________________
૪૬ ૬
સારું પલપલ સતત નામ
વિના, એ સીધો ખસ-રાજાના તંબૂ પર જઈ પહોંચ્યો. તેના રક્ષકોને જેર કરી, તંબૂમાં જઈ, પલંગમાં નિરાંતવા પોઢેલા ખસ-રાજવીને તેના વાળ ખેંચી પડકાર્યો.
સફાળી જાગી પડેલો ખસ-રાજા તો સામે ખુલ્લી તલવારે ઊભેલા દુશમનોને જોતાં જ થરથર કંપી ઊઠ્યો. પણ તે હજી કાંઈ વિચારે કે સળવળે ત્યાં તો કુબેરદત્તના સૈનિકોએ લોખંડની સાંકળો લાવીને તેને બંધનગ્રસ્ત કરી લીધો.
કુમારની પૂર્વયોજના પ્રમાણે તે જ સમયે ત્રણ ભાગમાં વહેંચાયેલું તેનું સૈન્ય પણ ત્રિપાંખિયા હુમલો લઈ આવ્યું. ફલત ખસ-રાજાનું નિનયિક સૈન્ય છિન્નભિન્ન થતું પલાયન કરી ગયું. આખી છાવણી પર હવે કુમારના સૈન્યનો અધિકાર સ્થપાઈ ગયો. - સવાર પડી. કુમારે પોતાના સંદેશવાહકો દ્વારા રણધવલને પોતાના આગમનની તથા ખસ-રાજા પરની જીતની વાત જણાવી, તો તેણે કહેવડાવ્યું કે મહારાજ, આપ અહીં આવવાની ઉતાવળ ન કરતા. આપ ત્યાંનું બધું કાજ પૂરેપૂરું આટોપીને જ અહીં પધારજો. પરંતુ મારું સૈન્ય અન્ન વિના તરફડી રહ્યું છે, માટે અન્નનો પુરવઠો અહીં તાત્કાલિક પહોંચાડો.
કુમારે તરત તેનો અમલ કર્યો. અને પોતે સાથે લાવેલ અનાજની કોઠીઓ ચાંપતો બંદોબસ્ત સાથે રણધવલને પહોંચાડી.
અનાજ આવ્યાનું જાણતાં જ આખી સેનામાં જાણે નવો પ્રાણસંચાર થયો. આખી સેના રાજીની રેડ.
એક તરફ સેના નવેસરથી સજ્જ થઈ, તો બીજી તરફથી કુમાર કુબેરદત્ત પણ પોતાના તાજા સૈન્ય સાથે ત્રણ જ દિવસમાં ત્યાં આવી પહોંચ્યો.
બન્ને સેનાઓ એકત્ર થતા જ વાતાવરણ પલટાઈ ગયું. બે મહાસાગરોના મિલનનો અહેસાસ સર્વત્ર થવા લાગ્યો.
સિંહપુર-નરેશ પરબલસિંહ હવે ગભરાયો. તેને હતું કે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org