________________
- શ્રી મુનિસુવ્રતસ્વામી
છે
૨૯૯ -
આત્માની શિવકર આંતર-ઊર્જાનો પ્રચંડ વિસ્ફોટ,
જગતનું કલ્યાણ કરવાની અતિતીવ્ર તમન્નાનાં, શ્રીધર્મના જન્મમાં કરેલી સાધનાવેળાએ રોપેલાં ઊંડાં મૂળ, વિકસતાં વિકસતાં આજે મુનિસુવ્રતસ્વામી તરીકેના અવતારમાં, આ ક્ષણે, વિકાસની ચરમ પરિસીમાએ પહોંચ્યાં હતાં, અને કેવળજ્ઞાન-કલ્યાણકરૂપ વિસ્ફોટ દ્વારા તેમની ચેતનાનાં વિશ્વકલ્યાણકારક આંદોલનો અખિલ બ્રહ્માંડમાં પ્રસરી ચૂક્યાં હતાં.
સાતે નરકે અજવાળાં પથરાવાં અને ઈન્દ્રોનાં આસનો કંપિત થવાં માંડવાં વગેરે બનાવો, આ વિસ્ફોટજન્ય આંદોલનોની જ પરિણતિ હતી.
પ્રશસ્ત વિસ્ફોટ, પ્રશસ્ત આંદોલનો, પ્રશસ્ત પરિણામ!
પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રાદિ દેવો તેની ઉજવણી માટે આવી પહોંચ્યા. દિવ્ય સમવસરણ –ધર્મ સભાની રચના કરી. એની મધ્યમાં અશોકવૃક્ષ રોપાયું અને તેની સાથે ચૈત્યવૃક્ષ - પ્રભુનું જ્ઞાનવૃક્ષ પણ જોડી દેવામાં આવ્યું. આઠ મહા-પ્રાતિહાર્યો રચવામાં આવ્યાં, અને દેવો દ્વારા નિર્મિત નવ સુવર્ણ-કમલો ઉપર પદાર્પણ કરતાં કરતાં પરમાત્મા સમવસરણમાં પધાર્યા.
ત્રણ ગઢમય સમવસરણમાં ત્રીજા ગઢમાં પ્રવેશ કરતાં જ પ્રભુએ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી પૂર્વ દિશા સન્મુખ વર્તતા સિંહાસન ઉપર “નમો નિત્યસ્સ’ એમ બોલતાં બોલતાં પ્રભુ આરૂઢ થયા.
અન્ય ત્રણ દિશાઓમાં દેવો પ્રભુની હૂબહૂ પ્રતિકૃતિઓ પધરાવી. દેવો, અસુરો, મનુષ્યો અને તિર્યંચો વગેરેની પર્ષદાઓ યથાસ્થાને બેઠી. રાજા સુવ્રત પણ, પ્રભુના કેવળજ્ઞાનની જાણ થતાં જ, સૈન્ય તથા પરિવાર સાથે તેની ઉજવણી કરવા આવી પહોંચેલો. તેમે સર્વપ્રથમ પ્રભુની સ્તવના કરી, અને પ્રભુની જ્ઞાનપ્રાપ્તિથી તથા હવે પ્રભુના શ્રીમુખે જગતનું કલ્યાણ કરનારો ધર્મમાર્ગ વહેતો થશે તેની કલ્પનાથી ભાવવિભોર બની જઈને રાજાએ પ્રભુ પ્રત્યે પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org