SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્મ ૧૬૧ કદી નહિ કરે. આવી દૃઢ ને સ્પષ્ટ પ્રતીતિ હોય પછી ચિત્ર મોકલવાની ને માગું કરાવવાની શી જરૂર છે? વનશ્રી તેની વાતમાં સંમત થતાં જ તેણે તેના દ્વારા જ તેની વાત પોતાના માતા-પિતાને પહોંચાડી. આ વાત આવતાં જ પિતા વાસવદત્તે તેને બોલાવી, ને સમજાવી કે હું તારો સ્વયંવર રચાવું, ને તેમાં કુમાર શ્રીવર્મ પણ આવે તેવો પ્રબંધ કરું. તું ભલે તેને વરજે; પણ સ્વયંવરના મારા વિચારને તું સંમતિ આપે તો સારું. કદાચ તેના કરતાં ય કોઈ વધુ ગુણિયલ વ્યક્તિ મળી આવે. Jain Education International વસંતશ્રીએ વિનયપૂર્વક કહ્યું : પિતાજી! આપની વાત બહુ સાચી છે. હું આપની ભાવનાનો વિરોધ ન કરું. પરંતુ મારી વાત એટલી જ છે કે જો વરની બાબતમાં મારા મનમાં લેશ પણ અવઢવ હોત તો આપની વાત વાસ્તવિક બનત; જ્યારે મેં તો ગાંઠ વાળી લીધી છે કે મારે શ્રીવર્તકુમાર સિવાય કોઈ સાથે જોડાવું જ નથી. આવા નિર્ધાર પછી આટલા બધા રાજવીઓને અહીં તેડાવવા ને સ્વયંવરનો આડંબર રચવો તે વૃથા તમાશો જ બની રહેશે. એ બધાને અહીં આવવાનો શ્રમ થશે, આપનો અનર્ગળ દ્રવ્યવ્યય થશે ને વળી પરિશ્રમ પણ પડશે. એ કરતાં મારી વાતમાં આપ સંમત થાવ એ વધુ યોગ્ય લાગે છે. રાજા વાસવદત્ત કુંવરીનું મન સમજી ગયો, ને તેણે તેની વાત સ્વીકારી લીધી; એટલું જ નહિ, તેને ચંદ્રપુર મોકલવાની તૈયારીઓ પણ પ્રારંભી દીધી. કન્યાને વિદાય આપવાની તૈયારીઓ મંડાઈ જાય પછી વાત છાની શેં રહે? ચરો મારફત આ વાત સુદર્શન સુધી પહોંચી. વાત સાંભળતાં જ તે ઊંચોનીચો થઈ ગયો. તેણે મારતે ઘોડે પોતાના અંગત માણસોને વાસવપુર મોકલ્યા : કોઈપણ ઉપાયે કુંવરીને ચંદ્રપુર જતી રોકવા ને પોતાની તરફ વાળવા. તે મનુષ્યોએ વાસવપુર પહોંચતાં જ પોતાની કામગીરી આદરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy