહેજો.
બન્ને ગયા. વીરપાળને વાત કરી. વીરપાળે પણ તે બેને તરત સંદેશો શીખવીને પાછા શ્રીવર્સ પાસે મોકલ્યા. તેમણે આવીને શ્રીવર્મને કહ્યું : સુદર્શન સાથે આપણે બેય મળીને પાછળથી હિસાબ સમજી લઈશું. અત્યારે તો આનંદની વેળા છે. તમે બધું પડતું મૂકીને અમારે ત્યાં જમવા પધારો-એમ વીરપાળજીએ કહેવડાવ્યું છે. - શ્રીવર્ગ આ સાંભળીને જરા ખમચાયો. આનો શું જવાબ વાળવો તેનો વિચાર તે ગોઠવતો હતો ત્યાં જ વનશ્રી ત્યાં આવી લાગી, ને માત્ર કુમાર જ સાંભળી શકે તે રીતે તેણે કહ્યું : દેવ! હજી સુધી આપનાં દર્શન થયાં નથી તેથી મારાં સ્વામિની વ્યાકુળ થઈ ગયાં છે. તેમની ધીરજ ખૂટી જતાં તેમણે મને આપની પાસે મોકલી છે. તેમણે કહ્યું છે કે જો શ્રીવર્મ કુમાર સાથે મારાં લગ્ન વિના વિદ્ધ અને શીધ્રપણે થઈ જશે તો હું વજાયુધા દેવીની વિશિષ્ટ પૂજા રચાવીશ, અને દેવી સમક્ષ નૃત્યાદિનું આયોજન કરાવીશ; એવી મેં બાધા રાખેલી. તે હવે મારે સત્વરે પૂરી કરવી જોઈએ. માટે આપ આની વ્યવસ્થા કરાવો.” - કુમારે તેની વાત સ્વીકારીને તેને જવા દીધી. પછી વીરપાળના સેવકો તરફ ફરીને તેણે કહ્યું : વિરપાળને કહેજો કે સુદર્શન સંબંધ કોઈ વાત કે ફિકર તમારે ન કરવી. કેમકે નહિ તો એ પાછળથી એમ કહેશે કે “જો વીરપાળે શ્રીવર્ગને સહાય ન કરી હોત તો હું તેને બરાબરનો ચમત્કાર દેખાડી દેત; એ છૂટત તો નહિ જ.' આવું સાંભળવાની મારી ઇચ્છા નથી, એ એક વાત.
બીજી વાત એ કે તમે જમવા તેડાવો છો તો તે માટે આપવામાં મને જરાય વાંધો નથી. પણ આ તમે જુઓ છો તેમ હું જરા કાર્યવ્યગ્ર છું, એટલે આજે નહિ આવી શકું. કાલે સવારે તમારા કુમારશ્રી જેમ કહેશે તેમ હું અવશ્ય કરીશ. આજે હવે વધુ આગ્રહ ન કરશો. તમે તેમને મારી વાત સમજાવજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org