________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
܀
૩૦૭
પીટાવી દીધો કે આ અશ્વ દેશવિરતિદ્વંત શ્રાવક છે. તે અચિત્ત આહાર અને જળ જ હવેથી ગ્રહણ કરશે. એ અશ્વ સ્વૈર વિહારે વિહરતો જ્યારે પણ જે કોઈના પણ ઘરે આવે, તે નગરજને નિર્દોષ અને અચિત્ત એવા ઘાસ તથા જળ વડે તેને આહા૨ કરાવવો, કોઈએ તેને ઉવેખવો નહિ.
પ્રજાજનોએ રાજાના તે આદેશનો બરાબર અને હોંશે હોંશે અમલ ક૨વા માંડ્યો. તો સામી બાજુએ, એ અશ્વ પણ જ્યારે ભૂખ્યો અથવા તરસ્યો થાય, ત્યારે જ કોઈના ઘરે જતો, તે સિવાય તે કોઈને ય રંજાડ ન કરતો.
Jain Education International
ભગવાન હજી ભૃગુકચ્છમાં જ બિરાજે છે.
હમેશાં તેમની ધર્મદેશના સાંભળવા રાજા, અશ્વ, નગરજનો બધાં જાય છે, અને ધર્મલાભ પામે છે.
એ દિવસો દરમિયાન એક બપોરે અચાનક જ ધરતીકંપનો ભયાનક આંચકો આવ્યો. રાજા જેવો રાજા પણ ડરી ગયો! તે દિવસના સંધ્યાસમયે, નિત્યક્રમ પ્રમાણે તે સમવસરણમાં ગયો, ત્યારે દેશના પૂર્ણ થયા બાદ તેણે પરમાત્માને ધરતીકંપ થવાનું કારણ પૂછ્યું.
સામાન્યતઃ તીર્થંકર વિચરતા હોય તે પ્રદેશમાં, અમુક યોજનના ધેરાવામાં ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપ ન જ થાય, તેવી તેને દૃઢ ખાતરી હતી. અને છતાં આજે અહીં ધરતીકંપ થયો તેથી તેને ભારે અચરજ થતું હતું. એટલે તેણે પરમાત્માને તે વિશે પ્રશ્ન પૂછી જ લીધો.
પરમાત્માએ આના ઉત્તરમાં વિષ્ણુકુમાર મુનિ અને નમુચિમંત્રી વચ્ચે, તે જ દિવસે, હસ્તિનાપુર નગરમાં બનેલી ઘટના વિસ્તારથી વર્ણવી અને કહ્યું કે વૈક્રિયલબ્ધિ વડે લાખ યોજનનું શરીર વિકુર્તીને મુનિ વિષ્ણુકુમારે ધરતી પર પગ માંડ્યો, તે કારણે આ ધરતીકંપ થયો છે. આ કોઈ કુદરતી ઉત્પાત નથી.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org