________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૮૯
–
કરો!
રાજાજીએ જેવો તે દેવોની વિનંતિનો સ્વીકાર કર્યો, કે દેવો અંતર્ધાન!
આ પછી રાજાજીએ પોતાના યુવરાજ કુમાર સુવ્રતનો તાત્કાલિક રાજ્યાભિષેક કર્યો, પોતે રાજપદેથી નિવૃત્તિ લીધી, અને પછી નવા રાજવી પાસે ચારિત્ર અંગીકાર કરવાની અનુમતિ માગી.
સુવ્રત રાજાએ તે જ પળે પોતાના સેવકો દ્વારા પિતાજીના દીક્ષાઅભિષેકની સર્વ સામગ્રી તૈયાર કરાવી. આઠ જાતિના એકેક હજાર ને આઠ આઠ કળશો સહિત વિપુલ સામગ્રી તેમજ દૂધ, જળ, તીર્થોદક, મંગલમાટી, અસંખ્ય ઔષધીઓ-ઇત્યાદિ અઢળક સામગ્રીનું ચયન ત્યાં થવા માંડ્યું.
દરમિયાનમાં, તે જ વેળાએ ચોસઠ ઇંદ્રોનાં આસન પુનઃ કંપિત થતાં તે સહુ પણ, તીર્થકરનો દીક્ષાકાળ જાણીને પોતપોતાના દેવપરિવારો સાથે ત્યાં આવી પહોંચ્યા.
અશ્રુ સેવક દેવો દ્વારા દીક્ષાભિષેકની દિવ્ય સામગ્રી એકત્ર કરાવી : એમાં આઠ જાતિના એકેક હજાર આઠ આઠ કળશો, એટલી જ અન્ય વિવિધ સામગ્રી, નદીઓ, દ્રહો, કંડો, અને સમુદ્રોનાં પવિત્ર પાણી ઇત્યાદિ સર્વ પદાર્થોનો સમાવેશ થતો હતો.
દેવ-પ્રભાવથી દિવ્ય તમામ કળશો રાજા સુવતે આણેલા કળશોમાં સમાઈ ગયા. એ પછી ઈન્દ્રાદિ દેવો તીર્થંકર-રાજર્ષિની આસપાસ ગોઠવાઈ ગયા. કોઈ ચામર લઈને તો કોઈ ધૂપધાણાં લઈને; કોઈ મંગળ કળશ ઝાલીને તો કોઈ પુષ્પ ચંગેરિકા પકડીને; કેટલાક હાથ જોડતાં ઊભા રહી ગયા તો કેટલાકે તેમના મસ્તકે છત્ર ધરવા માંડ્યાં.
આમ દેવો એક બાજુએ તરી ગયા, એટલે રાજા સુવતે પૂર્વાભિમુખ એક સિંહાસન સ્થાપ્યું. તે પર તીર્થકર મુનિસુવ્રતને બિરાજમાન કર્યા. અને પછી પોતે તેમનો દીક્ષાભિષેક પ્રારંભ્યો. હજારો જળકળશ વડે અસંખ્ય ભક્તોએ પ્રભુને અભિષેક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org