________________
૨૨૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
કુમારે તેની વાત સ્વીકારવા સાથે સૂચવ્યું : તું જરા સુદર્શનને પણ મળી લે. તો તેને પણ સારું લાગે, ને તમને પણ નિશ્ચિંતતા થાય કે તમારો કુમાર હેમખેમ છે.
શ્રીહર્ષ : કુમાર! આપની વાત બરાબર હશે. પણ મને કુમારશ્રીને મળવાની મહારાજે સૂચના કે અનુમતિ નથી આપી. એટલે હું તેમને મળી નહિ શકું.
કુમારે તેને તત્કાળ તો વિશ્રાંતિ લેવા મોકલી આપ્યો.
કુમારને લાગ્યું કે હવે સુદર્શન સાથે મારે સંબંધ થયો. હવે તેને બંધનમાં રાખવો ઉચિત ન ગણાય. વળી, મહાબળ રાજાની શુભ ચેષ્ટાનો જવાબ પણ મારે કોઈ શુભ ચેષ્ટા દ્વા૨ા જ આપવો ઘટે.
તેણે રણસિંહને આજ્ઞા કરી : સુદર્શનનાં બંધનો છોડી, તેને સ્નાનાદિ કરાવી, ઉત્તમ વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી જલદી અહીં લઈ આવ. તેના આઠ સેવકોને પણ છૂટા કરી દે.
રણસિંહ લુહારને લઈને સુદર્શન પાસે પહોંચ્યો કેદખાનામાં, અને તેની બેડી તોડવાની તજવીજ આરંભી. સુદર્શનને નવાઈ ઉપજી. પૂછ્યું : કેમ ભાઈ, એકાએક બંધનો તોડવાની નોબત લાવ્યા?
રણસિંહે કહ્યું : કુમાર! કાંઈ કારણ તો મને કુમારશ્રીએ નથી જણાવ્યું, એટલે તે અંગે ચોક્કસ કાંઈ કહી નહિ શકું. હા, મારા અનુચર પાસેથી એવી વાત જાણવા મળી છે કે તમારા પિતાજીનો કોઈ રાજસેવક અહીં આવ્યો છે. એણે તેમણે નૈમિત્તિકે કહેલાં ‘સુદર્શનને પકડીને બાંધશે તે પ્રિયદર્શનાનો પતિ થશે’ એવા વેણને આધારે તમારી બહેનને કુમારશ્રી સાથે વરાવવાની તમારા પિતાની ભાવના રજૂ કરી છે.
સુદર્શન બોલી ઊઠ્યો : હા, એ વાત સાચી છે. નૈમિત્તિકે આ આગાહી કરી, ત્યારે હું પણ ત્યાં
સભામાં ઉપસ્થિત જ હતો.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org