________________
– ૭૬ ૨
સમરું પલપલ રાવત નામ
મહારાજ! આપો વચન, રાણીએ હાથ લંબાવ્યો. દિમૂઢ બની ગયેલા રાજા સિંધુસેને અસહાયતાથી ધ્રૂજતો હાથ પસાર્યો અને રાણીના હાથ પર ચાંપ્યો.
પછી તો રાણીએ આખો દોર હાથમાં લીધો. રાજાને ભરપૂર પ્યારથી સંતૃપ્ત કરીને તેના શોક-સંતાપ ઠાર્યા. રાજાના તે દિવસના આદેશને રાતોરાત ફેરવાવીને સિંધુસેનના યુવરાજપદે અભિષેકની જાહેરાત કરાવી દીધી. રાજાના સ્વહસ્તાક્ષરે વીરસેન પર દેશનિકાલની આજ્ઞાનો પત્ર લખાવી, પિતાપુત્રની મુલાકાતનો અવકાશ પણ ન રાખીને વીરસેનને એકાકીપણે રવાના પણ કરી દેવડાવ્યો.
હક્ક પર અણહક્કનો આ વિજય હતો. સત્તા કરતાં ય રૂપનો ઉન્માદ અહીં સવાયો પુરવાર થયો હતો.
સબ જન રિપુ હૈ એક મેં, કૃશ હું અરુ અસહાય ઐસી શંકા સિંહકો, સપનેહું નહુ આયા કુમાર વીરસેનની માનસિકતા આવી જ હતી.
જે ક્ષણે તેને પિતાના પરવશભાવે કરાયેલા આદેશની જાણ થઈ, તે જ ક્ષણે, પળનીય વાર લગાડ્યા વિના તેણે ઘર છોડી દીધું.
સાથે લીધી એકમાત્ર પોતાની તલવાર.
બાકી ન કોઈ સેવક, ન કોઈ અંગરક્ષક, ન કોઈ મિત્ર કે ન કોઈ સ્વજન. અરે, પોતાની પત્નીને પણ તેણે સાથે આવવાની મના કરી. પિતાજીનો આદેશ સ્પષ્ટ હતો : વીરસેને એકાકીપણે દેશ ત્યાગ કરવો; સાથે કોઈને પણ લઈ જવાના નહિ.
અને પિતાની આજ્ઞાનું પાલન એ જ તેની વીરતાનો પર્યાય હતો. જ્યાં પૂજ્યોની આમન્યાનું પાલન ન હોય, તેવી વીરતાનો શો અર્થ?' આ તેનું દઢ મંતવ્ય હતું. એટલે તેણે પિતૃઆજ્ઞાનું શબ્દશઃ પાલન કર્યું, અને ઘર તેમજ દેશનો ત્યાગ કરીને તે એકાકી ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org