________________
– ૬૮
સમરે પલપલ સતત નામ
-
આમને આમ સમય સરકતો રહ્યો; ને વર્ષોનાં વહાણાં વાયાં.
કુમાર અમરદત્ત પણ હવે તો મોટો થઈ ગયો છે. અનેક રાજકુમારીઓ સાથે તેના વિવાહ પણ થઈ ચૂક્યા છે, કુબેરદત્તના દરબારમાં તે પણ હવે યુવરાજનું સ્થાન શોભાવે છે.
બધું હેમખેમ પ્રવર્તી રહ્યું છે, એમાં એક દિવસ,
વનપાલકે આવીને રાજાને ખબર આપી કે મહારાજ! વધામણી!! રાજર્ષિ વિશ્વકાંતસૂરિ ભગવંત ઉપવનમાં પધાર્યા છે.
આ શબ્દો કાને પડતાં જ કુબેરદત્તના રોમેરોમે દીવા પ્રગટ્યા. તે તત્કાળ પોતાના સમગ્ર પરિવારને લઈને પિતા-ગુરુના વંદન માટે ઉપવનમાં આવી પહોંચ્યો.
ગુરુને વાંદ્યા. ધર્મદેશનાનું શ્રવણ કર્યું. દેશનાને અંતે રાજાએ ગુરુને વીનવ્યા:પ્રભુ! તે દહાડે જે રીતે આપે મારા શિરે રાજ્યનો ભાર નાખ્યો હતો, તે રીતે હવે મારા શિરે સંયમના સામ્રાજ્યનો ભાર પણ નાખો, તેવી મારી વિનંતિ છે. ભગવંત! આટલો કાળ તો આપનો દીર્ઘ વિરહ મેં વેક્યો. હવે તે વેઠવાની મારામાં ક્ષમતા નથી. કૃપા કરી, મને ચારિત્રપદ આપો, અને આપના ચરણસેવક બનાવો!
પિતા-ગુરુએ કહ્યું:ભદ્રા હવે તું સંયમ લે તો તે સર્વથા સમુચિત ગણાશે. તારા પુત્ર અમરદત્તને રાજ્યભાર સોંપીને હવે તારે દીક્ષા લેવી ઘટે.
ગુરુભગવંતનો સંકેત મળતાં જ કુબેરદત્ત ઘેર ગયો. શુભ દિવસે અમરદત્તનો રાજ્યાભિષેક કર્યો. પછી તેની રજા લઈને, તેણે યોજેલી દીક્ષાયાત્રાપૂર્વક પોતે ગુરુભગવંતના ચરણોમાં પહોંચ્યો, અને તેઓશ્રીના શુભહસ્તે ચારિત્રધર્મ અંગીકાર કર્યો.
તેની સાથે ૫૦૦ ભાવિકોએ પણ સંયમ લીધો. રાજા અમરદત્ત વગેરેએ ગૃહસ્થધર્મનાં વ્રતો અંગીકાર કર્યા.
આ પછી વિશ્વકાંતસૂરિ ભગવંતે ત્યાંથી મંગલપુર તરફ વિહાર કર્યો. મંગલપુરમાં પોતાના ગુરુ શ્રી વિમલયશસૂરિ ભગવંત અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org