________________
શ્રીવર્મ
૧૫૫
એક પ્રશ્નો પૂછવા માંડ્યા. તો કુમારે વિવિધ છંદોમાં, અલંકાર-મંડિત પદ્યોની શીધ્ર રચના કરી સંભળાવે જઈને તેના જવાબો વાળવા માંડ્યા.
આ જોઈને રાજા સાથે આવેલા વિદ્વાનો ને સચિવોને ચાનક ચડી. તેમણે કુમારને સમસ્યાઓ (ઊખાણાં), પ્રહેલિકાઓ, અંતર્લીપિકા ને બહિલપિકાઓ તેમજ પાદપૂર્તિરૂપ પદ્યો પૂછવાનું શરૂ કર્યું.
કુમારે લેશ પણ ખચકાટ વિના, જેટલી ત્વરાથી સમસ્યાઓ આવી તેટલી જ ત્વરાથી તેના જવાબો, ઉકેલો ને પૂર્તિઓ બધું જ આપવા માંડ્યું.
રાજાની સાથે તેની પરિચારિકાઓ પણ આવી હતી. તે બધી પણ વિદુષીઓ હતી. પંડિતોની રમઝટ ને તે બધાને એકલે હાથે હંફાવતો પોતાનો બાળ રાજા - આ દશ્ય જોઈને તેમનાથી પણ ન રહેવાયું. એમાંની માધવિકા નામની સેવિકા સહસા બોલી ઊઠી : કુમારશ્રી! જ્યાં ઘણના ઘા પડતા હોય ત્યાં ચુનીનું ગજું શું? છતાં તમે રજા આપો તો હું પણ કંઈક સમસ્યા પૂછું.
કુમારે સંમતિ દર્શાવતાં તેણે પૂરી ત્રણ ગાથામાં પથરાયેલી પ્રશ્નાવલી કુમારને સંભળાવી, ને તેનો એક જ શબ્દમાં જવાબ માગ્યો.
કુમારે એક ક્ષણ - માત્ર એક ક્ષણ–ચિંતન કર્યું, ને તેનો અપેક્ષિત ઉત્તર બીજી જ ક્ષણે પ્રસ્તુત કર્યો. - પેલી તો એવી હરખઘેલી થઈ ગઈ કે બધું પડયું મૂકીને ગઈ સીધી કુમાર પાસે, ને પોતાના પાલવ વડે કુમારનું લૂંછણું કરી પોતાની જગ્યા પર પાછી વળી.
ઉપાધ્યાયને પણ શિક્ષણ એટલે વિદ્યાર્થીની સર્જનાત્મક ચેતનાને બહાર આણવાની પ્રક્રિયા' એ વાતનું સાર્થક્ય, એ પળે અનુભવાયું. તેમના મોં પર એક પ્રકારનો અવર્ણનીય પરિતોષ છલકાઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org