________________
શ્રીમુનિસુવ્રતસ્વામી * ૨૯૧
શિબિકાની રચનામાં મનુષ્યની પહોંચમાં હોય તેવી સઘળી કળા તથા કારીગરી ઠલવી દેવામાં આવી હતી.
તો તેની સમાંતરે, તે જ વખતે, અચ્યુતેંદ્રે પણ સેવક દેવો દ્વારા તે જ નામની અને તેટલા જ માપની દેવતાઈ શિબિકાનું નિર્માણ કરાવ્યુ.
ઇન્દ્રે બનાવેલી શિબિકામાં શું કહેવાપણું હોય ? સાક્ષાત્ દેવવિમાન જ બન્યું હતું એ!
પરંતુ ઇન્દ્રો કદી વિવેક ન ચૂકે.
અચ્યુતેંદ્રે તે જ સમયે દેવોને આજ્ઞા કરી, અને પોતાની નિર્મિત શિબિકાને રાજા દ્વારા નિર્મિત શિબિકામાં સંક્રમાવી દીધી. જેને લીધે શિબિકા તો રાજાની જ રહી, પણ હવે તે દેવવિમાનમાં ફેરવાઈ ગઈ.
શિબિકા આ રીતે તૈયાર થતાં શ્રીમુનિસુવ્રત પ્રભુ સિંહાસન પરથી ઊઠ્યા અને શિબિકામાં જઈ તેમાં પૂર્વાભિમુખે ગોઠવવામાં આવેલા ભવ્ય સિંહાસન ૫૨ આરૂઢ થયા.
તે પછી તેમની આજુબાજુ આ પ્રમાણે સેવકવર્ગ ગોઠવાયો : પ્રભુની જમણી બાજુએ પ્રસ્થાપિત ભદ્રાસન ૫૨ રાજકુળની કુલમહત્તરા ગણાતી વડેરી સ્ત્રી, હાથમાં હંસોજ્જવલ વસ્ત્ર લઈને બેઠી; તો પ્રભુથી ડાબી બાજુએ ઉપકરણોની છાબ લઈને પ્રભુની ધાવમાતા બેઠી. પ્રભુની પીઠ પાછળ એક નવયુવતી ઉત્તમ અને ઉત્તુંગ એવું શ્વેત છત્ર મસ્તક પર ધરતી ઊભી રહી; તો પ્રભુની બન્ને તરફ ઊભેલી એકેક નવયૌવના તેમને ચામર ઢોળવા લાગી. ઈશાન ખૂણે ગોઠવાઈ ગયેલી એક તરુણીના હાથમાં, હાથીની આકૃતિ ધરાવતી જળ-છલકતી ઝારી શોભી રહી હતી, તો વળી અગ્નિકોણમાં ઊભી રહી ગયેલી એક તરુણી હાથમાં મસ્ત વીંઝણો લઈને પવન નાખી રહી હતી.
આમ, શિબિકામાં બધું સમુચિત રીતે ગોઠવાઈ જતાં જ, સુવ્રત રાજાએ પોતાના સમાન વય, સરખા વેષ, અને સમાન દેખાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org