________________
४०
સમરું પક્ષપલ વ્રત નામ
પારણું બંધાયાનો હર્ષ નગરમાં ખૂણેખૂણે વ્યાપી રહ્યો. દશ દિવસ જન્મોત્સવ ચાલ્યો.
દશમે દિવસે રાજાએ આખાયે નગરને કુબેરયક્ષના ઉપવનમાં નિમંત્યું, અને અતિભવ્ય મેળો રચ્યો. ત્યાં કુબેરદેવની ઉત્તમ પૂજાભક્તિ કરી, અને પછી ત્યાં જ સૌની સમક્ષ, કુબેરદેવના સાંનિધ્યમાં, તેણે પુત્રનું નામકરણ કર્યું: કુબેરદત્ત.
રાજાની માનતા ફ્ળી. રાજાની માનતા પૂરી પણ થઈ.
રાજા રાજી, તો પ્રજા રાજીરાજી. એકમેકનાં આનંદમાં સહભાગી બનતા સૌ ઘેર પહોંચ્યાં.
ઉલ્લાસનાં પૂર શમી ગયાં.
હવે શરૂ થયો બાળ રાજકુમારનો ઉછે૨. રાજા, રાણી અને પાંચપાંચ ધાવમાતાની ગોદમાં ઉછરતો કુબેરદત્ત જોતજોતમાં આઠ વર્ષનો થયો.
આઠ વર્ષનો થયો કે તેને કુશળ કલાગુરુને ત્યાં અભ્યાસાર્થે
મૂક્યો.
ઉત્તમ સંસ્કાર, સહજ વિનય અને તીક્ષ્ણ પ્રશા આ ત્રણનો સુમેળ ધરાવતા કુબેરદત્તે અત્યંત ઝડપથી બધી કળાઓ, વિદ્યાઓ તથા શાસ્ત્રો હસ્તગત કરી લીધાં.
Jain Education International
અધ્યયન આટોપાયું ત્યાં તો યૌવનકાળ પ્રારંભાયો. યુવાન કુબેરદત્ત સાથે રાજાએ અનુરૂપ રાજકન્યાઓનાં લગ્ન કરાવ્યાં, ને કુમારને યુવરાજપદે પ્રસ્થાપિત કર્યો; અને તેને ભોગવવા માટે મંગલપુર નગર અર્પણ કર્યું.
-
કુમાર કુબેરદત્ત પણ, પિતાને જેવો તેના પર પ્રેમ હતો, તેનાથી અનેકગણા અધિક ભાવથી પિતા-માતાનો વિનય કરતો, વૃદ્ધોનો આદર કરતો, અને પ્રજાજનોથી પ્યાર કરતો. પિતાએ ભેટ આપેલા પ્રદેશનો વહીવટ તેણે પોતાના ૫૨મમિત્ર અને સુબુદ્ધિ મંત્રીના પુત્ર બુદ્ધિધનને સોંપ્યો, અને પોતે તો પિતાની છત્રછાયામાં જ રહ્યો.
ગત જન્મના સંસ્કારોને કારણે હોય કે ગમે તેમ. પણ કુબેરદત્તને જિનમંદિરો ને જિનબિંબો બહુ ગમતાં. કોઈ તેને કહેતું
For Private & Personal Use Only
www.jainelibrary.org