________________
– ૧૪
સમરું પલપલ વત નામ
–
માયાળુ મળ્યા હતા કે તેમને કાંઈ પણ કહેવામાં કે પૂછવામાં હવે તેને ક્ષોભ નહોતો થતો. તે બોલી ઊઠ્યો : મહારાજ, દીક્ષા શું? દીક્ષા ક્યાં મળે? કેવી રીતે મળે? કોણ આપે?
મુનિ મલકી પડ્યા. તેમણે બાળકને પ્રેમથી સમજાવતાં કહ્યું : ભાઈ. દીક્ષા લેવી એટલે મારા જેવા જૈન સાધુ થઈ જવું તે. જો હું કેવો છું? મેં કેવો વેષ પહોર્યો છે? આવો વેશ પહેરીને આત્માની સાધના થાય તેવી કરણીમાં જીવન વીતાવવું – એનું નામ દીક્ષા.
આ દીક્ષા લે પછી કોઈ જ પાપ કરવાનું ન આવે. પછી બસ એક જ કામ કરવાનું : પહેલાં બાંધેલાં પાપોને ધોયા કરવાનાં. જે કરવાથી એ પાપો ધોવાય તે તેનાં પરિણામોથી આપણો આત્મા ઊગરી જાય, તેવી ક્રિયાઓ કર્યા કરવાની. - દીક્ષા લીધા પછી ઘર ન હોય, માતા-પિતા ને પરિવાર ન હોય, સંસારની ને ઘરની કોઈ જ વાત કે વાતાવરણ ન રહે. પછી તો રહે આપણા ગુરુની નિશ્રા ને આપણી આરાધના!
આમ ને આમ, સાવ બાળસુલભ ભાષામાં મુનિવરે શિવકેતુને દીક્ષાનું યથાર્થ સ્વરૂપ સમજાવી દીધું, ને છેવટે પૂછ્યું: બોલ, દીક્ષા લેવી છે? લઈશ તો બધાં કર્મો ટળી જશે ને યાતનાઓ મટી જશે.
શિવકેત તો આ બધું વિવેચન સાંભળીને રાજીનો રેડ! એને તો ભાવતું'તું ને વૈદે કીધું જેવો ઘાટ થયો. એણે તરત જ બે હાથ જોડી મસ્તક નમાવતાં મુનિને કહ્યું:ભગવંત! આપે મોટી કપા કરી મારા પર. દીક્ષાની વાત મને બરાબર પચી ગઈ છે. પરંતુ મહારાજ, એક વાત વચમાં પૂછવી છે. આપને કષ્ટ ન થતું હોય ને આપ અનુજ્ઞા આપો તો પૂછું. પૂછું?
મુનિને વત્સલભાવે સંમતિ દર્શાવતાં જ શિવકેતુ આગળ વધ્યો: પ્રભુ, મારા જેવા મંદભાગી જીવને તો જન્મજાત વેદના ને દુઃખ વેઠવાનાં આવે, એટલે તેથી કંટાળીને તમે કહ્યું તેમ દીક્ષા લેવાનો વિચાર કરે તો તે તો સમજી શકાય; પણ તમે તો કેટલા બધા સોહામણા છો! કેવા શક્તિશાળી દેખાવ છો! તમારું સ્વરૂપ જોતાં !
પહેઠળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org