________________
શ્રીવર્મ
૨૦૭
ગઈ : અધધ, આટલા બધા હાથી? આવું વિશાળ અશ્વદળ? તે પણ એકદમ સુસજ્જ? બાપ રે! અમારા આક્રમણની જાણ આ લોકોને કેવી રીતે થઈ ગઈ હશે? અને આટલી બધી તૈયારી પણ કેવી રીતે રાતોરાત કરી હશે?
પણ પળ-બે પળમાં જ તેણે આ ચિંતા તથા પ્રશ્નોને મનમાંથી ખંખેરી નાખ્યા. તે પણ જબરો યોદ્ધો હતો ને! તેણે તરત પોતાના સૈન્યને આદેશ આપ્યો : તૂટી પડો. અને એ સાથે જ ત્યાં સુમુલ ઘમસાણ મચી ગયું.
યુદ્ધ શરૂ થવાની સાથે જ પળેપળે રંગ પલટાવા માંડ્યા. ક્ષણમાં નરસિંહનું પલ્લું નમતું તો ક્ષણાર્ધમાં ક્ષેમરાજની સરસાઈ સ્થાપિત થતી. નરસિંહે સબળ અને અથાક પ્રયાસો વડે પોતાના સૈનિકોને પ્રેય, દોર્યા, ઉશ્કેર્યા. એમણે પણ એના જવાબમાં એટલી જ વીરતા દાખવી. પરંતુ ૫૦૦નું ગજદળ, હજારોનું અશ્વદળ, અને સ્વય રાજકુમાર શ્રીવર્મનું નેતૃત્વ. આ બધા સામે આવડું સૈન્ય શું નભે?
નરસિંહે ઝડપથી ક્યાસ કાઢી લીધો, તેણે જોયું કે આમાં જીતવાની આશા તો રખાય જ નહિ, પણ નાહકના મારા સૈનિકોને હોમવાના જ છે. એ કરતાં ભાગી નીકળવું જ શ્રેયસ્કર છે. જીવ બચશે તો વળી નવો પેંતરો કરીશું.
તેણે તરત જ પોતાના સૈન્યને ભાગી છૂટવાનો આદેશ આપ્યો. પોતે પણ પૂંઠ ફેરવી.
પૂંઠ તો ફેરવી, ભાગ્યા ય ખરા. પણ જાય ક્યાં? આગળ સ્વયં શ્રીવર્ગ હતો. તો પાછળથી તેનો સેનાનાયક યોગરાજ પોતાના તાજામાજા સૈન્ય સાથે તેને ઘેરીને ઊભો હતો. - નરસિંહના આશ્ચર્યનો હવે અવધિ ન રહ્યો. શત્રની ક્ષમતાનો તાગ પામવામાં પોતે ને સુદર્શનકુમાર કેવી થાપ ખાઈ ગયા છે તેનો તેને તે ક્ષણે અહેસાસ થયો. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું.
નરસિંહે તત્ક્ષણ વિચાર બદલ્યો. તેને સમજાઈ ગયું કે હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org