SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વજકુંડલ ૧૦૭ પડખે ચડી જશે, ને તો તમારે લોકોને અહીં જ તળ રહી જ્વાનો વારો આવી શકે; ઘેર પહોંચવાનું પણ મોંઘું પડી જાય એવું બને. રાજન્ ! અમારા કુમારશ્રીનો પડાવ અત્યારે શ્રીખેડપુરમાં છે, અને ત્યાંથી તેમણે અમને આપની પાસે આટલું કહેવા માટે મોકલ્યા છે. તેઓએ ફરમાવ્યું તે અમે આપને કહ્યું. હવે અમને રજા આપો, તો અમે પાછા ફરીએ. બન્ને દૂતોએ પૂરી ઠાવકાઈથી પોતાની વાત આટોપી લીધી, અને રજાની અપેક્ષામાં ઊભા રહ્યા. પણ તેમની વાત સાંભળતાં જ અનંગદેવના ચહેરા ઉપર ભય અને ચિંતાની રેખાઓ તણાવા માંડી. પણ પોતાની અસ્વસ્થતા ઉઘાડી પડી જવાની બીકે તેણે સત્વરે સમતુલા મેળવી લીધી, ને તે દૂતોને ઉદ્દેશીને કહ્યું: ભાઈ, વજકુંડલકુમાર તો અમારા સ્વામી ગણાય. તેમની સલાહ પણ અમારે મન તો આશા જ ગણાય. તમે તેમનો જે સંદેશો મને આપ્યો, તેનો મર્મ હું સમજી શક્યો છું, ને હું આ જ પળે તેમની આજ્ઞાનુસાર સિંધુષેણના પક્ષેથી પાછો હઠીને અહીંથી જ સ્વદેશ તરફ ચાલી નીકળું છું. પરંતુ તે પહેલાં મારી ઉમેદ છે કે એકવાર કુમારશ્રીનાં દર્શન કરી લઉં. અહીં સુધી આવ્યો છું ને કુમારશ્રી પણ નજીકમાં જ છે, તો હું તમારી સાથે જ ત્યાં આવી જઉં એમ મને થાય છે. નહિ તો એમ કરો, તમે તમારે જાવ, હું મારા સૈન્યને નવા ફેરફારો અંગે સૂચના આપીને એકાદ દિવસમાં જ કુમારશ્રીના ચરણોમાં આવી જઈશ. આમ કહીને તેણે તે દૂતોને વિવિધ વસ્ત્રો ને અલંકારોની ભેટ આપી. પેલા દૂતોને તો ‘ભાવતું'તું ને વૈદે કહ્યાનો ઘાટ થયો. તેઓ ત્યાંથી ઝટપટ ભાગ્યા, સીધા રાજા મદનદેવ પાસે. ત્યાં પણ આવી જ રજૂઆત કરી, ને વધુમાં અનંગદેવના ફેરફારની પણ વાત કહી, એટલે મદનદેવે પણ એવો જ નિર્ણય લઈ લીધો. ને દૂતોને જાતજાતનાં ભેટણાં આપી વિદાય કર્યાં. Jain Education International બન્ને દૂતો તો ખુશખુશ થતાં ત્યાંથી નીકળીને પહોંચ્યા સીધા વીસેન પાસે. બધી હકીકત દર્શાવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy