________________
વજકુંડલ
૧૨૯
તથા પ્રસન્ન કરો એમ મારી માગણી છે.
રાજાએ નકારમાં ડોકું હલાવતાં કહ્યું ભાઈ! હું સાજો થઈશ, તો મારા પરત્વેની ચિંતા રાણીની મટશે. પરંતુ એ સાથે જ ભાઈના મૃત્યુની પીડા એના મન પર સવાર થઈ જશે, ને તો પેલા અનિષ્ટની આશંકા ઊભી જ રહેવાની! હજી તો આજે ચોથો જ દિવસ છે. મને લાગે છે કે હજી થોડા દહાડા જવા દઈએ તો કેમ? - જિનમિત્રે રાજાને સમજાવ્યો:દેવ! હવે તીવ્ર આઘાતની શક્યતા જ નથી. જે થવું જોઈએ તે પહેલા જ ધડાકે થાય. પછી તો માણસ એટલા બધા વિચારોમાં વમળાય કે તેનો આવેગ આપોઆપ મંદ પડી જાય. હા, હજી તેને દુઃખ લાગશે, ભાઈની યાદ આવશે ને રોકકળ પણ કરશે. પરંતુ બીજું કાંઈ અમંગળ તો તે નહિ જ કરે.
માટે આપ હવે આ કપટ તજો, બધાંને હેતથી બોલાવો, હળોમળો તે જ ઠીક છે.
રાજાએ તેની વાત સ્વીકારી. પણ નાખેલા દાવને એવી સિફતથી જ પાછો વાળવો પડે. નહિ તો બાજી ઉઘાડી પડી જાય. એટલે તેણે જિનમિત્રને કહ્યું કે તું રાણી પાસે જા, ને નિવેદન કર કે આજે રાત્રે સ્વપ્નમાં મેં રાજાજીની કુળદેવીનાં દર્શન કર્યા. તેમણે મને એવો આદેશ કર્યો કે જો દેવી કામરતિ. આ નગરમાંના એકેક જિનાલયની દરરોજ પૂજા કરવા માંડે, તો રાજા સાજો ને સ્વસ્થ થઈ જાય. એ પૂજા કરતી વેળા રાણીએ એકાગ્રતા કેળવવી પડે, ને ઘર-સ્વજનાદિની ચિંતા ફિકર કરવાની નહિ. આ પ્રકારે કામરતિ તમામ જિનમંદિરોની પૂજા કરે, તો એ પૂજા પૂર્ણ થાય તે સાથે જ રાજા પૂર્વવત્ સ્વસ્થ તઈ જાય; અને પોતાની મેળે જ તે જિનમંદિરે આવશે.”
દેવી! આટલું કહીને કુળદેવી અલોપ થઈ ગયાં, ને હું જાગી ઉક્યો. પછી ઊંધ્યો જ નહિ. આખી રાત આ સ્વપ્નના અર્થઘટન અંગે મેં મંથન કર્યા કર્યું. બહુબહુ વિચાર કર્યા પછી મને થયું કે આ સ્વપ્ન સાચું પડે કે કેમ, તે તો કેમ ખબર પડે? પરંતુ પ્રયોગ ખાતર પણ દેવી પાસે દરેક જિનાલયની પૂજા તો કરાવીએ. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org