Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004995/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાય, પુણ્ય અને સંચમ [ વિપાકે, અંતકૃદુ શા:, અનુત્તરૌપપાતિકદશા: એ નામના ૬૧મા, ૮મા અને ૯મા અગઝ ચેન છાયાનુવાદ ] સંપાદકે છે પાલદાસ જીવાભાઈ પટેલ HD Shah શ્રી જૈન સાહિત્ય પ્રકાશના સમિતિ c/o ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ચી પૂજાભાઈ જૈનગ્રંથમાલા-૨૦ પા૫, પુણ્ય અને સંયમ [વિપાક, અંતકૃદશા, અનુત્તરૌપપાતિકદશાઃ– એ નામના ૧૧મા, ૮મા અને ૯મા અંગગ્રંથને છાયાનુવાદ] સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ શ્રી જન સાહિત્ય પ્રકાશન સમિતિ c/o ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક નેપાલદાસ જીવાભાઈ પટેલ મંત્રી, શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ પ્રથમ આવૃત્તિ, સપ્ટેમ્બર, ૧૯૪૦ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ અને મુંબઈ ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત પાપ-પુ ચ – સં ય મઆ ત્રણ શબ્દમાં એક રીતે આખું જૈન કર્મ-વિજ્ઞાન સમાઈ જાય છે. કોઈ પણ ધર્મમાર્ગ તોની ગણતરી અને સ્વરૂપ ગમે તેવાં બતાવતો હોય, પણ છેવટે જાણવા જેવું છે એ જ હોય છે કે, એ પિતાના અનુયાયીને કયાં કર્મ કરવાને નિષેધ કરે છે, અને કયાં કર્મ કરવાને પ્રેરે છે. અલબત્ત, કર્મ કરવાં – ના કરવાં એ જ માત્ર ધર્મનું સંપૂર્ણ રહસ્ય નથી; કારણ કે કર્મ એ અતિશય સ્કૂલ વસ્તુ છે; અને તેની પાછળની ચેતન ભાવનાને પૂરી વહન કરવા કે વ્યક્ત કરવાને અસમર્થ છે. તેય કઈ પણ ધર્મને પૂલ પાયે તો અમુક પ્રકારને કર્માકર્મનો વિધિનિષેધ-માર્ગ જ રહેવાનો. એ માર્ગમાં ધર્મતત્ત્વને પ્રાણુ પૂરેપૂરે ભલે ન સમાયે હોય, પણ તેનાં મૂળ તે તેમાં જ રહેલાં હોય છે. એટલે કોઈ પણ ધર્મમાર્ગની પરીક્ષા આપણે તેની કર્માકર્મની કલ્પના ઉપરથી કરીએ તો ખોટું તો ન જ કહેવાય. જૈનોના પ્રાચીનમાં પ્રાચીન તથા મૂળભૂત ગણાતા જે ૧૨ અંગ ગ્રંથ છે, તેમાંથી ઊલટે ક્રમે ૧૧મા, લ્મા અને ૮મા ૧. અંગગ્રંથની પણ પહેલાં “પૂર્વ' નામના ગ્રંથે હતા એવી પરંપરા ચાલી આવે છે; પણ તે ગ્રંથે ઘણું જુના સમયથી લુપ્ત થયેલા ગણાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અ ગગ્ન થમાં ઉપર જણાવેલા કર્માકર્મ-માર્ગને લગતી કથાઓ સંગ્રહાઈ છે. ૧૧મા અંગગ્રંથ વિપાકસૂત્રમાં બે ખંડમાં થઈને અનુક્રમે પાપ અને તેનાં ફળનું તેમ જ પુણ્ય અને તેનાં ફળનું વર્ણન છે; નવમા અંગગ્રંથ “અનુત્તરૌપપાતિકદશામાં સંયમનું પાલન કરતાં કરતાં જેઓ એવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે કે, જેમને હવે ઉત્તમોત્તમ (અનુત્તર) સ્વર્ગલોકમાં અમુક કાળ વ્યતીત કર્યા બાદ એક જ વાર મનુષ્યજન્મ પ્રાપ્ત કરી મુક્ત. થવાનું છે, તેમની કથાઓ છે; અને આઠમા અંગગ્રંથ અંતકૃદશાઃ”માં આ જન્મે જ સંયમના ઉત્કૃષ્ટ પાલનથી જેમણે સર્વ કર્મોનો અંત આણું દીધો છે, અને જેથી ભરતી વખતે જ જેમને મુક્તિ પ્રાપ્ત થઈ જવાની છે, તેમની કથાઓ છે. એટલે આ ત્રણે ગ્રંથો મળીને, જૈનમાર્ગ જે કર્મોને નિષેધ કરે છે અર્થાત્ જેમને “પાપ” ગણે છે, જે કર્મોને વિહિત માને છે અર્થાત “પુણ્યરૂપ માને છે, અને જે કર્મોને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરાવનાર અર્થાત “સંયમ 'રૂપ માને છે, એમનું એક પ્રકારનું સળંગ ચિત્ર આપણું આગળ રજૂ કરે છે. અને એ કારણથી જ એ ત્રણે ગ્રંથને આ એક જ પુસ્તકમાં જોડી દેવાનું માન્યું છે. પ્રથમ આપણે પાપ અને તેનાં ફળની વસ્તુ લઈએ. આ ગ્રંથના પહેલા ખંડમાં આપેલી દશ કથાઓ દ્વારા સૂત્રકાર પિતાની માન્યતા મુજબનાં દશ મહાપાપે પસંદ કરે છેઃ અથવા વધુ ચોક્કસ શબ્દો વાપરીએ તે સમાજના કુલ પાપીઓમાંથી પોતાની માન્યતા મુજબના દશ મહાપાપીએ Page #6 -------------------------------------------------------------------------- ________________ પસંદ કરે છે. * સત્રકાર એ દશ પાપીઓનું વિગતવાર વણું ન કરે છે, તથા તેમની થતી અવગતિ કાળા અક્ષરે ચીતરી બતાવે છે. એને અથ એ થયેા કે, જૈનધર્મીઓને ઓછામાં એછી એ દશ પ્રવ્રુત્તિઓ ન કરવાનું તે વિધાન કરે છે. એ દૃશ પ્રવૃત્તિએ આ પ્રમાણે છેઃ * અહી' એટલું નોંધવું જોઈ એ કે, અત્યારે ઉપલબ્ધ વિપાકસૂત્ર મૂળ હતું તેવુ કે તેટલું જ છે એમ કહી શકાય તેમ નથી. ચાથા અંગ સમવાયાંગમાં જ વિપાસૂત્રના બે શ્રુતરકધ જણાવ્યા નથી, તથા તેનાં ૪૩ અધ્યયને જણાવ્યાં છે; ઉપરાંત કલ્પસૂત્રમાં તે માત્ર પાપલ-વિપાકનાં જ ૫૫ અધ્યયના હતાં એમ જણાવ્યું છે. ઉપરાંત ત્રીજા અ`ગ સ્થાનાંગમાં વિપાકસૂત્રનાં જે દશ અધ્યયના ગણાવ્યાં છે, તેમાંથી ઍનાં નામ ર અત્યારના વિષાસૂત્રમાં સીધેસીધાં જળવાયાં છે. એ જ વસ્તુ આ પુસ્તકમાં આવતા આઠમા અંગ અંતકૃદ્દેશાંગ, અને ૯ મા અંગ અનુત્તરાવવાઇયદસાને પણ લાગુ પડે છે. ત્રીજા અગ્ર સ્થાનાંગમાં અંતકૃદ્દેશાંગનાં ૧૦ અધ્યયન જણાવ્યાં છે; ત્યારે આજના ઉપલબ્ધ ગ્રંથમાં તેા ૯૩ છે. ઉપરાંત આજના ઉપલબ્ધ ગ્રંથમાં આ વર્ષે છે, ત્યારે ચેાથા અગ સમવાયાંગમાં તે તેના સાત વર્ગ જણાવ્યા છે. સ્થાનાંગમાં આ ગ્રંથનાં દશ અધ્યચર્ચાનાં નામ આપ્યાં છે, તે આજના ઉપલબ્ધ અગમાં છે જ નહિં, અને તેમાંનાં કેટલાંક ૯મા અંગમાં મળે છે! < દસા ’ નામ, અને તેમાં અત્યારે વચ્ચે દેખીતે વિરોધ છે. તેનું નામ ક્રૂસા ૯ મા અગમાં અત્યારે ૩ વર્ગો અને ૩૩ અધ્યયને છે. છતાં છે! જો કે અગ્ ૩ અને અંગ ચારમાં તે તેને દશ અધ્યયન છે એમ જણાવ્યું છે. ત્રીન અંગ સ્થાનાંગમાં આજના ઉપલબ્ધ ગ્રંથનું મળતા આઠ' વગેર્ગો એ એ C Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. બાગીરી ૨. જાનવર પકડવાના ધંધા ૩. ઈંડાંના વેપાર ૪. માંસને વેપાર ૫. રાજપુરેહિતપણુ ૬. ફાજદારી ૭. વૈદુ ૮. રસેાયાપણુ ૯. કામાસક્તિ ૧૦. વેશ્યાપણું. આ દશ જણમાંથી, કથામાં જણાવ્યા પ્રમાણે તે, આપણને ખરા ગુનેગાર લાગે તેવા એ જ જણુ છેઃ એક તેા ન. ૧ માં જણાવેલા સૂબાગીરી કરનારે સૂક્ષ્મ, અને ન. ૯ માં જણાવેલા પેાતાની કામાસક્તિમાં આડે આવનાર સાસુઓને જીવતી બાળી નાખનાર રાજા. કારણ કે, કથાકારે સૂબાને સૂર્યો। હાવાને કારણે દેષિત નથી રાજ્યેા; પણ તે સૂક્ષ્મા થઈ ખાટા કર ઉઘરાવવા, ખેઢા લાગા નાખવા, લાંચે ખાવી, ખાટા દંડ કરવા, ધાડા પડાવવી, આગ મુકાવવી, જૂ-પ્રપંચ કરવાં વગેરે અન્યાયી-ક્રૂર કર્યાં કરતા હતા. માટે તેને દેષિત ઠરાજ્યેા છે. તે જ પ્રમાણે કામાસક્ત રાજાને માત્ર કામાસક્તિને કારણે દોષિત નથી ઠરાવ્યા; પણ પાતાની માનીતી રાણીને મારી નાખવાનું તે રાણીની શાકચોની માતાઓએ કાવતરું રચ્યું, તે કારણે તેમને ફસાવીને જીવતી બાળી નાખવા સારુ દેષિત રાજ્યેા છે. આનાં દશ અધ્યયનાનાં જે નામ આપ્યાં છે, તેમાંથી માત્ર ત્રણ નામે આજે મળતા અંગના ત્રીજા વર્ગોમાં છે. અર્થાત્ આ 'શેની આજે મળતી વાચના મૂળ વાચનાથી નુદી જ છે. ટીકાકાર અભયદેવ આ બીનાને ખુલાસા કરી શકતા નથી; અને તેથી તે ‘ વાચનાંતર ' કે જન્માંતર ' ની કલ્પનાઓને આશ્રય લે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બાકીના આઠ જણ તે પોત-પોતાને પરંપરા-પ્રાપ્ત ધંધાઓ કરી આજીવિકા ચલાવે છે; તેમ કરવામાં તેઓને અન્ય પ્રાણુઓની હિંસા કરવી પડે છે, એ જુદી વાત; પરંતુ એક ધંધેદારી તરીકે તેમનામાં બીજી કશી લુચ્ચાઈ કે અપ્રમાણિકતા નથી. નંબર ૨ માં જણાવેલો જાનવર ફાંદવાને ધંધો કરનાર વાઘરી, નં. ૩ માં જણાવેલો ઈડાંને વેપારી, અને નં. ૪ માં જણાવેલો માંસને વેપારી, એ ત્રણના તો ધંધા જ એવા છે કે જેમાં પ્રાણુઓની હિંસા કરવી પડે. નં. ૫ માં જણાવેલા રાજપુરે હિતને રાજાની સહીસલામતી કે અભ્યદય માટે માંસપ્રધાન યજ્ઞ-યાગાદિ કર્યા કરવા પડે છે; નં. ૬ માં જણાવેલા ફોજદારને રાજાના ગુનેગારોને તેમણે કરેલા ગુનાઓ અનુસાર શિક્ષા કરવી પડે છે; નં. ૭ માં જણાવેલા વૈદ્યને દરદીઓના રોગો અનુસાર વિવિધ પ્રાણીઓના માંસપ્રધાન ઉપચારે દર્શાવવા પડે છે; નં. ૮ માં જણાવેલા રસેઇયાને રાજાની રસોઈમાં જરૂરી માં તળવા-સેકવાં પડે છે, અને નં. ૧૦ માં જણાવેલી વેશ્યાને નગરના ધનિકેનું પોતાના શરીર વડે મનોરંજન કરવું પડે છે. બીજી રીતે એ બધાં અન્ય પ્રજાજન જેવાં જ પ્રમાણિક છે, મહેનતુ છે, તથા પોતાના ગ્રાહકોની જરૂરિયાતની કાળજી રાખનારાં છે. પેલે વૈદ્ય તો “ગરીબતવંગર, રાજા-રંક, શ્રમણ-બ્રાહ્મણ – એમ સૌ કોઈની એકસરખી ચિકિત્સા કરનારે છે; તથા તેને હાથે ભારે યશ છે.” પેલો ફેજદાર પણ “રાજા પ્રત્યે ગુના કરનારાઓને જ તેમના ગુના અનુસાર” શિક્ષા કરે છે. એટલે તે બધા, પેલા શરૂઆતમાં જણાવેલા બેની પેઠે “પાપી” નથી; પેલા Page #9 -------------------------------------------------------------------------- ________________ . બે તા ખરખર પાપ હતા; કારણ કે તેમણે પાતાના ધંધાની કે જીવનની જે સ્વાભાવિક કે કાયદેસર પ્રવૃત્તિએ કહેવાય, તેમની મર્યાદાની ઉપરવટ થઈને ખાસ વિશેષ પાપકૃત્ય કર્યાં છે; જ્યારે આ બાકીના આઠ તે સમાજના વિવિધ ઉપયેાગી ધંધા કરનારા મહેનતુ નાગરિકા છે. જો તે દોષિત છે, તેા તેમની પાસેથી માલ ખરીદનારા કે તેમની પ્રવૃત્તિના લાભ ઉઠાવનારા તમામ નગરજને વિશેષ દેષિત છે; એટલું જ નહીં, માંસ માટે, જાનવરને . મારનાર ખાટકી કરતાં તેની પાસેથી માંસ ખરીદીને ખાનાર વિશેષ પાપી છે; કારણ કે તે જે બજારમાં માંસ ખરીદવા ન આવતે! હાત, તા ખાટકીને જાનવર મારી માંસ વેચવું ન પડત. આ મુદ્દા ઉપર જરા આડા ફ્ ટાઈ ને આટલે! ભાર મૂકવા પડવો એનું કારણ એ છે કે, પછીના જૈનધર્મ આ બધી વસ્તુઓ માટે પ્રાણીવધ કરનારને જ દેાષિત ગણી, ત્યાર બાદ તે વધનિત વસ્તુઓને વેપાર કરનાર દુકાનદારા, કે તે વસ્તુઓ ખરીદીને વાપરનારા નગરજનેાને એ હિંસાદેાષમાંથી કાંઈક ખાતલ રાખે છે. હેમચંદ્રાચાય જેવા વિચક્ષણ પુરુષ પણ પંદર કર્માદાને ગણાવતી વખતે છઠ્ઠુ કર્માદાન દંતવાણિજ્ય (એટલે કે હાથી વગેરેના દાંત, ચમરી વગેરેના કેશ, ઘુવડ વગેરેના નખ, શંખ વગેરેનાં અસ્થિ, વાઘ વગેરેનાં ચામડાં, તથા હંસ વગેરેનાં રામ: ત્યાદિ અંગાનાં વેપાર કરવા,) તેની બાબતમાં એટલું ઉમેરતા જાય છે કે, બધાં પ્રાણીઅઞા તેમને ઉત્પત્તિસ્થાને જઈ, ભેગાં કરી-કરાવી વેપાર કરવેા, તે કોઁદાન હાઈ ત્યાજ્ય છે; પરંતુ, ઉત્પત્તિસ્થાન સિવાયને ખીજે સ્થળે તે બધાં ખરીદે કે વેચે તેમાં " આ Page #10 -------------------------------------------------------------------------- ________________ દોષ નથી. કારણ કે, ઉત્પત્તિસ્થાનમાં તાત પૈસા આપી, તે તે પ્રાણીએ મરાવવાં પડે છે.' આવા ભેદ પાડવાની જરૂર શી રીતે પડી હશે, એ અત્યારે કલ્પવું મુશ્કેલ છે. યતિધમતા કરવું-કરાવવું અને અનુમતિ આપવી, એ ત્રણેને સરખાં જ માને છે; પરંતુ ગૃહસ્થધની બાબતમાં આવા આવા ભેદો સ્વીકારવાથી ધર્માંતત્ત્વ સ્પષ્ટ થવાને બદલે હણાયું છે. તેમાંય નં. ૬ માં જણાવેલે ફાદાર તા રાજ્યતંત્રને એક વફાદાર સેવક છે. જો રાજા દાષિત નથી, એના રાજ્યને લાભ ઉઠાવનારા પ્રજાજને દેષિત નથી, તે તે તંત્રના એક સેવક શી રીતે દાષિત છે? કહેવું હેય તે! આખા રાજ્યતંત્રને દાષિત કહેા, તેમજ તે રાજ્યતંત્રને લાભ ઉઠાવનારા સઘળા પ્રજાજનેને પણ દેાષિત કહેા; પરંતુ માત્ર ફે।જદારને તેના ફાજદારીના કામ અદલ દેાષિત ઠરાવવેા એ તે દેખીતું અન્યાયી લાગે છે. ખેતી વડે જ પાકેલા દાણા ખાનાર દેષિત નહી, પણ તે ખેતી કરનારા ખેડૂત પાપી; રાજ્યતંત્રને લાભ ઉઠાવનાર પ્રજાજન દષિત નહીં, પણ તે રાજ્યતંત્રની વ્યવસ્થા જાળવનાર સેવક દોષિત એ જાતના પાપની જવાબદારીના ખ્યાલ ગૃહસ્થની બાબતમાં પણ બદલવા જોઈએ; નહીં તેા બ્રહ્મદેશાદિ દેશેાના આજના બૌદ્ધો જેમ કસાઈ એ કાપેલું માંસ ખરીદવાથી પેાતાને માંસ માટે જાનવર કાપવાની હિંસામાંથી મુક્ત થયેલા માને છે, તેવી જ ભૂલ સામાન્ય જૈનવ માં પણ પેદા થવાનેસભવ છે. અને આજે દેખાય છે પણ તેમજ. ખેતી અને રાજ્યતંત્ર એ બંને સામાજિક દૃષ્ટિએ અત્યાવશ્યક પ્રવૃત્તિઓને અધાર્મિક ગણવાથી જ ખેતીની પેદાશે, તે જ રાજ્યત ંત્રની સુવ્યવસ્થા હેઠળ : મળવા મોટ Page #11 -------------------------------------------------------------------------- ________________ વેચી ખાનાર વેપારી વાણિયે જ માત્ર ધાર્મિક બાકી રહે છે! ધર્મવૃત્તિએ સામાન્ય જીવનનિર્વાહની આ બધી પ્રવૃત્તિઓની સામાન્ય જવાબદારીમાંથી ભાગી જવાની વૃત્તિ ન સેવવી જોઈએ. હવે આપણે એ મુદ્દો છેડી આગળ ચાલીએ. પહેલા ખંડની કુલ દસ કથાઓમાંથી સાત જીવહિંસાને લગતી છે; બાકીની ત્રણમાંથી પણ કામાસક્તિની કથાનું કેન્દ્ર સાસુઓની હિંસા જ છે; એટલે ખરી રીતે જીવહિંસાના વસ્તુ વિનાની બે જ કથાઓ રહી : (૧) સૂબાગીરીની કથાનું કેન્દ્ર ચોરી છે; જે વસ્તુ ન્યાયી રીતે તેની નથી તે વસ્તુ તે જુલમ–પ્રપંચ ઇત્યાદિથી પ્રજા પાસે પડાવે છે, તે જ તેનો ખાસ દોષ છે. (૨) વેશ્યાપણુની કથાનું કેન્દ્ર અબ્રહ્મચર્ય છે. જો કે, એ વસ્યા પિતાની તીવ્ર કામવાસનાને તૃપ્ત કરવા ખાતર કે શાથી ગણિકા બની હતી એવું કાંઈ કથામાં સ્પષ્ટ કહ્યું નથી. તો પણ એ મુદ્દાને જ કરીએ. એટલે દસે કથાઓમાં મળીને કુલ ત્રણ મહાપાપ કથાકારે સ્પેશ્ય છેઃ હિંસા, ચોરી, અને અબ્રહ્મચર્ય. પાંચ મહાપાપમાંથી બાકી રહેલાં બે મહાપાપ અસત્ય, અને પરિગ્રહ એ બેને કાંતિ ચૌયની કથામાં કે હિંસાની કથાઓમાં બોળી શકાય તેમ છે. એટલે વસ્તુતાએ પાંચ મહાપાપને જ કથાકારે આ કથાઓમાં સ્પેશ્ય છે એ ઉઘાડું છે. પાપનાં ફળ વર્ણવવામાં કથાકારે જન્માંતર અને નરકયાતના એ કલ્પનાઓનો ઉપયોગ કર્યો છે. અલબત્ત વર્તમાન જન્મમાં પણ તે પાપીઓને પ્રાપ્ત થતું પિતાનાં પાપકર્મનું યથેષ્ઠ કુફળ બતાવવામાં આવ્યું છે પરંતુ બધી કથાએમાં વાર્તાનું મધ્યબિંદુ વર્તમાન જન્મનું પાપકર્મ નથી; પરંતુ, Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૂર્વ જન્મનું પાપ છે. ગૌતમ સ્વામી એ પાપાઓની વાત માને જન્મમાં દેખાતી બૂરી વલેનું મૂળ કારણે, તેમના આ જન્મના કોઈ કૃત્યમાં નથી બળતા; પરંતુ તેમણે પૂર્વે એવું તો શું પાપકર્મ કર્યું હશે?— એ જ તેમને પ્રશ્ન હોય છે. ઉપરાંત મૃગાપુત્રની કથામાં તો તેના આ જન્મના દુ:ખના કારણ તરીકે કોઈ આ જન્મનું જ કૃત્ય બતાવી શકાય તેમ પણ નથી; કારણ કે જન્મથી જ તે દુખી હાલતમાં જન્મ્યા છે. તેવું જ ઉબરદત્તની કથામાં તથા અંજૂની કથામાં પણ છે. બાકીની સાત કથાઓમાં વર્તમાન જન્મનું પાપકૃત્ય ત્રણ દાખલામાં વ્યભિચાર છે, ત્રણ દાખલામાં હિંસા છે, અને એક દાખલામાં ગાદી માટે કાવતરું (પરિગ્રહબુદ્ધિ) છે. નરકયાતના અને લખચેરાસીમાં ભ્રમણ – એ બે કલ્પનાએ હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં પણ છેઃ જૈનકલ્પનામાં એ બે કરતાં ખાસ કશી વિશિષ્ટતા નથી. પ્રાચીન કાળમાં એ બે કલ્પનાઓને આધારે જ પાપકર્મની ત્યાજ્યતા બતાવવામાં આવતી. દરેક પાપકર્મ વિશ્વવ્યવસ્થામાં કેવી બાધા ઊભી કરે છે, અને તે દરેકને પ્રત્યાઘાત પિતાને કે બીજાને કેવો વેઠવો પડે છે, એ બતાવવાની રીત પ્રાચીનેએ સ્વીકારી નથી. તેઓ તો તે પાપકર્મની શિક્ષા જગતની બહાર એક અલગ સ્થાનમાં જ થતી બતાવે છે. પ્રાચીનેને મતે દરેક પાપકર્મ એ જાણે મુખ્યત્વે વ્યક્તિનું પિતા પ્રત્યેનું જ દુરાચરણ છે. બીજાને તો તેનાથી જે કાંઈ હાનિ-લાભ થતાં હોય તે થાઓ, – અમુક દાખલામાં તેના પાપકર્મથી બીજાં કેટલાંકને લાભ પણ થતું હોય – પરંતુ મુખ્યત્વે પાપકર્મનું પાત્ર પોતાના આત્માની અધોગતિ કે અવગતિ કરવાપણામાં રહેલું છે, એવું Page #13 -------------------------------------------------------------------------- ________________ માનવાનું તેમનું વલણ સવિશેષ છે. કાયદાની પરિભાષામાં કહીએ તો, દરેક પાપ એ વસ્તુતાએ રાજા પ્રત્યે (અર્થાત સમાજ પ્રત્યે) કે ઈશ્વર પ્રત્યે ગુને નથી, પરંતુ પિતાને જ આત્મા પ્રત્યે ગુનો છે. એ બધા પાપીઓને શાસ્ત્રકારે “સાગરોપમ વર્ષો સુધી નરક યાતના વેઠતા તેમ જ લખચેરાસીમાં વારંવાર ભ્રમણ કરતા બતાવ્યા છે, અને એ પ્રમાણે લગભગ સંખ્યાતીત વર્ષો સુધી તેમને પિતાના પાપની શિક્ષા બતાવતાં જાણે તે થાકતા જ નથી. સામાન્ય રીતે તો એમ જ માનવું પડે કે, એક જન્મમાં કરેલા મહાપાપનું ફળ જે આટલા બધા દીર્ધકાળ સુધી વેઠવ્યા જ કરવાનું હોય, તો પાપીને તે કદી તરવાનો આર જ નથી. કારણ કે જન્મજન્મ જે અધમયોનિમાં તેને જન્મ લે પડવાને, તે એનિમાં વધુ પાપકર્મો કરવાની જ તેને તક કે પ્રેરણા મળ્યા કરવાની. પરંતુ શાસ્ત્રકારને એ વસ્તુ ઈષ્ટ નથી. તેથી દરેક પાપી, ગમે તેટલે લાંબે કાળે પણ આપોઆપ – સુમાગે આવી પહોંચે છે, અને છેવટે મુક્તિમાર્ગે પિતાની મુસાફરી શરૂ કરી શકે છે. છેવટે તેમ શાથી બને છે, એ કહેવાનો પ્રયત્ન શાસ્ત્રકાર નથી કરતા. તેમની કથાવસ્તુ ઉપરથી તે એમ જ માનવું પડે કે, જાણે આત્માની પોતાની જ એવી કંઈક સ્વભાવગત ગ્યતા છે કે, ગમે તેટલી અધોગતિ થવા છતાં, છેવટે તે ઉન્નતિને માર્ગે અવશ્ય આવવાને જ. જૈન શાસ્ત્રકાર આ બાબતમાં ગોશાલક આજીવિકા મત સુધી જાણે પહોંચી જાય છે. ગોશાલક પણ એવું જ માનતા કે. અમુક ભ્રમણ કર્યા પછી, જીવાત્મા આપોઆપ મુક્તિને માર્ગે આવી જ પહોંચવાને. પરંતુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વને એ રીતે જ રજૂ થવા દેવું એ ઈષ્ટ નથી. કથાકારે અંતે પાપીમાં સભાવ પ્રાપ્ત થવાનું કાંઈક ઉચિત કારણ સ્પષ્ટ બતાવવું જોઈએ. એ કારણનું કાંઈક ઝાંખું સુચન કથાકારે કર્યું છે એમ કહી શકાય. જે મનુષ્ય જન્મથી એ પાપી સન્માર્ગે વળે છે, તે જન્મમાં સાધુના સદુપદેશથી અર્થાત સત્સંગથી એનામાં કાંઈક અપૂર્વ સભાવ પ્રાપ્ત થતો હોય, એવું સૂચન કથાકાર કરે છે. અને એ સૂચન બસ ગણું શકાય તેવું છે. અંતે અંધારું દૂર થવાને ઉપાય બહારથી અજવાળું આવે એ જ હોય. છે. અંધારાને પોતાને જ વાવ્યા કરીએ, તો માત્ર તેમાંથી તો અજવાળું પ્રગટવાની કાંઈ સૂરત જ દેખાતી નથી. હવે આપણે પુણ્ય અને તેનાં ફળની વસ્તુ ઉપર આવીએ. આ ગ્રંથના બીજા ખંડમાં પુણ્ય અને તેનું ફળ વર્ણવતી કથાઓ મૂકી છે. તે બધી કથાઓ ઉપરથી વાચક જોઈ શકશે કે, કથાકારે એક જ વસ્તુને પુણ્ય તરીકે રજૂ કરી છે. અને તે– કોઈ સાધુપુરુષને યથેષ્ટ અન્ન-પાન જમાડવાની. ઉપલક નજરે એ વસ્તુ જૈન સાધુઓએ પિતાનું પેટ ભરવા માટે ઉપજાવી કાઢેલી ભ્રમણ જેવી જ લાગે. પરંતુ, આવા પ્રાચીન ગ્રંથની બાબતોમાં માત્ર ઉપલક નજરને જ વળગી રહેવું બસ નથી. ગયા ફકરાને અંતે આપણે જોઈ આવ્યા તેમ, અજ્ઞાનાંધકારમાં પ્રકાશ ઉત્પન્ન કરવાને એક જ માર્ગ છે – ગમે તે ઉપાયે દીવ પ્રદીપ્ત કરવો. પરંતુ એ દીવો કાંઈ અંધકારને મસળ્યા કરવાથી નહીં પ્રગટે, કે રૂની દીવેટને ગમે તેટલા ઘીમાં લાંબે વખત બોળી રાખવાથી પણું નહીં Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે. તેને માટે તો સળગતી જ્યોત જ મેળવવી પડે. એટલે સવ પુણ્યના મૂળ કારણ તરીકે એકલા સત્સંગને જ રજૂ કરવામાં શાસ્ત્રકારે ભારે ઝીણવટ વાપરી છે, એ આપણે કબૂલ કરવું જોઈએ. બાકી, માત્ર ધાકથી, કે માત્ર લાલચથી માણસને કદી પુણ્યશાળી કરી શકાયો નથી અને કરી શકાશે પણ નહીં. જો કે, કથાકારે એ સૂક્ષ્મ વસ્તુને જે રીતે રજૂ કરી છે, તે રીતે તો તેમાંથી એવું સમજાઈ જવાનો સંભવ છે કે, માત્ર સાધુને જમાડીએ, એટલે બધું આપોઆપ મળી જાય! અને આજે જૈન શું, બધા ધર્મોમાં એવી ભ્રમણું દઢમૂળ થઈ ગઈ દેખાય છે. સાધુસંતોને સમાજ સાથે જોડી રાખનારે એકમાત્ર રસ્તો ભિક્ષા છે; તેને કારણે જ સાધુસંતે પિતાનું નિર્જન એકાંત છેડી સમાજમાં આવે; અને ગૃહસ્થ પણ તે દ્વારા જ તેમને સંપર્ક સાધી શકે–એ બધુ ખરું; પણ ગૃહસ્થ ભિક્ષા આપીને જ કૃતાર્થતા માને, તો તો ભારે હાનિ જ થાય. સાધુના સંપર્કથી તેણે કાંઈક લાભ ઉઠાવવો જોઈએ; તો જ તે સંપર્કનું કાયમી કે કાંઈક નક્કર ફળ તેને મળ્યું કહેવાય. અલબત્ત, સાચો સાધુપુરુષ, આપણુમાં જ્યોત જગાવે છે ત્યારે, તે તેણે ધર્મોપદેશથી કે શાનાથી જગાવી એ કહેવું મુશ્કેલ છે; તેથી જ કથાકારે માત્ર સાધુભિક્ષાને જ પુણ્યરૂપ જણાવીને થંભી જવું કદાચ મેગ્ય માન્યું હોય. ધર્મતત્ત્વને હૃદયમાં ઉદય થવો એ વસ્તુ એવી ગૂઢ છે કે, તેનાં કારણેની તપાસમાં પડવું એ વ્યર્થ મહેનત છે. તેને માટે કહી શકાય તેવું કોઈ કારણ હોય તો તે એ જ છે કે, સાચા સપુરુષનો સંપર્ક અને કથાકારે તેને જ આગળ ધરીને સંતોષ માન્યો છે, એ યોગ્ય જ ક્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ― અર્થાત્ સર્વોત્તમ ! હવે આપણે સંયમ અને તેના ફળની વસ્તુ ઉપર આવીએ. આ ગ્રંથના ત્રીજા અને ચેાથા ખંડમાં સયમ અને તેના કૂળનું વર્ણન કરતી કથાએ સધરેલી છે. ત્રીજા ખંડમાં સંયમની જ કથાઓ છે; પરંતુ તેના ફળરૂપે સીધી મુક્તિ પ્રાપ્ત થતી નથી બતાવાઈ; પરંતુ અનુત્તર - કેસથી ઉપરના એવા દેવàામાંથી એકાદમાં લાંમા વખત રહ્યા બાદ, ફરી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, ફરી સચ્માચરણ કરીને મુક્તિ પ્રાપ્ત થતી બતાવવામાં આવી છે. પરંતુ ચેાથા ખંડમાં તે આ જન્મના સયમાચરણને અંતે જ સીધી મેક્ષપ્રાપ્તિ બતાવવામાં આવી છે. એ એ પ્રકારના સયમાની વિગતા તપાસીએ તે! તેમાં એવા કશા ફેર આપણને નથી દેખાતા, કે જેથી એકને અંતે મેક્ષ ન પ્રાપ્ત થતાં, વધુ એક મનુષ્યજન્મ પ્રાપ્ત થવાની આવશ્યકતા સ્વીકારવી પડે. અને પ્રકારના સયમેાની શરૂઆત અને અંત સરખાં જ છે; એટલે આપણે તે! એ સાધકોના પૂર્વ કર્માંસંચયમાં જ એવી કાઈ વિશેષતા શેાધવી રહી કે જેથી, એક જ પ્રકારના મા અખત્યાર કરવા છતાં એકને મુક્તિ પ્રાપ્ત થઈ, જ્યારે ખીજાતે થાડુંક અંતર બાકી રહી ગયું. પરંતુ તેનેય એક જ મનુષ્ય જન્મબાદ મુક્તિની પ્રાપ્તિ તા નિશ્ચિત જ છે; તેને ક્રી લખચેારાસીમાં પાછા પડવાપણું નથી જ, એટલે સ યમના એ બંને પ્રકારાને વસ્તુતાએ એક જ માની લઈ એ તે પણુ ખાટુ તા નથી જ. ગમે તેમ હા, પણ, જૈનમાર્ગ પાપ તેમજ પુણ્ય બંનેને અંતે તા હૈય કાટીનાં ગણી, આ સયમમાને જ એકમાત્ર વિહિત અર્થાત્ કરવા યોગ્ય ક રૂપ - Page #17 -------------------------------------------------------------------------- ________________ માને છે. એટલે આપણે તેની વિગતે જરા વિસ્તારથી તપાસીએ. ત્રીજા અને ચોથા ખંડમાં આપેલી સંયમી સાધકોની બધી કથાઓમાં એક વસ્તુ આપણે સળંગ જોઈ શકીએ છીએ કે, તે બધા દાખલાઓમાં સાધક કોઈ ઉત્તમ કુળમાં જ જન્મેલો હોય છે, તેની કેળવણી અને ઉછેર ઉત્તમ પ્રકારનાં હોય છે; તથા તે પિતાના જીવનમાં ક્રમપ્રાપ્ત સુખાદિ ભગવતો ત્યાં સુધી વિહર્યા કરે છે, જ્યાં સુધી તેને જીવનમાં પહેલી વાર કેાઈ ધર્માત્મા પુરુષને ધર્મોપદેશ સાંભળવા મળે છે. પરંતુ એક વાર તે ધર્મોપદેશ સાંભળવા પામતાં જ તેના હદયમાં એવી કેઈ અપૂર્વ લગની જાગે છે – એ કઈ અપૂર્વ પ્રકાશ પ્રગટે છે કે બધાં સુખાદિ તજી તે એકદમ કઠેર સંયમમાર્ગ આચરવાને કટિબદ્ધ થઈ જાય છે, અને તેને એકધારી તીવ્રતાથી પાર પણ પાડે છે. આ વસ્તુ જ એવા મુક્ત થવા સરજાયેલા મહાપુરુષોની વિશેષતા છે. જે વસ્તુ સામાન્ય જનસમુદાયના માથા ઉપર થઈને પસાર થઈ જાય છે, તે વસ્તુ તેમના હૃદયને આરપાર વીંધી નાખે છે. બીજા બધા નગરજનો તીર્થકરાદિનો ઉપદેશ સાંભળી, તેમને વંદનાદિ કરી, કૃતાર્થતા માનતા ઘેર પાછા ફરે છે; જ્યારે આ મહાપુરુષ ત્યાં ને ત્યાં થોભી જાય છે, અને એક પ્રકારને ઉત્કટ નિશ્ચય કરી દે છે, તથા ત્યાં ને ત્યાં પ્રગટ પણ કરી દે છે. પછી તે ઘેર પાછા જાય છે, તો તે માતપિતા વગેરેની રજા લેવા જ. અને તે રજા પણ તે ગમે તેમ કરીને – ગમે તેવી પટામણું મનામણી કે સતામણીએ છતાં – અચૂક મેળવીને પાછા આવે છે જ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ――――― ત્યાર બાદ તેમની સાચી સાધના શરૂ થાય છે. પ્રથમ તા તે પ્રત્રજ્યાની દીક્ષા લે છે, અને ઘણું ખરું પાંચમાત્રતા ધારણ કરે છે; ત્યાર બાદ તેર ક્રસ્થાને તજવાં, પેાતાના માર્ગોમાં જાગૃત રહેવું, વગેરે બાબતે તેએ આપે!આપ આચરી લે છે. કથાકાર તે બધી વસ્તુઓની વિગતમાં ઊતરવાને ખાસ પ્રયત્ન નથી કરતા; પર ંતુ ખીજા જૈન ગ્રંથામાંથી તે બધી સામાન્ય વસ્તુ સમજી લેવાનું જણાવીને તેાષ માટે છે. જે સાચેા મુમુક્ષુ છે, તે એવી બધી વસ્તુઓને સહેજે સાધી લે એવું માની જ લેવું જોઈ એ. જેને પૂર્વ કર્મોનેા પણ ક્ષય સાધી મુક્તિ મેળવવી નવું ક`બંધન ઊભું ન જ કરે. પડતા મૂકીને કથાકાર તરત તે ભાગ ઉપર આવે છે. અને એ સાધકાની સાધનાને ખાસ ભાગ છે. છે, તે નવાં પાપકર્મો કરીને એટલે એ નિષેધાત્મક ભાગ આખી સાધનાના વિધાનાત્મક ભાગ જ તે બધા જ અને તે ખીજો કોઈ નહીં પણ કક્ષય પ્રાપ્ત કરાવનાર તપને. ખીજી બધી સાધના તે મુખ્યત્વે ‘સવર’ - એટલે કે ઢાંકણુરૂપ છે. અર્થાત્ નવાં ક આત્મામાં પેસવા ન દેવા માટે કિલ્લારૂપ છે, પરંતુ આ તપ-ધ્યાન જ ખાસ ‘ નિર્જરા ’રૂપ છે અર્થાત સંચિત કર્મોને ખંખેરી નખાવનાર છે. -- તે તપ પણ ભારે ભારે વિકટ લાંમા લાંબા ઉપવાસેારૂપ જ છે. બધા સાધકાની સાધનાનું તે કેન્દ્રબિન્દુ છે. આ વસ્તુ ઘણી રીતે વિચારવાને ચેાગ્ય છે. હિંદુબૌદ્ધ વગેરે ઘણા ઘણા મુખ્ય ધર્મોમાં ઉપવાસને શરીરશુદ્ધિ અને તે દ્વારા ચિત્તશુદ્ધિનું કારણ માની, ઠીક ઠીક સ્થાન મળ્યું છે. પરંતુ જૈનધમાં આ વસ્તુ સૌથી જુદી છે. અહીં १७ " Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ માત્ર શારીરિક શુદ્ધિનું સાધન નથી, પરંતુ આત્મશુદ્ધિનું જ સીધું — મુખ્ય સાધન છે. બીજા શબ્દોમાં કહીએ તેા, ચેાગમાં, ભક્તિમાર્ગ, કમા, નાનમાગ - એ બધા માર્ગીની પેઠે આ એક જુદા સ્વતંત્ર ‘રૂપવાસમાને ' છે. જનધર્મમાં તપનાં વિવિધ અગા ગણાવતાં, માત્ર શરીરક્લેશ ઉપરાંત પ્રાયશ્ચિત્ત, વિનય, (વડીલસાધુની ) સેવા-શુશ્રુષા, સ્વાધ્યાય અને ધ્યાના સમાવેશ પણુ તપની વ્યાખ્યામાં કરવામાં આવ્યું છે (તત્ત્વાર્થી ૯-૨૦); તેમજ તે ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેમાં પાતંજલ યેાગમાગની પેઠે ચિત્તવૃત્તિને નિરાધ જ વવવામાં આવ્યા છે; પરંતુ આ કથામાં તે તપના ઉપવાસ અંગ ઉપર જ ભાર · મૂકવામાં આવ્યેા છે. શરીર દ્વારા તપ કરતી વખતે ચિત્તને પણ કાંઈક સયમનમાં રાખવાનું તેા હશે જ; પરંતુ આ શરીરક્ષેશ ધ્યાનની સિદ્ધિ માટે નથી, એ યાદ રાખવાનું છે. આ શરીરક્લેશ તા ધ્યાનની પેઠે કદાચ ધ્યાન કરતાં પણ વધારે એવું આવશ્યક સ્વતંત્ર સાધન છે. એમ પણ કહી શકાય કે, એવા ભય કર - મારણાંતિક ઉપવાસે। દરમ્યાન ધ્યાનને ચેાગ્ય પરિસ્થિતિ તેા ભાગ્યે જ સધાતી હાય. હેમચંદ્રાચાય, જેવા ચેાગી પ્રાણાયામની આવશ્યકતા-અનાવશ્યકતા વિચારતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહે છે : “ પ્રાણાયામાદિથી કાંઈ મેાક્ષમાર્ગ સધાતે। નથી જ. પ્રાણાયામથી મનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઊલટા ક્લેશ થાય છે. કારણ કે, પૂર, કુંભન અને રેચન વગેરે કરવામાં શરીરને ધણું કષ્ટ પડે છે; અને તેનાથી ચિત્તવિપ્લવ થાય છે. આમ પ્રાણાયામ ઊલટા મુક્તિમાં વિજ્ઞકારક છે.” [૬/૧-૫] - १८ ' با Page #20 -------------------------------------------------------------------------- ________________ १९ જ્યાં પ્રાણાયામ જેવી વસ્તુ પણ ચિત્તસ્વાસ્થ્યને વિદ્યકારક મનાઈ છે, ત્યાં આવા લાંબા લાંબા તીવ્ર ઉપવાસેા તા ચિત્તસ્વાસ્થ્યને છેક જ બગાડી મૂકનારા ગણીએ, તે તેમાં કશું ખેાટું નથી. બહુ તા, ચિત્ત ઉપર કામું રાખી, મરણની આકાંક્ષા કર્યાં કરવાનું રાકવામાં આવે; પરંતુ સઘળા સમય દરમ્યાન ચિત્તને એકધારું ધ્યાનસ્થ રાખવામાં આવે એમ બનવું અશક્ય છે. બીજી એક નવાઈની વાત તેા એ છે , નાના-મેટા સૌ મરતી વખતે મારાંતિક સલેખનાવ્રતને જ સ્વીકારે છે; અને જેએ મુક્ત થાય છે, તેઓ પણ તે વ્રતને અંતે છેલ્લે શ્વાસે જ મુક્ત થાય છે. અર્થાત્ ન ખાવું, અને હમેશને માટે ન ખાવું — એ વસ્તુને એક સ્વતંત્ર સાધન તરીકે જ જાણે સ્વીકારવામાં આવી છે. તે દરમ્યાન ધ્યાન કર્યાં કરવું, કે ધ્યાન સતત કરી શકાય માટે જ ઉપવાસ એવા જરા સરખા ઉલ્લેખ કથાકારે કર્યાં નથી. સઘળેા ભાર જાણે ઉપવાસ ઉપર જ છે. જે ધ્યાન ઉપર જ ભાર હોત, તા તા અંતે ચિત્તવૃત્તિ સદંતર લીન થવાને કે એવા કાંઈક ઉલ્લેખ જરૂર સાથે કરાયા જ હોત. અહીં તે। બધા સાધકા જે દિવસે દીક્ષા લે છે, તે જ દિવસથી ચાર ટંકના, છ ટંકના, આ ટંકના, એમ પખવાડિયાના, અને મહિનાના ઉપવાસે કરવાનું જ શરૂ કરે છે. જાણે એ જ એમનું ધમા માં પ્રયાણુ ન હોય! જે કોઈ મુખ્ય મુખ્ય તપે। તે બધા સ્વીકારે છે, જેવાં કે ગુણરત્ન, ભિક્ષુપ્રતિમા, રત્નાવલી, કનકાવલી, વગેરે, એ બધાં પણ માત્ર ઉપવાસનાં જ તપેા છે. એવાં મેટાં તપ ન પણ સ્વીકારે, પણ દીક્ષાના દિવસથી નિરંતર ચાર ――― - Page #21 -------------------------------------------------------------------------- ________________ २० ટક કે છ ટંકના ઉપવાસ જ મરતા લગી કર્યા કરે, તા તેટલા તપકથી પણ મુક્તિ પામ્યાના સધર્યાં છે. દાખલા કથાકારે અર્થાત્, આ ઉપવાસનું સાધન એક સ્વતંત્ર સાધનમા” છે. તેનું નામ આપણે ‘ઉપવાસમા’ રાખી શકીએ. જૈનધર્મમાં અન્યત્ર ઘણાય સાધકાની સાધનાનાં વર્ણન છે. પરંતુ શુક્લધ્યાન કે ધ્યાન એવા શબ્દ માત્રના ઉલ્લેખ વિના, માત્ર ઉપવાસને જ મુખ્ય સાધન તરીકે રજૂ કરવાનું ! આ કથાઓમાં જ અન્યું છે. આ સાધનાની સર્વોત્તમ કક્ષાએ પહેાંચેલાનું વર્ણ`ન પણ તે સાધનાને અનુરૂપ જ છે. તે સાધકના સુકાયેલા શરીરને તથા વિવિધ અવયવેાને સૂકામાં સૂકી ચીજો સાથે સરખાવીને વર્ણન કરતાં કથાકાર જાણે થાકતાં જ નથી. એ વર્ણન આ કથાઓમાં ઠેરઠેર મળશે, પરંતુ ત્રીજાખંડમાં ધન્યતી કથામાં એ વનને છેલ્લી કાટિએ લઈ જવામાં આવ્યું છે. વિવિધ અવયવેાની કૃશતાનું કમકમાટી ઊપજે એવું કારનું વન કરી કરીને કથાકાર તે સાધકના તપનું ‘રૂપ-લાવણ્ય' વર્ષોવે છે (પ્રથમેયાહવે તવ વાવચે ઢોલ્યા ). ‘મહાસીહનાદસુત્ત 'માં ભગવાન બુદ્ધ પણ પેાતાની તપશ્ર્ચર્યો વર્ણવતાં ખરાખર આવું જ વર્ણન કરે છે. તે કહે છેઃ હે સારપુત્ર ! હું એક જ જણના ધરમાંથી ભિક્ષા લઈ, એક કાળિયા ઉપર જ રહેતા; અથવા એ ધરમાંથી ભિક્ષા લઈ એ કાળિયા ઉપર – એ પ્રમાણે સાત ધરમાંથી ભિક્ષા લઈ સાત કાળિયા ઉપર જ રહેતા હતા. એક વાર વૃત્તિમાં આવે તેટલું લેતા. . . એમ સાત ત્તિ અન્ન લઈને તે ઉપર જ • * Page #22 -------------------------------------------------------------------------- ________________ નિર્વાહ કરતો હતો. એક દિવસને આંતરે જમતો હતો, બે દિવસને આંતરે જમતો હતો. . . . . એમ સાત દિવસને આંતરે જમતો હતો, અથવા પખવાડિયામાં એક જ દિવસ જમતે હતે. “કેટલાએક શ્રમણબ્રાહ્મણોની એવી દષ્ટિ છે કે, આહાર વડે આત્મશુદ્ધિ થાય છે. તે કેવળ બોર ખાઈને રહે છે; બેરનું ચૂર્ણ ખાય છે, બોરનો ઉકાળો પીએ છે; અથવા બેરનો જ બીજે કઈ પદાર્થ બનાવીને ખાય છે. હું એક જ બોર ખાઈને રહેતો એવું મને યાદ છે. હે સારિપુત્ર! તું એમ સમજીશ નહીં કે તે સમયે બોર બહુ મોટાં હતાં. હાલ જેવાં બોર છે, તેવાં જ તે સમયે પણ હતાં. આ પ્રમાણે એક જ બેર ખાઈને રહેવાથી મારું શરીર અત્યંત કુશ થતું ચાલ્યું. જેવા આસીતક વેલના અથવા કાલલના ગાંઠા સ્પષ્ટ દેખાય છે, તેવા મારા અવયવના સાંધા સ્પષ્ટ દેખાતા હતા. મારી કેડ ઊંટને પગ જેવી દેખાતી હતી. ઘટમાળ જેવી દેખાય છે, તેવી મારી કરોડ દેખાતી હતી. ભાગી ગયેલા ઘરના વાંસ જેમ આડાઅવળા થઈ ગયેલા હોય છે, તે મારો બરડો દેખાતો હતો. મેટા કૂવામાં પડેલા નક્ષત્રના પડછાયાની જેમ મારી આંખે ઊડી ગયેલી દેખાતી હતી. કડવા તુંબડાને કાચું કાપી તડકામાં નાખતાં જેવી રીતે તે કરમાઈ જાય, તેમ મારા માથાની ચામડી ચીમળાઈ ગઈ હતી. હું જ્યારે પેટ ઉપર હાથ ફેરવવા જતો, ત્યારે પૂઠની કરોડ મારે હાથે અડકતી; અને પૂંઠની કરોડ ઉપર હાથ ફેરવવા જતાં પેટની ચામડી હાથને અડકતી.. આવી રીતે મારી ઠની કરાડ ને પેટની ચામડી એક થઈ ગઈ હતી. શૌચ Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ માટે કે લઘુશંકા માટે એસવાને પ્રયત્ન કરતાં હું ત્યાં જ ગબડી પડતા. અંગ ઉપર હાથ ફેરવતાં દુ`લ થયેલા વાળ આપેાઆપ ખરી પડતા હતા. આવા ઉપેાષણને લીધે મારી આવી સ્થિતિ થઈ હતી.” આ ગ્રંથમાં ત્રીજા અને ચાયા ખડની બધી કથાઓમાં સાધકની લાંબા ઉપવાસને અંતે ખરાખર આવી જ સ્થિતિ થયાનાં વન સળંગ મળી આવશે. પર ંતુ નવાઈની વાત એ છે કે, ગૌતમ બુદ્ધ આ સ્થિતિ પ્રાપ્ત કરીને પણ ‘મુક્તિને મા` ન મળવાથી ' આહાર ખાવાનું શરૂ કરવા તરફ વળે છે; જ્યારે આ કથાઓના જૈન સાધકે તા હવે શરીર બહુ નબળુ પડી ગયું છે, તથા તેનાથી હુવે હરવાફરવાની બરાબર ક્રિયા થઈ શકે તેમ નથી એવું જાણી, મરણાંત ઉપવાસનું વ્રત-લઈ, તેને છેક જ નષ્ટ કરી દે છે, અને પછી થાકારના જણાવ્યા મુજબ છે” શ્વાસેાષ્ટ્રસે, “ જે વસ્તુ માટે તેમણે મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચય સ્વીકાર્યું હતું, સ્નાન-છત્ર-જોડાના ત્યાગ કર્યો હતા, ભૂમિ ઉપર સૂવું ~ પાટિયા ઉપર સૂવું — ભીખ માગવી વગેરે આખતા સ્વીકારી હતી, તથા પારકાને તિરસ્કારમાનાપમાન વગેરે સંકટા અને વિશ્નો સહન - રાખ્યું હતું, તે વસ્તુ પ્રાપ્ત કરી”-–ને તે મુક્ત થાય છે. આ વસ્તુ જ જૈન માની વિશિષ્ટતા છે. બુદ્ધ ભગવાનને તા તપશ્ચર્યાના મા માંથી મુક્તિને માન મળ્યે, કારણ કે, તે મા'માં તેમને મતે ‘ આ પ્રજ્ઞા' ન હતી (તં વિશ્ર્વ કરવાનું માર સિદ્ધ-મુદ્દે તથા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મારા દેતુ / મિલ્લા ચેવ અરિયાચ વર્ગીય અનધામાં). આ જગાએ આવીને તે તે ધ્યાનસુખ તરફ વળ્યા. તે કહે છે : પિતા શાકચના ખેતરમાં કામ ચાલતું હતું તે સમયે જાંબુડાના ઝાડ નીચે શીતલ છાયામાં એસી પ્રથમ ધ્યાન પ્રાપ્ત કરી લીધાની મને સ્મૃતિ હતી. હું અગ્નિવેસ્સન ! તે સ્મૃતિને અનુસરી મને વિચાર થયેા કે, એ જ મેધના મા હાવા જોઈ એ મને એમ લાગ્યું કે, મેાજમજાના પદાર્થોના ભાગ વિના, અને અકુશલ વિચારે વિના જે સુખ મળે છે, તે સુખથી હું શા માટે ખી? પછી મેં એને વિચાર કર્યાં કે, તે સુખથી હું ખીનાર નથી. પર ંતુ તે સુખ અત્યંત દુલ થયેલા દેહને મળવાનું નથી, માટે ઘેાડે થાડા આહાર ખાવાને મેં વિચાર કર્યાં, અને તે પ્રમાણે વર્તવા લાગ્યા.” આમ એક જ બાબતમાં એ જુદા ધ પુરુષે! જુદા અભિપ્રાય આપીને છૂટા પડે છે. પરંતુ તેથી તે તેમાંથી કાઈ ને ખાટા માનવાની જરૂર નથી. એટલું કહેવું જ અસ થાય કે, તેની પ્રકૃતિ અથવા શ્રદ્ધા જ મુખ્ય વસ્તુ છે. એ શ્રદ્ધા ઉત્કટ હાય, તે! તમે પ્રાણાયામથી પણ તમારું અભીષ્ટ પ્રાપ્ત કરી શકે!, અમુક દેઢ શેર ધાતુની મૂર્તિને આખા વખત નવડાવવા-ધાવરાવવા વડે પણ પ્રાપ્ત કરી શા, ધ્યાનથી પણ પ્રાપ્ત કરી શકા, મનન-નિદિધ્યાસનથી પણ પ્રાપ્ત કરી શકેા, કે છેવટે નર્યાં દેહદમનથી પણ કરી શકે. તત્ત્વની દૃષ્ટિએ બધા માર્ગી અતત્ત્વરૂપ છે, તેમ જ તે બધા જ ૧. મન્ઝિસનિકાચ ---- મહાસીહનાદ સુત્ત. (6 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વ પ્રાપ્ત કરાવનારા પણ હેાઈ શકે છે. કારણ કે પરમતત્ત્વ અધાથી પર છે. તા પણ આ ઉપવાસમા અથવા દેહદમનનેા મા, એક સાધનામાર્ગ તરીકે ધ્યાનમાં લેવા જેવા તેા છે જ. કાઈ પ્રકારની શંકા-કુશંકા કે સંકલ્પ–વિકલ્પ કર્યા વિના પેાતાના શરીરને સતત તાવ્યાં જ કરવું; અને અંતે તે તાવણીમાં તેને સદંતર હામી દેવું—એ વસ્તુ સાચે જ વીરમા છે. જે મહાપુરુષ સેકંડ નર–નારીમાં આવી . કઠેર રીતે પ્રાણાપણું કરવાની હિંમત, સહનશીલતા અને શ્રદ્દા પ્રગટાવી શકે, તેને સાચે જ મહા-વીર ગણવા જોઇ એ. મેટામેટા રાજાના સુખ–વિલાસમાં મગ્ન કુમારે, મેઢા મેટા નગરશેઠે। અને સંધવીએના સુખશાલી પુત્ર! જેને એક જ વાર સ્પર્શ થતાં ઘર–આર બધું જ તજી, કહેારમાં કઢાર તથા ક્ષણે ક્ષણે વેદનાને અનુભવ કરાવતું શારીરિક તપ હસતે મેઢે સ્વીકારવા તૈયાર થઈ જાય, તે પુરુષની મહત્તા વિષે શું કહેવું ? અને એ બધા યુવાને અને યુવતીઓની વીરતાનાં પણ શાં વખાણ કરવાં ? ભદ્રે તેમણે અંતે સત્ય પ્રાપ્ત કર્યું કે ન કર્યું; પણ જેને પાતે સત્ય માન્યું તેને માટે આવે! ભીષણ ત્યાગ, આવું ભીષણુ તપસ્વીકારવા તેએ તૈયાર થયા, એ વસ્તુ તેમનામાં વ્યાપેલા અદમ્ય પુરુષાર્થ અને દૃઢ એકનિષ્ઠાનાં સાક્ષી છે. આજે ભલે આપણે એમણે અખત્યાર કરેલા માર્ગ વિષે શંકા ઉઠાવીએ; તથા દેહદમનથી શું એમ કહી, નાક મરેાડીએ. પરંતુ, છેવટે એક નક્કર વસ્તુ આપણે સ્વીકારી લીધા વિના નથી જ ચાલવાનું કૈં, સાધકની ઉપાસના પૂર્ણતાની ભલે હાય, Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ પણ તે ઉપાસના પેાતે તે એકાંગી જ હાવાની. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે, અપૂર્ણ સાધનેા દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવી હાય, તે એકાંગી થયા વિના જાણે ચાલતું જ નથી. શરીર-મન-આત્મા એ ત્રણેને એક સરખા – એક સાથે વિકાસ એ સામાન્ય કેળવણીનું લક્ષ્ય ભલે રહે; પરંતુ કાઈ પણ બાબતમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છનારને અમુક વસ્તુએ જતી કર્યા વિના ચાલે તેમ જ નથી. શરીર અને મન બંને સરખાં વિકસ્યાં હેાય એવા દાખલા ઇતિહાસમાં મળી શકે છે; પરંતુ, ત્યારે ‘છેક જ સામાન્ય’–પણાની છાપ માટે અક્ષરે તેમના ઉપર ચેટેલી સાક્ દેખાય છે. બાકી, આધ્યાત્મિક પ્રગતિની બાબતમાં અખત્યાર કરાયેલાં સાધનેાની આબતમાં વસ્તુસ્થિતિ એવી છે કે, અમુક જ સાધન કાર્ય કર છે અને અમુક નથી, એવા ભેદ પાડી શકાતા નથી. કારણ કે, ઉપર જણાવી આવ્યા તેમ, છેવટે તે મુખ્ય સાધન ભાવના છે શ્રદ્ધા છે. બાકીનાં સાધને તેા તે ભાવના અથવા શ્રદ્ધાને ઉત્તેજિત કરવા કે ગતિમાન કરવા પૂરતાં જ કામનાં છે. એટલે જેમ વૈદકીય જગતમાં, તેમ આધ્યાત્મિક જગતમાં પણુ, જુદી જુદી ઉપચારપતિએ તત્ત્વની ષ્ટિએ જોતાં એકસરખી મિથ્યા છે, અથવા એકસરખી સાચી છે. છેવટે તા કાઈ પણ ઉપચારપદ્ધતિ જેટલે અંશે દરદીની જિજીવિષાને જાગૃત કરી શકે છે, તેટલે અંશે જ કાર્ય કર નીવડે છે. ઘણી વાર સાંચી વા માનીને આપેલી ખેાટી શીશીની દવાએ પણ ધાર્યું પરિણામ જ નિપજાવ્યાના દાખલા મળી આવે છે. તેવી જ રીતે કલ્પનામાં જ વાગેલી ટાંકીને કૃત્રિમ શસ્ત્રક્રિયા દ્વારા કાઢી બતાવ્યા બાદ જ જખમ રુઝાયા Page #27 -------------------------------------------------------------------------- ________________ २६ લાગ્યાના કિસ્સા વૈદકમાં સુપ્રસિદ્ધ છે. તેમ જ આધ્યાત્મિક વૈદાની બાબતમાં પણ છેવટે તો જીવનના મૂળ ચેતનપ્રવાહને સ્પર્શ કરવાની વસ્તુ જ મુખ્ય છે. એ વસ્તુ કાઈ પણ બાફ્ સાધન દ્વારા સિદ્ધ થાએ. એટલે મુદ્દે જે તપશ્ચર્યાદિથી મૂળ પ્રવાહને ન પહાંચી શક્યા, તે જ તપશ્ચર્યાદિથી અનેક જૈન સાધક વીરે! તે પ્રવાહને પહોંચી ગયા હૈાય, તે તેમાં શંકા લાવવા જેવું કશું નથી. ― સવાલ એક જ રહે છે કે, કોઈ પણુ સાધનામા કાકર થઈ શકે એ વસ્તુ તત્ત્વની દૃષ્ટિએ સાચી ભલે હે; પણ તેથી જ કદાચ એ જાણવાની જરૂર ઊભી થાય છે કે, કયે! સાધનમાર્ગ સમાજમાં આદર્શો તરીકે રહે તે સામાન્ય સમાજજીવનમાં કાંઈક આરેાગ્ય પુરુષાર્થ — અને વીરતા હાવાને બદલે પ્રગટે અને પ્રચાર પામે. રામકૃષ્ણપરમહંસ ભ્રષ્ટ તત્રમાર્ગ માટે કહેતા કે, ભલે તેનાથી સત્યને પામી શકાતું હાય; તા પણ ધરમાં જેમ બારણા દ્વારા પેસી શકાય છે, તેમ ઘરમાંથી ગંદું પાણી બહાર નીકળવા રાખેલા ખાળ દ્વારા પણ પેસી શકાય છે; તેા પછી ખાળ દ્વારા પેસવા કરતાં મુખ્ય બારણા દ્વારા પેસવું વધુ ઇચ્છવાોગ નથી ? એ રીતે જોવા જતાં, દેહદમન, અને કાઈ પણ ભાવનાના સ્થૂળ ખાદ્ય છેડા ઉપર પણ સરખા જ ભાર મૂકનાર જન માર્ગ સામાજિક દૃષ્ટિએ પણ અનિચ્છનીય નથી જ. દેહદમન, વાસનાનિરાધ, જીવદયા, અથવા દશવૈકાલિકના શબ્દોમાં કહીએ તા, અહિંસા-સંયમ-તપ એ ત્રણ વસ્તુને જ પરમ મંગલ ’ રૂપ - ધરૂપ – માનનાર ધમા સમાજજીવનને સાચે જ ઉપકારક થઈ શકે તેમ છે. આજે પણુયુરાપીય રાષ્ટ્રામાં 6 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જે યાદવાસ્થલી વારંવાર વ્યાપતી જણાય છે, તેના મૂળમાં જોઈ એ તે! અસંયમ, અને હિંસાની વસ્તુ જ માલૂમ પડશે. ટિયાને છૂટીદેર મૂક્વાને આદર્શ રાખે! (અબ્રહ્મચર્ય), તા પછી તેમની તૃપ્તિ માટે જોઈતા પદાર્થો મેળવવા માટે (પરિગ્રહ ), ચેારી, બ્લૂ અને અંતે હિંસા આવકારવાં જ રહ્યાં. પરંતુ જે સમાજમાં ધરબાર-મેાજશાખ-ધનઐશ્વય આદિ ત્યાગીને ઇંદ્રિયનિગ્રહી તપસ્વી થવું એને જ શ્રેયરૂપ માનવામાં આવતું હાય, અને એ બધાના મૂળમાં અહિંસાની વ્યાપક ભાવના હોય, તે સમાજવિગ્રહનાં ધણાં કારણેા એછાં થઈ જાય એ દેખીતું છે. અલબત, એ અહિંસાની ભાવના ઘણી સુક્ષ્મ વસ્તુ છે; અને તેનું અનુશીલન પ્રજ્ઞાપૂર્વક થવું જોઈએ. નિહ તે અત્યારની જન અહિંસાની માફક એ અહિંસા પેાતે જ હિંસાની પેાષક એવી ભારે અસામાજિક વસ્તુ બની જાય. હું અહિંસક રહુ તેટલા માટે ખેતી કરવાના ભાર અને પાપ હું ખીજા ઉપર નાખવા ઇચ્છું, અથવા રાજ્યતંત્રના બધા લાલ તા લેવા ઇચ્છું, પણ તેની આવશ્યક સેવાએને નરકપ્રાપ્તિ કરાવનાર માની નિંદુ, તો તે હિંસા કરતાં પણ વધારે ખરાબ હિસા થઈ; કારણ કે, તેમાં તા હું જાતે બચું માટે બીજાને પાપમાં નાખવા ઇચ્છું છું. એમાં તે। ધત્તિના જ નર્યાં અભાવ છે; અને એ ભાવનાને અસામાજિક ગણી વખેાડી કાઢવી જ જોઈ એ. અહિંસા એ વીરવૃત્તિ છે, હિસાખી કે ગણતરીબાજ કાયરવૃત્તિ નથી. એ ધમે તેા યતિધર્મને જ વિહિત ગણીને શાંતિ પકડવી જોઈએ; તેની ભાવના હેઠળ ગૃહસ્થપણું શકય નથી. * * * * Page #29 -------------------------------------------------------------------------- ________________ ' આ ગ્રંથમાં અનુવાદિત કરેલા ત્રણ . અગમ્રથાના વિષયને લગતી કંઈક લાંબી ચર્ચા ઉપર કરી લીધી. હવે આ અનુવાદ પૂરતી એક-બે વસ્તુઓ અંતે જણાવી લઈએ. આ માળાનાં અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તકને અંતે (વિશેષનામની) સુચિ આપી છે, પરંતુ સુભાષિત સંગ્રહ આપી શકાયો નથી. તેનું કારણ એ છે કે, આ ત્રણે ગ્રંથોમાં એકે ક કે ગાથા જ આવતાં નથી. જે થોડીઘણું ગાથાઓ આવે પણ છે, તે કથાઓનાં નામની સંગ્રહગાથાઓ છે. તોપણ એટલું નોંધવું જોઈએ કે, કેટલીક કથાઓમાં ઠેરઠેર સાધુ થવા ઈચ્છનારને સમજાવીને પાછો વાળવાના પ્રયત્ન વખતે જે સવાલજવાબ થાય છે, તે સુભાષિત જેવા જ છે; તથા કઈ પણ “શમણુકાવ્યનું’ અનુરૂપ વસ્તુ બની શકે તેવા છે. અર્જુનક માળી (મુદ્દગરપાણિ) અને ગુજસુકુમારની કથાએ તો પોતે જ એક મહાસુભાષિત જેવી છે. અનુવાદમાં કઈ કઈ જગાએ અમુક વિગતો કે વર્ણનની પુનરુક્તિ થતી દેખાશે. પરંતુ તે બાબતમાં થોડીઘણું લાચારી જ કબૂલ કરવી પડે તેમ છે. જુદી જુદી વાર્તાઓના સાધકનાં જન્મ-યુવાવસ્થા-દીક્ષા-અને તપની વિગતે બધી જ કથાઓમાં લગભગ એકસરખી જ છે. મૂળ ગ્રંથમાં જ સંખ્યાબંધ કથાઓને માત્ર વિશેષનામોની વિગતેમાં જ ફેર હેવાને કારણે એકાદ મુખ્ય કથાને અંતે યાદીરૂપે જોડી દેવામાં આવી છે. બીજી કેટલીક વાતો એકાદ વિગતમાં જ વિશેષતા છેવાને કારણે જુદી આપવી પડી છે. તે સ્થળે ઉપર જણાવેલી વિગતો ટૂંકમાં પણ ઉલ્લેખી જવી જ પડે; નહી તો કથાનાં જુદાં જુદાં અંગે વચ્ચે પ્રમાણ જ ન જળવાય. Page #30 -------------------------------------------------------------------------- ________________ २९ 'કથાઓમાં જ્યાં ત્યાં સમાન અર્થવાળા જ સંખ્યાબંધ શબ્દો કે વિશેષણ સાથે જ વપરાયેલાં માલૂમ પડશે. જૈન કથા પદ્ધતિની એ એક વિશેષતા છે. ટીકાકારે એ બધા શબ્દોની બાબતમાં પુનરાવૃત્તિને દોષ ન લાગે માટે થેડે શેડો અર્થભેદ બતાવવા પ્રયત્ન કરે છે; પરંતુ ઘણીવાર તો “એ બધા શબ્દો સમાન અર્થના જ છે” એમ પણ સ્પષ્ટ કહી દે છે. વાર્તાના અદ્દભુત રસની જમાવટમાં એ પ્રકારની શૈલી ઉપયોગી જણાવાથી, એ બાબતમાં સંક્ષેપ સાધવાની દાનત રાખી નથી. વાર્તાના રસમાં એ વસ્તુ ખટકતી નથી, પરંતુ પષક નીવડે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપેાત ૧. મૃગાપુત્રની કથા . ૨. ઉર્જિતકની કથા ૩. અભગ્નસેનની કથા ૪, શકટની કથા . ૫. બૃહસ્પતિદત્તની કથા ૬. ન દિવનની કથા ૭. ઉમ્બરદત્તની કથા ૮. શૌરિત્તની કથા ૯. દેવદત્તાની થા ૧૦. જૂની થા ૧. સુખાહુની કથા ૧. જાલીકુમારની થા ૨. ધન્યની થા અનુક્રમણિકા ખંડ લા પાપનાં ફળો ખડ જો પુણ્યનાં કળા ખંડ ૩જો સચમનાં ફળ of ૧૯ ૩ ૪. ૪૫ * પર ૬૪ 193 Ge ૯૭ ૧૦૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ખંડ કથા મુકતની કથાઓ ૧. ગૌતમકુમારની કથા . ૨. ગજસુકુમારની કથા ૩. પદ્માવતીની કથા ૪. મુગરપાણિની કથા ૫. અતિમુક્તકની કથા . ૬. કાલીની કથા . સૂચિ . . ૧૨૩ • ૧૩૧ ૧૪૭ . ૧૫૫ ૧૬૩ ૧૬૭ ૧૭૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ ખંડ ૧ લો પાપનાં ફળ Page #35 -------------------------------------------------------------------------- ________________ जे केइ बाला इह जीवियही पावाई कम्माई करंति रुद्दा | ते घोररूवे तमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥ तिव्वं तसे पाणिणो थावरे य जे हिंसती आयसुहं पडुचा ॥ जे लूसए होइ अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि । पागब्भि पाणे बहुणंतिवाति, अतिव्वते घातमुवेति बाले || [ત્ર૦ ૧૫,૩-૫ ] સુધર્માંસ્વામી કહે છે; હું જખુ ! પૂર્વે મે' મહિષૅ મહાવીરને પૂછ્યુ હતું કે નરક શાથી પમાય છે. તેના જવાખમાં તેમણે મને કહ્યું : સસારમાં જે કાઈ અજ્ઞાની ક્રૂર મનુષ્યા પેાતાના અવતને અર્થે પાપકર્મી કરે છે, તથા પેાતાના સુખ માટે સ્થાવર-જ’ગમ પ્રાણીઓની ક્રૂરતાથી હિંસા કરે છે, ચારી કરે છે, તથા સમમાનું જરા પણ પાલન કરતા નથી, તેઓ ધાર અંધકારવાળાં, તથા તીવ્ર વેદનાઓવાળાં તરકામાં પડે છે.’ C Page #36 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા જૂના સમયમાં મૃગાગ્રામ નામે નગર હતું. તેમાં વિજય નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ મૃગાદેવી હતું. તે બંનેને મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જન્મથી જ આંધળ-મૂગો–બહેરે-કૂબડે તથા પક્ષાઘાતી હતો. તેને હાથ-પગ-કાન-આંખ-નાક વગેરે ઇકિય ન હતી; પરંતુ તેમને આકાર માત્ર હતો. મૃગાદેવી તે બાળકને એક ગુપ્ત ભોંયરામાં કોઈ જાણે નહિ તે રીતે કાળજીપૂર્વક ઉછેરતી હતી. તે જ નગરમાં બીજો પણ એક જન્માંધ મનુષ્ય રહેતો હતો. તે કોઈ દેખતા માણસની સાથે, તેણે પકડેલી લાકડીને આધારે ઘેર ઘેર ભીખ માગતો હતો અને લોકોના દિલમાં દયા ઊપજાવી, જેમ તેમ પેટ ભરતો હતો. તેનું માથું જથરથર રહેતું, અને તેની પાછળ લાખોનાં ટોળાં બણબણ્યા કરતાં. એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને આવ્યા જાણું લેકેનાં ટોળેટોળાં તેમનાં દર્શને જવા માટે ઊલટચાં. નગરના રાજમાર્ગોમાં, તેમ જ શેરીએ શેરીએ જ્યાં જુઓ ત્યાં શ્રમણ ભગવાન ૧. મૂળમાં “વાયવ(-વાતરેગી) શબ્દ છે. અર્થાત્ લકવાવાળે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ મહાવીર પધાર્યાની વાત ચાલવા લાગી, અને સર્વત્ર લોકોની મેદની જામી ગઈ આ બધી ધમાલનો અવાજ સાંભળી, પેલા આંધળાએ પિતાને દોરનારને પૂછયું : “ભાઈ! આજે મૃગાગ્રામમાં એવું તે શું થયું છે, જેથી લોકોના ટોળેટોળાં આમ દોડાદોડી કરી રહ્યાં છે ? આજે નગરમાં ઈદન, કંદન, રુદ્રનો, શિવનો, કુબેરનો, નાગને, યક્ષની, ભૂતને, નદી, તળાવો, વૃક્ષને, ચૈત્યને કે, પર્વતનો કોઈ ઉત્સવ છે, કે કોઈ ઉદ્યાનયાત્રા છે, અથવા ગિરિયાત્રા છે?’ ત્યારે પેલાએ તે આંધળાને કહ્યું : “ આજે એવો કોઈ ઉત્સવ કે ઉજાણી તો નથી; પરંતુ ભગવાન મહાવીર આજે આ તરફ પધાર્યા છે, એને ગામબહાર ઈશાન ખૂણામાં આવેલા ચંદનપાદપ' ઉદ્યાનમાં ઊતર્યાં છે, તેથી એમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લોકોની આમ મેદની જામી છે.” આ સાંભળી આંધળાએ કહ્યું, “હે ભાઈ! આપણે પણ ચાલ ત્યાં જઈએ અને ભગવાનનાં દર્શન કરીએ. એવા સંતસાધુઓનું નામ કે ગોત્ર પણ આપણે કાને પડી જાય, તે પણ મોટું ફળ મળે છે, તો તેમની પાસે જઈ, તેમને નમસ્કારાદિ કરી, તેમને સદુપદેશ સાંભળવાથી તો કેટલે બધે લાભ થાયમાટે ચાલ, આપણે ત્યાં જઈએ અને બીજા જન્મનું કાંઈક ભાથું બાંધીએ!” * પછી તે આંધળે પેલા માણસે પકડેલી લાકડીને આધારે જ્યાં મહાવીર ભગવાન હતા ત્યાં આવ્યો, અને તેમને વંદન૧. ત્યાં સુધમે યક્ષનું મંદિર હતું, એવું મૂળમાં વધારે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સુગાપુત્રની કથા પ્રદક્ષિણાદિ કરી; એક તરફ ઊભા રહ્યો. પણ ત્યાં આવેલા સૌને ધર્માંપદેશ કર્યાં. ભગવાન મહાવીરે કથા પૂરી થયા બાદ બધા વીખરાઈ ગયા, અને પેાતપેાતાને ઘેર ચાલ્યા ગયા. તે અરસામાં ભગવાનના મેટા શિષ્ય ઈંદ્રભૂતિ નામના સાધુ॰ સંયમ અને તપ આચરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા; તેમને વ કસેાટીના પથરા ઉપર પડેલી સેનાની રેખા સમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા; ધેાર બ્રહ્મચારી હતા ધ્યાનરત હતા; તથા શાસ્ત્રા હતા. તેમણે આજના ટાળામાં પેલા અંધ માણસને જોયા હતા. ત્યારથી તેમને ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવાનું મન થયું હતું. લેકે વીખરાઈ ગયા બાદ, તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને શ્રદ્ધાપૂર્વાક તેમને પૂછવા લાગ્યા. ગૌતમ જન્મેલે! હાય ? ભગવન્ ! કાઈ માણુસ જન્મથી જ આંધળે મહા ગૌ - હા, હાય. ભગવન્ ! તેવે! માણસ ક્યાં છે? મહા હે ગૌતમ! આ નગરમાં જ વિજયરાજા તથા મૃગાદેવી રાણીને! પુત્ર જન્મથી જ આંધળેા જન્મેલે છે. તેને હાથ-પગ–કાન–આંખ-નાક વગેરે ઇંદ્રિયા જ નથી, માત્ર તેમના આકાર છે. તેને મૃગાદેવી એક ગુપ્ત ભોંયરામાં કાઈ જાણે નહિ તે રીતે કાળજીપૂર્વક ઉછેરે છે. ૧. તેમની વિશેષ માહિતી માટે જુએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા, ૩,૨૪૦,૨૬૨. Page #39 -------------------------------------------------------------------------- ________________ છે પાપ, પુણ્ય અને સંયમ ગૌત્ર – ભગવન! આપ રજા આપો તો હું તે બાળકને જોઈ આવવા ઈચ્છું છું. મહા – ભલે ! * ત્યારબાદ, ભગવાનની અનુજ્ઞા મળવાથી રાજી થયેલા ગૌતમ ત્યાંથી નીકળ્યા અને કશી ઉતાવળ કર્યા વિના, અસંભ્રાંત ચિત્તે તથા સરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા મૃગાગ્રામ નગરમાં દાખલ થયા, અને જ્યાં મૃગાદેવીને મહેલ હતો, ત્યાં આવી પહોંચ્યા. - મૃગાદેવીએ ભગવાન ગૌતમને આવતા જોયા. આથી અત્યંત ખુશી થઈ તેણે તેમને વંદનાદિ સત્કાર કર્યો તથા પૂછયું: “હે દેવાનુપ્રિય ! આપના પધારવાનું પ્રયોજન શું છે, તે મને કહો.” ગૌતમે કહ્યું : “હે દેવાનુપ્રિયે! હું તમારે પુત્ર જોવા આવ્યો છું.' તે સાંભળી, મૃગાદેવીએ પછી જન્મેલા પોતાના ચાર પુત્રને સર્વ શણગારથી વિભૂષિત કર્યા અને તેમને ગૌતમ મુનિને પગે લાગવાનું કહ્યું. પછી તેણે ગૌતમ મુનિને કહ્યું, “હે ભગવન ! આ મારા પુત્ર છે. તેમને જુઓ.” ગૌતમે કહ્યું, “હે દેવાનુપ્રિયે! હું તમારા આ પુત્રોને જોવા માટે અહીં નથી આવ્યો. મારે તો તમારે પ્રથમ જન્મેલો પેલો આંધળો પુત્ર જે છે !' - મૃગાદેવીએ કહ્યુંઃ “હે ગૌતમ! તમને કયા જ્ઞાનીએ કે તપસ્વીએ મારું રહસ્ય જાણું લઈને કહ્યું છે, જેથી તમને એ વાતની ખબર પડી છે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા ગૌતમે કહ્યું : “હે દેવાનુપ્રિયે! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરે મને એ વાત કહી છે, તેથી હું તે જાણું છું. મારા એ ગુરુ ધર્મના આદિકર્તા છે, તીર્થકર છે, બીજા કોઈને ઉપદેશ વિના સ્વયં તત્ત્વબોધ પામેલા છે, સર્વ પુરુષોમાં તથા લોકોમાં શ્રેષ્ઠ છે; સમગ્ર જગતના નાથ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપ, ધર્મદેશક, ધર્મસારથિ, ધર્મચક્રવર્તી, કેવલજ્ઞાની, જિન, સકલ તત્ત્વના વેત્તા, સર્વજ્ઞ, અને સર્વદર્શી છે.' - આ પ્રમાણે મૃગાદેવી ગૌતમ સાથે વાતચીત કરી રહી હતી, તેવામાં જ પેલા મૃગાપુત્રને ખવરાવવાનો સમય થયો. એટલે મૃગાદેવીએ ગૌતમને કહ્યું, “હે ભગવન્! તમે અહીં થોડીવાર થોભે, હું તમને હમણાં જ મારે તે પુત્ર બતાવું છું.” આમ કહી, મૃગાદેવી પોતાના ખાનગી રસોડામાં ગઈ. ત્યાં જઈ તેણે પિતાનાં કપડાં બદલી નાખ્યાં. ત્યારબાદ એક ઠેલગાડીમાં પુષ્કળ ખાન, પાન, મુખવાસ, મેવો વગેરે પદાર્થો ભરીને, તેને ધકેલતી ધકેલતી તે ગૌતમ ઊભા હતા ત્યાં આવી અને કહેવા લાગી, “ભગવદ્ ! તમે મારી પાછળ પાછળ આવે, હું તમને મૃગાપુત્ર પાસે લઈ જઉં છું.” ગૌતમ મૃગાદેવીની પાછળ પાછળ ચાલ્યા. મૃગાદેવીએ પેલા ભોંયરા પાસે આવીને ગાડી થંભાવી, તથા પિતાનું માં ચાર-બેવડું કરેલા વસ્ત્રથી બાંધતાં બાંધતાં ગૌતમને કહ્યું, “ભગવાન ! તમે પણ તમારું મેં મુમતીથી બાંધી લો.” ૧. “મુદ્દોરિયા' જૈન સાધુઓ શ્વાસે શ્વાસથી જીવજંતુ ન હણાય માટે મેએ પટ્ટી બાંધે છે તે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પાષ, પુણ્ય અને સચમ ગૌતમે તે પ્રમાણે માં બાંધી લીધું. પછી મૃગાદેવીએ માં આડુ' રાખી, ભોંયરાનું બારણું ઉધાડયું. ઉઘાડતાં વેંત જ અંદરથી મરેલે! સાપ ગંધાતા હાય કે તેવું બીજું પ્રાણી સડીને ગંધાતું હોય તેવી તથા તેથી પણ વધારે ખરાબ એવી દુર્ગંધ નીકળી. ભેાંયરાની અંદર પેલે! મૃગાપુત્ર હતા. તેને ખાનપાનની વાસ આવતાં જ તે અત્યંત આતુરતાથી તે બધું ખાવા લાગી ગયા. ઘેાડીવારમાં તેા ખાધેલું બધુ તેને હજમ પણ થઈ ગયું, અને તેના શરીરમાંથી પરુ અને લેહી બનીને નીકળવા લાગ્યું. પછી પેલે છેાકરા તે પરુ અને લેહી ચાટવા લાગ્યું. ગૌતમને આ બધુ જોઈ એવા વિચાર આવ્યા : ‘અહા ! આ છોકરા પેાતાનાં પૂર્વે કરેલાં,↑ જૂનાં કાઈ અતિશય પાપી તથા અશુભ કૃત્યાનું મારું કૂળ ભેગવી રહ્યો છે. મેં કાઈ નરા કે ત્યાંના જીવે જોયાં નથી. પરંતુ આ જીવ તે સાક્ષાત્ નરકની જ વેદના ભેગવી રહ્યો છે, એવુ' ચેખ્ખું દેખાય છે.’ ત્યારબાદ મૃગાદેવીની રજા લઈ, ગૌતમ ત્યાંથી નીકળી, જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં પાછા આવ્યા. તથા તેમને ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરીને નમસ્કાર કર્યાં. ત્યારબાદ તેમણે તેમને કહ્યું : હે ભગવન ! આપની રા લઈ હું મૃગાદેવીને ઘેર ગયા, અને ત્યાં મેં તેને પુત્ર જોયે. તેને જોઈ મને વિચાર આવ્યેા કે, આ છેાક પેાતાનાં પૂર્વે S ૧. પ્રાયશ્ચિત્તાદિથી ધોઈ ન નાખેલાં ’ એવું વિશેષણુ મૂળમાં " . વધારે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા જન્મમાં શું આ જન્મમાં કરેલાં, જૂનાં કેાઈ અતિશય પાપી તથા અશુભ કૃત્યાનું મા મૂળ ભાગવી રહ્યો છે. તે હે ભગવન્! એ જીવ પૂર્વજન્મમાં કાણુ હતા, તેનું નામ શું હતું, તેનું ગેત્ર શું હતું, તે કયા ગામ કે નગરમાં રહેતા હતા, તથા તેણે તે દીધું –ભાગથ્થુ --આચયું હતું, કે જેને કારણે તે સાક્ષાત નરકની જ વેદના ભાગવે છે ?” ભગવાને કહ્યું : હું ગૌતમ ! પૂર્વે આ જંબુદ્રીપમાં ભારતક્ષેત્રમાં ‘શતદ્વાર' નામે નગર હતું. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરની નજીક અગ્નિખૂણા તરફ વિજયવધ માન નામે શહેર હતું. તે શહેરના તાલુકામાં ખીજાં પાંચસે। ગામ હતાં. વિજયવર્ધમાન શહેર ‘એકાદિ’ નામના સૂબાની હકૂમત હેઠળ હતું. તે સૂમે! મહાઅામિક હતેા, તથા દુરાચારી તરીકે તેણે લેાકેામાં નામના મેળવી હતી. શીલ, વ્રત વગેરેના લેશ વિનાને તે એકાદિ અધર્મીચરણમાં જ પ્રીતિવાળા હતા, તથા વિજયવ માન શહેર તથા તેનાં પાંચસે ગામ ઉપર અધિકાર ચલાવતા હતા. લેાકા ઉપર ભારે કર નાખીને, ખેડૂતાને ધીરેલા ધાન્યથી બમણું –તમણું પડાવીને, લાંચા લઈ ને, તેમનું અપમાન કરીને, ગમે તેવા २ ૧. મૂળમાં તેને માટે ‘લેટ’ શબ્દ છે. તેને અ, ‘આસપાસ માટીની દીવાલવાળું શહેર' થાય છે. ૨. મૂળમાં ‘રાષ્ટ્રકૂટ રાખ્યું છે. ટીકાકાર તેને ‘મંઙજોવગીવી રાજ્ઞનિયોનિ : 'એવે! અ આપે છે. પર`તુ એ નામના અતિહાસિક રાજવંશ પણ મહારાષ્ટ્ર-ગાળામાં ઈ. સ. ત્રીન સૈકાથી સૈકા સુધી રાજ્ય કરતે હતેા. તે રાજાએ પેાતાને સાત્યકિના વ'શજ યાદવેા ગણતા હતા. છઠ્ઠા Page #43 -------------------------------------------------------------------------- ________________ * પાપ, પુષ્ય અને સંયમ લાગા ઊભા કરીને, એકના વાંક માટે આખા ગામ ઉપર દંડ નાખીને, મરછમાં આવે તેની પાસે પૈસા પડાવીને, ધાડે. પડાવીને, આગ મુકાવીને, અને વણજારે કે સંઘે લૂંટાવીને તે વિજયવર્ધમાન શહેર તેમ જ તેનાં પાંચસો ગામડાંના લેકોને રંજાડતે હતો, “ ભ્રષ્ટ કરતો હતો, ધમકાવતો હતો, મારો હતો, અને લૂંટતે હતે. શહેરના માંડલિકે, યુવરાજે, રાજાના માનીતાઓ, મુખીઓ, કૌટુંબિક, નગરશેઠે, કે બીજા પણ ગામના આગેવાનોને કોઈ કાર્ય–વ્યવહારની બાબતમાં, કેઈ વિચારણની બાબતમાં, કેઈ ખાનગી વાતની બાબતમાં, કઈ ફેંસલાની બાબતમાં, કે કઈ વાદવિવાદની બાબતમાં તે સાંભળવા છતાં કહે કે, “મેં નથી સાંભળ્યું; ન સાંભળવા છતાં કહે કે “મેં સાંભળ્યું છે'; જેવા છતાં કહે કે, “મેં નથી જોયું; કહેવા છતાં કહેતો કે, “મેં નથી કહ્યું'; લેવા છતાં કહેતો કે, “મેં નથી લીધું, અને જાણવા છતાં કહેતો કે, “નથી જાણ્યું’. આ પ્રમાણે કરનારે, આ પ્રમાણે કરવાની નિષ્ઠાવાળા, તથા આ પ્રમાણે કરવાની (જ) આવડતવાળો, તે એકાદિ આ રીતે બહુ પાપકર્મ તથા વેરબંધન એકઠું કર્યા કરતો હતે. વખત જતાં તે એકાદિને અત્યંત પીડાકારી એવા સેળ રેગો એક સાથે લાગુ થયા : જેમકે, શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, શલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખનું શળ, ૧. મૂળમાં “માડુંબિક છે. જેની આસપાસ બે યોજન સુધી બીજું ગામ નથી તેવું ગામ “મટુંબ કહેવાય. તેને અધિપતિ તે માડેબિક. ૨. મૂળમાં “સાર્થવાહ’ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા માથાનું મૂળ, અરુચિ, આંખ અને કાનની વેદના, ખરજ, જલેાદર અને કાઢ. તેણે પેાતાના કુટુંબીઓને ખેાલાવીને કહ્યું : ‘ હૈ દેવાનુપ્રિયા ! તમે બધા વિજયવ માન શહેરના તરભેટાએમાં, ત્રણ રસ્તામાં, ચાચરામાં, ચેકામાં તથા શેરીએ શેરીએ એવી ધેાષણા કરાવા કે, જે કાઈ વૈદ્ય, જાણકાર કે નૂસખાબાજ મારા આ સાળ રેગમાંથી એક રાગને પણ મટાડશે, તેને માં માગ્યું ધન આપવામાં આવશે. આવી ધેાણા તમે બે વાર, ત્રણ વાર કરાવેા.’ એકાદિના કુટુંબીએએએ પ્રમાણે વિજયવર્ધમાન શહેરમાં એંત્રણવાર ધેાષણા કરાવી. તે સાંભળી, રેટલાય વૈદ્યો, વૈદ્યપુત્રા, જાણકારે અને નૂસખાબાજો ચિકિત્સાને લગતાં શસ્ત્ર, પાત્રા, શસ્ત્ર તીક્ષ્ણ કરવાની સલ્લીએ, (કરિયાતા. વગેરેની) સળીઓ, ગેાળીએ અને અનેક પ્રકારનાં એસડવેસડ લઈને આવ્યા. ૧. તેઓએ આવીને એકાદિનું શરીર તપાસ્યું, તથા નિદાન વિષે અંદર પડપૂર્ણ કરીને, કેટલાય લેપા, ખરડે!, ચીકણાં પીણાં, વમન અને વિરેચનના ઉપચારા, નાસા, ડામેા, સ્નાને, જફરની ૧. આચારાંગના છઠ્ઠા અધ્યયનમાં, કંઠમાળ, કાઢ, ક્ષય, અપસ્માર, અક્ષરેગ, જડતા, હીનાંગપણુ, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણુ, શરીરનું સૂણી જવું, ભસ્મકરેાગ, પવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અનેમધુમેહ-એવા સેાળ ગણાવ્યા છે. ૨. મૂળમાં વૈદ્ય, જ્ઞાયક અને ચિકિત્સક એવા ત્રણ શબ્દો છે, ટીકાકાર તેમને અભેદ આમ કરે છે: શાસ્ર તેમજ ક્રિયા મને જાણનાર તે વૈદ્ય; નયુ શાસ્ત્ર જાણનાર તે જ્ઞાયક; અને નરી ક્રિયા જાણનાર તે ચિકિત્સક, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ પાપ, પુણ્ય અને સમ બસ્તીએ, આંતરડાંની બસ્તીએ,↑ ક્સ ખેાલવી, ચામડી ચીરવી, માથે કંઈક બાંધવું, શરીરે કોઇક ચેાળવું, શરીરે કહ્યુક ચેપડી તેને આવું કે પાક ખવરાવવા વગેરે ઉપાયેાની સૂચના કરી, તથા ઔષધ તરીકે કેટલાય પ્રકારની છાલેા, વેલા, મૂળેા, કદા, પત્ર, પુષ્પ, લેા, ખીજો, સળીએ, ગેાળીએ વગેરે એસડવેસડ બતાવ્યાં. પર ંતુ તેએકના એક પણ ઉપચારથી એકાદિન એકાદ રાગ પણુ શાંત ન થયે. ત્યારે તેઓ થાકીને, મૂઝાઈ ને તથા અકળાઈ ને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. વૈદ્યોએ આશા મૂક્યા બાદ એકાદિના પરિચારકાએ પણ તેને તજી દીધા. એ દશામાં સાથે રાગની પીડાએથી પીડાતા તે એકાદિ છેવટ સુધી રાજ્યમાં, રાષ્ટ્રમાં તથા અંતઃપુરની સ્ત્રીઓમાં આસક્ત રહીને, તેમની જ કામના કરતેા કરતા, પેાતાનું અઢીસે વર્ષનું આયુષ્ય દેહ-મન-ઇંદ્રિયની પીડામાં પૂરું કરીને મરણ પામ્યા અને રત્નપ્રભા નામની નરકભૂમિમાં વધારેમાં વધારે આયુષ્યવાળાર નારકી છવામાં ઉત્પન્ન થયા. ૧. તેની પછી 'નિરુહ' શબ્દ છે. તે પણ એક પ્રકારની અનુવાસના ( ખસ્તી ) છે એમ ટીકાકાર કહે છે. ૨. નરકભૂમિએ કુલ સાત છે, તેમાં રત્નપ્રભા પ્રથમ છે. તેમાં ૧૩ માળ છે રત્નપ્રભામાં વધારેમાં વધારે આયુષ એક સાગરાપમ વર્ષી છે; અને એછામાં એછું ૧૦ હજાર વર્ષનું આયુષ છે. ‘સાગર’ વર્ષની સખ્યા ઉપમાથી જ અપાય છે. અમુક મેટા કદના ખાડા વાળના ઝીણા ટુકડાથી ભરવામાં આવે, અને તેમાંથી સેા વર્ષે એક ટુકડા કાઢવામાં આવે, એ રીતે આખે ખાડા ખાલી થતાં જેટલાં વ વાગે તેમને પણ કરાડે ગણુાં કરે ત્યારે સાગર વ થાય. જી આ માળાનું ‘ સમીસાંજના ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૩૨. Page #46 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા ત્યાંથી ચ્યવીને તે આ મૃગાગ્રામ નગરમાં વિજય રાજાની મૃગાદેવી રાણીની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં જ મૃગાદેવીના શરીરે તીવ્ર વેદના ઊપડી. તેમજ તે ગર્ભમાં રહ્યો તેટલા દિવસ મૃગાદેવી વિજય રાજાને અપ્રિય તથા અકારી થઈ પડી. એક વખત રાત્રીના પૂર્વ ભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં મુગાદેવી આ બધી કૌટુંબિક ચિંતાઓથી જાગતી જ પડી હતી, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો : “પહેલાં હું વિજય રાજાને ઈષ્ટ, કાંત, પ્રિય, તથા મનગમતી હતી, તથા મને તે મનેહર, મનમાં ચિંતવવા યોગ્ય, વિશ્વાસ કરવા યોગ્ય, તથા માનીતી ગણતા હતા. પરંતુ જ્યારથી આ ગર્ભ મારી કૂખમાં આવ્યો છે, ત્યારથી હું તેમને અનિષ્ટ, અપ્રિય તથા અકારી થઈ પડી છું. વિજયરાજા મારું નામ કે ગોત્ર સાંભળવા પણ ઈચ્છતા નથી, તો પછી મને જોવાની કે ભોગવવાની ઇચ્છા તો શાની જ કરે ? માટે હું મારા આ ગર્ભને વિવિધ ઉપાયો વડે ટુકડેટુકડા કરી કાઢી નાખું, પાડી નાખું, ઓગાળી નાખું, કે મારી નાખું.” આમ વિચારી, તેણે ગર્ભસ્ત્રાવ કરાવનારા અતિ ખારા, અતિ કડવા, અતિ તૂરા વગેરે પદાર્થો ખાવા-પીવા માંડ્યા, પરંતુ એ બધા ઉપાયો કરવા છતાં તે ગર્ભ પડો નહિ. ત્યારે મૃગાદેવી થાકીને, નિરાશ થઈ પરવશપણે તે ગર્ભને મહા દુઃખે ધારણું કરવા લાગી, પેલો છોકરે ગર્ભમાં હતો હતો ને જ, તેના શરીરમાં આઠ અંદર ઝરનારી અને આઠ બહાર કરનારી એમ સળ નાડીઓ ઉત્પન્ન થઈ તે સેળમાંથી આઠ નવું પરુ ઝરતી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાપ, પુણ્ય અને સચમ હતી, અને આઠ લેાહી. એ લેાહીની અને બે પરુની નાડીએ તેનાં કાનનાં છિદ્રોમાં હતી; તેવી જ અબ્બે આંખનાં છિદ્રોમાં, અચ્ચે નાકનાં છિદ્રોમાં, અને એ લિંગ તથા ગુદાનાં છિદ્રોમાં ૧ તે નાડીએ સતત પરુ અને લેાહી ઝર્યાં કરતી હતી. વળી તે છેકરા ગર્ભમાં હતા ત્યારથી જ તેને ‘ભસ્મક’ નામને રાગ થયે. તેથી તે જે કાંઈ ખાય તે તેને તરત હજમ થઈ જતું, અને તેનું લેાહી તથા પરુ બનીને બહાર નીકળતું. પછી તે લેાહી અને પરુને પાછા તે છેાકરે ચાટી જતા. મૃગાદેવીને નવ મહિના પૂરા થઈ ગયા બાદ તેને આંધળે!મૂંગા–બહેરા-કૂબડા તથા પક્ષાઘાતી છેાકરેા જન્મ્યા. છેકરાને હાથ-પગ-કાન-આંખ-નાક વગેરે ઇંદ્રિયા ન હતી, પરંતુ તેમને આકારમાત્ર હતા. મૃગાદેવી તે કૂબડા તથા આંધળા છે!કરાને જોઈને બહુ ભય પામી. પછી તેણે પેાતાની ધાવમાને મેલાવીને કહ્યું : ‘ દેવાનુપ્રિયે ! તું આ છેકરાને લઈ જઈ ને ઉકરડે નાખી આવ. હે " પેલી ધાવ મૃગાદેવીને ‘સારું’ એમ કહીને પેલા છેકરાને હાથમાં ઉપાડી વિજયરાજા પાસે પહોંચી. તેને બધી વાત કહી સંભળાવીને તેણે પૂછ્યું, હે સ્વામી! હું આ છેાકરાને ઉકરડે નાખી આવું કે નહિ, તે આપ કહે.' ૧. મૂળમાં તે ધમનીનાં છિદ્રોમાં' એમ છે. ધમની એટલે નાડીનસ. પરંતુ અહીં. કાંઈક આવે! અ લેવેા જોઈએ એમ અભયદેવે આપેલા ‘ જોઇટ્ટાન્તાળિ ’અર્થ ઉપરથી સૂચિત થતું લાગે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ યુગપુત્રની કથા આ સાંભળી વિજયરાજા સાળા ઊઠયો અને મૃગાદેવી પાસે જઈ કહેવા લાગ્યા : હું. દેવાનુપ્રિયે! આ તારા પહેલવહેલે ગર્ભ છે. તેને જો તું ઉકરડે નંખાવી દઈશ, તે તારી પછીની પ્રજા પણ જીવશે નહિ. માટે તું એ હેાકરાને કાષ્ઠ ભેાંયરામાં ગુપ્ત રીતે રાખ, અને તેને ગુપ્ત રીતે ખવરાવી– પીવરાવીને ઉછેર; જેથી તારી ભવિષ્યની પ્રજા દીર્ઘજીવી " થાય. કબૂલ મૃગાદેવીએ વિજયરાજાનું કહેવું વિનયપૂર્વક રાખ્યું. ત્યારથી તે પેલા છેાકરાને ગુપ્ત રીતે ભેાંયરામાં ઉછેરે છે. હે ગૌતમ! એ પ્રમાણે મૃગાપુત્ર પેાતાનાં પૂર્વે કરેલાં જૂનાં અતિશય પાપી તથા અશુભ મૃત્યુનું મા' કૂળ ભેગવી રહ્યો છે. તે સાંભળી ગૌતમે પૂછ્યું : 'હું ભગવન્! એ છેાકરા મરણકાળે મૃત્યુ પામી અહીંથી ક્યાં જશે? અને ત્યાં ઉત્પન્ન થશે?’ ભગવાને કહ્યું : હું ગૌતમ ! મૃગાપુત્ર ૨૬ વર્ષનું પૂરેપૂરુ' આયુષ્ય ભોગવીને મરણ પામી, આ ભારતવર્ષમાં જ આવેલા વૈતાઢવ પર્વતની તળેટીમાં સિંહના કુળમાં સિંહ તરીકે જન્મશે. તે સિંહ પણ અધ, દુરાચારી, સાહસિક તથા ક્રૂર હશે, અને ઘણું પાપકમ ભેગુ કરશે. ત્યાંથી મરીને તે ફરી રત્નપ્રભા નરકમાં વધારેમાં વધારે એક સાગરોપમ વર્ષી આયુષ્ય વાળા નારકામાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તે પેટે ચાલનાર સાપ થશે. ત્યાંથી મરીને તે, નરકની ખીજી ભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ત્રણ સાગરાપમ વનું હાય છે. ત્યાંથી ચ્યવી તે પક્ષી થશે. ત્યાંથી મરીને તે નરકની ત્રીજી ભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાં વધારેમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ વધારે આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું હોય છે. ત્યાંથી વીને તે ફરી પાછે સિંહ થશે. ત્યાંથી નરકની ચોથી ભૂમિમાં–પછી સાપ યોનિમાં–પછી નરકની પાંચમી ભૂમિમાંપછી સ્ત્રીયોનિમાં–પછી નરકની છઠ્ઠી ભૂમિમાં–પછી મનુષ્ય નિમાં-પછી નરકની સાતમી ભૂમિમાં-એમ તે ભટકશે. પછી પાંચ ઈદ્રિયવાળાં પશુપંખીઓમાં માછલાં–કાચબા–ગ્રાહભગર-સુંસુમાર વગેરે જળચર જીવોનાં કુળોની જે સાડાબાર લાખ યોનિ છે, તેમાં દરેકમાં તે લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે. ત્યાંથી નીકળી તે સ્થલચર પશુપંખીઓમાં ચોપગાં, પેટે ચાલનારા, તથા હાથ ઉપર ચાલનારાં પ્રાણીઓમાં લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે. ત્યાર પછી તે જ પ્રમાણે ખેચર પશુપંખીઓમાં, ઉત્પન્ન થશે. ત્યારબાદ તે ચાર દિવાળા જેમાં તે પ્રમાણે ઉત્પન્ન થશે; ત્યારબાદ ત્રણ ઇકિયોવાળા જીમાં, અને ત્યારબાદ બે દિયવાળા જીમાં. ત્યાર પછી એકૅકિય જીવનમાં જેવા કે, કડવી વનસ્પતિઓમાં, કડવા દૂધવાળી વનસ્પતિઓમાં, વાયુજીવોમાં, અગ્નિજીવોમાં, જળજીમાં, અને પૃથ્વીછમાં લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે. ૧. ઘો વગેરે. ૨. સ્પર્શ–રસ–ઘાણ–આંખ એ ચાર ઇદ્રિવાળા, જેવા કે ભમરા, વીંછી, મચ્છ ઈત્યાદિ. ૩. સ્પર્શ-રસ-ધ્રાણ એ ત્રણ. કીડી, ઊધઈ, ગોકળગાય ઇત્યાદિ. ૪ સ્પર્શ અને રસ એ બે. અળસિયાં, કેડા, જળા, શંખ ઇત્યાદિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રની કથા ત્યારબાદ તે સુપ્રતિષ નામના પુરમાં ફરી આખલો થશે. જુવાનીમાં આવતાં, એકવાર તે પ્રથમ વરસાદ વેળા મહાનદી ગંગાની ભેખડ ઉપર માટી ખણતાં ભેખડ સાથે તૂટી પડી દબાઈ મરશે, અને એ જ સુપ્રતિષ્ઠપુરમાં એક શેઠને ઘેર પુત્ર તરીકે જમશે. જુવાનીમાં આવ્યા બાદ કોઈ લાયક સ્થવિરો પાસેથી ધર્મોપદેશ સાંભળી, તે ઘરબાર છોડી સાધુ થશે. સાધુ અવસ્થામાં તે કાળજીપૂર્વક વર્તનારો, મન–વાણી -કાયાને સંયમ કરનારો. તથા ઇન્દ્રિયનિગ્રહી બ્રહ્મચારી થશે. બહુ વર્ષો સુધી એ પ્રમાણે સાધુપણું પાળીને તથા પોતાનાં સર્વ કર્મોનું આલેચન તથા પ્રાયશ્ચિત્ત કરીને, અંતે સમાધિ અવસ્થામાં મરણ પામી, તે સૌધર્મ કલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જે કંઈ કુળ ધનાદિથી પૂર્ણ, પ્રતાપયુક્ત, વિખ્યાત, ઘર-પલંગઆસન–વાહન વગેરે સામગ્રીથી ભરપુર, સેનું–રૂપું–લેણદેણુજમણવાર-દાસી–દાસ–ગાય-ભેંસ વગેરે સાધનોથી યુક્ત તથા કોઈનાથી ગાંજ્યાં ન જાય તેવાં હશે, ત્યાં પુત્ર તરીકે જન્મશે. જન્મતાંવેંત તેને સર્વ સંસ્કારો ઠાઠમાઠથી કરવામાં આવશે, તથા પછી પણ તે અનેક આયાઓ, ધા વગેરે દ્વારા ઉછેરાશે. ૧. “ફરી” એટલા માટે કે પહેલાં પણ તે ઘણીવાર થઈ ચૂક્યો હશે. ૨. વૃદ્ધ સાધુઓ, ૩. ગુરુ આગળ દેની કબૂલાત કરી જવી તે. ૪ સૌધર્મ વગેરે કલ્પ એટલે કે સ્વર્ગોની માહિતી માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૨. Page #51 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ ત્યારબાદ યોગ્ય આચાર્ય પાસે તેને ૭૨ કળાઓ શીખવા મૂકવામાં આવશે. ભણ્યા ગણ્યા બાદ તેનાં માતાપિતા તેને અન્ન-પાન-વસ્ત્ર-મકાન–શયા વગેરે સર્વ કામો પૂરા પાડી. પણ તે બધા ભેગમાં તે જરાય આસક્ત નહિ થાય; પરંતુ કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થવા છતાં, તથા પાણુમાં ઊછરવા છતાં કાદવ કે પાણીથી ખરડાતું નથી, તેમ તે પણુકામાંથી ઉત્પન્ન થયે હોવા છતાં તથા ભાગમાં ઊર્યો હોવા છતાં કામગોથી ખરડાશે નહિ, કે સગાંવહાલાંમાં બંધાશે નહિ; પરંતુ જ્ઞાનવાન તથા આચારવાન સાધુ ભગવંતો પાસેથી કેવળી ભગવાનેએ ઉપદેશેલે બોધ સાંભળી, “ધરબાર છોડીને સાધુ થઈ જશે, અને કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી, તથા સિહ–બુદ્ધ-અને મુક્ત થઈ સર્વ દુઓને અંત લાવશે. ૧. તેમના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું ધર્મકથાઓ' પુસ્તક, પા. ૧૯૩. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ ઝ્ઝિતકની કથા જૂના કાળમાં વાણિજ્યગ્રામ નામે નગર હતું. તે નગરમાં કામધ્વજા નામની ગણિકા રહેતી હતી. તે સ ઇંદ્રિયા, લક્ષણા, ચિહ્નો તથા સૌભાગ્યાદિ ગુણાથી યુક્ત હતી. તેનું શરીર પ્રમાણુયુક્તર હતું. તથા તેનાં સવ અંગેા સારી રીતે ખિલેલાં હાઈ, તે સર્વાંગસુંદર હતી. તે મેતેરેય કળામાં કુશળ હતી, પરંતુ ગીત-નૃત્યાદિ ગણિકાને ઉચિત ૬૪ કળાઆમાં તે! તે પારંગત હતી. પુરુષ સાથે વિવિધ વિહાર કરવાની સ પ્રક્રિયા તે જાણતી હતી. તેનાં કાન-આંખનાક-જીભ-ત્વચા-મન એ નવે અગા યૌવનથી જાગૃત થયેલાં ૧. વૈશાલી નગરીના એક ભાગને જ વાણિજ્ય ગ્રામ કહેવામાં આવતા. ૬. મૂળમાં તે માન, ઉન્માન અને પ્રમાણ એ ત્રણ છે. પાણીથી ભરેલી કુંડીમાં દાખલ થતાં જેના પ્રવેશથી કુંડીનું ૩૨ શેર પાણી (દ્રોણ) બહાર નીકળે, તે માનયુક્ત કહેવાય. જેનું વજન ૪૦૦૬ તેાલા (અધેર્યાં ભાર) થાય, તે ઉન્માનયુક્ત કહેવાય. અને પેાતાના આંગળથી માપતાં જેની ઉંચાઈ ૧૦૮ આંગળ થાય, તે પ્રમાયુક્ત હેવાય. ૩. મૂળમાં સુરતક્રીડાના ૨૯ વિશેષા, ૨૧ રતિગુણા, અને ૩૨ પુરુષાપચાર છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ २० પા, પુણ્ય અને સમ હતાં. તે અઢારે દેશી ભાષાઓમાં વિશારદ હતી. તેને વે શૃંગારરસના ધામ જેવા મેાહક હતા. તે સંગીતમાં પ્રીતિવાળી તથા નૃત્ય અને નાટયમાં કુશળ હતી. ગમન-હાસ્યભાષણ-ચેષ્ટા-વિલાસ-લલિત વાર્તાલાપ-તથા બીજા પણ પેાતાને ઉચિત વ્યવહારામાં તે નિપુણ હતી. તેના હાથ-પગ-નેત્ર-વદન -સ્તન-જધન વગેરે અવયવા લાવણ્ય અને વિલાસયુક્ત હતા. તેની કીર્તિપતાકા સૌથી ઊંચે ઊડતી હતી. રાજાએ તેને છત્ર અને ચામર આપી સંમાનિત કરી હતી, તથા તે હુંમેશાં રચમાં એસીને જ બહાર નીકળતી હતી. તેની શ્રી એક હજાર મહારતી હતી. તથા હજારે ગણિકાઓની તે અગ્રેસર, પાયક - તથા સ્વામિની હતી. તે જ નગરમાં વિજયમિત્ર નામે સા વાહ રહેતા હતા. તે ધનધાન્યથી સંપૂર્ણ તથા સૌ સા`વાહાના નાયક હતા. તેને સુભદ્રા નામની રૂપગુણુસપન્ન સ્ત્રી હતી. તે અનેને ઉન્નિતક નામના સર્વાંગસુંદર પુત્ર હતા. તે અરસામાં ભગવાન મહાવીર ફરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમની સાથે તેમના પટ્ટશિષ્ય ગૌતમ પણુ હતા. તેમણે તે વખતે સાત ટકના ઉપવાસ કરેલા હતા. તેના પારણાને વખત થતાં પ્રથમ તે સ્વાધ્યાય-ધ્યાન વગેરેથી પરવાર્યાં. પછી શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈને તેમણે પેાતાની મૂમતી, વાસણા અને વસ્ત્રો તપાસી લીધાં, ૧. તેમની વિગતે માટે જીએ આ માળાનું ધર્માંક્થા પુસ્તક, પા ૨૦૧.. ૨ મૂળમાં ગધવ અને નાચ છે. ટીકાકારના જણાવ્યા મુજમ ‘ગધ’ એટલે નૃત્યયુક્ત ગીત, અને નાટય એટલે માત્ર નૃત્ય. " Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જિતની કથા તથા સા કર્યાં. ત્યારબાદ વાસણે। લઇ ને તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમને નમન કરીને, તેમની પાસેથી ઉચ્ચ-નીચ-મધ્યમ કુળામાં વિધિપૂર્વક ભિક્ષા માટે જવાની પરવાનગી માગી. પરવાનગી મળતાં, તે શારીરિક કે માનસિક ઉતાવળ છેાડી દઈ ને અસંભ્રાંત ચિત્તે, તથા ધૂંસરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા ભિક્ષા લેવા વાણિજ્યગ્રામ નગરમાં દાખલ થયા. રાજમામાં ક્રૂરતાં કરતાં તેમણે એક જગાએ અનેક હાથી-ઘેડા-મનુષ્ય વગેરેના સમુદાય જોયે।. હાથીને મુખ્તા આંધવામાં આવ્યાં હતાં, તેમના તંગ કસવામાં આવ્યા હતા, તેમની અને બાજુ ઘટા આંધવામાં આવી હતી, તેમના કંઠમાં વિવિધ મણુિએ અને રત્નાની માળાએ પહેરાવેલી હતી, બીજી રીતે પણ તેમને રંગ-રાગાનથી સારી પેઠે શણગારવામાં આવેલા હતા. તેમના ઉપર ધ્વજાએ અને પતાકાઓ ક્રૂરકી રહી હતી, તેમને પાંચ પાંચ મુગટ પહેરાવવામાં આવ્યા હતા, તેમના ઉપર તેમના માવતા ખેડેલા હતા, તથા વિવિધ શસ્ત્રાસ્ત્રો ગેાવેલાં હતાં. ઘેાડાએ પણ એ પ્રમાણે અખ્તર, શસ્ત્રાસ્ત્ર વગેરેથી સુસજ્જિત હતા. તેમનાં સુખામાં લગામ લગાવેલી હતી, તેમની કટી ચામર તથા દાથી સુશાભિત હતી, અને તેમના ઉપર તેમના સવારે આરૂઢ થયા હતા. પુરુષા પણ વચધારી, ચાપ ચઢાવેલા ધનુષ્યયુક્ત, તથા કંઠમાળાઓયુક્ત હતા. તેમણે તખતીએવાળા પટાએ પહેરેલા હતા. ૧૧ તે પુરુષાની વચ્ચે તેમણે એક દુર્ભાગી પુરુષને જોયા. તેને મુશ્કેટાટ બાંધવામાં આવ્યા હતા; તેનાં નાક, કાન કાપી Page #55 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ નાખવામાં આવ્યાં હતાં; તેને શરીરે તેલ ચેપડવામાં આવ્યું હતું; વષ્ય માણસને પહેરાવવામાં આવતાં એ વસ્ત્ર તેને પહેરાવવામાં આવ્યાં હતાં; તેને ગળે કસૂત્ર જેવી લાલ (કરેણના) ફૂલની માળા હતી; તથા તેને શરીરે ગેરુને રંગ ખરડવામાં આવ્યા હતા. તે સારી પેઠે ગભરાઈ ગયા હતા, તથા પાસે આવેલા મૃત્યુથી બીતા હતા. તેના માંસના તલ તલ જેવા ટુકડા કરી, તેને પેાતાને ખવરાવવામાં આવતા હતા. તેને ચાબુકાના સે કડા પ્રહાર કરવામાં આવતા હતા. તેની આસપાસ હજારા સ્ત્રીપુરુષ ટાળે મળ્યાં હતાં, તથા દરેક ચકલામાં ફૂટેલું નગારું વગાડી તેને વિષે આ પ્રમાણે દ્વેષણા કરવામાં આવતી હતી : • હે દેવાનુપ્રિયે ! આ ઝિતકને કાઈ રાજા કે રાજપુત્ર મારતા નથી; પણ તેનાં પેાતાનાં પાપ તેને મારે છે !' તેને જોઈ, ભગવાન ગૌતમને વિચાર આવ્યા કે, જરૂર આ ટેકરા પેાતાનાં પૂર્વે કરેલાં જૂનાં કાઈ અતિશય પાપી તથા અશુભ ત્યાનું માઢુ ફળ ભાગવી રહ્યો છે. ત્યારબાદ વાણિજ્યગ્રામમાં ઊંચાં-નીચાં કુળામાં ફ્રી, પેાતાને જોઈતી ભિક્ષા એકઠી કરી, તે ભગવાન મહાવીર પાસે પાછા આવ્યા. ત્યાં આવ્યાબાદ, તેમણે જવાઆવવામાં થયેલા દેાષાનું તથા ભિક્ષા લેતાં લાગેલા દેાષાનું ચિંતન તથા કબૂલાત ભગવાન આગળ કરી લીધાં, અને લાવેલાં અન્નપાન ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમણે પેાતાને ઊભા થયેશે! પ્રશ્ન તેમને કહી બતાવ્યા : હે ભગવન્! એ જીવ પૂર્વજન્મમાં કાણુ હતા, તેનું નામ શું હતું, તેનું ગેાત્ર શું હતું, તથા તે જન્મમાં એવું તે તેણે શું આચયું હતું, કે જેને કારણે આ જન્મમાં તે સાક્ષાત્ નરકની જ વેદના ભાગવે છે?’ २२ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉકિતકની કથા ભગવાને કહ્યું: “હે ગૌતમ ! જૂનાકાળમાં આ જ ભારતવર્ષમાં હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં સુનંદ નામે રાજ રાજ્ય કરતો હતો. હસ્તિનાપુરની વચ્ચે વચ્ચે સેંકડે થાંભલાઓ ઉપર ઊભે કરેલો એક ગેમંડપ હતો. તેમાં શહેરનાં સનાથ કે અનાથ એવાં સેંકડો ગાય-સાંઢબળદ–પાડીઓ વગેરે પ્રાણુઓ નિર્ભયપણે તથા કશી ફિકરચિંતા વિના સુખે પડી રહેતાં હતાં. ત્યાં તેમને ઘાસ-પાણું પણ પુષ્કળ મળતાં હતાં. . તે નગરમાં ભીમ નામનો વાઘરી (કૂટગ્રાહ) રહેતો હતો. તે ફાંદા નાખી જાનવરે પકડવાનો ધંધો કરતો હતો. તે બહુ દુષ્ટ, ક્રૂર તથા અધાર્મિક હતો. તેને ઉત્પલા નામની સ્ત્રી હતી. એક વાર તે ગર્ભિણું થઈ. ત્રણ માસ પૂરા થતાં તેને એવો દાહેર થયું કે, તે સ્ત્રીઓને ધન્ય છે, જેઓ ગાય, બળદ, પાડી, આખલા વગેરેનાં બાવલાં, આંચળ, વૃષણ, પૂંછડાં, ખૂધ, ખભા, કાન, આંખે, નસકોરાં, જીભ, હેઠ, ગોદડી વગેરે અવયવો રાંધીને, તળીને, ભૂંછને, સૂકવીને તથા મીઠું ચડાવીને, સુરા, મધ, તાડી, જાતિમા, સિધુ, પ્રસન્ના" વગેરે સાથે ખાઈ–ખવરાવીને પિતાને દેહદ પૂરે કરે છે. હું પણ તેમ કરું તો કેવું !” ૧. ગળે લટક્તી જાડી ચામડી. ૨. મૂળ મેર છે. ટીકાકાર તેને “તાપનિષત્રમપુ' અર્થ ૩. જાતિ (ભાઈ) નાં ફૂલ જેવા રંગનું. ૪. ગોળની રાખમાંથી બનાવેલ દારૂ. ૫. દ્રાક્ષાદિન દાફ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાપ, પુણય અને સંયમ પરંતુ પિતાને દોહદ પૂરો ન થવાથી તે સુકાવા લાગી તથા ફીકી પડવા લાગી. તેનું મેં ઉદાસ–દીન બની ગયું, તેનું મુખકમળ નીચું નમી ગયું, તેણે પિતાને ઉચિત પુષ્પ વસ્ત્રગંધ-માલ્ય-અલંકાર તથા હાર વગેરેને ઉપયોગ કરવો છેડી દીધે, તેની કાંતિ હાથમાં મસળી નાખેલી કમળમાળાની જેમ ચીમળાઈ ગઈ, તેની સારાસાર બુદ્ધિ ચાલી ગઈ, તથા તે હાથ ઉપર માથું ટેકવી ચિંતાતુર બેસી રહેવા લાગી. પેલા ભીમે પોતાની સ્ત્રીની આ દશા જોઈને તેને તેમ થવાનું કારણ પૂછયું. ત્યારે તેણે પિતાનો દેહદ તેને કહી સંભળાવ્યો. તે સાંભળી ભીમે તેને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! તું આટલા માટે ચિંતા શાને કરે છે? હું હમણાં જ તારે દેહદ પૂરે કરું છું. આ પ્રમાણે મનગમતાં વચનોથી ભીમે તેને આશ્વાસન આપ્યું. ત્યારબાદ ભીમ મધરાતે ઊઠયો તથા બીજા કોઈને સાથે લીધા વિના, પોતાનાં આયુધાદિ સજી, ઘર બહાર નીકળ્યો, અને નગરની મધ્યમાં આવેલા પેલા ગોમંડપમાં જઈ, ત્યાં બેઠેલાં ગાય વગેરે પશુઓના સંખ્યાબંધ અવય કાપી લાવ્યો. પછી તેની સ્ત્રીએ તે અવયવ રાંધી–સેકીને, દારૂ, મધ વગેરે સાથે પોતાનો દેહદ પૂરો કર્યો. ત્યારબાદ તે પિતાને ગર્ભ સુખથી ધારણ કરવા લાગી. નવ માસ પૂરા થતાં ઉત્પલાએ એક પુત્રને જન્મ આપ્યું. તેણે જન્મતાંવેંત એવી તો મેટી ભયંકર ચીસ પાડી, કે નગરમાં કેટલાંય ગાય-બળદ વગેરે જાનવર ત્રાસ Page #58 -------------------------------------------------------------------------- ________________ - ઉઝિતકની કથા પામી આમથી તેમ દેખાદેડ કરવા લાગ્યાં. તેનાં માતપિતાએ તે ઉપરથી તેનું નામ “ગેત્રાસ” પાડયું. ધીમે ધીમે તે ગાત્રાસ મેટ થયા. વખત જતાં તેને આપ ભીમો ગુજરી ગયો. તેની પાછળ ગોત્રાસે. રડતાં રડતાં સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી. એક વખત સુનંદ રાજાએ ગત્રાસને જોઈ તેને પોતાનો ફૂટગ્રાહ’૧ બનાવ્યું. તે પણ બાપ જેવો ક્રૂર તથા અધર્મી થયે. વારેવારે તે મધરાતે ઘેરથી નીકળી, પિલા મંડપમાં જઈ, ત્યાં બેઠેલાં જાનવરોના અવયવો કાપી લાવતો અને દારૂ વગેરે સાથે ખાઈને મજા કરતો. આમ પાંચ વર્ષનું પિતાનું દીર્ઘ આયુષ્ય પૂરું થતા સુધી આવાં આવાં દુષ્ટ કૃત્ય વડે બહુ જ પાપકર્મ ભેગું કરી, તે અંતે દુઃખે તરફડતો મરણ પામ્યો, અને બીજા નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયું. ત્યાં વધારેમાં વધારે ત્રણ સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય છે. પેલા વિજયમિત્ર શેઠની સ્ત્રી સુભદ્રાને મરેલાં છોકરાં જ જન્મતાં હતાં. (તેનાં બાળકે જન્મતાંવેંત મરી જતાં હતાં.) હવે પેલો ગોત્રાસને જીવ બીજા નરકમાંથી ઍવીને વાણિજ્યગ્રામ નગરમાં વિજયમિત્ર શેઠની સુભદ્રા શેઠાણના ગર્ભમાં આવ્યો. નવ માસ પૂરા થતાં શેઠાણીએ પુત્રને જન્મ આપે. જન્મતાંવેંત તેને અપવિત્ર ઉકરડા ઉપર મૂકી દેવામાં આવ્યો; અને પછી પાછે આણવામાં આવ્યો. ત્યારબાદ શેઠાણું તેને કાળજીથી ઉછેરવા લાગ્યાં. ૧. ફાંદા નાખી જાનવરો પકડનાર, ૨. મૂળના શબ્દોમાં તે “જાતનિતા' હતી. ' Page #59 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ શેઠશેઠાણુએ કુળના રિવાજ મુજબ પોતાના પુત્રના જન્મ વખતના સર્વ સંસ્કાર ઠાઠમાઠથી કર્યા. ત્રીજે દિવસે તેને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું, છઠ્ઠી રાત્રે જાગરણવિધિ કર્યો, તથા અગિયાર દિવસ પૂરા થતાં બારમે દિવસે તેનું ગુણ પ્રમાણે ઉજિઝતક નામ પાડ્યું; કારણ કે જન્મતાંવેંત તેને ઉકરડે તજી દેવામાં (ઉજિઝત) આવ્યો હતો. ત્યારબાદ વિવિધ ધા અને આયાઓ દ્વારા કાળજીથી ઉછેરાતો તે ઉજિઝતક સુખે મોટો થવા લાગ્યો. એક વખત વિજયમિત્ર શેઠ નાવમાં સર્વ પ્રકારને માલ ભરી, લવણસમુદ્ર વીંધતા વેપારે નીકળ્યા. રસ્તામાં નાવ ડૂબતાં શેઠ તેમ જ તેમનો બધો માલ દરિયાને તળિયે જઈને બેઠાં. વિશેઠને દરિયામાં ડૂબી ગયેલ જાણું, જે જે નાના-મોટા શેઠે, અમલદારે કે દરબારીઓ પાસે વિજયશેઠનું લેણું હતું, તે બધું તેઓ દબાવી બેઠા. સુભદ્રા શેઠાણું તે શેઠના મરણના સમાચાર સાંભળી કુહાડાથી કપાયેલી ચંપકલતાની જેમ શાકનાં માર્યા જમીન ઉપર ધસ દઈને ૧. ધવડાવનારી, નવરાવનારી, શણગારનારી, રમાડનારી અને ખાળે રાખનારી. - ૨. નંગ ગણીને વેચી શકાય તેવ, તળીને વેચી શકાય તેવો માંપીને વેચી શકાય તેવો, અને પારખીને વેચી શકાય તેવો (જે ..કે હીરા, રત્ન ઈ). ૩. મૂળમાં માંડલિક (રાજા), યુવરાજ (ઈશ્વર), તલવરે (રાજાના માનીતાઓ), મડબ (ગામ) ના માલિકે, કૌટુંબિકે, ઇ (તવંગરે), શ્રેષ્ઠી (નગરશેઠે), સાર્થવાહ (સંધપતિઓ) એટલા છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જિતની થા ગડી પડવાં. ત્યારબદ થાડે વખતે કળ વળતાં, તેમણે પેાતાનાં સગાંવહાલાં સાથે મળીને રડતાં—કૂટતાં વિજયમિત્ર શેઠનું લૌક્રિક (શ્રાદ્ધાદિ) કૃત્ય કર્યું. ત્યારબાદ પેાતાના પતિને યાદ કરીકરીને ઝૂરતાં ઝૂરતાં તે પણ ઘેાડા દિવસ બાદ, મરણ પામ્યાં. સુભદ્રા શેઠાણીને મરણ પામેલાં જાણી, તે શહેરના પેાલીસ અમલદારે એ તેને ઘેર જઈ, તેમાંથી નાના ઉઝિતકને હાંકી કાઢ્યો, અને તે ધર ખીજા કોઈ ને આપી દીધું. રઝળતા અનેલે તે ઉઝિતક પછી શહેરની ગલીઓ-ચૌટાંઓમાં રખડતા-આખડતા ગુજારા કરવા લાગ્યા, અને ધીરે ધીરે જુગારખાનાંઓ, વેશ્યાવાડા, દારૂનાં પીઠાં વગેરે ચળાએ કમાણી કરતા સુખે મોટા થવા લાગ્યા. તેને કાઈ દારનાર તે। હતું નિહ, કે કાઈ વારનાર પણ હતું નહિ; એટલે તે સ્વચ્છંદી બન્યા, ગમે ત્યાં જતા આવતા બન્યા, દારૂડિયા બન્યા, ચાર બન્યા, જુગારી અન્યા, વેશ્યાગામી બન્યા, અને પરસ્ત્રીગામી બન્યા. ધીમે ધીમે તે કામધ્વજા ગણિકાના પ્રસંગમાં આવ્યે અને તેની સાથે ઉત્તમ માનુષી ભેગા ભાગવતા વિહરવા લાગ્યું. એ વાણિજ્યગ્રામ નગરમાં મિત્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ શ્રીદેવી હતું. એક વખત શ્રીદેવીની ચેાનિમાં શૂલરાગ ઉત્પન્ન થયે!. તેથી મિત્રરાજા તેની સાથે કામભાગ ભાગવવાને અસમર્થ અન્યા. પછી તે રાજાએ કામધ્વજા ગણિકાને પેાતાની ઉપપત્ની બનાવી, અને પેલા ઉજ્જિતકને તેના ધરમાંથી કઢાવી મૂક્યો. પરંતુ પેલે ઉન્નિતક ૧. મૂળમાં ૮ નૌતિજ્ઞઃ' છે. આ પેાલીસ અમલદારની જોહુકમી પણ નવાઈ પમાડે તેવી દેખાય છે ! Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પા૫, પુણ્ય અને સ યમ તો તે ગણિકામાં જ મેહિત તથા આસક્ત થઈ ગયો હતો, તેથી તેને બીજે ક્યાંય સ્મૃતિ, રતિ, કે ધૃતિ પ્રાપ્ત થઈ શક્યાં નહિ. તેનું ચિત્ત, તેની વૃત્તિ, તેની પ્રવૃત્તિ, તેના પ્રયત્નો, તેની પ્રક્રિયે અને તેની ભાવના કામધ્વજામાં જ ગૂંથાઈ ગયેલાં હતાં. તેથી તે ચોરીછૂપીથી કામ વજાના ઘરમાં પેસવાની તક શોધતે વિચારવા લાગ્યો. એક વખત તેવી તક મળતાં તે છાનામાનો કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે કામગ ભોગવવા લાગ્યો. એટલામાં મિત્રરાજા નાહી-ધોઈ, પરવારી, સર્વ અલંકારોથી વિભૂષિત થઈ, નોકર–ચાકરથી વીંટળાઈ, કામધ્વજાને ત્યાં આવી પહોંચ્યા. પરંતુ પેલા ઉજિઝતકને કામ ધ્વજા સાથે વિહાર કરતો જોઈ તે એકદમ ગુસ્સે થઈ ગયો, અને કપાળે ભવાં ચડાવી તેણે પોતાના નોકરને ઉજિઝતકને પકડવાને હુકમ આપ્યો. ત્યારબાદ ધપા, મુક્કા, તથા ઢીંચણ, કર્ણ વગેરેને માર મરાવી તેનાં હાડકાં-પાંસળાં તેણે ત્યાં ને ત્યાં ભગાવી નાખ્યાં. પછી તેને મુશ્કેટાટ બંધાવી, ગામમાં ફેરવી તેને વધ કરવાને તેણે હુકમ આપ્યો. આ સાંભળી ગૌતમે પૂછયું : “હે ભગવન! આ ઉજિઝતક અહીંથી ભરીને ક્યાં જશે તથા ક્યાં ઉત્પન્ન થશે? ૧. “લેશ્યા”. ૨. “દેવતાઓને બલિ અપ, કૌતુક-મંગલ કરી, ખરાબ સ્વપ્ન વગેરેના દેષનિવારણ અર્થે પ્રાયશ્ચિત્તાદિ કરી,'- એટલી વિગતો સમજવી. ૩. મૂળમાં, “કપાળે ત્રણ કલાચળીઓ પાડી’ એમ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ હાજઝાકના કથા મહા – હે ગૌતમ! આજે જ પિતાનું ૨૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી, દિવસને ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શળીએ ચડી, તે મરણ પામશે અને રત્નપ્રભા પૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી એવી તે જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલા વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનર તરીકે ઉત્પન્ન થશે. જુવાનીમાં આવતાં તે પિતાના પશુગમાં અત્યંત આસક્ત ચશે, અને પિતાના ટોળામાં જેટલાં જેટલાં નર બચ્ચાં ઉત્પન્ન થશે તે બધાંને [ હરીફબુદ્ધિથી ] મારી નાખશે. એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થતાં તે જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલા ઇકપુર નગરની ગણિકાઓના કુળમાં પુત્ર તરીકે જન્મશે. તેનાં માતપિતા જન્મતાંવેંત તેની પુરુષઈકિય કાપી નાખશે, અને પછી તેને નપુંસક તરીકે ઉછેરશે. બારમે દિવસે તેનું નામ પ્રિયસેન નપુંસક' પાડવામાં આવશે. ઉમરે આવતાં તથા બધી નપુંસક-કળાઓ શીખી રહેતાં તે યુવાની અને રૂપની બાબતમાં ઉત્તમ બનશે. પછી તે પ્રિયસેન તે નગરના માંડલિકો, યુવરાજે, જાગીરદાર, કુટુંબીઓ, શેઠે, વેપારીઓ વગેરેને બહુ વિદ્યાઓના પ્રાગેથી, મંત્ર, ચૂર્ણોથી કે વશીકરણ પ્રયોગથી વશ કરીને ખૂબ પૈસા પડાવશે અને મેજ-શેખ કરશે. એ રીતે ઘણું પાપકર્મ બાંધીને ૨૧૦૦ વર્ષનું લાંબું આયુષ્ય પૂરું કરી, તે પ્રિયસેન રત્નપ્રભા પૃથ્વીમાં ૧. મૂળમાં વિગતે આ પ્રમાણે છે: હદયન એટલે કે હિપનેટિઝમ કરવું, નિદ્રવન એટલે કે ઠગાયા લૂંટાયા છતાં સામો માણસ વાત બહાર ન પાડી શકે તે તેને આંજી નાખ, પ્રસ્તાવ એટલે કે સામે માણસ પલળી જઈને વશ થાય તેવી વિદ્યા તથા તેવા બીજા પણ અભિગિક ઉપાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ B પાષ, પુણ્ય અને સચત્ર નારકી જીવ તરીકે ઉત્પન્ન ચશે. ત્યાંથી ચ્યવી તે પેટે ચાલનાર સાપ થશે, એમ બધું (પાન ૧૬) ઉપર જણાવ્યા પ્રમાણે (પાન ૧૭ સુધી) અનુભવીને અંતે તે જ બુદ્રીપના ભારતવષ માં આવેલી ચંપા નગરીમાં કરી પાડેા થશે. ત્યાં ગુસ્સે થયેલા ગાવાળા તેને મારી નાખશે. પછી તે ચંપા નગરીમાં નગરશેઠના ધરમાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં તે સાધુસંતા પાસેથી ઉપદેશ સાંભળી સાધુ થશે, અને સાધુપણું અરાબર પાળી, સૌધકલ્પમાં દેવ તરીકે જન્મશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મી, કરી સાધુપણું માળી, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુ:ખાને અંત લાવશે. Page #64 -------------------------------------------------------------------------- ________________ અભસેનની કથા જૂના કાળમાં પુરિમતાલ નામે નગરમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરના ઈશાન ખૂણામાં સરહદ ઉપર એક ઝાડી હતી. તે ઝાડીમાં “શાલાટવી” નામને ચેરેને એક અો હતો. તે અડ્ડો પર્વતના વિષમ ભાગમાં આવેલો હત; તેની આસપાસ વાંસની ગીચ ઝાડી હતી; તૂટી પડેલી મોટી મોટી ભેખડે વડે જ તેની આસપાસ વિષમ ખાઈ બની ગઈ હતી; તેની અંદર પાણીની પૂરતી સગવડ હતી, પણ તેની આજુબાજુ ક્યાંય પાણીનું નામનિશાન પણ નહોતું; તેમાં નાઠાબારીઓ અનેક હતી; તેની અંદર અમુક પરિચિત લોકો જ જા-આવ કરી શકતા હતા; તથા આ બધાં કારણોથી ગમે તેટલું મોટું લશ્કર તેની આસપાસ ધમપછાડા કર્યા કરે તો પણ તેનું કંઈ વળે તેમ નહોતું. તે શાલાટવીમાં વિજય નામે ચેરેને સેનાપતિ રહેતો હતું. તે બહુ અધમ, કુશીલ તથા અનાચારી હતો, અને અધર્મી કૃત્યો વડે જ આજીવિકા ચલાવતો હતો. અનેક લોકે તથા પ્રાણુઓને હણવા–દવા–મેદવા-કાપવા વડે તેના હાથ લોહીથી ખરડાયેલા જ રહેતા હતા; તથા ચારે તરફનાં નગરમાં તેની હાક વાગી ગઈ હતી. તે બહુ શરવીર, દઢ પ્રહારી, સાહસિક, શબ્દવેધી, તથા તલવાર ચલાવવામાં એક્કો Page #65 -------------------------------------------------------------------------- ________________ ર પાપ, પુણ્ય અને સયમ હતા. તેના હાથ નીચે બીજા પાંચસેા ચેારા તે શાલાટવીમાં રહેતા હતા. તે ઉપરાંત પણ તે ખીજા અનેક ચેર, પરસ્ત્રીગામી, ખીસાકાતરુ, ખાતરપાડુ, જુગારી-વ્યસની તેમ જ .હાથ-કાન-નાક કાપી દેશપાર કરેલા અનેક લેાકેાના આશ્રયસ્થાનરૂપ હતા. તે વિજય ગામનગર ભાગીને, ઢાર હાંકી જઈ તે, લેાકેાને કેદ પકડી જઈને, પાઠ-વણુજારા લૂંટીને, મુસાને હેરાન કરીને, કે ખાતર પાડીને પુરિમતાલ નગરના ઈશાન ખૂણા તરફના ભાગાને રંજાડતા હતા, ગભરાવતા હતા તથા ઉર્જાડતા હતા. અનેકાને તેણે ઘરબાર વિનાના કે ધન-ધાન્ય વિનાના કરી મૂક્યા હતા. મહામલ રાજાની મહેસૂલ પણ તે ધણીવાર લૂંટી લેતા હતા. તે વિજયને સુન્દુશ્રી નામની પત્ની, તથા અભદ્મસેન નામના પુત્ર હતાં. પછી એક વખત મહાવીર ભગવાન કરતા કરતા પુરિમતાલમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી, રાજા તેમ જ નગરજને ટાળાબંધ તેમને દર્શને આવ્યા. મહાવીરે પણ તેમને સદુપદેશ આપ્યા. ત્યારબાદ સૌ વીખરાઈ ગયા. ભિક્ષાને વખત થતાં ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ પુરિમતાલ નગરમાં આવ્યા. રાજમામાં તેમણે ધાડેસ્વારા વગેરેની વચમાં એક પુરુષને જોયા. તેને ચાબુક વગેરેથી સખત મારવામાં આવતા હતા, તથા ફૂટલા નગારા વડે તેની જાહેરાત કરવામાં આવતી હતી. પહેલુ ચકલું આવતાં રાજપુરુષાએ ૧. મૂળમાં ખડપટ્ટ' શબ્દ છે તેના શબ્દાર્થ ચીથરેહાલ’ થાય. જુગાર વગેરેનાં વ્યસનાથી જેમને પહેરવાનાં પણ કપડાં પૂરતાં નથી તેવા. Page #66 -------------------------------------------------------------------------- ________________ અલગ્નસેનની થા આઠ નાના કાપી તે પુરુષના કાકાઓને તેના દેખતાં નાખ્યા, પછી તે પુરુષને સારી પેઠે માર્યાં બાદ તે કાકાઓના રાઈ રાઈ જેટલા ટુકડા તેને ખવરાવ્યા, અને તેમનું લેાહી તેને પિવરાવ્યું. પછી બીજું ચકતું આવતાં તેની આ નાની કાકીઓને કાપી નાખી; પછી તેને ખૂબ મારીને, તે કાકીએના ટુકડા ખવરાવ્યા અને તેમનું લેહી તેને પિવરાવ્યું. એ પ્રમાણે ત્રીજા ચકલામાં તેના મેટા આઠ કાકાઓને, ચેાથા ચકલામાં તેની મેટી આઠ કાકીઓને, પાંચમા ચકલામાં પુત્રોને, છઠ્ઠામાં તેમની વહુને, સાતમામાં જમાઈ આને, આઠમામાં દીકરીઓને, નવમામાં પૌત્રોને, દશમામાં પૌત્રીઓને અગિયારમામાં પૌત્રીના પતિઓને, બારમામાં પૌત્રાની વહુને, તેરમામાં વાએને, ચૌદમામાં ફેઈ એને, પંદરમામાં માસાઓને, સેાળમામાં માસીએતે, સત્તરમામાં મામીએને, અને અઢારમામાં બાકીના મિત્રા, નાતીલાઓ, સ્વજને (મામાના પુત્રા ઇ॰ ), સંબંધીએ ( સસરા, સાળા ૪) અને પરજનેા (દાસ-દાસીએ વગેરે )ને કાપીકાપીને તેમનું માંસ તથા લેાહી તેને મારી-મારીને ખવરાવવા–પિવરાવવામાં આવ્યાં. આ બધું જોઈ ને ગૌતમે વિચાયું કે, આ માણસે ખરેખર પૂર્વે ઘણાં ભારે પાપકર્મો કર્યાં. હાવાં જોઈ એ. ઉતારે પાછા આવી, તેમણે ભગવનને પેાતાની શંકા સંભળાવીને પૂછ્યું': હું ભગવાન્ ! આ પુરુષ પૂર્વ જન્મમાં કાણુ હતા, તથા તેણે કેવાં કર્મો કર્યાં હતાં, કે જેમનું તેને આવું કારણું ફળ ભાગવવું પડે છે? पा ३ 38 Page #67 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ ત્યારે ભગવાને કહ્યું ; હૈ ગૌતમ! પહેલાં આ પુરિમતાલ નગરમાં ઉદિત નામે રાજા રાજ્ય કરતા હતા. તે વખતે તે નગરમાં નિણૅય નામે ઈંડાંના વેપારી વસતા હતા. તે મહા અધર્મી તથા ક્રૂર હતા. તેના કેટલાય નેકરચાકરે! રાજ વાંસી, કાદાળા, કરડિયા વગેરે સાધના લઈ ને ગામ બહાર જતા, અને કાગડી, ઘૂવડી, કબૂતરી, ટિટાડી, બગલી, ઢેલ, કૂકડી વગેરેનાં તેમજ બીજા પણ અનેક જલચર, સ્થલચર, ખેચર વગેરે પ્રાણીઓનાં ઈંડાં ભેગાં કરી લાવતા. પછી પેલા નિર્ણાયના રસાયા તે ઈંડાંને તવાઓ, કઢાઈ આ, તાવડા, કલાડાં, અને અંગારા ઉપર તળતા, ભૂંજતા કે સેકતા; અને પછી તેમને રાજમા ઉપર આવેલા બજારમાં વેચતા, અને કમાણી કર્તા. નિય પાતે પશુ તે બધાં તળેલાં સેકેલાં બાફેલાં ઈંડાં ખૂબ ખાતા, અને દારૂ પી મજા કરતા. એ પ્રમાણે તે નિય હજાર વર્ષોંનું પેાતાનું આયુષ પૂરું કરી, બહુ જ પાપકમ બાંધીને મરણ પામ્યા, અને ત્રીજી નરકભૂમિમાં નારકી જીવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય સાત સાગરાપમ વર્ષનું હેાય છે. સ ત્યાંથી ચ્યવી, તે શાલાટવીમાં વિજય નામના:ચારાના સેનાપતિને ત્યાં, તેની સ્ક ંદશ્રી પત્નીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયેા. ત્રણ માસ પૂરા થતાં તે કદશ્રીને એવા દેહ્રદ ઉત્પન્ન થયે। કે, ‘તે માતાઓને ધન્ય છે, જે પેાતાના મિત્ર-નાતીલા-સ્વજન-સંબધી—પરિજન વગેરેતી સ્ત્રીએ તેમ જ ખીજી પણ સ્ત્રીઓથી વીંટળાઈ ને, નાહી-ધાઈ, વસ્ત્રાલ કારથી વિભૂષિત થઈ, ખૂબ ખાન-પાનથી ઉજાણી કરે છે; અને ત્યારબાદ મુખવાસાદિ પરવારી, પુરુષનાં વસ્ત્રો પહેરી, કચ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અભગ્નસેનની કથા આંધી, ધનુષ્ય ચઢાવી, ગળે હાર પહેરી, પાટો બાંધી, જુદાં જુદાં શસ્ત્રાસ્ત્રો ધારણ કરી, ઢાલ ભરવી, તલવાર ખેંચી, ખભે ભાથું લટકાવી, ધનુષ્ય ઉપર બાણ ખેંચી, પાશ (ગોફણ કે ફાંસી) વીંઝી, જાંઘ સુધી લટકાવેલા ઘંટ વગાડતા વગાડતાં, રણશીંગના અવાજ વચ્ચે, આનંદની કિલકારીઓ, તથા સિંહનાદેથી આકાશને સમુદ્રની ગર્જનાઓની પેઠે ભરી મૂકી, આખા નગરમાં બધું જોતાં જોતાં પગે ચાલતી ફરે છે, અને પિતાનો દેહદ પૂરે કરે છે. હું પણ ભારે દેહદ તે રીતે પૂરો કરું તો કેવું સારું!' ઘણા વખત સુધી પિતાને દોહદ પૂરો ન થવાને કારણે સ્કંદશ્રી સુકાઈ ગઈ, તથા તેની કાંતિ ફીકી પડી ગઈ પછી વિજયના જાણવામાં તે વાત આવતાં તેણે બધી સગવડ કરી આપીને તેનો દેહદ યથેષ્ટ પૂરો કર્યો, એટલે તે આનંદથી પોતાના ગર્ભને વહન કરવા લાગી. નવ માસ પૂરા થતાં તેણે એક પુત્રને જન્મ આપ્ય, વિજયે તે નિમિત્તે દશ રાત્રી પહોંચનારો જન્મ મહોત્સવ ભારે ધામધૂમથી ઊજવ્ય, અને અગિયારમે દિવસે બધાં સગાંવહાલાંને આમંત્રી, તેમને યથેષ્ટ જમાડી–તૃપ્ત કરી, તે બધાંની સમક્ષ તે પુત્રનું તેની માતાના દેહદ ઉપરથી “ અભગ્નસેન' એવું નામ પાડયું. પછી તે અગ્નિસેન જુદાં જુદાં કામ માટેની પાંચ જુદીજુદી ધાત્રીઓ વગેરે દ્વારા કાળજીપૂર્વક ઉછેરાતોર, કંદરામાં વધતા ચંપાના - ૧. કે ધનુષ્ય વાપરતા પહેલાં પહેરવાનાં મેન પહેરી, કે ધનુષ્ય લટકાવવાનો પટ પહેરી. 1. ૨. જન્મમહોત્સવ, ધાત્રી વ્યવસ્થા, વગેરે બાબતોના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૧૨-૧૪. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩} પાપ, પુણ્ય અને સયમ વૃક્ષની જેમ મોટા થવા લાગ્યા. યેાગ્ય સમય થતાં તેને સરખી ઉમરની, તથા સરખાં રૂપ-લાવણ્ય-યૌવનવાળી, આ કન્યાએ સાથે પરણાવવામાં આવ્યેા. તે સમયે તેનાં માષિતાએ તેને પુષ્કળ હિરણ્ય-સુવર્ણ, વાહન, દાસદાસી વગેરે પ્રીતિદાનમાં આપ્યાં. તે પ્રીતિદાન પેઢીએ સુધી ખૂટે તેમ નહેાતું. ત્યાર બાદ અભગ્નસેન તે સ્ત્રીએ સાથે ગાનતાન અને વિલાસમાં રહે છે, તથા મનુષ્યભાગ્ય સર્વ પ્રકારનાં સુખે આનંદથી ભાગવે છે. કાળક્રમે વિજયચેારનું મૃત્યુ થતાં, બધા ચેરેએ અલગ્નસેનને જ પેાતાના સેનાપતિ ચૂંટયો. ત્યાર બાદ અભગ્નસેન પણ પેાતાના પિતાની માફક ગામ-નગર ભાગતા, તથા લેાકેાને ર્જાડતા, ખૂનામરકી અને લૂટકાટથી પુષ્કળ દ્રવ્ય ભેગું કરતા વિહરવા લાગ્યા. એક વખત તેના ત્રાસથી ત્રાસેલા લેાકેા ભેગા થઈ, તથા મેટું નજરાણું લઈ, મહાબલ રાજા પાસે ગયા, અને તેની આગળ અભગ્નસેનના ઉપદ્રવાની રાવ ખાતા અર્જ કરવા લાગ્યા કે, ‘હે સ્વામી! આપના બાહુએની છાયામાં અમે નિયપણે ઉદ્દેગરહિત થઈ ને સુખે વસીએ તેમ કરે.’ અભગ્નસેનના અત્યાચારાની વાત સાંભળી, મહાબલ રાજા ખૂબ ગુસ્સે થયે!, અને તેણે તરત પેાતાના સેનાપતિને મેલાવ્યે અને તેને હુકમ કર્યો કે, તમે તરત જ જઈ ચારાની શાલાટવી ઘેરી લેા, અને અભગ્નસેનને જીવતા પકડી મારી સામે રજૂ કરા. સેનાપતિ આ સાંભળી, પેાતાનું લશ્કર તૈયાર કરી, શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત થઈ, ડંકા અજાવતા શાલાટવી તરફ Page #70 -------------------------------------------------------------------------- ________________ અભગ્નસેનની કથા જવા નીકળ્યો. આ બાજુ જાસૂસેએ રાજસેનાપતિ શાલાટવી તરફ આવવા નીકળ્યાના સમાચાર અભગ્નસેનને પહોંચાડી દીધા. એ સમાચાર સાંભળી, અભગ્નસેને પેાતાના પાંચસે ચારેતે મેલાવી મંગાવ્યા, અને તેમને બધી વાત કહી સંભળાવીને સૂચવ્યું કે, સેનાપતિ આપણી શાલાટવીની નજીક આવી પહોંચે ત્યાર પહેલાં જ અધવચ તેને રાકવા એ ઠીક પડશે. પેલા ચેારાએ પણ એ યાજનાને અનુમાદન આપ્યું. પછી બધા સારી પેઠે ખાઈ-પી તથા દારૂ પીને, ભીનાં ચામડાં શરીરે પહેરી, ભાથાં સજી, તલવાર વગેરે સાથે નમતે પહેારે નીકળ્યા અને એક વિષમ ઝાડીમાં પડાવ નાખીને સેનાપતિના આવવાની રાહ જોતા સતાઈને ઊભા રહ્યા. સેનાપતિ આવતાં જ બધાએ અણુધાર્યોં છાપા માર્યાં, અને તેના લશ્કરને વેરણ-છેરણ કરી નાખી સેનાપતિને ભગાડી મૂકયો. પેલા સેનાપતિ વીલે મેઢે તથા ધવાયેલે શરીરે મહાબલ રાજા પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! ચેારસેનાપતિ અભગ્નસેન એવી વિષમ જગાએ ખાનપાનની સંપૂર્ણ તૈયારી સાથે પડાવ નાખીને પડેલે છે કે, તેને ગમે તેવા મેટા લશ્કરથી પણ હરાવીને પકડવા સહેલે। નથી.” ૩. પછી રાજાએ સામ-દામ અને ભેદથી અલગ્નસેનને નમાવવાની યાજનાએ વિચારવા માંડી. તેણે પ્રથમ તે અભગ્નસેનના જે મત્રી વગેરે ખાસ પરિચયના માણસા હતા, કે તેના ચેલાએ જેવા કે અંગરક્ષક જેવા હતા, તેમજ તેનાં જે મિત્ર-નાતીલાં સગાં-સંબંધી વગેરે હતાં તે બધાંને પુષ્કળ ધનસુવર્ણ રત્ન વગેરે અમૂલ્ય વસ્તુએ આપી-આપીને ફે।ડવા માંડયાં. તેમજ અભગ્નસેનને પણ વારંવાર કમતી કે અમૂલ્ય, તથા Page #71 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ રાજાને યોગ્ય નજરાણું એકલી એકલીને વિશ્વાસ ઉપજાવવા માંડો. ત્યાર પછી રાજાએ પુમિતાલ નગરમાં છૂપાં બારીબારણાં તથા ઓરડાઓ-ભેરાંઓવાળું એક મોટું, સેંકડો થાંભલાઓવાળું સુંદર મકાન તૈયાર કરાવ્યું. તે મકાન તૈયાર થઈ ગયા બાદ તેણે પોતાના નગરમાં દશ રાતને એક માટે ઉત્સવ જાહેર કર્યો. તે દરમ્યાન રાજાના મહેસૂલવેરા તેમ જ કરવેરા, ઝડતી–જપ્તીઓ, કે દંડ-વસૂલાતની બંધી કરવામાં આવી હતી; આખી પ્રજાનાં સર્વ પ્રકારનાં દેવાં રાજ્ય તરફથી ભરપાઈ કરી દેવામાં આવ્યાં હતાં; તે ઉત્સવમાં મૃદંગે સતત વાગ્યા જ કરવાનાં હતાં; ફૂલોની માળાઓ કરમાવાની જ નહોતી, ગણિકાઓ અને નટે ખેલ કર્યા જ કરવાનાં હતાં; પ્રેક્ષકો ખાલી થવાના જ નહોતા, તથા આનંદમાં ઘેલા થયેલા લોકો વડે તેની શોભા અનેરી થવાની હતી. પછી મહાબલરાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, “હે દેવાનુપ્રિય! તમે શાલાટવીમાં અભગ્નસેન પાસે જાઓ; અને તેને હાથ જોડી, આ પ્રમાણે નિવેદન કરે કે, “હે દેવાનુપ્રિય ! મહાબલરાજાએ પોતાના નગરમાં આ પ્રકારનો દશ રાતને મહાન ઉત્સવ જાહેર કર્યો છે. તે તમારા ભાગની પુ૫–વસ્ત્ર-ગંધ-માલ્ય-અલંકાર વગેરે ૧. અર્થાત્ સતત નવી માળાએ આપ્યા કરવાની હતી. ૨ “કુટુંબના ” એ અર્થ લેવાને બદલે “ તહેનાતના” એવો અર્થ લેવો જોઈએ. Page #72 -------------------------------------------------------------------------- ________________ અલગ્નસેનની કથા સામગ્રી તેમ જ ખાનપાન અમે અહીં પહોંચતું કરીએ કે, તમે પોતે જ નગરમાં પધારશે?” પેલા કૌટુંબિક પુરુષે રાજાને સંદેશો લઈને લાંબી લાંબી મજો કર્યા વિના સુખેથી પડાવ નાખતા તથા ભાથું ખાતા શાલાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જઈ તેમણે અભગ્નસેનને રાજાનો સંદેશે કહી સંભળાવ્યું. તે સાંભળી અભગ્નસેને જવાબમાં કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! હું જાતે જ નગરમાં ખુશીથી આવીશ.' ત્યાર બાદ તેણે પેલા કૌટુંબિક પુરુષોને સત્કારપૂર્વક વિદાય કર્યા. પછી અગ્નિસેન સ્નાનાદિ પરવારી, યોગ્ય વસ્ત્રાલ કારાથી વિભૂષિત થઈ, રાજાના નગરમાં આવ્યું. રાજા પાસે જઈ, તેણે “તમારો જય થાઓ!” “તમારે જય થાઓ!' એમ કહી તેનું અભિનંદન કર્યું, તથા ભારે કીમતી નજરાણું ભેટ કર્યું. રાજાએ પણ હર્ષપૂર્વક તે નજરાણુને સ્વીકાર કર્યો; તથા અગ્નિસેનનો સત્કાર કરી, તેને પેલા નવા બંધાવેલા મહેલમાં ઉતારે આપે. ત્યાર બાદ રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને કહ્યું કે, હે દેવાનુપ્રિયે! તમે તે મહેલમાં ખૂબ ખાન-પાન, દારૂ મદિરા, તથા પુષ્પ–વસ્ત્ર-ગંધર્માલ્ય–અલંકાર વગેરે સામગ્રી લઈ જાઓ, અને અભગ્નસેનને આપો. અગ્નિસેન પણ પિતાના મિત્ર–નાતીલા–સગાંસંબંધી વગેરે સાથે એ બધું ખાનપાન ભગવતે આનંદ કરવા લાગ્યા. પછી લાગ જોઇ, મહાબલ રાજાએ પુરિમતાલ નગરના દરવાજા એકદમ બંધ કરાવી દીધા તથા અચાનક છાપો ભરાવી અભગ્નસેનને જીવતો કેદ પકડી લીધું. ત્યાર બાદ તેને Page #73 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ આ પ્રમાણે મારી મારીને તથા રિબાવી-રિબાવીને મારી નાખવાનો તેણે હુકમ કર્યો છે. આ સાંભળી ગૌતમે પૂછ્યું: “હે ભગવન ! આ અભગ્નસેન અહીંથી ભરીને કયાં જશે ?' ભગવાન: હે ગૌતમ! એ અગ્નિસેન પિતાનું સાડત્રીસ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે શુળી પર ચડી, દિવસ ત્રીજા ભાગને બાકી હશે ત્યારે મૃત્યુ પામશે, અને રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થશે. . . . [ ત્યાર બાદ બધું મૃગાપુત્રની કથામાં વર્ણવ્યા મુજબ ઉમેરી લેવું.] અંતે તે વારાણસી નગરીમાં ડુકકર તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કસાઈઓને હાથે મરણ પામી તે તે જ નગરીમાં નગરશેઠને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થશે. તે જન્મમાં તે સાધુસંતો પાસેથી ઉપદેશ સાંભળી સાધુ થશે અને સાધુપણું બરાબર પાળી સૌધર્મકલ્પમાં દેવ થશે. ત્યાંથી એવી તે મહાવિદેહક્ષેત્રમાં ફરી સાધુ બની, અંતે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુઓને અંત લાવશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪ શકટની કથા જૂના કાળમાં સાભાંજની નામે નગરી હતી. તેમાં મહાચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુષેણ નામે અમાત્ય હતું. તે સામ–ભેદ-દંડ-નિગ્રહમાં કુશળ હતો. તે નગરીમાં સુદર્શના નામની ગણિકા રહેતી હતી. તે રૂપ-ગુણયૌવનમાં અનુપમ હતી. તે જ નગરીમાં સુભદ્ર નામે સંઘવી શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી તથા શકટ નામે પુત્ર હતો. એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ મુનિ. ભિક્ષા માટે રાજમાર્ગમાં ફરતા હતા. તેવામાં તેમણે એક સ્ત્રી તથા એક પુરુષને મુશ્કેટટ બાંધીને માર મારતાં–મારતાં વધસ્થાને લઈ જવાતાં જોયાં. તે પુરુષનું નાક કાપી નાખેલું હતું. ઉતારે પાછા ફર્યા બાદ ગૌતમે મહાવીર ભગવાનને પૂછયું કે, “હે ભગવન ! તે પુરુષ કોણ છે? તથા પૂર્વજન્મમાં તેણે શાં પાપ કર્યા હતાં, જેથી તેની આ વલે થઈ છે ?” જવાબમાં મહાવીર ભગવાને ગૌતમને નીચેની કથા કહી સંભળાવી. “હે ગૌતમ ! જંબુદ્દીપના ભારતવર્ષમાં પૂર્વે છગલપુર નામે નગર હતું. તેમાં સિંહગિરિ નામે રાજા રાજ્ય કરતો આવી ભાગમાં બાંધીને Page #75 -------------------------------------------------------------------------- ________________ ४२ પાપ, પુણ્ય અને સચમ હતા. તે નગરમાં ષષ્ણુિક નામના ભરવાડ રહેતા હતા. તે બહુ પૈસાદાર હતા. તેના વાડામાં સંખ્યાબંધ અકરાં, ઘેટાં, રીઝ, આખલા, સસલાં, મૃગલાં, સિંહ, હરણાં, મેાર, પાડા વગેરે જાનવરનાં સેા-સેાનાં તેમજ હજાર-હારનાં એમ અનેક ટાળાં હતાં. તેના હજારા નોકર-ચાકરા તે બધાં પ્રાણીઓની રક્ષા કરતા હતા, તથા તેમને દાણા-પાણી કરતા હતા. બીજા કેટલાક નાકરા તે પ્રાણીઓને મારી-કાપી તેમનું માંસ તૈયાર કરતા હતા; અને બાકીના બીજા તેમને તવા-કઢાઈ-અંગારા વગેરે દ્વારા સેકતા-તળતા-કે ભૂજતા હતા. એ રીતે સિદ્ધ થયેલું માંસ પછીથી રાજમાર્ગે વેચવામાં આવતું હતું. પેલે ભરવાડ પણ તેમાંથી જોઈતું માંસ યથેજ ખાતેા હતે! તથા દારૂ પીને આનંદ કરતા હતા. એ પ્રમાણે સાતસેા વર્ષનું લાંબું આયુષ્ય ભાગવી તથા ભારે પાપકર્મ આંધીતે ભરવાડ અંતે મરણ પામ્યા અને ચેાથી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય દશ સાગરાપમ વર્ષોંનું હાય છે. હવે, પેલા સુભદ્ર સંધવીની ભદ્રા શેઠાણીને મરેલાં છેોકરાં જ જન્મતાં હતાં. ચેાગ્યકાળે પેલા ચ્છુિક ભરવાડના જીવ ચેાથા નરકમાંથી ચ્યવીને સુભદ્રા શેઠાણીના ગર્ભમાં આવ્યું. નવ માસ પૂરા થયા બાદ શેઠાણીએ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્રને જન્મતાંવેંત તેનાં માપિતાએ એક ગાડા નીચે છૂટા મૂકી દીધેા; અને ત્યારઆદ ત્યાંથી ઉપાડી આણ્યે. પછી તેઓ તેને કાળથી ઉછેરવા લાગ્યાં. તેનું નામ પણ ગાડા ઉપરથી ‘શકટ' પાડવામાં આવ્યું. Page #76 -------------------------------------------------------------------------- ________________ શયની કથા ર પામ્યા. વખત જતાં સુભદ્ર શેઠ નાવડાં ભરી વેપાર અર્થે લવણસમુદ્રની પારના દેશેામાં જવા નીકળ્યા. પરંતુ રસ્તામાં જ તેમનાં વહાણ ડૂબી ગયાં, અને શેઠ પણ ડૂબી જઈને મરણ તેમના મૃત્યુના સમાચાર સાંભળતાં ભદ્રા શેઠાણી પણુ મરણ પામ્યાં. આ બધું થવાથી સુભદ્ર શેઠના દેવાદારાએ પણ પોતપેાતાની રક્રમે। દબાવી દીધી. અને અ ંતે પેાલીસાએ નાના શટને ઘરમાંથી હાંકી કાઢી તેનું ઘર પણ પડાવી લીધું. તે છેક ઉઝિતકની પેઠે જુગારખાનાં, દારૂનાં પીઠાં અને વેશ્યાવાડમાં ઊછરવા લાગ્યા. અને પરિણામે અંગ દારૂડિયા, અઠંગ ચેાર, અંગ જુગારી તથા અંગ વ્યભિચારી બન્યા. વખત જતાં તે સુદના ગણિકાના સંબંધમાં આવ્યા, અને તેની સાથે માનુષી કામભાગે ભાગવતે વિહરવા લાગ્યા. એક વખત સુષેણુ અમાત્યે શકટને સુદ નાના ઘરમાંથી હાંકી કઢાવી, સુદનાને મતાની રખાત બનાવી. પરંતુ શકટ તે મુદનામાં જ મેાહિત થઈ ગયા હેાવાથી, આજીબાજી જ લાગ જોતા કરવા લાગ્યા. એક વખત લાગ મળતાં તે સુદર્શનાના ઘરમાં ઘૂસી ગયે। અને તેની સાથે યથે? આનંદ કરવા લાગ્યા. તેવામાં સુષેણુ અમાત્ય ત્યાં આવી પહેાંચ્યું. શકટ અને સુદનાને પેાતાની ગેરહાજરીમાં આ પ્રમાણે આનંદ કરતાં જોઈ, તે ખૂબ ગુસ્સે થયા. તેણે તરત જ પેાતાના માણસે પાસે શકટને કેદ કરાવ્યા, અને મહાચદ્ર રાજા પાસે જઈને કરિયાદ કરી કે શકટ નામના જુવાનિયાએ મારા ઘરમાં છીનાળુ કયુ` છે. રાજાએ અમાત્યને કહ્યું કે, તમે પેાતે જ તેને ચેગ્ય લાગે તે શિક્ષા કા Page #77 -------------------------------------------------------------------------- ________________ ** પાપ, પુણ્ય અને સમ એટલે અમાત્યે શકટ તથા સુદનાને આ રીતે રિબાવીને મારી નખાવવાના હુકમ કર્યાં છે. આ આંભળી ગૌતમે પૂછ્યુ, ‘ હે ભગવન્! શકટ અહીંથી મરીને કયાં જશે? ભગવાન ગૌતમ! એ શકટ પેાતાનું ૫૭ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે જ પાલે પહેારે એક તપાવેલી મેાટી સ્ત્રીની લેાઢાની મૂર્તિને આલિંગન કરી મરણ પામશે, અને રત્નપ્રભા પૃથ્વોમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તે રાજગૃહ નગરમાં એક ચંડાળને ધેર છેકરા-છેકરીના જોડકામાં છેાકરા તરીકે ઉત્પન્ન થશે. તેનાં માપિતા તેનું નામ શકટ પાડશે, અને છેકરીનું નામ સુદના પાડશે. સુદના રૂપ-લાવણ્યમાં અનુપમ થશે. જુવાનીમાં આવેલે શકટ પેાતાની બહેનનાં જ રૂપ-લાવણ્યથી માહિત થઈ તેની સાથે કામભેગ ભાગવવા લાગશે. એ તે એ શકટ પછી જાનવર) કાંદવાના ધંધા કરવા લાગશે, અને એ રીતે ઘણું પાપ-ક એકઠું કરી, અંતે આયુષ્ય પૂરું થતાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકા ભટકતા અ ંતે તે વારાણસી નગરીમાં માછલું થઈ ને જન્મશે. ત્યાં માછીમારેાને હાથ મરણ પામી, તે તે જ નગરીમાં નગરશેઠને ઘેર પુત્ર તરીકે જન્મશે. ત્યાં માટે થયા માદ સાસતે। પાસેથી દીક્ષા લઈ, તે ઉગ્ર તપ સયમાદિ આચરશે, તથા સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવી, તે મહાવિદેહક્ષેત્રમાં સાધુ બની, અંતે સિદ્-બુદ્ધ-અને મુક્ત થશે, તથા સ દુ:ખાના અંત લાવશે. ૧. ‘માત’ગ’ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫ બૃહસ્પતિદત્તની કથા જૂના કાળમાં કૌશાંખી નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા.તેને મૃગાવતી નામે રાણી હતી, અને ઉદયન નામે કુમાર હતા. તે ઉદયનકુમારને પદ્માવતી નામે રાજકન્યા સાથે પરણાવવામાં આવ્યે હતેા. શતાનીક રાજાને સામદત્ત નામે પુરાહિત હતા. તે ઋગ્વેદ-યજુવે દ-સામવેદ અને અથર્વવેદમાં કુશલ હતા. તેને વસુદત્તા નામે સ્ત્રી હતી, અને બૃહસ્પતિદત્ત નામે પુત્ર હતું!. એક વખત ભગવાન મહાવીર કરતા કરતા કૌશાંબીમાં પધાર્યાં. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ કૌશાંબીમાં ક્રૂરતા હતા, ત્યારે તેમણે એક પુરુષને મુશ્કેટાટ બાંધી માર મારતાં— મારતાં વધસ્થાને લઈ જવાતા જોયા. તે પુરુષને જોઈ, તેમને વિચાર આવ્યેા કે, આ પુરુષે એવાં તે કયાં મહાપાપ કર્યાં હશે, જેથી તેને આવું કરુણાજનક ફળ ભેગવવું પડે છે. ઉતારે પાછા આવી, તેમણે એ પ્રશ્ન ભગવાન મહાવીરને પૂછ્યો. ત્યારે તેમણે તે પુરુષની નીચેની કથા ગૌતમને કહી સભળાવી. હે ગૌતમ ! જૂના કાળમાં ભારતવર્ષમાં સ તાભદ્ર નામે નગર હતું. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મહેશ્વરદત્ત નામના પુરાહિત હતા. તે ચારે Page #79 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ વેદની વિદ્યામાં કુશળ હતો. તે મહેશ્વરદત્ત જિતશત્રુ રાજાના રાજ્યનું બળ વધે તે માટે રોજ સવારે એક બ્રાહ્મણ છેકરાને, એક ક્ષત્રિય છોકરાને, એક વૈશ્ય છેકરાને અને એક શદ્ર છોકરાને પકડાવી મંગાવતો, અને જીવતો-જીવત તેઓની છાતી કાપીને તેમાંથી માંસપિંડ બહાર કઢાવતે, તથા તે વડે જિતશત્ર રાજાને માટે શાંતિહોમ કરતો. વળી, આઠમ અને ચૌદશને દિવસે તો તેવા બે બે છોકરાઓનાં હૃદય તે હેમતે. ચતુર્માસ પૂરા થાય ત્યારે તેવા ચાર-ચાર છોકરાઓનાં હૃદય હેમતો; છ માસ પૂરા થાય ત્યારે આઠ-આઠ છોકરાઓનાં હૃદય હામ, અને આખું વર્ષ પૂરું થાય ત્યારે સેળ-સેળ છોકરાઓનાં હૃદય હેમતે. જ્યારે જિતશત્રુ રાજાને બીજા કઈ રાજા સાથે લડાઈ ચાલતી હોય, ત્યારે તો તે આઠઆઠસો છોકરા પકડાવીને આઠ-આઠસો હદય હમતો, જેથી રાજા જલદી શત્રુસૈન્યનો નાશ કરી શકે છે, તેને પાછું ભગાડી મૂકે. આ પ્રમાણે કરતાં કરતાં ઘણું મોટું પાપ ભેગું કરીને તે પુરોહિત પોતાનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પૂરું થતાં પાંચમી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૧૭ સાગરોપમ વર્ષોનું હોય છે. ત્યાંથી ચવીને તે કૌશાંબી નગરીમાં સેમદત્ત પુરોહિતની સ્ત્રીની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનાં માતાપિતાએ તેનું નામ બૃહસ્પતિદત્ત પાડયું. બૃહસ્પતિદત્ત ઉદયન રાજકુમાર સાથે જ રમત-ઊછરતો મેટ થવા લાગ્યું. તે બંને જુવાનીમાં આવ્યા તે અરસામાં શતાનીક રાજા મૃત્યુ પામ્યા, એટલે પ્રજાજનોએ અને દરબારીએએ ઉદયન કુમારને રાજા તરીકે અભિષેક કર્યો. Page #80 -------------------------------------------------------------------------- ________________ બૃહસ્પતિદત્તની કથા ઉદયને બૃહસ્પત્તિદત્તને પિતાને પુરોહિત બનાવ્યો. તેને રાજાની પાસે અંતઃપુર સુધી સર્વત્ર જવા-આવવાની છૂટ હતી. એ પ્રમાણે રાજાના અંતઃપુરમાં સમયે-સમયે જતાં આવતાં તે બૃહસ્પતિદત્ત રાજાની રાણી પદ્માવતી સાથે સંબંધમાં આવ્યો, અને તેનામાં આસક્ત બની તેની સાથે.યથેષ્ઠ કામગ ભોગવવા લાગ્યો. એક વખત રાજ અંતઃપુરમાં આવ્યો, ત્યારે તેણે તે બંનેને કામગ ભોગવતાં જોયાં. આથી અત્યંત ગુસ્સે થઈ, તેણે બુહસ્પતિદત્તને પિતાના નોકરો દ્વારા કેદ પકડાવ્યો, અને આમ કમોતે મારી નાખવાને હુકમ આપ્યો. ગૌતમ – હે ભગવન્! તે પુરોહિત અહીંથી મરીને કયાં જશે? ભગવાન–હે ગૌતમ! તે પુરોહિત પોતાનું ૬૪ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે પાછલે પહેરે શૂળીએ ચડી મરણ પામશે, અને રત્નપ્રભાપૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી અનેક નિઓમાં ફરતાં ફરતાં અંતે તે હસ્તિનાપુરમાં મૃગ તરીકે જન્મશે. ત્યાં પારધીઓ વડે હણાઈ તે નગરશેઠને ઘેર પુત્ર તરીકે જન્મશે. તે જન્મમાં સાધુસંતોના ઉપદેશથી સાધુ બની, તે તપસંયમાદિ આચરશે અને અંતે સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મ પામી, પરિપૂર્ણ સાધુપણું આચરી, અંતે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુઃખને અંત લાવશે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દ્ નંદિવર્ધનની કથા જૂના કાળમાં મથુરા નગરીમાં શ્રીદામ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ અધુશ્રી હતું, અને પુત્રનું નામ નંદિવર્ધન હતું. શ્રીદામને સુબંધુ નામે પ્રધાન હતા. તે પ્રધાનને અહુમિત્રાપુત્ર નામે પુત્ર હતા. તે નગરીમાં ચિત્ર નામે હજામ રહેતા હતા. રાજાની હજામત, સ્નાન, ટાપટીપ વગેરે અલકારિકનું કામ તે કરતા; અને તેથી તેને રાજાની પાસે અંતઃપુર સુધી સર્વત્ર જવા-આવવાની છૂટ હતી. એક વખત મહાવીરસ્વામી ત્યાં કરતા કરતા આવી પહેાંચ્યા. ભિક્ષાકાલે તેમના પટ્ટશિષ્ય ગૌતમ નગરીમાં કરતા હતા. તેવામાં તેમણે એક પુરુષને નીચે પ્રમાણે કમેતે મારી નખાતે! જોયા. પ્રથમ તેને લાલચેાળ તપાવેલા લેાઢાના એક સિંહાસન ઉપર એસાડવામાં આવ્યા. પછી લાલચેાળ તપાવેલા લેાઢાના કળશા વડે ઊકળતું તાંબુ, ઊકળતી *લાઈ, ઊકળતું સીસું, ઊકળતું ચૂનાનું પાણી, તેમજ ઊકળતા તેજામા તેના માથા ઉપર રેડીને તેના રાજ્યાભિષેક કરવામાં આવ્યેા. ત્યાર બાદ સાંડસા વડે લાલચેાળ તપાવેલા લેાઢાને ૧ તેને માટે અલકારિક શબ્દ મૂળમાં છે. . ૨ મૂળમાં ક્ષારđલ શબ્દ છે. f · > Page #82 -------------------------------------------------------------------------- ________________ નદિવનની કથા ૪૩ હાર પકડીને તેના ગળામાં પહેરાવવામાં આવ્યેા. એ પ્રમાણે લાલચેાળ તપાવેલા અર્ધ હાર, પટ્ટ, મુકુટ વગેરે પણ તેને પહેરાવવામાં આવ્યાં. આ બધું જોઈ ગૌતમને વિચાર આવ્યા કે, આ પુરુષે પૂર્વે એવાં તે કયાં કર્યાં કર્યાં હશે, જેથી તેને આવે કમે તે મરવું પડે છે. ઉતારે પાછા આવી, તેમણે આ પ્રશ્ન ભગવાન મહાવીરને પૂછ્યો. ત્યારે તેમણે નીચેની કથા તેમને કહી સંભળાવી : હે ગૌતમ! જૂનાકાળમાં ભારતવર્ષમાં સિંહપુર નામે નગર હતું. તેમાં સિંહસ્થ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને દુર્યોધન નામે ફેાજદાર હતા. તે બહુ ક્રૂર તથા નિષ્ઠુર હતા. રાજા પ્રત્યે ચેારી, છીનાળું, ખીસાં કાતરવાં, રાજદ્રોહ કરવા, દેવાં એળવવાં, ખાલવધ, વિશ્વાસઘાત, જુગાર, ઠગાઈ, વગેરે ગુનાઓ કરનાર ગુનેગારને શિક્ષા કરવાનાં ભયંકર સાધનેા તેની પાસે ઢગલાબંધ તૈયાર રહેતાં, અને થયેલી શિક્ષા પ્રમાણે તે એ બધાં વડે ગુનેગારાને આવતા ઃ જેમકે, કેટલાકને છતા પાડી, લેાઢાના દંડ વડે તેમનું માં કાડી, તેમાં ઊકળતું તાંબુ, ઊકળતી કલાઈ, ઊકળતું સીસું, ઊકળતું ચૂનાનું પાણી, કે ઊકળતા તેજામ રેડતા; અથવા તે બધા વડે તેમને નવરાવતા. વળી કેટલાકને તે છતા સુવાડી, ઘેાડા, હાથી, ઊંટ, ગાય, પાડા, બકરા, ધેટા વગેરેનાં મૃતર પાતા; કેટલાકને તે ધા કરી એકાવતા, અને પછી એ એકેલું પાઈને કે તેના વડે તેમને નવરાવીને રિખવતા. કેટલાકને તે હાથે એડીએ નાખતા, चारगपाल • ગુપ્તિવાટીકા. पा ४ ૧. મૂળમાં • Page #83 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ કેટલાકને હેડમાં જકડતા, કેટલાકને સાંકળેાથી જકડા; કેટલાકના અવયવાને તે આમળીને કે વાળીને ભાગી નાખતા; કેટલાકના શસ્ત્રાદિ વગેરેથી હાથપગ કાપી નાખતા, કે કેટલાકને શસ્ત્રાદિથી ઊભા ચીરી નાખતા. કેટલાકને તે વાંસની સેાટીએથી, નેતરની સેટીએથી, આમલીની સેાટીએથી, વાધરીએથી, ચામડાની સેાટીએથી, કે વડ વગેરેની મૂળીએથી ફટકારતા; કેટલાકને ચતા સુવાડી તેમની છાતી ઉપર મોટી શિલા મુકાવતા, તથા ઉપર લાકડાંનાં શેડયાં ગાડવાવીને ઉપરમાણુસેને કુદાવરાવતા, જેથી પેલાનાં હાડકાંના ચૂરેશ થઈ જાય. કેટલાકને તે દેરડાં, વરત, રેસાનાં દેારડાં, વાળનાં ગૂંથેલાં દેરડાં, સૂતરનાં દારડાં વગેરે હાથે-પગે બંધાવીને ઊંધે માથે કૂવામાં લટકાવીને પાણી પાતેા; કેટલાકને તરવાર, કરવત, અસ્ત્રા, અને કદબચીર વડે છેદાવતા, અને પછી ઉપરથી તેજાબ રેડતા; કેટલાકને કપાળ, ખેાચી, 'કૂણી, ઢીંચણુ, અને એડીએમાં લોઢાના કે વાંસના ખીલા તથા વી છૂડાર ખેાસાવતા; કેટલાકની હાથપગની આંગળીઓમાં (નખામાં) હુથેાડાએ વડે સેાયા ખેાસાવતા અને ડામ દેવરાવતા તથા પછી જમીન ઉપર ઘસાવતા; વળી કેટલાકને શરીરે દાલ, કુશ, અને ભીનું ચામડું ચાટાડતા, અને પછી તાપે સૂકવીને તે બધું ચડ-ચડ ઉખાડતા. સવ > ૧. ટીકાકાર - એક પ્રકારનું શસ્ત્ર ' એટલેા જ અર્થ આપે છે. ૨. મૂળ ‘ મગ ' વૃશ્ચિક ટક ' - ટીકા < : ૩. આ ઉપરાંત ‘વિપ્પાળ ' એટલે કે નરેણી જેવી નાની છરીએ, અને ‘ રાળ ' એટલે કે લેાઢાનાં તથા પથરાનાં લંગએ એને પણ મૂળમાં ઉલ્લેખ છે, પણ તેમના ઉપયાગ બતાવ્યા નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નશિવધનની કથા આ પ્રમાણે કરતાં કરતાં ૩૧૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી, બહુ પાપકર્મ એકઠું કરી, તે દુર્યોધન ફેજદાર મરણ પામ્યા અને છઠ્ઠી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગરોપમ વર્ષનું હોય છે. ત્યાંથી ઍવી તે મથુરાનગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણુની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. બારમે દિવસે તેનું નામ નંદિવર્ધન પાડવામાં આવ્યું. ધીમે ધીમે તે સાઠ વર્ષનો થયો, તો પણ તેને પિતા જીવતો હોવાથી તેને રાજગાદી મળી નહીં. પછી તેને રાજ્ય તથા અંતઃપુર પ્રાપ્ત કરવાની ઉતાવળ આવી. તેથી તેણે પોતાના પિતા શ્રીદામ રાજાને મારી નાખવાના ઘાટ ઘડવા માંડયા. એક વખત વિચાર કરી, તેણે શ્રીદામ રાજાના ચિત્ર નામના હજામને બોલાવ્યો અને તેને જણાવ્યુંઃ “હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજા પાસે ગમે ત્યારે જઈ શકે છે, તથા તેની હજામત વગેરે નજીકનાં કામ કરે છે. તો તે વખતે તું તારો અસ્ત્રો રાજાના ગળામાં બેસી દે, તો તને હું અધું રાજ્ય આપીશ, અને પછી આપણે બંને લહેર–પાણું કરીશું.” હજામે કુમારનું કહેવું કબૂલ રાખ્યું. પણ ઘેર ગયા બાદ તેને વિચાર આવ્યો કે, ન બનવાનું બને, અને રાજા જે આ કાવતરું જાણું જાય, તો તે મારા ભૂંડા હાલ કરાવશે અને કમોતે મારી નંખાવશે. આથી તે ગભરાઈને તરત શ્રીદામ રાજા પાસે ગયો, અને કુમારના કાવતરાની બધી વાત તેને કહી દીધી. એ ઉપરથી રાજાએ તે કુમારને પકડાવીને, તેને આ પ્રમાણે કમેતે મારી નાખવાની આજ્ઞા કરી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર પાપ, પુણ્ય અને સંયમ ગૌત્ર – હે ભગવન! એ નંદિવર્ધન કુમાર અહીંથી ભરીને ક્યાં જશે? મહાવીર – હે ગૌતમ! તે કુમાર અહીં પોતાનું સાઠ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે મરણ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. પછી લાંબે કાળ જુદી જુદી યોનિઓમાં ભટકી, અંતે તે હસ્તિનાપુર નગરમાં માછલું થશે. ત્યાં માછીઓ વડે મરાઈને, તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પણ સાધુ થશે અને તપ-સંયમાદિ. બરાબર આચરશે. પછી તે સૌધર્મકલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં તે સાધુ થઈ સંયમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થઈ, સર્વ દુઃખનો અંત લાવશે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉમ્બરદત્તની કથા જૂના કાળમાં પાટલિવંડ નામે નગરમાં સિદ્ધાર્થ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં સાગરદત્ત નામને સંઘવી તેની સ્ત્રી ગંગદત્તા સાથે રહેતો હતો. તેને ઉંબરદસ્ત નામે પુત્ર હતો. એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરની પૂર્વ બાજુના ભાગમાં ફરતા હતા, તેવામાં તેમણે એક ખસિયેલ કેઢિયા માણસને જોયો. તેને જલોદર, ભગંદર, હરસ, ખાંસી, તેમજ દમના રોગ પણ થયેલા હતા; તેનું શરીર સૂણ ગયું હતું; તેનું મે, હાથ, પગ તેમજ હાથ-પગની આંગળીઓ પણ સૂણી ગઈ હતી; તેનાં કાન અને નાક સડી ગયાં હતાં; તેના શરીરમાંથી રસી અને પરું નીકળ્યા કરતાં હતાં; તેના સેંકડો છેદેમાં કીડા ખદબદતા હતા; તેના કાન અને નાકમાંથી સેરડા નીકળ્યા કરતા હતા; તે વારંવાર પરુ, લેહી અને કીડાઓનાં જૂમખાં એક્યા કરતો હતો; તે વારંવાર વેદનાથી ભરેલી કરુણ તેમજ કર્કશ ચી નાખ્યા કરતો હતો; તેની પાછળ માંખ વગેરેનાં ટોળાં બબણ્યા કરતા હતાં તેના માથામાં અનેક ઘારાં પડી ગયાં હતાં; તેનાં કપડાં ચીંથરેહાલ હતાં; તેના હાથમાં એક ફૂટલું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાક, પુણ્ય અને સચમ ફૂલડુ અને એક ફૂટલું શરાવલું હતું; તથા તેના વડે તે ધેર ઘેર ખાવાનું માગી ગુજારે ચલાવતા હતે. જોષતી ભિક્ષા મેળવીને ગૌતમ મહાવીરસ્વામી પાસે પાછા આવ્યા. ત્યાં આવીને તેમણે ભિક્ષા માગવા જતાંઆવતાં થયેલા દેાષાનું તથા ભિક્ષા લેતાં લાગેલા દેાષાનું ચિંતન તથા કબૂલાત કરી લીધાં; અને લાવેલાં અન્નપાન મહાવીર ભગવાનને બતાવ્યાં. ત્યાર બદ તેમની પરવાનગીથી તે આહાર તેમણે, સ્વાદ માટે મેાંમાં મમળાવ્યા વિના જ સાપ જેમ દરમાં પેસે તેમ – ખાઈ લીધા; · અને પછી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા તે વિહરવા ― - લાગ્યા. બીજી વખત પણ ગૌતમ એ ઉપવાસને અંતે પારણું કરવા માટે ભિક્ષા માગવા સારુ પાટિલષડનગરના દક્ષિણ તરફના ભાગમાં પ્રથમ પૌરુષી વેળાએ કરતા હતા, ત્યારે તેમણે તે પુરુષને એ પ્રમાણે રિબાતા જોયા. ત્રીજી વાર પણ ગૌતમ પશ્ચિમ તરફના ભાગમાં ભિક્ષા માગતા કરતા હતા, ત્યારે તેમણે તે જ માણસને તે રીતે રિમાતા જોયે.. ચેાથી વાર તે પાટલિયડના ઉત્તર તરફના ભાગમાં ક્રૂરતા હતા, ત્યારે પણુ તેમણે તે જ માણસને જોયે.. એ ૧. મૂળમાં તે ‘છ ટકના ઉલ્લેખ છે; કારણ કે દરેક ઉપવાસની પહેલાં અને પછી એક એક ઢક વધારાની છેડવામાં આવે છે. ૨. પૌરુષી એટલે દિવસ કે રાતના ચાચા ભાગ. વિગત માટે તુએ આ માળાનું ‘અતિમ ઉપદેશ’ પુસ્તક, અ॰ ૨૬, ટિપ્પણ, Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉઅદત્તની સ્થા સુમ ઉપરથી તેમને વિચાર આવ્યું કે, આ માસ લાંખા કાળથી આ પ્રમાણે ખિયા કરે છે, તે તેણે પૂર્વે કાઈ ભારે અશુભ પાપકૃત્યા કર્યાં હોવાં જોઈ એ. તેમણે પેાતાની શંકા મહાવીરસ્વામીને કહી સંભળાવી. જવાબમાં તેમણે તેને વિષે નીચેની કથા કહી સંભળાવી : હે ગૌતમ! જૂના કાળમાં ભારતવષઁમાં વિજયપુર નામે નગર હતું, તેમાં કનકરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધન્વંતરિ નામે વૈદ હતા. તે અષ્ટાંગ-આયુર્વેદ ભણેલા હતા. જેમકે : બાળઉછેર, કાન-નાક-માં વગેરેનું વૈદું,૧ બાણુકાંટા વગેરે ખાતરી કાઢવાનું વૈદું, શરીરનું વૈદું, વિષવૈદું, ભૂતવિદ્યા, રસાયન, અને વાજીકરણ ( અર્થાત્ ધાતુપુષ્ટિ ). તેને હાથે યશ હતા; તેથી તેને હાથે બધાને આરેાગ્ય પ્રાપ્ત થતું. શસ્ત્રક્રિયા વગેરેમાં પણ તેને હાથ હળવા તથા સુખદાઈ હતા. તે વૈદ્ય રાજા-રાણી, ઉપરાંત ખીજા પણુ દરબારીએ, અમલદારા, વેપારીઓ, શેઠા વગેરેનું વૈદું કરતા. તે ઉપરાંત જે કાઈ દુČલ, પીડિત, વ્યાધિત, અને રાગી એવા સનાથ કે અનાથ લે!કા હાય, તેમજ શ્રમણ-બ્રાહ્મણભિક્ષુક-કાપાલિક-કાવડિયા-કે આશા મૂકેલાએ હાય, તે બધાનુ ' ૧. મૂળમાં તેા શાાચ શબ્દ છે. ટીકાકાર જણાવે છે કે, કાન, મેાં વગેરેમાં ઊંડે જંતુ પડચાં હાય, તે વખતે સળીને (રાજા) પ્રયાગ કરવામાં આવે છે. તેનું વૈદક તે • શાલાક્ય.’ આઠેનાં મૂળ નામ આ પ્રમાણે છે: कौमारभृत्य, રાજ્યત્યમ્, વિજિલ્લા, ગુરુમ્, भूतविद्या, वाजीकरणम् ॥ शालाक्यम्, रसायनम्, " Page #89 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ પણ તે વૈદુ કરતો. કેઈને તે માછલાના માંસના ઉપચારે બતાવતો, કોઈને કાચબાના, કોઈને મગરના, કેઈને સુંસુમારના, કેઈને બકરાના, કેઈને ઘેટાના, કેઈને રેઝના, કેઈને ડુક્કરના, કોઈને મૃગના, કોઈને સસલાના, કોઈને સાંઢના, કેઈને પાડાને, કોઈને તેતરના, કાઈને બટેરાના, કેઈને લાવરીના, કોઈને કબૂતરના, કોઈને કૂકડાના, કોઈને મેરના, તથા એમ બીજાં પણ અનેક જલચર-સ્થલચર–કે બેચર પ્રાણુઓનાં માંસના ઉપાયો તે બતાવતે. તે પોતે પણ તેવાં અનેક પ્રકારનાં માંસ, તેમજ તેમના રસ પકાવીને, તળીને કે ભૂંછને દારૂ વગેરે સાથે ખાતા-પીત હતો. એ પ્રમાણે ૩૨૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરીને તે ધવંતરિ વૈદ્ય મરણું પામી, છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થયે; ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગરોપમ વર્ષનું હોય છે. તે - હવે પેલા સાગરદત્ત શેઠની સ્ત્રી ગંગદત્તાને મરેલાં છોકરાં જ જન્મતાં હતાં. એક રાત્રે તેને ફિકર ચિંતામાં જાગતાં જાગતાં વિચાર આવ્યો કે, બહુ વર્ષો થવા છતાં મારે પુત્ર કે પુત્રી જીવતાં નથી. તે માતાઓને ધન્ય છે, તેઓ ખરેખર પુણ્યશાળી છે, કૃતાર્થ છે, સુલક્ષણ છે, તથા તેમને મા તરીકેનો મનુષ્ય જન્મ સફળ થયો છે, કે જેમને પિતાને પેટે જન્મેલાં, ધાવવા માટે આતુર, કાલુકાલું મધુર બેલતાં, મુગ્ધ બાળકે સ્તન આગળથી નીચે ખેાળામાં સરી પડે છે; તથા તેમના કમળ જેવા કોમળ હાથ પકડીને તેમને ફરી ખોળે લેવા જતાં તેઓ પાછાં ફરી ફરી કાલુકાલું બાલી મધુર અવાજે કરે છે. પરંતુ હું એવી અભાગણ, પાપણું છું કે, મને એવું એક પણ બાળક ઉછેરવાનું ન મળ્યું. તે કાલે Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉગરદત્તની કથા હ સવાર થતાં જ હું સાગરદત્ત સંધવીને પૂછીને ખૂબ પુષ્પવસ્ત્ર—ગ ધ–માલ્ય—અલંકાર લઈ ને, મિત્ર-નાતીલા–પેાતીકા– સ્વજન—સંબંધી—પરિજન વગેરેની સ્ત્રીઓને મેલાવીને નગર અહાર જ્યાં ઉબરદત્ત યક્ષનું મંદિર છે, ત્યાં જઈશ; તથા ત્યાં કીમતી વસ્તુઓ વડે તે યક્ષની પૂજા-અર્ચી કરીને તેમને પગે પડીને માનતા રાખીશ, કે જો મને છોકરા કે છેાકરી શે, તા હું તમારી રાજની પૂજાની રકમ વધારી આપીશ, તમારે મંદિરે થતા દાનની રકમમાં વધારા કરીશ, અમારી કુલ આવકમાંથી તમને અપાતા ભાગ વધારી આપીશ, તથા તમારા દેવભંડારમાં વધારે કરી આપીશ. બીજે દિવસે સાગરદત્તને પેાતાને નિશ્ચય જણાવતાં સાગરદત્ત ગંગદત્તાને ખુશીથી તેમ કરવાની રજા આપી. પછી, ગંગદત્તા પેાતાનાં સગાંસમૃધી વગેરેની અનેક સ્ત્રીઓ સાથે ઘેરથી નીકળી, અને સરેાવરમાં નાહી ધાઈ, તિલકઅક્ષત આદિ કરી, ભીને કપડે જ પૂજાની સામગ્રી લઈને યક્ષના મંદિરમાં ગઈ, અને ત્યાં મૂર્તિનાં દર્શીન થતાં જ તેને પગે પડી. પછી પૂંજણી હાથમાં લઈને મૂર્તિને પૂજીને પાણીની ધારથી તેને અભિષેક કર્યો; પછી સુગંધી ખરીક વસ્ત્ર વડે તેને લૂછીને પેતે આણેલાં નવાં વસ્ત્ર પહેરાવ્યાં, તથા કીમતી પુષ્પ-વસ્ત્ર-માલ્ય—ગધ-ચૂર્ણ વગેરે વસ્તુઓ ૧. મૂળમાં તે ઋતુનુંજ શબ્દ છે. કૌતુકમ એટલે ઉતાર ઉતારવા, નજર ન લાગે માટે મેસનું ટપકું કરવું, તિલક કરવું ઇત્યાદિ; અને મ`ગલ એટલે, દહી” અક્ષત વગેરે માંગલિક વસ્તુઓનું દર્શન કરવું ઇત્યાદિ, Page #91 -------------------------------------------------------------------------- ________________ - પાપ, પુણ્ય અને સંયમ ચડાવી. ત્યાર બાદ ધૂપાદિ કરીને તે પગે લાગી અને ઉપર પ્રમાણે માનતા રાખીને ઘર તરફ પાછી ફરી. ત્યાર બાદ પેલો ધવંતરિ વૈદ્યને જીવ નરકમાંથી વી, ગંગદત્તાના ગર્ભમાં પુત્ર તરીકે આવ્યો. ત્રણ માસ પૂરા થતાં ગંગદત્તાને બધી ખાન-પાનાદિસામગ્રી સાથે નગર બહાર સરોવરકિનારે ઉજાણ કરવાનો દેહદ થયે; તથા શેઠની અનુમતિથી તે દેહદ તેણે ભારે ધામધૂમથી પૂરો કર્યો. તે વખતે ઉંબરદસ્ત યક્ષના મંદિરમાં જઈ તેની પણ તેણે ખૂબ પૂજા-અર્ચા કરી. ત્યારબાદ નવ માસ પૂરા થતાં તેણે પુત્રને જન્મ આપ્યો. ઉંબરદયક્ષની બાધા રાખવાથી તે પુત્ર જન્મે હેવાથી, માતપિતાએ તેનું નામ ઉબરદત્ત પાડયું. પછી તે ઉંબરદત્ત પાંચ પાંચ ધાવ તથા સેંકડે દાસદાસીઓ વચ્ચે કાળજીથી ઉછેરાતો મોટો થવા લાગ્યો. એક વખત સાગરદત્ત શેઠ વહાણ ભરી વેપાર કરવા દરિયામાગે નીકળ્યા. રસ્તામાં વહાણ ડૂબતાં તે મરણ પામ્યા. તેમના મરવાના સમાચાર સાંભળી ગંગદત્તા શેઠાણી પણ મરણ પામ્યાં. સાગરદત્ત શેઠની જે કાંઈ ઉધરાણું હતી, તે પણ ઉંબરદત્તને નાને તથા નબાપે જાણી દેણદારે દબાવી પડયા; તથા અંતે જદાર વગેરેએ તેને ઘર બહાર હાંકી કાઢો. ત્યારબાદ તે છોકરાને ભૂખ-દુઃખથી ધીમે ધીમે એક સાથે સોળ રોગે થયા. એ બધા રંગનું દુઃખ સહન કરતે તે ઉંબરદત્ત હવે હાથમાં ફૂટલું ફૂલડું-શરાવલું લઈ ભીખ માગતો ફરે છે. ગૌતમ ઃ હે ભગવન ! ઉંબરદત્ત મરણ પામી કયાં જશે? મહાવીરઃ હે ગૌતમ! ઉંબરદત્ત પિતાનું ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અહીંથી મરણ પામી રત્નપ્રભા નરકમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉસ્મતની સ્થા ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતા ભટકતા અંતે તે હસ્તિનાપુરમાં ટૂંકા થશે. જન્મતાં વેંત જ તેને ઉજાણી કરનારાઓ મારી ખાશે. ત્યાંથી મરીને તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પશુ સાધુ થશે, અને તપ-સચ્માદિ ખરાખર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં તે સાધુ થઈ, સંચમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધ – બુદ્ધ અને મુક્ત થઈ, સ` દુ:ખાને અંત લાવશે.. - સહ Page #93 -------------------------------------------------------------------------- ________________ શારિકદત્તની કથા જૂના કાળમાં શૌરિકપુર નામે નગર હતું. તેમાં શૌરિકદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરના ઈશાન ખૂણામાં ભાછી લોકોને મહોલ્લો હતો. તેમાં સમુદ્રદત્ત નામે માછી રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સમુદ્રદત્તા હતું, તથા પુત્રનું નામ શૌરિકદર હતું. એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરમાંથી જોઈતી ભિક્ષા લઈને પાછા ફરતા હતા, તેવામાં તેમણે માછીઓના મહોલ્લા પાસે માણસેના એક મોટા ટોળાની વચ્ચે એક સુકલકડી, ભૂખ્યા તથા હાડપિંજર જેવો ખખળી ગયેલો માણસ જે. તેણે ભૂરાં કપડાં પહેર્યા હતાં. તેના ગળામાં માછલીને કાંટે ચેટી ગયો હોવાથી, તે, વેદનાથી ભરેલી દયાજનક કર્કશ ચીસ નાખતો હતો, તથા વારંવાર પરુ, લોહી તથા કીડાઓનાં જૂમખાં એકતો હતો. તેને જોઈને ગૌતમને વિચાર આવ્યો કે, આ માણસે પૂર્વે એવાં તે શાં પાપકર્મ કર્યો હશે, જેથી તેને અત્યારે નરકયાતના જેવું દુસહ દુઃખ ભોગવવું પડે છે. પાછા ફરીને મહાવીર ભગવાનને એ વિષે પૂછતાં, તેમણે તે પુરુષ વિષે નીચેની કથા ગૌતમને કહી સંભળાવીઃ Page #94 -------------------------------------------------------------------------- ________________ શોકિદત્તની સ્થા હે ગૌતમ! પૂર્વે અહીં, ભારતવર્ષમાં નંદિપુર નામે નગર હતું. તેમાં મિત્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને શ્રીદ નામને રસ હતો. રેજ કેટલાય માછીએ, વાઘરીઓ, પારધીઓ વગેરે સવારના પહોરમાં જ તે રસાઈયા પાસે જુદી જુદી જાતનાં નાનાંમોટાં માછલાં, કાચબા, મગર, સુંસુમાર, બકરા, ઘેટા, રેઝ, ડુકકર, મૃગ, સસલાં, સાંઢ, પાડા, તેતર, બટેરાં, લીવરાં, કબૂતર, કૂકડા, મેર વગેરે જલચર, સ્થલચર કે ખેચર પ્રાણીઓ મારીને લાવતા. બીજા પણ કેટલાંય તેતર વગેરે પંખીઓ તે રસોઈયા પાસે પાંજરામાં પૂરેલાં રહેતાં; કેટલાય નોકરે તે પંખીઓને જીવતાં જ ઉતરડીને તેની પાસે લાવતા. ત્યારબાદ તે રસાઈ તે બધાંનાં માંસના ઝીણા ઝીણું ગાળ, લાંબા કે ટૂંકા એવા ટુકડા કરતે; અને પછી તેમને બરફમાં ઠારતો, કે તડકામાં કે પવનમાં પકવતો, કે તેમને છાશમાં મઠો બનાવત; કે તેમને આમળાંના રસમાં, દ્રાક્ષના રસમાં, કઠાના રસમાં, દાડમના રસમાં કે ભાછલાંના રસમાં નાખી જુદી જુદી વાનીએ બનાવતો કે તેમને તળતો, ભૂંજતો, રાંધતો કે સંભાર ભરીને તથા આથીને અનેક ૧. મૂળમાં માછલાંના જુદા જુદા પ્રકારનાં વસ્ત્ર, ગુજ, વિડિમતિ, સ્જિ, ઢમળ, પતિપદા' ઇત્યાદિ નામે છે. ટીકાકાર જણુવે છે, કે તે બધા પ્રકારે વ્યવહાર ઉપરથી સમજી લેવા. ૨. મૂળમાં અહીં ગમવા, ભૂપવા, માપવવ એમ પકાવવાની ત્રણે જુદી જુદી રીતનો ઉલ્લેખ છે. તે રીતે વ્યવહા૨થી સમજી લેવી એમ કહીને ટીકાકાર અટકી જાય છે. ત્યાંથી આગળ તેની “ જિ” “રંગાળિ” એવી બનાવટોને ઉલ્લેખ છે. તેને વિષે પણ ટીકાકાર એમ જ કહે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ - પાપ, પુણ્ય અને સંયમ પ્રકારે તૈયાર કરતો. તે ઉપરાંત બીજા પણ ઘણું માંસરસે તે બનાવતે, તેમજ અનેક પ્રકારનું લીલું શાક પણ રાંધતો. ત્યારબાદ મિત્ર રાજા ભેજનશાળામાં જમવા બેસે ત્યારે તેને તે બધું પીરસતો. પોતે પણ તે બધાં માંસ, માંસરસ અને શકે ખૂબ ખાતો અને દારૂ પીતો. આ પ્રમાણે કરતાં કરતાં ૩૩૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી તે શ્રીદ રસોઈયે મરણ પામીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. - હવે પેલા સમુદ્રદત્ત માછીની સ્ત્રી સમુદ્રદત્તાને છોકરાં જીવતાં નહોતાં. તેથી તેણે તે નગરની બહાર આવેલા શૌરિકયક્ષના મંદિરમાં જઈને તે યક્ષની માનતા રાખી. પરિણામે તેને પુત્ર થયો. તેનું નામ શૌરિકદર પાડવામાં આવ્યું; તથા તે ખૂબ લાડ-પાડથી ઊછરવા લાગ્યા. પછી ઉમરે આવતાં, તથા સમુદ્રદત્ત મરણ પામતાં, તે માછીમારોને મુખિયે બન્યું. તેના કેટલાય કરો સવારના પહોરમાં જ યમુના નદીમાં મછવા લઈને જતા અને ધરાઓને ઉલેચીને, ગાળીને, કે તેમાં ઘૂમીને, તેમને ડહોળીને, કે તેમને વહાવી દઈને જુદાં જુદાં સાધન વડે નાનાંમોટાં એમ જુદા જુદા અનેક પ્રકારનાં માછલાં પકડી પકડી મછવા ભરતા; અને ઘેર ૧. તે સાધનાનાં નામ મૂળમાં આ પ્રમાણે આપ્યાં છે. તેમના અર્થ વ્યવહારમાંથી જાણું લેવાનું ટીકાકાર જણાવે છે: प्रपंचुल, प्रपम्पुल, जम्भा, त्रिसरा, भिसरा, घिसरा, विसरा દિલ્દીથી, શિક્ઝરી, સ્જિર, ગાઢ (જાળ), ૪ (ગળ), ટપારા, વરથર (રેસાઓની જાળ), ત્રબંધ (સૂતરની જાળ), રાજીવંઘ (વાળની થેલી જાળ). Page #96 -------------------------------------------------------------------------- ________________ ૌરિક દત્તની કથા આવી તેમને સૂકવીને તેમનાં મોટાં મોટાં ખળાં કરતા. પછી બીજા નોકરો તેમને સૂકવીને રાંધીને કે મૂંછને રાજમાર્ગે વેચતા અને કમાણી કરતા. શૌરિકદત્ત પોતે પણ તે માછલાંની અનેક વાનીએ બનાવરાવી ખાતે, તથા દારૂ પીને લહેર કરતો હતો. એ પ્રમાણે જુદાં જુદાં માછલાંની અનેક વાનીઓ ખાતા તે શૌરિકદત્તના ગળામાં એક વખત માછલાને કાંટે ખેંચી ગયો. કેમેય કર્યો તે ન નીકળે, ત્યારે શૌરિકે આખા નગરમાં ઢઢેરે પિટાવ્યું કે, જે કઈ વૈદ્ય કે જાણકાર શૌરિકના ગળામાંથી કાંટે કાઢી આપશે, તેને તે ખૂબ ધન આપશે. એ સાંભળી ઘણાય વૈદ્યો, જાણકાર વગેરે આવ્યા અને તેમણે પિતાની ચારે પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને જુદી જુદી રીતે તેને ઊલટીઓ કરાવી, તેના ગળા ઉપર જુદી જુદી રીતે દબાણ કર્યું, તેને મોટા મોટા કેળિયા ગળાવ્યા, તેમ જ ચીપિયા, -સાંડસા વગેરે વડે પણ કાંટાને ખેંચી કાઢવાને ઘણે પ્રયત્ન કર્યો. પણ કશાથી કાંઈ વળ્યું નહીં. ત્યાર બાદ તેની વેદનાથી રિબાઈ રિબાઈને તે શૌરિકની હાલમાં આ દશા થઈ છે. ગૌતમ ઃ હે ભગવન ! અહીંથી મરીને શૌરિક ક્યાં જશે? ભગવાન: હે ગૌતમ! પિતાનું ૭૦ વર્ષનું આયુષ્ય પૂરું કરીને તે રત્નપ્રભા નરકભૂમિમાં ઉત્પન્ન થશે. પછી ત્યાંથી ભટકતો ભટકતો અંતે તે હસ્તિનાપુરમાં માછલું થશે. ત્યાં ૧. ઔત્પત્તિકી (સ્વાભાવિક, જન્મસિદ્ધ), વૈનાયિકી (કેળવણીથી પ્રાપ્ત કરેલી), કર્મ જા (પ્રયોગથી પ્રાપ્ત થયેલી), અને પારિણુમિકી (અનુભવથી પરિપકવ થયેલી). Page #97 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ માછીઓના હાથે ભરાઈ, તે તે જ નગરમાં નગરશેઠને ધેર પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પણ સાધુ થશે, અને તપ-સંયમાદિ બરાબર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચકુળમાં જન્મશે. ત્યાં પણ જીવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સયમાદિ બરાબર પાળશે અને અંતે સિદ્ધ-મુદ્દ–અને મુક્ત થઈ, સ દુઃખાને અંત લાવશે. 1 * Page #98 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાની કથા જૂના કાળમાં રેહતક નામે નગર હતું. તેમાં વૈશ્રમણુદત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી નામની રાણું હતી તથા પુષ્યનંદિ નામે યુવરાજ હતું. તે જ નગરમાં દત્ત નામે ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતા. તેને કૃષ્ણશ્રી નામે પત્ની તથા દેવદત્તા નામે પુત્રી હતાં. એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરમાં ભિક્ષા માટે ફરતા હતા, તેવામાં તેમણે લોકોનું એક મેટું ટોળું જોયું. તે ટોળામાં તેમણે મુશ્કેટોટ બાંધેલી એક સ્ત્રી જોઈ તેનાં કાન-નાક કાપી નાખેલાં હતાં, તથા તેને શૂળીએ ચડાવવામાં આવતી હતી. તે જોઈ ગૌતમ સ્વામીને વિચાર આવ્યું કે, આ સ્ત્રીએ એવાં તે શાં પાપકર્મ કર્યા હશે, જેથી તેની આ દશા થઈ છે. ઉતારે પાછા આવી, મહાવીરસ્વામીને તે વિષે પૂછતાં તેમણે તે સ્ત્રીની નીચે મુજબ. કથા કહી સંભળાવી. હે ગૌતમ! પૂર્વે અહીં ભારતવર્ષમાં જ સુપ્રતિષ્ઠ નામે નગર હતું. તેમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતો હતા. તે રાજાને હજાર રાણીઓ હતી. તેમાં ધારિણું. પટ્ટરાણ હતી. તે ધારિણીને સિંહસેન નામે કુમાર હતો. Page #99 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણય અને સંયમ તે જ યુવરાજ પણ હતો. તેને પાંચસે રાજકન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. વખત જતાં મહાસેન મરણ પામ્યો, એટલે સિંહસેન રાજા બન્યો. તે બહુ પ્રતાપી તથા પ્રભાવશાળી હતો. વખત જતાં સિંહસેન રાજા શ્યામા રાણુમાં જ એટલો બધે આસક્ત થઈ ગયો છે, તેના સિવાયની બીજી રાણુઓનો તેણે આદર કરવાનું કે દરકાર રાખવાનું જ છેડી દીધું. આ વાત પેલી ચાર નવ્વાણું રાણુઓની માતાઓના જાણવામાં આવતાં, તેમણે ભેગી મળી એ ઘાટ ઘડ્યો કે, લાગ જોઈ, કઈ પણ રસ્તે શ્યામાને મારી નાખવી. આ વાત સંજોગવશાત શ્યામાના જાણવામાં આવી. એટલે તે ખૂબ ગભરાઈ ગઈ. તેને થયું કે, કોણ જાણે એ બધીઓ તેને કેવે કમેતે મારી નાખશે. આથી તે તરત કેપગ્રહમાં ચાલી ગઈ તેની મુખકાંતિ વલી પડી ગઈ તથા તે લમણે હાથ દઈ ઉદિમ ચિત્તે આંસુ પાડતી બેઠી. સિંહસેનને આ વાતની જાણ થતાં તે તરત કેપગ્રહમાં શ્યામા પાસે આવ્યા, અને આમ કરવાનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે સ્થામાએ તેને પેલી રાણુઓની માતાઓએ કરેલા કાવતરાની વાત કરી. સિંહસેને તેને સમજાવીને આશ્વાસન આપ્યું કે, હું એવું કરીશ કે જેથી તેને કેઈન તરફથી કશે ભય જ નહીં રહે. ત્યારબાદ તેણે પિતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને તેમને નગર બહાર એક મેટે સે થાંભલાઓવાળો ૧. રાણ રિસાય ત્યારે જઈને ભરાવાને ઓરડે. Page #100 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાની કથા મહેલ બનાવવાનો હુકમ આપ્યું. તેમાં ઘણું છૂપી કરામત તેણે કરાવી. ત્યારબાદ યોગ્ય સમયે તે રાજાએ પોતાની પેલી ચારસો નવ્વાણુ સાસુઓને પિતાના નગરમાં આમંત્રણ આપીને તેડાવી. તે બધી રાજાના આમંત્રણથી ખુશ થઈ ખૂબ વસ્ત્રાલંકાર પહેરી નગરમાં આવી પહોંચી. રાજાએ તેમને પેલા કરામતી મહેલમાં ઉતારો આપ્યો; અને તેમને સર્વ પ્રકારની ખાન-પાન-નાટય–ગીત-માજશેખ વગેરેની ખૂબ વસ્તુઓ મોકલી આપી. તેઓ તે બધી વસ્તુઓનો ઉપભેગ કરતી આનંદ કરવા લાગી. પછી મધરાતે રાજા પિતે થોડાંક માણસો લઈને તે મહેલ તરફ ગયો, અને તેનાં બારી-બારણાં બંધ કરાવી દઈ તેને સળગાવી મૂકે. પેલી ચારસે નવ્વાણુ સાસુઓ બળતીઝળતી તથા ચીસો પાડતી, અસહાયપણે તે આગમાં નાશ પામી. આવાં બધાં કર્મો કરતાં કરતાં સિંહસેન રાજા પિતાનું ૩૪૦૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામે અને છઠ્ઠી નરકભૂમિમાં નારકી જીવ તરીકે ઉત્પન્ન થયે. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ર૨ સાગર વર્ષોનું હોય છે. ત્યાંથી ટ્યુત થઈ, તે રેહતક નગરમાં દત્તસંઘવીની કૃષ્ણથી શેઠાણુને પેટે પુત્રી તરીકે ઉત્પન્ન થયે. તેનાં માતાપિતા તેને ખૂબ ઠાઠ-માઠમાં કાળજીપૂર્વક ઉછેરવા લાગ્યાં. ૧. મૂળમાં “ટાચાર” શબ્દ છે. અર્થાત છૂપાં ભોંયરાં– બારી-બારણું વગેરે વાળે મહેલ, જેથી મરજી મુજબ તેમાં સંતાઈ શકાય કે તેને બંધ કરી શકાય કે બાળી નાખી શકાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ કેટ પાત્ર, પુણ્ય અને સયમ ઉમરમાં આવતાં તેનું રૂપ અને લાવણ્ય અપૂર્વ રીતે ફૂલીફાલી ત્યાં. એક વખત તે દેવદત્તા નાહી-ધાઈ, અલંકાર પહેરી, દાસીઆ॰ સાથે અગાસીમાં સેાનાને દડે રમતી હતી; તેવામાં નીચે થઈને વૈશ્રમણુદત્ત રાજા નાહી-ધાઈ, અલંકાર પહેરી, ઘેાડેસવાર થઈ પેાતાના રસાલા સાથે જતા હતા. તેણે દેવદત્તાને અગાસીમાં રમતી જોઈ. તેનું અદ્ભુત રૂપ-લાવણ્ય દેખી તે નવાઈ પામ્યા, અને તે કેાની પુત્રી છે, તથા તેનું નામ શું છે, એમ પેાતાના હજૂરિયાઓને પૂછવા લાગ્યા. તેઓએ કહ્યું કે, તે છે!કરી દત્ત સંધવીની પુત્રી છે. ધેર પાછા ફર્યાં બાદ વૈશ્રમદત્ત પેાતાના ખાનગી કારભારીઓને ખેાલાવ્યા અને તેમને જણુાવ્યું *, આખું રાજ્ય પહેરામણીમાં આપવુ પડે તાપણુ એ દેવદત્તાને મારા પુષ્યદિ કુમારની રાણી તરીકે લાવે. રાજાએ આ રીતે પેાતાનું અંગત કામ સોંપ્યું હોવાથી ખુશી થયેલા તે કારભારીએ નાહી-ધાઈ, ચેાગ્ય વસ્ત્રાભૂષણ પહેરી દત્તને ઘેર ગયા. દત્ત તેમને આવતા જોઈ બહુ ખુશી થયા, તથા સાત-આઠ પગલાં સામે જઈ તેણે તેમને સત્કાર . ૬. મૂળમાં ફ્લુના શબ્દ છે. તેના કુબ્જા સ્ત્રી એવા અર્થે પણ થાય; તેમ જ થૂંકદાની ધરનારી દાસી, એવે! અથ પણ થાય તે દાસીઓનાં વિશેષણાની વિગત આ પ્રમાણે છે : અનેક દેશ તથા વિદેશની ભેગી થયેલી, ઇંગિત-ચિંતિત-પ્રાતિને જાણનારી, પેાતપેાતાના દેશના વેષને પહેરનારી'. આ ઉપરાંત અંતઃપુરમાં રહેનારા વર્ષચર, કચુકી અને મહત્તરકના સમૂહોથી પણ તે કન્યા વીટળાયેલી હતી, એમ મૂળમાં જણાવેલું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાની કથા કર્યાં. ત્યારબાદ તેમને ઉત્તમ સુખાસના ઉપર મેસારીને, તેઓ જરા ઠંડા પડચા એટલે તેણે પૂછ્યું' કે, આપ સૌના આવવાનું પ્રયાજન શું છે તે કહે. " તેઓએ જવાબ આપ્યા, · હે દેવાનુપ્રિય ! અમે પુષ્યદિ યુવરાજ માટે તમારી કન્યા દેવદત્તાનું માગું કરવા આવ્યા છીએ. તમને જો એ સબધયેાગ્ય લાગતા હાય, સુપાત્રે લાગતા હાય, વખાણવા જેવા લાગતા હેાય, તેમ જ એકબીજાને અનુરૂપ લાગતા હોય, તે તમે દેવદત્તાને પુષ્યનદિ યુવરાજ સાથે પરણાવે! અને જે પહેરામણી જોઇતી હાય તે માગી લેા.’ 14 ત્યારે દત્તે જવાબ આપ્યા: “હે દેવાનુપ્રિયે ! મારી પુત્રીને પુત્રવધૂ તરીકે સ્વીકારવા વૈશ્રમણુદત્ત રાજા તૈયાર થાય એ જ મારી મેાટી પહેરામણી છે.” આટલું કહી, તેણે તે વિશ્વાસુ રાજસેવાને પુષ્પ-વસ્ત્રગંધ-માલ્ય-અલકારાદિ વડે સત્કાર કર્યાં. તથા તેમને વિદાય આપી. ત્યારબાદ યાગ્ય સમયે શુભ તિથિ, નિમિત્ત, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત વગેરે વિચારીને દત્તે ખૂબ અન્નપાન તૈયાર કરાવ્યું, અને સગાંવહાલાં–એાળખીતાં સૌને તેડાવ્યાં. તે સૌને યશેષ્ટ જમાડીને તથા પુષ્પગંધાદિ વડે સત્કાર્યા બાદ, તેણે દેવદત્તાને નવરાવી-ધાવરાવીને વસ્ત્રાલંકારથી સુશાભિત કરી. ત્યારબાદ હજાર પુરુષ। વડે ઊંચકાતી પાલખીમાં તેને બેસાડી, સૌ સગાંવહાલાં સાથે મેટા સમારેાહપૂર્વક, તથા વાજતેગાજતે તે વૈશ્રમણરાજાના ઘર તરફ જવા નીકળ્યા. ત્યાં જઈ, હાથ જોડી પેાતાની કન્યા તેણે રાજાને સોંપી. રાજાએ પણ ખૂબ ખુશી થઈ, પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવ્યું, અને Page #103 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સયમ સગાંવહાલાં–ઓળખીતાં સૌને તેડાવી, તેમને ઉચિત સત્કાર કર્યાં. ત્યારબાદ પુષ્યનદિ કુમારને તથા દેવદત્તાને પાટ ઉપર એસાર્યાં, અને શ્વેત તથા પીળા કલશેાથી તેમને સ્નાન કરાવ્યું. ત્યારબાદ તેમને પરણેતર પહેરાવ્યાં, અને પછી વિધિપૂર્વક હામ વગેરે કરીને પુષ્યનદિ પાસે દેવદત્તાના હાથ પકડાવ્યા. ત્યારબાદ વાજતેગજતે તથા ખૂબ ઋદ્ધિ-સત્કારાદિથી દેવદત્તા પાસે પુષ્યન દિને હાથ પકડાવ્યા. પછી દેવદત્તાનાં માતપિતા તથા સગાંવહાલાંને ખૂબ ખાન-પાન તથા વસ્ત્ર-ગંધ-માલ્યઅલંકારાદિથી સત્કારીને વિદાય આપી. e ત્યારબાદ પુષ્પન દિકુમાર દેવદત્તા સાથે મહેલને ઉપલે માળ નાચ-ગાન-માજ-મજા વગેરેથી આનંદ કરતા રહે છે. વખત જતાં વૈશ્રમણુદત્ત રાજાને દેહાંત થયે! એટલે પુષ્યન દિએ તેને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યાં. ત્યારબાદ પુષ્યન દિ રાજા થયે. પુષ્યન`દિરાજા ભારે માતૃભક્ત હતા. રાજ સવારમાં તે શ્રીદેવી પાસે જઈ તેમને નમસ્કાર કરતા. ત્યારબાદ શતપાક-સહસ્રપાક તેલે તેમને શરીરે ચેળતેા. ત્યારબાદ હાડકાં, માંસ, ચામડી અને રુવાંટાં એ ચારેને સુખ થાય તેવી રીતે તેમને મન કરતા. પછી તેમને શરીરે સુગંધી લેપ કરતા. ત્યારબાદ ઊના-ટાઢા, અને સુગધી એમ ત્રણ પ્રકારના પાણી વડે તેમને સ્નાન કરાવતા; પછી તે જમી-પરવારીને પેાતાને ઠેકાણે પાછાં પહેાંચી જાય, ત્યારબાદ જ પાતે નાહતા તથા ખાતા-પીતા. ૧. સેા તેમજ હુન્નર વાર ગાળેલાં તેલ. " . Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાની કથા ૭૧ એક વખત દેવદત્તાને રાત્રે જાગતાં જાગતાં વિચાર આવ્યો કે, પુષ્યનંદિ રાજા ભારે માતૃભક્ત છે; તેથી તે મારી સાથે સુખ-વિલાસમાં પૂરતો સમય આપતા નથી, અને માતાની સેવામાં જ દિવસને મેટો ભાગ ગાળે છે. માટે કઈ પણ પ્રકારે અગ્નિ-શસ્ત્ર-વિષ વગેરેમાંથી કોઈનો પણ પ્રયોગ કરી તે શ્રીદેવીનું હું કાસળ કાઢે, તે પછી પુષ્યનંદિ રાજા સાથે નિરાંતે યથેષ્ટ ભોગ ભેગવી શકું.' ત્યારથી માંડીને તે શ્રીદેવીને મારી નાંખવાને લાગ જેતી સાવધાન રહેવા લાગી. એક વખત શ્રીદેવી મદ્યપાન કરી, એકલાં પથારીમાં ઘસઘસાટ ઊંધતાં હતાં, તે લાગ જોઈ દેવદત્તા ચારે તરફ નજર કરતી રસોડામાં ગઈ. ત્યાંથી એક લોઢાને સળિયે ખિલેલાં કેસૂડાંના ફૂલ જેવો લાલચેળ તપાવી, સાંડસાથી પકડી તે શ્રીદેવી પાસે આવી, અને તેમની ગુદામાં તેને જોરથી બેસી દીધે. શ્રીદેવી પણ એક વિકટ ચીસ પાડી તરત જ મરણ પામ્યાં. શ્રીદેવીની ચીસ સાંભળી તેમની દાસીઓ આજુબાજુથી તરત ત્યાં દોડી આવી; તે તેમણે દેવદત્તાને ત્યાંથી ભાગી નીકળતી જોઈ. તેઓએ શ્રીદેવીની પાસે જઈને જોયું તો શ્રીદેવીને કમોતે મરેલાં જોયાં. તે જોઈ તેઓ “હાય, હાય, ગોઝારી હત્યા” એમ બૂમે પાડતી જ્યાં પુષ્યનંદિ રાજા હતો ત્યાં આવી, અને તેને બધી વાત કહી સંભળાવી. તે સાંભળી રાજા માનશોકથી આઘાત પામી કુહાડાથી કાપેલા ચંપાના વૃક્ષની પેઠે પેઠે ધસ દઈને જમીન ઉપર તૂટી પડ્યો. થોડા સમયબાદ સ્વસ્થ થઈ તેણે પોતાના દરબારીઓ, પ્રજાજનો વગેરે સાથે મળીને શ્રીદેવીની અંતિમ Page #105 -------------------------------------------------------------------------- ________________ નરકમાં પાપ, પુણ્ય અને સંયમ ક્રિયા કરી. ત્યારબાદ ક્રોધે ભરાઈ, તેણે દેવદત્તાને પકડાવીને આવે કમેતે મારી નાખવાનો હુકમ કર્યો છે. ગૌતમઃ હે ભગવન! એ દેવદત્તા અહીંથી મરીને કયાં જશે, તથા કયાં ઉત્પન્ન થશે? " ભગવાન: હે ગૌતમ! એંસી વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી, દેવદત્તા અહીંથી મરણ પામી રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતી ભટકતી તે અંતે ગંગાપુર નગરમાં હંસ થશે. ત્યાં પારધીએ વડે ભરાઈ, તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુઓ દ્વારા સદુપદેશ સાંભળી, તે સાધુ થશે, અને તપન્સયમાદિ બરાબર આચરશે. પછી તે સૌધર્મ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સંયમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધબુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખેને અંત લાવશે. . ૧. સંખ્યા વિચિત્ર લાગે છે. એટલી મોટી ઉમરે તેણે સાસુનું ખૂન કર્યું ? | પરીભતી તે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અજૂની કથા જૂના કાળમાં વમાનપુર નામે નગર હતું. ત્યાં વિજયમિત્ર નામે રાજા રાજ્ય કેરતા હતા. તે જ નગરમાં ધનદેવ નામે તાલેવંત સંધવી રહેતા હતા. તેની પત્નીનું નામ પ્રિયગ્ હતું, તથા તેની પુત્રીનું નામ અજૂં હતું. તે રૂપ-લાવણ્યમાં અનુપમ હતી, તથા તેનું શરીર સુકુમાર તથા પ્રમાણુસર હતું. એક વખત મહાવીર સ્વામી ક્રૂરતા કરતા તે નગરમાં આવી પહેાંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ નગરમાં કરતા હતા, તેવામાં વિજયમિત્ર રાજાના મહેલની અશાકવાટિકાની પાસે થઈને જતાં તેમણે એક હાડપિંજર જેવી થઈ ગયેલી સ્ત્રીને વેદનાથી ભરેલી કરુણાજનક મેાટી ચીસેા પાડતી જોઈ. ભૂખથી તેનું શરીર સુકાઈ ગયું હતું, તથા તેના શરીરમાં માત્ર હાડકાં જ ખખડતાં હતાં. તેને જોઈ તેમને વિચાર આવ્યેા કે, આ સ્ત્રીએ પૂર્વે એવાં તે શાં પાપકમ કર્યાં હશે, જેથી તેને આવું ભયંકર કષ્ટ વેઠવું પડે છે. ઉતારે પાછા જઈને મહાવીરસ્વામીને તે બાબત પૂછતાં, તેમણે તે સ્ત્રીની કથા નીચે મુજબ કહી સંભળાવી. હે ગૌતમ! પૂર્વે અહીં ભારતવર્ષમાં જ ઈંદ્રપુર નામે નગર હતું. ત્યાં ઇંદ્રદત્ત નામે રાજા રાજ્ય કરતા હતા, તે જ નગરમાં પૃથિવીશ્રી નામે ગણિકા રહેતી હતી. તે ગણિકા Page #107 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ વશીકરણાદિ પ્રયાગાથી રાજા-રજવાડાં-શેઠ-વેપારી સૌને વશ કરી, ઉત્તમ માનુષી ભાગા ભાગવતી રહેતી હતી. એ પ્રમાણે કરતાં કરતાં ઘણું પાપ ભેગુ' કરી, તે ગણિકા ૩૫૦૦ વર્ષોંની ઉમરે મરણ પામી, છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગર વર્ષોનું હાય છે. ત્યાંથી ચ્યુત થઈ ને, તે વમાન નગરમાં ધનદેવને ઘેર તેની પ્રિયગ્ શેઠાણીને પેટે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. તેનું નામ તેનાં માતપિતાએ અંજૂ પાડ્યું. ધીમે ધીમે તે અનૂ માટી થઈ, અને તેનું રૂપ-લાવણ્ય અદ્ભુત રીતે ખીલી ઊડ્યું. એક વખત વિજય રાજા ઘેાડેસવાર થઈને ધનદેવના ધર પાસે થઈને જતા હતા, તેવામાં તેણે અંજૂને પેાતાના ઘરની અગાશીમાં રમતી જોઈ. તેનું અદ્ભુત રૂપ દેખી રાજાએ પેાતા માટે તેનું માગુ કર્યું, અને તેની સાથે લગ્ન કરી, તે પેાતાના મહેલમાં તેની સાથે ઉત્તમ કામભેગા ભેગવવા લાગ્યા. ET ચેાડા વખત બાદ અંજૂ રાણીને યાનિમાં શૂલ ઉત્પન્ન થયું. તેની ભયંકર વેદનાથી તે ખૂબ રિબાવા લાગી. રાજાએ રા પિટાવીને સૌ વૈદ્યો વગેરે જાણુકારાને એકઠા કર્યાં, તથા ઘણાધણા ઉપાયેા અજમાવી જોયા, પણ કશાથી જૂઅ રાણીને રાગ મળ્યો નહીં. તેથી અંતે આ રીતે રિબાતી, રિમાતી તે પેાતાના દિવસે પૂરા કરે છે. ગૌતમઃ હે ભગવન્! તે અજારાણી અહીંથી મરીને કાં જશે તથા ત્યાં ઉત્પન્ન થશે? મહાવીરઃ હે ગૌતમ! તે અજૂરાણી અહીં પેાતાનું ૯૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી, મરણ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ અનૂની કથા નારી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતી ભટકતી તે અંતે સતાભદ્ર નગરમાં માર થશે. ત્યાં પારધીએ વડે હણાઈ ને તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુઓ દ્વારા સદુપદેશ સાંભળી, તે પ સાધુ થશે, અને તપ-સયમાદિ ખરાખર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચ્યવી, તે મહાવિદેહું ક્ષેત્રમાં ઉચ્ચકુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સયમાદ્ધિ ખરાબર પાળશે અને અંતે સિદ્-મુદ્દે અને મુક્ત થઈ, સવ દુ:ખાના અંત લાવશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ ખંડ ૨ જે પુણ્યનાં ફળ Page #111 -------------------------------------------------------------------------- ________________ अच्चेइ कालो तूरन्ति राइओ न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयन्ति दुर्म जहा खीणफलं व पक्खी ॥ जइ तसि भोगे चइउं सत्तो अज्जाइ कम्माइ करेहि रायं । धम्मे ठिओ सव्वंपयाणुक्म्पी तो होहिसि देवो इओ विउव्वी ॥ [૩૪૦ ૧૩/૩૧-૨] ચિત્રમુનિ કહે છે: હે રાજન ! કાળ ચાલ્યો જાય છે; કામજોગોમાં તારી એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભેગે નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીઓ છોડી દે છે, તેમ વખત આવતાં ભેગે પુરુષને છોડી દે છે. આમ છતાં, અત્યારે તું ભેગેને છોડવાને અશક્ત હોય, તે તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ આર્ય કર્મો કર; ધર્મમાં સ્થિત રહે, અને સમગ્ર પ્રજાઓ તરફ અનુકંપ રાખ. એટલાથી પણ તું મરીને કામરૂપી દેવની ઉચ્ચ ગતિ પામીશ. Page #112 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા પૂર્વે હતિશીર્ષ નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને એક હજાર રાણુઓ હતી. તેમાં ધારિણદેવી પટ્ટરાણું હતી. એક વાર ધારિણું રાણું રાત્રે મચ્છરદાનીથી ઢંકાયેલા પલંગ ઉપર નરમ, સુંવાળા અને સુવાસિત એછાડથી આચ્છાદિત બિછાનામાં અર્ધજાગૃત અવસ્થામાં સૂતી હતી. તેવામાં તેણે સર્વલક્ષણસંપન્ન, રૂપાના ઢગલા જેવો સફેદ, તથા સાત હાથ ઊંચે એ એક ગજરાજ પિતાના મુખમાં પેસતો હોય તેવું સ્વપ્ન જોયું. સ્વપ્નથી હર્ષિત થઈને રાણીએ રાજા પાસે જઈને તેની વિગતો તેને કહી સંભળાવી. રાજાએ બીજે દિવસે સ્વપ્ન પાઠકને બેલાવીને તે સ્વપ્નને અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે, “આ સ્વપ્નથી તમને અર્થ લાભ, પુત્રલાભ, રાજ્યલાભ અને ભેગસૌ લાભ થશે એવું સૂચિત થાય છે. પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ રાણુની કૂખે કુળદીપક પુત્રને જન્મ થશે. તે શુરવીર થઈ, કાં તો રાજ્યને સ્વામી થશે, અથવા આત્મોદ્ધારક સાધુ થશે.” Page #113 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સયમ રાજારાણીએ આ સાંભળી, અત્યંત હર્ષિત થઈ, તે બધા સ્વમપાઠકાને ખૂબ ધન-ધાન્યાદિ આપી ખુશ કર્યાં. ત્યારબદ ચેાગ્યકાળે રાણીએ મધરાતે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા. રાજાએ તે પ્રસંગે આખા નગરમાં દશ દિવસને મહે।ત્સવ જાહેર કર્યાં, કેદીઓ છેાડી મૂક્યા, તથા તાળવાનાં સાધનાનાં વજન અને માપવાનાં સાધનાનાં માપ વધારી દેવરાવ્યાં. તમામ પ્રજા એ દિવસ આનંદથી પસાર કરે તે માટે બધાં પ્રકારનાં દાણુ-મહેસૂલ-કર-જપ્તીઓ-દડદેવાં વગેરેની મારી જાહેર કરવામાં આવી. આખા શહેરમાં તે બધા દિવસે। સુધી સંગીત, નૃત્ય, વાદિત્ર, ખેલ, નાટક, ખાનપાન વગેરે દ્વારા આનંદની હેલી મચી રહી. આરમે દિવસે કુમારનું સુબાહુ એવું નામ વિધિપૂર્વક પાડવામાં આ . પછી પાંચ-પાંચ ધાત્રીએ વડે તથા અનેક દાસ-દાસીએ વડે કાળજીપૂર્વક ઉછેરાતા તે કુમાર ઠાઠમાઠમાં મેાટા થવા લાગ્યા. આ વર્ષે તેને કલાચાર્યાં પાસે ૭૨ કલાઓ શીખવા મેાકલવામાં આવ્યે!; તથા ભણી-ગણી રહ્યા બાદ, જુવાનીમાં આવતાં તેને સમાન ઉમર-રૂપ-લાવણ્ય-યૌવન-ગુણ-અને કુળની માંસસે। રાજકુમારીએ સાથે પરણાવવામાં આવ્યું. રાજારાણીએ સુખાહુ રાજકુમારની દરેક સ્ત્રી દીઠ જુદાજુદા સુંદર મહેલા બનાવરાવ્યા, તથા તેમને પુષ્કળ સુવર્ણ, વાહનેા, તથા દાસદાસી પ્રીતિદાનમાં આપ્યાં. < ૧. તેમના નામ તથા વિગતા માટે જુએ આ માળાનું ધમ કથાઓ ‘પુસ્તક, પાન ૧૯૩, Page #114 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા ત્યારબાદ સુબાહુકુમાર પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાનવિલાસાદિથી ઉત્તમ માનુષી ભેગે ભેગવત રહેવા લાગે. એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું લોકેનાં ટોળેટોળાં તેમનાં દર્શને જવા ઊલટયાં. ' સુબાહુકુમારે પિતાના વિલાસગૃહમાંથી લોકોની એ હિલચાલ જોઈ પોતાના કંચુકીને પૂછયું કે, આજે લોકોની આ ભારે હિલચાલ શાની મચી છે? કંચુકીએ કહ્યું કે, “આજે હસ્તિશીર્ષ નગરની બહાર ઈશાન ખૂણામાં આવેલા પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લેકની આમ મેદની જામી છે. • આ સમાચાર સાંભળી સુબાહુકુમાર પણ તેમનાં દર્શને જવા માટે ઉત્સુક થયે, અને પિતાને ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરાવી ભગવાન મહાવીર જ્યાં ઊતર્યા હતા તે તરફ ત્વરાથી જવા લાગ્યો. શ્રમણભગવાન મહાવીરે ત્યાં આવેલા સૌને વિવિધ પ્રકારે ધર્મોપદેશ કર્યો. ભગવાનનો આ પ્રકારનો ઉપદેશ સાંભળીને સુબાહુકુમાર ઘણે પ્રસન્ન થયે, સંતોષ પામે, અને જાણે પિતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યો. તે ફરી ફરી ભગવાન મહાવીરને નમસ્કાર કરીને તેમની ઉપાસના કરે તો તેમને કહેવા લાગ્યોઃ “હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે, તમારા સિદ્ધાંતમાં મને શ્રદ્ધા-પ્રીતિ તથા રુચિ ઉત્પન્ન થયાં છે; પરંતુ હે ભગવન! જેમ બીજા અનેક લોકો ઘરબાર છોડી, આપની પાસેથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮ર પાપ, પુણય અને સંયમ સાધુપણાની દીક્ષા લે છે, તેમ મારાથી બની શકે તેમ નથી. તેથી હું તો આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતાવાળા ગૃહસ્થધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને જવાબ આપ્યો, “હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ થાય તેમ કર.' ત્યાર બાદ સુબાહુએ ભગવાન પાસે જીવન સુધી મન-વચન-કાયાથી, [૧] સ્થૂલ હિંસા ન કરવાની તેમજ ન કરાવવાની, [૨] સ્થૂલ અસત્ય ન બોલવાની તેમજ ન બોલાવવાની, [૩] સ્કૂલ ચૌય ન કરવાની તેમજ ન કરાવવાની, [૪] સ્વદારા-સંતોષવ્રત પાળવાની [૫] અને પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તે ઉપરાંત તેણે [૧] પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિણામ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવાનું “દિગ્વિરતિવત' લીધું; [૨] બહુ અધર્મના સંભવવાળી ખાનપાન-કપડાં-વાસણુકૂસણ વગેરે વસ્તુઓનો ત્યાગ કરી, એાછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભોગ માટે પરિમાણ બાંધવા રૂપી “ઉપભોગપરિભેગપરિમાણ વ્રત' લીધું; [૩] પિતાના ભાગ રૂપે પ્રયોજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવારૂપ-અર્થાત ૧. એ પાંચ અણુવ્રત” છે. કોઈપણ સંજોગોમાં કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી – ન કરાવવી – કે કરનારને અનુમતિ ન આપવી, એ અહિંસાનું “મહાવ્રત” થયું. પરંતુ ગૃહસ્થ તેવું મહાવ્રત પાળી શકે નહિ; એટલે હિંસા વિષયક અમુક મર્યાદાઓ તે સ્વીકારી લે છે. તે “અણુવ્રત” થયું કહેવાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા કોઈ નિરર્થક પ્રવૃત્તિ ન કરવારૂપી “અનર્થદંડવિરતિવત’ લીધું; [૪] રેજ અમુક વખત સુધી અધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવારૂપ “સામાયિકવ્રત લીધું, [૫] ઠરાવી મૂકેલી દિશાના પરિમાણની મર્યાદામાં પણ વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવારૂપ દેશવિરતિવ્રત' લીધું; [૬] આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ કરી, બધી શારીરિક ટાપટીપનો ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવારૂપ “પૌષધોપવાસ” વ્રત લીધું; [9] તથા ન્યાયથી પેદા કરેલ તેમજ ખપે તેવી જ ખાનપાનાદિ યોગ્ય વસ્તુઓનું, ઉભય પક્ષને લાભ થાય તેવી રીતે, શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્ર સાધુને દાન કરવારૂપ અતિથિસંવિભાગવત' લીધું. આ પ્રમાણે બાર વતો ધારણ કરી, સુબાહુ પિતાના રથમાં બેસી ઘેર પાછો ફર્યો. તેના ગયા બાદ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે ભગવાનને પૂછ્યું: “હે ભગવાન ! આ સુબાહુકુમાર મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનને ગમે તે, મન ચિંતવ્યા કરે તેવો, સૌમ્ય, વલ્લભ, પ્રિયદર્શન, તથા સુરૂપ લાગે છે; બીજા અનેક લેકે પણ તેને તે જ માને છે. તે હે ભગવન્! આ સુબાહુકુમારે આ પ્રકારની માનુષી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરી છે ? ૧. આ સાત “શિક્ષાવ્રત” છે. સામાન્ય રીતે આ સાતમાંથી ૧-૫-૩ એ ત્રણ વ્રતોને “ગુણવત” કહે છે; અને બાકીનાં ચારને જ શિક્ષાવ્રત કહે છે. તસ્વાર્થ સૂત્રમાં આ સાતેને ક્રમ નીચે મુજબ આપેલો છે: ૧-૫-૩-૪-૬-૨–૭. Page #117 -------------------------------------------------------------------------- ________________ વ પાપ, પુણ્ય અને સયમ ત્યારે, ભગવાને તેમને સુબાહુની કથા આ પ્રમાણે કહી સંભળાવી : હે ગૌતમ ! પૂર્વે અહીં જ ભારતવમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં સુમુખ નામે ગૃહસ્થ રહેતા હતા. એક વખત ધધાણ સ્થવિર૧ પાંચસે સાધુએ સાથે વિચરતા વિચરતા તે નગરમાં આવી પહોંચ્યા. તે જાતિ, કુલ, ખલે, રૂપ, વિનય, જ્ઞાન, દન અને ચારિત્રયુક્ત હતા; લાળુ, નમ્ર, એજસ્વી, તેજસ્વી, પ્રતાપી અને કાર્તિમાન હતા; ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, ઇંદ્રિયેા, સંકટા તથા વિશ્નોને પાર કરનાર હતા; જીવવાની દરકાર વિનાના તથા મરણની ખીરુ વિનાના હતા; તથા જ્ઞાનાદિની આબતમાં મહાબંડારરૂપ હતા. વળી તે તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચર્યોથી જીવનારા હતા, તથા સુવતી, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, ક્ષમામુક્તિ-વિદ્યા બ્રહ્મચર્ચા-નિયંમ-સત્ય-પવિત્રતા તેમજ સુબુદ્ધિથી યુક્ત હતા. તે શુદ્ધિમાં હેતુરૂપ, સર્વ જીવેાના મિત્ર, તપના ફળની આકાંક્ષા વિનાના, અચ'ચળ, સયંમરત, સાધુપણામાં લીન, તથા દેખરહિત પ્રશ્નોત્તરવાળા હતા. તે કાળે ધર્મધેાષ સ્થવિરના શિષ્ય સુદત્ત નામના સાધુ સયમ અને તપ આચરતા તથા એકએક મહિનાના ઉપવાસ કરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા; તેમને શારીરિક બાંધે ઉગ્ર તેમજ અંતિમકાટીનું ધ્યાન સાધી શકાય તેવા હતા; તેમને વર્ણ કસેાટીના પથરા ઉપર પડેલી સાનાની રેખાસમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા, ૧. વડીલ, વૃદ્ધ સાધુ, Page #118 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા ઘેર બ્રહ્મચારી હતા, ધ્યાનરત હતા; તથા શરીરની પરવા તેમજ ટાપટીપ વિનાના હતા. પોતાના ઉપવાસનું પારણું કરવા માટે ગુરુની અનુજ્ઞાથી તે નગરમાં ભિક્ષા માગવા નીકળ્યા. ફરતાં ફરતાં તે સુમુખને ઘેર આવી પહોંચ્યા. તેમને આવતા જોઈ સુમુખ અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થઈ, આસનેથી ઝટ ઊભો થયો અને પાદપીઠ ઉપરથી નીચે ઊતર્યો. પછી તેણે પગમાંથી પાદુકાઓ કાઢી નાખી, ખેસને જઈની પેઠે વીંટાળ્યો, અને સાત પગલાં સામા જઈ ત્રણ વાર પ્રદક્ષિણા કરી તેમને નમસ્કાર કર્યા. ત્યારબાદ તેમને પુષ્કળ અન્નપાનથી તૃપ્ત કરવાનો પ્રસંગ મળવાથી હર્ષિત થતો થતો તે ઘરની અંદર ગયે, અને ત્રણ પ્રકારે નિર્દોષ એવું અન્નપાન મન-વાણુ-કાયાની શુદ્ધતાપૂર્વક તેમને અર્પીને તેમને સત્કાર કર્યો. તેના એ પુણ્યકર્મથી જ તરત તેને સંસારભ્રમણને કાળ મર્યાદિત બની ગયે, અને તેને બીજા જન્મમાં પણ મનુષ્યદેહ મળે તેમ થયું. વળી તે જ વખતે તેના ઘરમાં આ પાંચ દિવ્ય વસ્તુઓ પ્રગટ થઈ. ધનની વૃષ્ટિ, પાંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વજારૂપ વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિને ગડગડવું, અને આકાશ વિષે “હે દાન!, અહે દાન !' એવી થોડી વારમાં નગરના લોકોમાં પણ એ વાત ફેલાઈ ગઈ, અને લોકો સુમુખને અને તેના મનુષ્યજન્મને ધન્યવાદ દેવા લાગ્યા, તથા તેના પુણ્યશાળીપણાને અભિનંદવા લાગ્યા. એ ૧. તેને “એક શાટિક-ઉત્તરાસંગ' કહે છે. ૨ આપનારની, લેનારની, અને આપેલી વસ્તુની દષ્ટિએ શુદ્ધ Page #119 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ યોગ્યકાળે સુમુખ પિતાનું આયુષ્ય પૂરું કરી, હસ્તિશીર્ષક નગરમાં અદીનશત્રુ રાજાને ત્યાં ધારિણુદેવીની કુખે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તે જ આ સુબાહુ. તેણે પોતાની આ માનુષી સંપત્તિ એ રીતે પ્રાપ્ત કરી છે. • તે સાંભળી ગૌતમે પૂછયું: હે ભગવન ! આ સુબાહુકુમાર આપની પાસે સાધુ થશે કે નહીં ?' ભગવાને કહ્યું, “હા, થશે.” ત્યારબાદ ભગવાન મહાવીર વગેરે તે નગરમાંથી નીકળી બીજે ચાલ્યા ગયા. પેલો સુબાહુકુમાર ભગવાનના ગયા બાદ જન ગૃહસ્થ (શ્રમણ પાસક) ના આચાર-વિચાર વિધિપૂર્વક પાળવા લાગ્યો. તેણે જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તથા પાપ-પુણ્ય એટલે શું, પાપકર્મ શાથી બંધાય છે, તેને કેવી રીતે રોકી શકાય. કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે, કઈ અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનોમાંથી ક્યાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધાની સમજ તેણે પ્રાપ્ત કરી. કોઈ પણ કાર્યમાં તે બીજાની આશા ઉપર નિર્ભર રહેતે નહાતો, તેમજ કાઈથી તે ગાંજ્યો જાય તેવો નહોતો. જન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત બન્યું કે, દેવ વગેરે આવીને તેને ગમે તેટલે ભમાવે, તે પણ તે ભમે નહીં. તેને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા નહોતી, કે તેમાં જણાવેલા આચાર બાબત વિચિકિત્સા નહતી. તેણે શાસ્ત્રાધ્યયન કરી તેના અર્થને - ૧. મૂળમાં રાણીને ગર્ભાવસ્થામાં પિતાના મુખમાં સિંહ દાખલ થયાનું સ્વપ્ર આખ્યાને ઉલ્લેખ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા નિશ્ચિત કર્યો હતો. જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલ હેવાથી તે એમ કહે કે, “એ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂ૫ છે; બાકી બધું અનર્થરૂપ છે !' તેની ઉદારતાને કારણે તેના દરવાજાના આગળા હંમેશાં ઊંચા જ રહેતા, અને તેનું આંગણું જ્યારે-ત્યારે જમી ઊઠેલાએના એંઠવાડવાળું જ હતું. તે એવો પવિત્ર ચારિત્રવાળા હતો કે કેાઈના અંતઃપુરમાં તે જ તે કોઈને કશી જ શંકા આવતી નહોતી. પોતે લીધેલાં બધાં વ્રતો તે બરાબર આચરતો હતો, તથા વિવિધ તપકર્મ વડે આત્માને વાસિત કરતો વિહરતો હતો. આ સુબાહુકુમાર ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે પૌષધવ્રત પાળતો. તે આ પ્રમાણે ૧ પૌષધવ્રત કરવાનો જે ખાસ એારડે હતો ત્યાં તે જ; તેને વાળીમૂળી સાફ કરતો; પિતાને માટે ઝાડો-પેસાબ કરવાની જગા નિયત કરી રાખત; દાભનો સાથરે પાથરી, તેને ઉપર બેસત; અને ત્રણ દિવસનો ઉપવાસ સ્વીકારી, તથા મણિ– સુવર્ણમાલા-લેપ–વિલેપન-શસ્ત્ર–મુસલ આદિને ત્યાગ કરી બ્રહ્મચર્યપૂર્વક ધર્મચિંતન કરતો, અને તેટલો વખત સર્વ નિંદ્ય પ્રવૃત્તિઓને ત્યાગ કરતો. એક વખત એ પ્રમાણે પૌષધવત દરમ્યાન ધર્મજાગરણ કરતો તે મધ્યરાત્રીને સમયે બેઠો હતો, તેવામાં તેને આ પ્રકારનો સંકલ્પ થયેઃ “તે ગામ-નગર-વગેરે સ્થાનને ધન્ય છે, કે ૧ તેની વિગતે માટે જુઓ આ માળાનું “દશ ઉપાસકો પુસ્તક. પા. ૬૯૭૦. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પાપ, પુણ્ય અને સંયમ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીર પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા લે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ તેમની પાસે અણુવ્રતાદિવાળા ગૃહસ્થધર્મની દીક્ષા લે છે; તે રાજા – શેઠ – સંઘવી આદિને ધન્ય છે, જેઓ તેમની પાસે ધર્મોપદેશ સાંભળે છે. હવે જે ભગવાન મહાવીર ફરતા ફરતા આ નગરમાં આવે, તો હું તેમની પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા જરૂર લઉં.” ભગવાન મહાવીર સુબાહુકુમારનો આ પ્રકારનો સંકલ્પ જાણી, એક ગામથી બીજે ગામ એમ ક્રમે ક્રમે ફરતા ફરતા હતિશીર્ષ નગરમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું નગરજનો વગેરે સૌ તેમને દર્શને ગયા. સુબાહુકુમાર પણ અત્યંત હર્ષિત થઈ તેમનાં દર્શને ગયો. પછી તેમને ઉપદેશ સાંભળી, અત્યંત પ્રસન્નતા અનુભવતો તથા તેમને ફરી ફરી નમસ્કાર કરી તેમની વારંવાર ઉપાસના કરતે તે કહેવા લાગ્યો : “હે ભગવન્ ! તમારું કથન મને ગમ્યું છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું. હે દેવાનુપ્રિય ! હું મારાં માતાપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી તમારી આજ્ઞા પ્રમાણે વતું.” ભગવાનને આ પ્રમાણે કહી સુબાહુકુમાર રથમાં બેસી ઉતાવળો ઉતાવળો પિતાને ઘેર આવ્યા, તથા પિતાનાં માતાપિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યોઃ “હે માતપિતા! આજે હું ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી આવ્યો છું. તે મને ખૂબ ગમે છે. તેથી તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને Page #122 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા તેમના સહવાસમાં રહેવાની મને પ્રબળ ઈચ્છા છે, માટે તમે મને સાધુ થવાની રજા આપે.” કઈ વાર નહીં સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ સુબાહુકુમારની માતા મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડી. પછી અનેક ઉપચારે વડે ભાનમાં આવતાં તે રડતી રડતી તથા શેક કરતી અને વિલાપ કરતી પિતાના પુત્રને તેના નિશ્ચયમાંથી પાછો ફેરવવા માટે સમજાવવા લાગી. પરંતુ સુબાહુકુમાર કેમે કર્યો ચળ્યો નહીં. ત્યારે છેવટે તેને લઈ તેનાં માતપિતા ધામધૂમથી ભગવાન મહાવીર પાસે આવ્યાં અને તેમને પ્રદક્ષિણાદિ કરી બોલ્યાં, “ હે દેવાનુપ્રિય ! આ અમારે એકનો એક પુત્ર અમારા પ્રાણ સમે છે, તથા અમારે માટે ઉંબરાના ફૂલ જેવો દુર્લભ છે. આપને ઉપદેશ સાંભળ્યા બાદ હવે તે કામોગામાં બંધાવા ઈચ્છતો નથી; તથા સંસારના ભયથી તેને ઉગ થયો છે, માટે આપ તેને આપના શિષ્ય તરીકે સ્વીકારે.” મહાવીરે ત્યારબાદ સુબાહુને દીક્ષા આપી. પછી તેનાં માતાપિતા તેને આશીર્વાદ આપી પાછાં ફર્યો. સુબાહુ, પણ ભગવાનને ઉપદેશ સારી રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યો. તે ચાલવામાં, બેલવામાં, ખાનપાન લાવવામાં, પોતાનો સરસામાન લેવામૂકવામાં, મળમૂત્ર તથા મુખ, કંઠ અને નાકને મેલ વગેરે નિરુપગી વસ્તુઓ નાખી આવવામાં સાવધાન રહેત; મન-વાણુંકાયાની ક્રિયાઓમાં સાવધાન રહેત; તેમને વશ રાખતો, ઈકિય-. નિગ્રહ આચરતા તથા સુસંયતપણે બ્રહ્મચર્ય ધારણ કરતો વિચરતો હતો. તેણે ભગવાનના ગૃહ શિષ્ય (સ્થવિર) પાસે Page #123 -------------------------------------------------------------------------- ________________ હ.. પાપ, પુણ્ય અને સચમ અગિયાર અંગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ ચાર ટંક ન ખાવું, આઠ ટંક ન ખાવું વગેરે વિવિધ તપકર્મ પણ તેણે વિધિપૂર્વક આચર્યું અને ઠીકઠીક આત્મશુદ્ધિ સાધી. એ પ્રમાણે ઘણાં વર્ષ સુધી શ્રમણુપણું પાળતાં પાળતાં જ્યારે તેણે જોયું કે, હવે તેનું શરીર અતિ કૃશ થઈ જવાથી વધુ કામ આપે તેવું રહ્યું નથી, ત્યારે તેણે મરતાં લગી ન ખાવાનું મારણાંતિક સંખના વ્રત સ્વીકાર્યું. તથા પવિત્ર સ્થાનમાં જઈને જંતુરહિત સ્થળે દાભનું બિછાનું બિછાવ્યું, અને આહારદિને ત્યાગ કર્યો. પછી જીવિત કે મરણની કામના ત્યાગીને, પોતાના તપના બદલામાં અમુક ફળ મળે એવું કાંઈ નિદાન (સંકલ્પ) કર્યા વિના તેણે રહેવા માંડ્યું. એ પ્રમાણે ૬૦ ટંક ખાધા વિના વિતાવી, તથા અંતે જીવિત દરમ્યાન પિતે કરેલા દોષોની કબૂલાત તથા પ્રાયશ્ચિત્તાદિ કરી લઈ તે સમાધિપૂર્વક મરણ પામ્યા, અને સૌધર્મક૯૫માં દેવ તરીકે ઉત્પન્ન થયું. ત્યાંનું આયુષ્ય પૂરું થયે, ત્યાંથી અવીને ફરી તે મનુષ્યજન્મમાં આવશે. તે જન્મમાં પણું તે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશે અને ચોગ્ય સ્થવિરો પાસે દીક્ષા લઈ સાધુ થશે. ત્યાંથી મરણ પામી તે સનકુમાર કપમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ફરી મનુષ્યજન્મમાં ' ૧. તેમના વર્ણન માટે જુઓ આ માળાનું “સંયમધર્મ” પુસ્તક–ઉપેદુધાત. • ૨. તેના વિશેષ વર્ણન માટે જુઓ આ માળાનું દશ ઉપાસકે” પુસ્તક પા. ૭૫. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં૦ ૧. Page #124 -------------------------------------------------------------------------- ________________ સુબાહુની કથા ૧ આવશે. તેમાં પણું સાધુ થઈ, તે ભરણુ પામી તે બ્રહ્મલેાકમાં ઉત્પન થશે. ત્યાંથી કરી મનુષ્યજન્મ-પાğ મહાશુક્રકલ્પમાં દેવપણુ –પાછા મનુષ્યજન્મ પાછુ આનત-કલ્પમાં દેવપણું-પાછે. મનુષ્યજન્મ-પાછું, આરણુકલ્પમાં દેવપણું - પાછા મનુષ્યજન્મ પાછુ સર્વો་સિદ્ધ નામના અનુત્તર દેવલેાકમાં દેવપણુ અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યજન્મ. તે જન્મમાં તે સર્વ કર્મીના ક્ષય કરી, સિદ્–મુદ્દ–અને મુકત થશે, તથા સર્વ દુ:ખાના અંત લાવશે. ૧. જીએ પ્રકરણને અ ંતે ટિપ્પણુ નં. ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ - ટિપ્પણ ટિ૫ણ ન. ૧ઃ ' જૈન માન્યતા પ્રમાણે કલ્પ અથવા સ્વર્ગ ૧૨ છે: સૌધર્મ, અશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. એ બારે સ્વર્ગોની ઉત્તરેતર વધતી જતી શક્તિ, સ્થિતિ, સુખ વગેરેની વિગતો માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર” પુસ્તક અ ૪, સૂત્ર ૭–૧૦. એ બાર સ્વર્ગો ઉપર નવ ગ્રેવેયક વિમાનો (દેવલોક) છે. તેમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. એ વિમાને સૌથી ઉત્તર – પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. કિપણ ન. ૨૪ આ પછીનાં બીજાં ૯ અધ્યયને વિશેષનામે તથા સામાન્ય નજીવી વિગતેના થોડાઘણું ફેરફાર સિવાય બીજી બધી રીતે એક સરખાં જ છે. તેથી મૂળસૂત્રમાં પણ તે અધ્યયનો આખાં છાયાં નથી. દરેક અધ્યયનની વિગતોને ફેરફાર નીચે ટૂંકમાં આપે છે: અદયયન ૨ઃ વૃષભપુર નગર– ધનાવહ રાજા – સરસ્વતી દેવી – ભદ્રનંદિ કુમાર- તેની શ્રી દેવી પટરાણી સહિત પાંચસે રાણુઓ – તેના પૂર્વભવની કથા : મહાવિદેહમાં પુષડરીકિણી નગરી–વિજયકુમાર— યુગબાહુ તીર્થંકરને જમાડ્યા – બાકી બધું સમાન. - અધયયન ૩: વીરપુર નગર – વીરકૃષ્ણમિત્ર રાજા – શ્રીદેવી સુજાતકુમાર – તેની બલશ્રી પટરાણ સહિત પાંચસે રાણીએ – તેના પૂર્વાભવની કથા : ઈક્ષુકાર નગર –ષભદત્ત ગૃહસ્થ – પુષ્પદંત સાધુને જમાડચા – બાકી બધું સમાન Page #126 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યાય ૪: વિજયપુર નગર– વાસવદત્ત રાજા–કૃષ્ણદેવી - સુવાસવ કુમાર –તેની ભદ્રા પટરાણી સહિત પાંચ રાણીએ – તેને પૂર્વભવની કથા: કૌશાંબી નગરી – ધનપાલ રાજા – વૈશ્રમણભદ્ર સાધુને જમાડ્યા – બાકી બધું સમાન. - અદયયન ૫ સૌગંધિકા નગરી – અપ્રતિહત રાજા – સુકૃણાદેવી - મહેન્દ્ર કુમાર– તેની અહંદતા સ્ત્રીજિનદાસપુત્ર– તેના પૂર્વભવની કથા : મmમિકા નગરી-મેઘરથ રાજા – સુધમાં સાધુને જમાડયા –- બાકી બધું સમાન. અદયયન : પ્રિયચંદ્ર રાજા – સુભદ્રા દેવી – વૈશ્રમણ કુમાર યુવરાજ –તેની શ્રીદેવી પટરાણ સહિત પાંચસે સ્ત્રીએ – તેને ધનપતિ પુત્ર – તેના પૂર્વભવની કથા : મણિચયિકા નગરી – મિત્ર રાજા – સંભૂતવિજય સાધુને જમાડચા–બાકી બધું સમાન. અદયયન ૭. મહાપુર નગર – બલ રાજા – સુભદ્રા દેવીમહાબલ કુમાર–તેની રક્તવતી પટરાણ સહિત પાંચસે સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : મણિપુર નગર –– નાગદત્ત ગૃહસ્થ – ઇદ્રદત્ત સાધુને જમાડચા –– બાકી બધું સમાન. અધયયન ૮: સુઘોષ નગર – અર્જુન રાજા – તત્ત્વવતી દેવી – ભદ્રનંદિ કુમાર – તેની શ્રીદેવી પટરાણી સહિત પાંચસે સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : મહાઘોષ નગર – ધર્મઘોષ ગૃહસ્થ – ધર્મસિંહ સાધુને જમાડવા – બાકી બધું સમાન. અદયયન ૯ઃ ચંપાનગરી – દત્ત રાજા – રક્તવતી દેવી --- મહચંદ્ર કુમાર યુવરાજ – તેની શ્રીકાન્તા પટરાણી સહિત પાંચસો સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : તિગિચ્છા નગરી – જિતશત્રુ રાજા – ધર્મવીય સાધુને જમાડચા –બાકી બધું સમાન. અચયન ૧૦: સાકેત નગર – મિત્રનંદિ રાજા – શ્રીકાંતા દેવી – વરદત્ત કુમાર – તેની વરસેના પટરાણુ સહિત પાંચસે સ્ત્રીઓ –તેના પૂર્વાભવની કથાઃ શતદ્વારનગર,-વિમલવાહન રાજા - ધર્મચિ સાધુને જમાડ્યા – બાકી બધું સમાન. Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ ખંડ ૩જો સયમનાં ફળ Page #129 -------------------------------------------------------------------------- ________________ - કના વિવિધ હેતુએ જાણી, તેમના ત્યાગ કરેા તથા વિવિધ પ્રકારનાં શીલેા વડે ઊર્ધ્વગતિ સાધા. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ, તેા તેથી કાંઈ નિરાશ થવાનું કારણ નથી. તેવા મનુષ્યા ઉત્તમ વિભૂતિવાળી દેવચેાનિએમાં જન્મ પામી,આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયેાનિમાં સારાંસારાં કુળામાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દેશ ઉત્તમ અગા પ્રથમથી પ્રાપ્ત થાય છે : ઘર-વાડી-સાનું-રૂપુ-પશુ-નાકરચાકર; સુશીલમિત્ર; સહૃદય નાતીલાઓ; ઉત્તમ ગાત્ર; ઉત્તમ વ; આરેાગ્ય; તીક્ષ્ણમુદ્ધિ; ખાનદાનપ'; યશ; અને પરાક્રમ. પૂર્વજન્મના સત્કાર! વડે પ્રથમથી જ વિશુદ્ધ‘આચરણવાળા તેએ અસામાન્ય મારુષિક વિભૂતિ ભેાગવતા છતા, તેમાં અનાસક્ત રહી, શુદ્ધ ખાધ પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઆએ વણ વેલા સચમપ્રધાન મે ક્ષમાગ સ્વીકારી, તપથી કર્યાં શેને નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [ઉત્ત૦ ૩/૧૩-૮] Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ જાલીકુમારની કથા ૧ જૂના કાળમાં રાજગૃહ॰ નામે નગર હતું. તેમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. એક વખત ધારિણી દેવી પલંગ ઉપર નરમ બિછાનામાં સૂતી હતી, તેવામાં તેણે રાત્રીના પૂભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં એક સ લક્ષણસ`પન્ન સિંહ પેાતાના સુખમાં પેસતા હોય તેવું સ્વપ્ત જોયું. બીજે દિવસે રાજાએ સ્વમપાઠકોને ખેલાવીને એ સ્વમના અર્થ પૂછ્યો, તે તેમણે જણાવ્યું કે, આ સ્વમ એવું સૂચવે છે કે રાણીની કૂખે કુળદીપક એવા પુત્રરત્નને જન્મ થવાનેા છે. સ્વ×પાઠકાની એ વાત સાંભળી રાજા-રાણી અત્યંત હર્ષિત થઈ, ગર્ભની સર્વ પ્રકારે સાવધાનીથી રક્ષા કરવા લાગ્યાં. પૂરા નવ મહિના અને સાડાસાત દિવસ પૂરા થતાં રાણીએ મધ્યરાત્રીને સમયે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા. રાજાએ તે પ્રસંગે· આખા નગરમાં ભારે ઉત્સવ જાહેર કર્યાં, તથા વિધિપૂર્વક કુમારના જન્માદિ સંસ્કાર કર્યાં. બારમે દિવસે કુમારનું ‘જાલીકુમાર’ નામ પાડવામાં આવ્યું. રાજાએ કુમારની રક્ષા માટે મહારાણીની દેખરેખ નીચે ધાત્રીએ, દાસી વગેરેની વ્યવસ્થા કરી. તથા જાલીકુમાર ૧. તેને વિષેની ઐતિહાસિક, ભૌગોલિક આર્દિ માહિતી માટે જીએ માળાનું ધકથાઓ ′ પુસ્તક, પા. ૧૮૨-૫. < Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પપ, પુણ્ય અને સંયમ પણ દિવસે દિવસે પર્વતની કંદરામાં ચંપાનું વૃક્ષ વધે તેમ મેટો થવા લાગ્યો. આઠ વર્ષને થતાં તેને શુભ દિવસે, શુભ મુહૂર્ત કલાચાર્ય પાસે ૭૨ કળાઓ શીખવા મોકલવામાં આવ્યો. અભ્યાસ પૂરો થતાં, તથા જાલીકુમાર ઉંમરે આવતાં, તેનાં માતાપિતાએ તેને માટે ઉમર-રૂપ-લાવણ્ય-યૌવન અને ગુણસમુદાયની બાબતમાં સરખી એવી આઠ ખાનદાન રાજકુળની રાજકન્યાઓ પસંદ કરી, અને ખૂબ ધામધૂમથી તેમને તેની સાથે લગ્ન કર્યું. ત્યાર બાદ જાલીકુમાર પિતાએ આપેલા અનુપમ ભોગપદાર્થોથી યુક્ત થઈને પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાન અને વિલાસમાં રહેવા લાગ્યો. એક વાર ભગવાન મહાવીર ગામેગામ પગપાળા ફરતા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા. સૌ લેકીને તેમને દર્શને જતા જોઈ, જાલીકુમાર પણ તેમનાં દર્શને ગયે. ત્યાં મહાવીરસ્વામીએ આપેલો ઉપદેશ સાંભળી, તે ઘણે પ્રસન્ન થયો, સંતોષ પામે, અને જાણે પોતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તે ફરીફરીને ભગવાનને નમસ્કાર કરી, કહેવા લાગ્યોઃ “હે ભગવન્! આપનું કથન મને ગમ્યું છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને બંધનમુક્ત થવા હું ઈચ્છું છું.” પછી મહા પરાણે પિતાનાં ૧. મૂળમાં આટલાં વિશેષણ વધારે છે : ૭૨ કલાઓમાં પંડિત, નવ અંગે ભણેલ, અઢાર દેશી ભાષાઓમાં વિશારદ, સંગીતમાં પ્રીતિવાળે, ગાંધર્વ-નાટય–શાસ્ત્રમાં કુશળ, બળવાન, રાત્રે પણ બીન્યા વિના ફરનાર, સાહસિક, અને ભેગસમર્થ [થતાં.] Page #132 -------------------------------------------------------------------------- ________________ જાલીકુમારની કથા માતપિતાની અનુમતિ મેળવીને જાલીકુમારે ભગવાન પાસે સાધુપણાની દી' લીધી. દીક્ષા લીધા બાદ જાલીકુમાર મહાવીર ભગવાનની ના મુજબ જ ચાલતા–રહેતા-એસતા-સૂતા-ખાતાએ લતા-તથા સર્વે જીવેા પ્રત્યે દયાપૂર્ણાંક વતા હતા, અને એ બાબતમાં જરાપણ આળસ કરતા નહીં. ચાલવામાં-ખેલવામાં-ખાનપાન લાવવા-લેવામાં–પેાતાના સામાન તથા પાત્રાને લેવા-મૂકવામાં – મળમૂત્ર-લીંટ-અળખા વગેરે મેલ નાખવામાં તે સાવધાન રહેતા અને કાળજીથી વર્તતા. માનસિક–વાચસિક-શારીરિક ક્રિયાઓમાં પણ તે સાવધાન રહેતા, મન-વચન-કાયાને વશ રાખતા, ઇંદ્રિયાને વશ રાખતા તથા સુસ યતપણે બ્રહ્મચર્ય ધારણ કરતા વિચરતા હતા. તે ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાવાન, (સહનશીલ), જિતેન્દ્રિય, શુવતી, કાઈ પ્રકારની મૂળાકાંક્ષા (નિદાન) વિનાને, સુંદર સાધુપણામાં લીન અને દમનશીલ હતા. તેણે ભગવાનના વિરેશ પાસેથી અગિયાર અંગેા શીખી લીધાં. ત્યાર બાદ એક વાર ભગવાન પાસે જઈ તેણે કહ્યું : “ હે ભગવન! તે આપ અનુમતિ આપેા, તે! હું ‘ગુણરત્ન સંવત્સર ' નામનું તપ ધારણ કરવા ઇચ્છું છું.’ " ભગવાને કહ્યું : ‘હે દેવાનુપ્રિય ! તને જેમ ઠીક લાગે તેમ કર, વિલંબ ન કર.' પછી જાલીએ ભગવાનની અનુમતિથી નીચે પ્રમાણે ગુણરત્ન તપ આદર્યું" : પહેલા માસમાં સતત ચાર-ચાર ટંકના ઉપવાસ કરવા, અને દિવસે સૂર્યની સામે નજર માંડી, તડકી ૧. તે બધા સવાદની વિગત માટે જુઓ આ માળાનું ધકથા ’પુસ્તક, પા. ૨૦-૬. C Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પાપ, પુણ્ય અને સંયમ આવતું હોય તેવી જગામાં ઉભડક બેસી રહેવું; તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર એડ્યા કે પહેર્યા વિના વીરસિને બેસી રહેવું. પછી બીજે મહિને તે જ પ્રમાણે છે ટંકના ઉપવાસ કરવા. ત્રીજે મહિને આઠ ટંકના; ચોથે મહિને દશ ટંકન . . . . એમ અનુક્રમે સામે માસે ચોત્રીસ રંકને ઉપવાસ કરવા, તથા દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણાવ્યું છે તે જ કાયમ રાખવું. આ પ્રમાણે ઉદાર (આશા વિનાના), વિસ્તીર્ણ, કલ્યાણરૂ૫, મંગળરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉજજવળ, અને મેટા પ્રભાવવાળા તપકર્મથી જાલી મુનિ શુષ્ક થઈ ગયા ભૂખને પ્રભાવે રૂખા થઈ ગયા, માંસરહિત થયા, તથા માત્ર હાડકાં અને ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે તેમના શરીરનાં બધાં હાડકાં ખડખડતાં હતાં. તેમના શરીરની બધી નાડીઓ ઉપર તરી આવી હતી. હવે તે માત્ર આત્મબળથી જ ચાલવું–બેસવું વગેરે ક્રિયાઓ કરી શકતા હતા તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે, બોલી રહ્યા પછી, અને બોલતાં બોલતાં તથા બલવાનું કામ પડે ત્યારે પણ ગ્લાનિ * પામતા હતા. સૂકાં પાંદડાં, તલ કે તેવા સૂકા સામાનથી ભરેલી સગડીને કેાઈ ઢસડે, ત્યારે જે અવાજ થાય, તે જ અવાજ તે જાલી મુનિ ચાલતા ત્યારે પણ થતો. તે મુનિ ૧. નિતંબને ભાગ જમીનને ન અડકે તેમ. ૨ અર્થાત્ સિંહાસન વિના જ, સિંહાસન ઉપર બેઠા હોઈએ તેમ ઊભા રહેવું. ૩. આ બધાની વિગત માટે જુઓ આ માળાનું “ભગવતી-સાર” નામે પુસ્તક, પા. ૧૮૨. . Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જાલીકુમારની કથા તપથી પુષ્ટ હતા; જો કે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તપ અને તેજયુક્ત હતા. હવે એક દિવસે રાત્રીને પાછલે પહેરે જાગતાં જાગતાં તથા ધર્મ વિષે વિચાર કરતાં તે મુનિના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે: “હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળો થઈ ગયો છું; બોલતાં બોલતાં પણ થાકી જાઉં છું; તથા ચાલું છું ત્યારે પણ સૂકાં પાંદડાં વગેરેથી ભરેલી સગડીએ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ હજુ જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર – પરાક્રમ છે, ત્યાં સુધી હું મારા ધર્માચાર્ય શ્રમણભગવંત પાસે જઈ, અનશનવ્રત સ્વીકારું. આવતી કાલે જ મળસકું થયા પછી, રાજગૃહનગરમાં પધારેલા મહાવીર ભગવાન પાસે જઈ, તેમની અનુમતિ લઈ, પાંચ મહાવ્રતો ફરી ધારણ કરી, શ્રમણ તથા શ્રમણુઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પર્વત ઉપર ધીમેધીમે ચડી, કઈ કાળી શિલાને જોઈ–તપાસી, તેના ઉપર ડાભનો સાથર પાથરી, ખાનપાનનો ત્યાગ કરી, ભારણાંતિક સંખના’ વ્રત હું સ્વીકારું તથા મૃત્યુની કાંક્ષા તજી, વૃક્ષની પેઠે સ્થિર થાઉં.' તે પ્રમાણે બીજે દિવસે ભગવાનની અનુમતિ મેળવી તે મુનિ વિપુલપર્વત ઉપર ગયા અને ત્યાં ડાભના સાથરા ઉપર અંતિમ વ્રત સ્વીકારીને સૂતા. એ પ્રમાણે સાઠ ટક વીતાવી. પોતે કરેલા દેની કબૂલાત (આલોચના) તથા પ્રાયશ્ચિત્તાદિ કરી, તે મુનિ સમાહિત અવસ્થામાં મરણ પામ્યા. સાધુપણામાં ૧. આલોચના પછી પ્રતિક્રમણ કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે શુભ આચારમાંથી ખસી, અશુભ આચારમાં જે ક્રમણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાપ, પુણ્ય અને સચમ તેમણે કુલ ૧૬ વર્ષ ગાળ્યાં હતાં. તેમને મરણ પામેલા જાણી પેલા વિરાએ તેમના પરિનિર્વાણુ નિમિત્તે ધ્યાન કર્યું, તથા તેમનાં વસ્ત્ર-પાત્રા લઈ તેએ શ્રીમહાવીર ભગવાન પાસે આવ્યા, અને જાલીમુનિના મરણની વાત તેમને નિવેદિત કરીને, તેમનાં વસ્ત્રપાત્ર તેમની આગળ રજૂ કર્યાં. તે વખતે ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરીને પૂછ્યું : હે ભગવન્ ! જાલીસાધુ સ્વભાવે ભદ્ર, વિનયી શાંત એછા ક્રાધમાન-માયા-લેાભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુની એથે રહેનારા, કાઈને સંતાપ ન આપનારા તથા ગુરુભક્ત હતા. તે હવે મરણ પામીને કયાં ગયા છે, તથા કત્યાં ઉત્પન્ન થયા છે ? ભગવાને જવાબ આપ્યા હું ગૌતમ ! તે જાલી ચંદ્રક્ષેાક, તેમજ સૌધમ કલ્પથી (સ્વ) માંડીને આરણુ અને અચ્યુત કલ્પ, તથા નવ ગ્રેવયક વિમાને! (દેવલે) ની પણ પાર આવેલા વિજય નામના અનુત્તર વિમાનમાં૧ દેવ તરીકે ઉત્પન્ન થયા છે. ગૌતમ : હે ભગવન્ ! ત્યાં તેમનું આયુષ્ય કેટલું હશે ? મહાવીરઃ હે ગૌતમ ! અત્રીસ સાગરાપમ વર્ષોં. ગૌતમઃ હું ભગવન્ ! તે ત્યાંથી વ્યુત થઈ ને કયાં જશે? મહાવીરઃ હું ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં જન્મી સિદ્ધમુદ્દ-અને મુક્ત થશે. ગમન કર્યું હોય, તેમાંથી પ્રતિ' એટલે પાછા શુભ આચાર તરફ આવવું તે. તેમાં, પાતે કરેલી અશુભ પ્રવૃત્તિની નિંદાદ્વારા નિવૃત્તિ, નવા દેાષાના રાધ, અને ભવિષ્યના દેાષાના ત્યાગ-એટલી વસ્તુએ સમાઈ હોય છે. ૧. જીએ આગળ પાન ૧૧૫. Page #136 -------------------------------------------------------------------------- ________________ જાલીકુમારની કથા ટિપ્પણ આના જેવી જ કથા પછીના ૯ અધ્યાયમાં પણ સમજી લેવી. તે દરેકનાં નામ અનુક્રમે: માયાલિ, ઉવયાંલી, પુરિસસેણ, વારિસેણ, દીહદંત, લદંત, વેહલ, હાયસ અને અભયકુમાર છે. તે કથાએમાં થોડીઘણું વિગતેમાં ફેર છે તે નીચે પ્રમાણે : પ્રથમ છ જણની માતાનું નામ ધારિણી ગણવું; વેહલ અને હાયસને ચેલ્લણના પુત્રો કહેવા. પહેલા ચારને સાધુપણુને કુલ કાળ ૧૬ વર્ષ ગણપછીના ત્રણનો ૧૨ વર્ષનો ગણુ અને છેલ્લા બેને પાંચ વર્ષનો ગણવે. પહેલા ચાર મરીને અનુક્રમે જયંત, જય ત, અપરાજિય અને સવ્યસિદ્ધ નામના અનુતર દેવલોકમાં ઉત્પન્ન થાય; દીહત સવ્યસિદ્ધમાં, અને બાકીના અનુક્રમે અપરાજિય, જયંત, વૈજયંત અને વિજયમાં. અર્થાત્ અભયકુમાર વિજયમાં. બાકીનું બધું સમાન. અભયકુમારની બાબતમાં, રાજગૃહનગર, શ્રોણિક રાજા અને નંદાદેવી ગણવાં. બાકીનું ઉપર મુજબ [ દશ કથાને પહેલો વર્ગ સમાપ્ત ] બીજા વર્ગની તેર કથાઓનાં નામ નીચે મુજબ ગણવાંઃ દીહસેણ, મહાસણ, લકૂદત, ગૂઢદંત, સુદ્ધદંત, હલ્લ, દુમ, દુમાસણ, મહાદુમસેણુ, સીહ, સીહસેણ, મહાસીહણ, અને પુણસેણુ. બધી કથાઓ જાલીના જેવી જ સમજવી. રાજગૃહ નગર, શ્રેણિક પિતા, ધારિણી માતા. તેરેને સાધુપણાને કાળ ૧૬ વર્ષ. અનુક્રમે પ્રથમ બે વિજયમાં, પછીના બે વૈજયંતમાં, પછીના બે જયંતમાં, પછીના બે અપરાજિયમાં, અને મહાદુમસેથી બાકીના પાંચ સવ્યસિદ્ધમાં ઉત્પન્ન થાય. [તેર કથાને બીજે વર્ગ સમાપ્ત ] Page #137 -------------------------------------------------------------------------- ________________ ધન્યની કથા પૂર્વે કાકંદી નામે નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેમાં ભદ્રા નામે તાલેવંત શેઠાણું રહેતી હતી. તેને ધન્ય નામે પુત્ર હતો. તેને બહુ લાડ-પાડમાં ઠાઠ-માઠથી ઉછેરવામાં આવ્યો હતો, તથા જુવાનીમાં આવતાં તેને ખાનદાન કુળની તથા સમૃદ્ધ ઘરની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. ભદ્રાશેઠાણીએ તે દરેક સ્ત્રી દીઠ એક એક મહેલ પુષ્કળ સાધનસંપત્તિથી સજાવીને તૈયાર કરાવ્યો હતો; અને પહેરામણીમાં તે દરેકને પુષ્કળ પ્રીતિદાન આપ્યું હતું. ધન્ય પિતાની યુવાન અને સ્વરૂપવતી સ્ત્રીઓ સાથે અનેક પ્રકારનાં નાટયગીત-નૃત્ય વગેરેથી આનંદ કરતા, તથા ઋતુ અનુસાર ભાગે ભગવતે વિહરતો હતો. - એક વખત મહાવીર ભગવાન તે નગરીમાં પધાર્યા. તેમનાં દર્શને જતા અનેક લોકોને જેઈ ધન્ય પણ સ્નાનાદિથી પવિત્ર થઈ તેમનાં દર્શને ગયે, અને તેમને વંદનાદિ કરી તેમને ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. બિહારમાં ગોરખપુર લાઈન ઉપર આવતા નેનવાર સ્ટેશનથી દોઢ માઈલ ઉપર આવતું આજનું ખુનંદા જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક પા. ૨૨૭. Page #138 -------------------------------------------------------------------------- ________________ ધન્યની સ્થા ૧૦૫ ભગવાનને ધર્મોપદેશ સાંભળ્યા બાદ સતુષ્ટ થઈ, ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા નમસ્કાર કરી તેણે કહ્યું, “ હે ભગવન્ ! હું આપના પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું તથા રુચિ કરું છું. હું ભગવન્ ! હું આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને તૈયાર છું. પરંતુ હે દેવાનુપ્રિય ! મારી માતાની રજા માગીને હું આપની પાસે દીક્ષિત થઈ સાધુપણું સ્વીકારીશ.” પછી તે પેાતાને ઘેર ગયા, અને પેાતાના નિશ્ચયની વાત પેાતાની માતાને કરી. તે સાંભળી તેની માતા એકદમ પરસેવાથી ભીના શરીરવાળી થઈ ગઈ; તેનાં અંગે શાકભારથી કંપવા લાગ્યાં; તે નિસ્તેજ તથા શાભા વિનાની થઈ ગઈ, તેનાં આભૂષણે! ઢીલાં થઈ ગયાં; તેનું ઉત્તરીય વસ્ત્ર સરી ગયું, અને વીખરાયેલા કેશપાશ સહિત, મુષ્ઠિત થઈને તે કુહાડાથી કપાયેલી ચંપકલતાની પેઠે કે ઉત્સવ પૂરા થતાં શાભાહીન બની જતા ઇંદ્રધ્વજની પેઠે નીચે ગબડી પડી. પછી મહા પ્રયત્ને કઈક સ્વસ્થ થતાં તે આક્રંદ કરવા લાગી: હું પુત્ર ! તું મારા ઇષ્ટ, કાંત અને પ્રિય છે; આભરણુની પેટી જેવા, અને વિતના ઉત્સવ જેવા આનદજનક છે; ઉંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણુ પણ દુર્લભ છે, તે તારું દર્શોન તે। દુર્લભ હેાય તેમાં નવાઈ નથી. તારા વિયેાગ મારાથી એક ક્ષણુ પણ સહન નહી થઈ શકે. માટે હું જીવું ત્યાં લગી તું ઘેર જ રહે; પછી કુલવ શતંતુની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.' ત્યારે ધન્યે કહ્યું : “હે માતા ! આ મનુષ્યભવ અનેક જન્મ–જરા–મરણુ–રાગ વગેરે શારીરિક અને માનસિક દુ:ખાની Page #139 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ અત્યંત વેદનાથી અને સેંકડે સંકટોથી પીડિત છે, અધુવ છે, તથા સંધ્યાના રંગ જેવો, પરપોટા જેવ, દાભની સળી ઉપર રહેલા જલબિંદુ જેવો, પ્રદર્શન જેવ, અને વીજળીના ચમકારા જેવો ચંચળ છે. સડવું–પડવું–અને નાશ પામો એ તેનો ધર્મ છે. પહેલાં કે પછી તેને અવશ્ય ત્યાગ કરવાને છે; તો હે માતા ! કોણ જાણે છે કે, કેણુ પ્રથમ થશે અને કોણ પછી જશે? માટે હું તો તારી અનુમતિથી હમણું જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઈચ્છું છું.” - ભદ્રા : “હે પુત્ર ! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા–તલ વગેરે) અને ગુણોથી યુક્ત છે. તથા ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વવાળું છે. તે વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી શ્રેષ્ઠ છે, કુલીન છે, અતિ સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, તથા ઉદાત્ત અને મનહર છે. માટે હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ યૌવનાદિ ગુણો છે, ત્યાં સુધી તે તેને ઉપભોગ કરઃ પછી મારા મરણ બાદ કુલતંતુની વૃદ્ધિ કરી, વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.” ધન્યઃ “હે માતા ! આ શરીર દુખનું ઘર છે, અનેક વ્યાધિઓનું સ્થાન છે. અસ્થિ-સ્નાયુનાડીના સમૂહનું બનેલું છે, માટીના વાસણ જેવું દુર્બલ છે; અશુચિથી ભરેલું છે તેની સારવાર નિરંતર કરવી પડે છે; તથા જીર્ણ ઘરની પેઠે સડવું-પડવું-નાશ પામ એ તેને સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છેડવાનું જ છે. તો હે માતા ! કોણ જાણે છે કે કેણ પહેલાં જશે અને કોણ પછી જશે? Page #140 -------------------------------------------------------------------------- ________________ ધન્યની કથા ૧૦૭ માટે હું તે। તારી અનુમતિથી હમણાં જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઇચ્છું છું.” ભદ્રા : “ હે પુત્ર! તારે ૩૨ સ્ત્રીએ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી છે; રૂપ-લાવણ્ય-યૌવનથી યુક્ત છે. વળી તે સમાન કુલમાંથી આણેલી, કલાકુશળ અને સ કાળ લાડસુખને યેાગ્ય છે. વળી તે માવયુક્ત, નિપુણુ અને વિનયેાપચારમાં પંડિત તથા વિચક્ષણ છે. સુંદર, મિત અને મધુર ખેલવામાં, તેમ જ હાસ્ય-કટાક્ષ-ગતિ-વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે; ઉત્તમ કુલ અને શીલથી સુશાભિત છે; વિશુદ્ધ કુલરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમ યૌવનવાળી છે; મનને અનુકૂલ અને હૃદયને ઇષ્ટ છે; ગુણા વડે પ્રિય અને ઉત્તમ છે; તેમજ હંમેશાં ભાવયુક્ત, અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર! તું એ સ્ત્રીઓ સાથે માનુષી કામ ભાગે! ભગવ; ત્યારબાદ ભુક્તભાગી થઈ, વિયેાની ઉત્સુકતા દૂર થયા બાદ, મારા મૃત્યુ પછી દીક્ષા લેજે.” ધન્ય: “હે માતા ! માનુષી કામભેાગે અપવિત્ર અને અશાશ્વત છે; વાત-પિત્ત-શ્લેષ્મ, વીય અને લેાહીને ઝરવાવાળા છે; વિષ્ટા-મૂત્ર-શ્લેષ્મલીટ-વમન-પિત્ત-પરુ-વી અને શાણિતથી ઉત્પન્ન થયેલા છે; વળી તે ગા તથા ખરાબ મૂત્ર અને દુધી વિષ્ટાથી ભરપૂર છે; મડદા જેવી ગંધવાળા ઉચ્છ્વાસથી અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનારા છે; ખીભત્સ, હલકા અને કલમલ (અશુભ દ્રવ્ય )ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સ મનુષ્યાને સાધારણ છે; અત્યંત શારીરિક અને માનસિક દુઃખ વડે સાધ્ય છે; અજ્ઞાની જનથી સેવાયેલા છે; સાધુ પુરુષો વડે હંમેશાં નિંદાયા છે; અનંત Page #141 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સયમ સંસારની વૃદ્ધિ કરનારા છે; પરિણામે કટુળયુક્ત છે; અળતા ઘાસના પૂળાની પેઠે મૂકી ન દઈ એ તેા દુઃખરૂપ પરિણામવાળા અને મેાક્ષમામાં વિશ્ર્વરૂપ છે.” ૧૦૮ ભદ્રા : “ હે પુત્ર ! અ† ( પિતામહ ), પર્યો ( પ્રપિતામહ ) અને પિતાના પર્યા થકી આવેલું અખૂટ ધન તારી પાસે મેાજૂદ છે; તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવાને પુષ્કળ ભાગવવાને અને પુષ્કળ વહેચવાને પૂરતું છે. માટે તેના વડે પ્રથમ માનુષી કામભેગા ભેાગવ; અને પછી સુખને અનુભવ કરી; મારા મર્યાં બાદ દીક્ષા લેજે.” 66 ધન્ય હે માતા ! એ હિરણ્ય વગેરે પદાર્થો અગ્નિ-ચારરાજા-મૃત્યુ-દાયાદ (ભાયાત) વગેરેના ભયથી યુક્ત છે; વળી તે અશ્રુવ અનિત્ય, અને અશાશ્વત છે. કાણુ જાણે છે કે કાણુ પહેલાં જશે અને કાણ પછી જશે ? માટે હું તા તત્કાળ પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું.” આ પ્રમાણે જ્યારે વિષયને અનુકૂળ ઉક્તિએથી તેને મનાવી ન શકાયે, ત્યારે વિષયને પ્રતિકૂળ અને સયમને વિષે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી ઉક્તિઓથી તેની માતાએ તેને સમજાવવા માંડયો. “ હે પુત્ર! એ જિનમાગ ખરેખર સત્ય, અદ્વિતીય, ન્યાયયુક્ત, શુદ્ધ, શલ્યાને કાપનાર, સિદ્ધિના મારૂપ, મુક્તિના મારૂપ, અને નિર્વાણુના મારૂપ છે; તેમજ અસત્યરહિત તથા નિર ંતર સદુ:ખના નાશનું કારણ છે. તે માર્ગોમાં પ્રયત્ન કરનારા જીવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ અવશ્ય નિર્વાણ પ્રાપ્ત કરેછે, તથા સત્ર દુઃખાને નાશ કરે છે. પરંતુ તે મા` સની પેઠે એકાંત-નિશ્ચિત દૃષ્ટિવાળે!, અન્નાની પેડે એકાંત ધારવાળે, લેંઢાના જવ ચાવવાની પેઠે દુષ્કર અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ધન્યની કથા ૧૦૯ રેતીના કાળિયા જેવે નિઃસ્વાદ છે; વળી તે ગંગાને સામે પ્રવાહે જવાની પેઠે અને એ હાથથી સમુદ્રને તરવાની પેઠે મુશ્કેલ છે; તથા મેાટી શિલા ઊંચકવા બરાબર છે. સાધુને ભિક્ષા માગવી પડે છે; અને ભિક્ષામાં પેાતાને માટે તૈયાર ન કરેલું એવું વધ્યું ઘટયું સ્વીકારવું પડે છે. વળી મહેમાન માટે તૈયાર કરેલે આહાર, રાજપિંડ, તેમજ મૂલ, કંદ, કુલ, ખીજ અને હિરયાળીનું ભાજન ખાવું કે પીવું પશુ તેને કલ્પતું નથી. હે પુત્ર! તું સુખમાં ઊછરેલા છે, દુઃખ તે કદી તૈયું નથી. તેમજ ટાઢ-તડકા-ભૂખ-તરસ-ચાર-જંગલી જાનવર-ડાંસ-મચ્છર વગેરેના ઉપદ્રવાને તથા વાત પિત્તાદિથી થતા રોગાને અને તેમનાં દુઃખાને તેમજ તેવાં ખીન્ન સંકટા અને વિજ્ઞોને સહવાને તું સમથ નથી.” rr ધન્ય : હે માતા ! ખરેખર જિનેનેા મા મંદ શક્તિવાળા, કાયર તથા હલકા પુરુષને તેમજ આ લેાકમાં આસક્ત અને પરલેાકથી પરાઙમુખ એવા વિષયી લેાકાને માટે દુષ્કર છે : પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાન પુરુષને તેનું અનુપાલન જરાપણ દુષ્કર નથી.” આમ જ્યારે ધન્યને કાઈ પણ રીતે સમજાવી ન શકાય, ત્યારે વગર ઇચ્છાએ ભદ્રાએ તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. તથા તેના નિષ્ક્રમણાભિષેકની તૈયારીએ કરવા માંડી પછી ભદ્રાએ જિતશત્રુ રાજા પાસે જઈને કહ્યું “ હે દેવાનુપ્રિય ! મારે એકના એક પુત્ર અ`તની પાસે દીક્ષા લેવા તૈયાર થયા છે. મારે તેના આ છેલ્લા સત્કાર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાપ, પુણ્ય અને સયમ કરવાને છે. તેા. તેને માટે ચામર, છત્ર, અને મુગટ આપવાની મહેરમાની કરે.” } તે સાંભળી જિતશત્રુએ કહ્યું : “ હે દેવાનુપ્રિયે ! તું નિશ્ચિત રહે. હું પેાતે જ તેને નિષ્ક્રમસત્કાર કરીશ.” પછી જિતશત્રુ રાજા ચતુર`ગ સેના સાથે હસ્તીરાજ ઉપર એસી ભદ્રાને ઘેર આવ્યા અને ધન્યને કહેવા લાગ્યા : “ હે દેવાનુપ્રિય ! તું ભાગેાના ત્યાગ શા માટે કરે છે? મારી છાયામાં રહીને તું નિરાંતે ભેગા ભાગવ. તને જે કઇ તકલીફ્ હાય, તે તું મને કહી દે. હું તે બધાનું નિવારણ કરી આપીશ ,, ધન્ય જવાબમાં કહ્યું : “હે દેવાનુપ્રિય ! જો તમે મારા વિતને નાશ કરનારા મૃત્યુને રોકી શકતા હૈ।, તથા શરીરના સૌંદય ના વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને અટકાવી શકતા હૈ, તા હું જરૂર તમારી છાયામાં રહીને આ કામભેગાને ભાગવ્યા કરું.'' જિતશત્રુ મેલ્યા : “ હે દેવાનુપ્રિય ! મૃત્યુ કાઈથી રોકી શકાય તેવું નથી, દેવ અને દાનવ પણ તેને રેાકી શકતા નથી. જ્યાં સુધી ચિત્તમાં કષાયેાના સકારા છે, ત્યાંસુધી મૃત્યુને ભય રહેવાને જ.” "" ત્યારે ધન્યે કહ્યું : ‘- હે દેવાનુપ્રિય ! હું મૃત્યુભય ઇચ્છતા નથી તેથી જ તેને વધારનારા વિલાસના સંકારાને પણ હું ત્યાગ કરવા ઇચ્છું છું.” આ સાંભળી જિતશત્રુ રાજાએ આખી નગરીમાં ઘેષણા કરાવી કે, ‘જે લેાકેા મૃત્યુભયને નાશ ઇચ્છતા હોય અને તે માટે વિષયકષાયાને ત્યાગ કરવા કટીબદ્ધ થવા તૈયાર હાય, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ધન્યની કથા પણ માત્ર મિત્ર, જ્ઞાતિ, કે સંબંધી માણસેના યોગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હોય, તેઓએ ખુશીથી ધન્યની પેઠે પ્રવજ્યા લેવા તૈયાર થવું; કારણ કે, તેમનાં સંબંધીઓના વર્તમાન યોગક્ષેમનો હું નિર્વાહ કરીશ.” આ ઘેષણથી બીજા પણ અનેક વિચારક યુવાને ધન્ય સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં ગયા બાદ જિતશત્રુ - રાજાએ ધન્ય વગેરે યુવાનને આગળ કરીને ભગવાનને કહ્યું : “હે દેવાનુપ્રિય ! આ ધન્ય તેની માને એકનો એક છે, તેના અતિ સ્નેહનું પાત્ર છે; અને તેના બીજા હદય જે છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિષયવિલાસાદિથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહીને અહિંસાદિની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે, તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તો હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું.' તે વખતે બીજા બધા યુવાનો માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ જિતશત્રુએ ભગવાન પાસે પ્રગટ કરી. અહં તે તે બધાને પણ શિષ્ય તરીકે સ્વીકાર્યા. પછી ધન્ય વગેરે યુવાનેએ ઈશાન ખૂણામાં જઈ, પિતાનાં કપડાંલત્તાં ઉતાર્યા. પિતાના દીકરાએ ઉતારેલાં કપડાં લેતી અને સ્નેહથી આંસુ સારતી ભદ્રાશેઠાણુએ તેને કહ્યું: “બેટા! આ માર્ગમાં યન કરજે, પરાક્રમ કરજે, કદી પ્રમાદ ન કરીશ.” પછી ધન્ય અહંતભગવાનના આદેશ પ્રમાણે હંમેશાં સંયમથી વર્તવા લાગ્યો. તેણે અહંતના સ્થવિરે પાસે સામાયિક વગેરે ચૌદ પૂર્વેનું અધ્યયન ક્યું, તથા ઈદ્રિયદમન અને તપની સવિશેષ સાધના કરી. Page #145 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ ધન્યું. જે દિવસે પ્રવ્રજ્યા લીધી, તે જ દિવસે તેણે ભગવાન પાસે જઈને કહ્યું : ‘હે ભગવન્! આપ પરવાનગી આપે, તે। હું છ-છ ટુંકના ઉપવાસ મરતા સુધી કરવા ઇચ્છું છું. છઠ્ઠા ટ’કને પારણે પણ હું ભાત વગેરે લૂખું અનાજ જ એક ટંક ખાઈશ; તે પણ એઠા હાથે આપેલું હશે તેા જ લઈશ; ઊતરી જઈને નાખી દેવા જેવું નહીં થઈ ગયું હોય તેા જ લઇશ; તેમજ અન્ય શ્રમણુ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણુયાચક વગેરેને જેની જરૂર ન હોય તેવું હશે તે જ લઈશ.' ૧૧૩ ભગવાનની પરવાનગી મળ્યા માદધન્ય સાધુએ તે પ્રકારનું વ્રત આચરવા માંડયુ. પારણાને દિવસે તે સ્વાધ્યાય વગેરેથી પરવારી, ભગવાનની રજા લઈ નગરીમાં જતા, અને પેાતાના નિયમ મુજબની તૈયાર ભિક્ષા કાળજીપૂર્વક માગતા; પરંતુ કાઈ વાર તેને અન્ન મળતું, તેા પેય ન મળતું; અને કાઈ વાર તેને પેય મળતું, તે અન્ન ન મળતું. તે પણ તે તા દીનતા, વૈમનસ્ય, ક્લેશ, કે વિષાદ અનુભવ્યા વિના, પોતાની સમાધિમાં ખલેલ પહેાંચવા દીધા વિના, તથા પ્રાપ્ત-અપ્રાપ્ત ચેાગેામાં ઉદ્યમપરાયણુ રહી, જે કંઈ મળે તે સ્વીકારી લેતે; અને પેાતાના ગુરુને બતાવ્યા બાદ, તેમની પરવાનગીથી, તે ભિક્ષામાં કાઈ પ્રકારની આક્તિ કે મેહ રાખ્યા વિના જ, જેમ સ` પેાતાના દરમાં આજુબાજુની જમીનને સ્પર્શી કર્યાં ૧. તેને આયમિલ-આંખેલ કહે છે. ૨ અર્થાત્ મને આપવા માટે હાથ એઠા કરી ફરી બાવા ન પડે તેવી રીતે આપેલું. ૩. મૂળ વનીપ ’ યાચકવિશેષ–ટીકા. Page #146 -------------------------------------------------------------------------- ________________ ધન્યની કથા ૧૧ વિના પ્રવેશ કરે છે, તેમ મેંમાં સ્વાદ માટે મમળાવ્યા વિના જ રાગરહિતપણે ખાઈ લેતો. ત્યાર બાદ ભગવાન મહાવીર કાકંદી નગરીમાંથી નીકળી • બીજે ક્યાં ચાલતા થયા. ધન્ય સાધુએ પછી ભગવાનના સ્થવિરો પાસે સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અને સંયમ તથા તપથી પિતાના આત્માને વાસિત કરતાં વિહરવા માંડયું. તે ધન્ય સાધુ તેમના ઉદાર, વિપુલ, કલ્યાણરૂપ, મંગલરૂપ, ઉત્તમ, ઉદાત્ત, અને મોટા પ્રભાવવાળા તપકર્મથી સુકાઈ ગયા, માંસરહિત થઈ ગયા, તથા માત્ર હાડચામરૂપ જ બન્યા. તપને કારણે તે ધન્ય સાધુના પગનું રૂ૫-લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું. જાણે કે, કોઈ વૃક્ષની સુકાઈને તતડી ગયેલી છાલ ન હોય ! કે લાકડાની પાવડી ન હોય ! કે, જીણું થઈ ગયેલા જોડા ન હોય ! તે રીતે તેમના પગ સૂકા તથા માંસ વિનાના થઈ ગયા હતા. હાડકાં, ચામડી અને શિરાઓ વડે જ તે પગ છે એમ જાણી શકાતું હતું; બાકી તેમાં લોહી, માંસ તો હતું જ નહીં. તેમના પગની આંગળીઓની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે, મગ, અડદ અને કળથીની શીંગને કાચી જ તોડીને ગરમીમાં નાખી હોય, અને તે સુકાઈતતડીને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની પગની આંગળીઓ દેખાતી હતી. ૧. તે તપમાં કંઇક સાધુના વર્ણનમાં (શ્રીભગવતી–સાર પા. ૧૭૮-૧૮૩) આવતા મુખ્યત્વે લાંબાલાબા ઉપવાસ રૂપી તપને જ સમાવેશ થાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સયમ તેમની જાÀાની શૈાભા આ પ્રકારની બની હતી : જાણે કે, કાગડાની, ઢેલની કે કકપક્ષીની જાધેા ન હાય, તેવી તેમની જાધે માંસ અને લેડી વિનાની દેખાતી હતી. ૧૧૪ તેમના ઢીંચણની શાલા આ પ્રકારની બની હતી : જાણે કે, માર, ઢેલ કે કાલિપક્ષીનારે સાંધા ન હોય, તેવા તેમના ઢીંચણુ પણ લેાહી-માંસ વિનાના દેખાતા હતા તેમના સાથળની શાભા આ પ્રકારની અની હતી : જાણે કે, એરડી, શલ્યુકી અને શાલ્મલીના નવા ગાને ગરમીમાં નાખ્યા હાય, અને સેકાઈ-ચીમળાઈ ને તે જેવા થઈ જાય, તેવા તેમના સાથળ થઈ ગયા હતા તેમની કેડનાં એ હતી : જાણે કે, ઊંટ, ઘરડા સાંઢ, કે પાડાની હાય, તેવાં તેમની ફ્રેડનાં હાડકાં દેખાતાં હતાં. હાડકાંની શાભા આ પ્રકારની બની ખરીએ તેમના પેટની શાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે, ચામડાની મસક સુકાઈ ગઈ હેાય, ચણા સેકવાનું કલાડુ હાય, તેમજ નીચે ઝૂકતા દેખાતા હ્રદયપિંડને કારણે ) ઝાડની ડાળીનું આગલું ઝૂમખું લખડતું હેાય તેવું તેમનું પેટ દેખાતું હતું. તેમની પાંસળીઓની શાભા આ પ્રકારની બની હતી : જાણે કે, તાસકેાની હાર એક ઉપર એક ગાઢવી હાય, કે ૧. મૂળ ' àળિયાજિયા' શબ્દ છે; તેના ‘તીય ' અ પણ ટીકાકાર સૂચવે છે. કાર્ડ ધા' નામની વનસ્પતિ પણ થાય ૨. તેના અર્થ છે. ટીકા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ધન્યની કથા ૧૧૫ પ્યાલાએ એક ઉપર એક ગઠવ્યા હેય, કે, લાકડાની કથરેટ એક ઉપર એક ગોઠવી હોય, તેમ તેમની પાંસળીઓની હાર દેખાતી હતી. તેમના કરોડરજજુની શોભા આ પ્રકારની બની હતીઃ જાણે કે, ગોળીઓ, લાટીઓ કે છાપરાની નાળની એક ઉપર એક એમ ગોઠવેલી હાર હોય તેવા તેમના કરેડના મણકા દેખાતા હતા. તેમના છાતીના હાડકાની શેભા આ પ્રકારની બની હતી : જાણે કે, લાકડાની ચીપટ હોય, કે વાંસ અથવા તાડના પંખાની ચીપટ હોય, તેવું તેમનું છાતીનું હાડકું દેખાતું હતું. તેમના બાહની શોભા આ પ્રકારની બની હતી : જાણે કે, સમડાની શીંગ હાય, અગથિયાની શીંગ હેાય કે, પહાયા”ની શીંગ હોય, તેવા તેમના બાહુ દેખાતા હતા. તેમના હાથની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે, સૂકું છાણું હોય, કે વડનું પાન હોય, કે ખાખરાનું પાન હોય, તેમ તેમના હાથ (ના પંજા) દેખાતા હતા. તેમના હાથની આંગળીઓની શોભા આ પ્રકારની બની હતી : જાણે કે, મગ-અડદકે કળથીની સીંગને કાચી તોડીને ગરમીમાં નાખી હોય, અને તે સુકાઈતરડાઈને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની હાથની આંગળીઓ થઈ હતી. તેમની ડોકની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે કરવડાની ડેક હોય, કે તુંબીપાત્રની ડેક હોય, કે ચંબૂની ડેક હોય, તેવી તેમની ડેક દેખાતી હતી. ૧. “મુંડાવલી. Page #149 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સત્યમ તેમની હડપચીની શાભા આ પ્રકારની અની હતીઃ જાણે કે, તુંબડીનું સૂકું મૂળ હેય, ' હકુવી'નું સૂકું કળ હોય, કે આંબાને સૂકા ગેાટલા હાય, તેવી તેમની હડપચી દેખાતી હતી. 141 તેમના હેઠની શેાભા આ પ્રકારની બની હતી: જાણે કે, સૂકી જળેા હાય, કે સૂકા કફની ગેાળી હાય, કે અળતાની ગેાળી હાય,૧ તેવા તેમના હાટ દેખાતા હતા. તેમની જીભની શૈાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે, વડનું પાન, ખાખરાનું પાન, કે સાગનું પાન હોય તેવી તેમની જીભ દેખાતી હતી. તેમની નાસિકાની શેાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે, કેરીની પેશી, આંબળાની પેશી કે બિજોરાની પેશી ગરમીમાં નાખી હૈાય, અને તે સુકાઈ ને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની નાસિકા બની ગઈ હતી. તેમની આંખેાની શાભા આ પ્રકારની બની હતી જાણે કે, વીણાનાં છિદ્ર હાય, કે ‘વહીસગ” વાદ્યનાં છિદ્ર હાય, કે સવારના તારા હાય, તેવી તેમની આંખે। દેખાતી હતી. તેમના કાનની શોભા આ પ્રકારની બની હતી જાણે ૐ, મૂળાની છાલ હાય, કે ચીભડાની છાલ હેાય, કે કારેલાની છાલ ડાય તેવા તેમના કાન દેખાતા હતા. તેમના માથાની શાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે કાચુ તુંબડું, કાચું એલાલુ, કે કાચું સિંહાલુ તાડીને ૧. એ વસ્તુઓ સુકાતાં કોકડું વળી જાય છે તથા વિષ્ણુ થઈ જાય છે.-ટીકા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ધન્યની કથા ગરમીમાં નાખ્યું હોય, અને તે સુકાઈને, તતડી જેવું ચીમળાઈ જાય, તેવું તેમનું માથું સૂકું તથા લૂખું, દેખાતું હતું. હાડકાં, ચામડી અને શિરાઓને લીધે જ તે માથું છે એમ દેખાતું હતું. બાકી તેમાં માંસ કે લોહી તો હતી જ નહીં. તેમના પગ, જાંઘ અને સાથળ સુકાઈ ગયાં હતાં; તેમનું પેટ બેડોળ, પડખાં આગળ ઊંચું થયેલું, કેડ આગળ કાચબાની પીઠ જેવું દેખાતું, તથા બરડે ચોટી ગયેલું દેખાતું હતું. તેમની પાંસળીઓ ઉપર ઊપસી આવી હતી. તેમના કરોડરજજુનાં હાડકાં માળાના મણકાની પેઠે ગણું શકાતાં હતાં, તેમની છાતીનો ભાગ ગંગાનાં મોજાંની હાર જે દેખાતો હતો; તેમના બાહુ સુકાઈ ગયેલા સાપ જેવા દેખાતા હતા; તેમના હાથના આગલા ભાગ ઘેડાની લગામના ઢીલા થઈ ગયેલા ચેકડાની જેમ લબડતા હતા; તેમના માથાનો દડે કંપવાયુ થયો હોય તેમ ડોલ્યા કરતો હતો, તેમનું વદનકમલ કરમાઈ ગયું હતું, તેમનું મે ઘડાની પેઠે ઊઘડેલું રહેતું હતું, અને તેમની આંખે ઊંડી ઊતરી ગઈ હતી. એક વખત મહાવીર ભગવાન ફરતા ફરતા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા. તે વખતે નગરજને, શ્રેણિક રાજા વગેરે તેમનાં દર્શને આવ્યા. શ્રેણિક રાજાએ ભગવાન પાસેથી ધર્મોપદેશ સાંભળીને તેમને વંદન તથા નમસ્કાર કર્યા, અને કહ્યું, “હે ભગવન ! તમારા આ ઈંદ્રભૂતિ વગેરે ચૌદહજાર ૧. આવું જ કથન ઉપરના બીજા અવયવોની બાબતમાં પણ સમજવું. માત્ર પેટ, કાન, જીભ અને હેઠની બાબતમાં “હાડકાં” શબ્દ ન લેવો, માત્ર ચામડી અને શિરાઓ લેવી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પા૫, પુણ્ય અને સંયમ શ્રમણ-સાધુઓમાં ધન્ય સાધુ જ મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોને ભારે ક્ષય કરનાર છે ને ?” જવાબમાં મહાવીરે ધન્ય સાધુનું બધું જીવનચરિત્ર તે રાજાને કહી સંભળાવ્યું, તથા કહ્યું કે, “ખરેખર, ધન્ય સાધુ જ મારા ચૌદ હજાર સાધુઓમાં મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોને ભારે ક્ષય કરનાર છે.’ ત્યારબાદ શ્રેણિક રાજાએ ધન્ય સાધુને પણ પ્રદક્ષિણનમસ્કારાદિ કરીને કહ્યું : “હે દેવાનુપ્રિય ! તમને ધન્ય છે ! તમે ભારે પુણ્યશાળી છો ! તમે કૃતાર્થ , તથા તમે તમારા મનુષ્યજન્મનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત કર્યું છે !' એમ કહી તેમને તથા મહાવીર ભગવાનને ફરી વંદન-નમસ્કાર કરી તે પોતાને ઘેર પાછો ફર્યો. વખત જતાં ધન્ય સાધુનું શરીર છેક જ નબળું થઈ ગયું, ત્યારે તેમણે જાલી સાધુની પેઠે વિચાર કરી, ભગવાનની અનુમતિથી વિપુલ પર્વત ઉપર જઈ ભારણાંતિક સંખના વ્રત સ્વીકાર્યું અને એક મહિનાના ઉપવાસ વડે દેહત્યાગ સાવ્યા. તેમનો સાધુપણાને કુલ સમય ૯ માસ જેટલે હતો. પછી તે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમનું આયુષ્ય ૩૩ સાગરોપમ વર્ષનું હતું. ત્યાંથી અવી, મહાવિદેહક્ષેત્રમાં જન્મી, તે સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થશે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ત્રીજા વર્ગોમાં ધન્યની પેઠે ભદ્રા શેઠાણીને સુનક્ષત્ર પુત્ર સમજીને એવી જ બીજી કથા કહેવી. તેમના સાધુપણાના કાળ બહુ વર્ષ ગણવા. ત્રીજાવની બાકીની આઠ થાએ પણ સુનક્ષત્રની પેઠે જ સમજવી. તેમનાં નામ ઇસિદાસ, પેહ્લઅ, રામપુત્ત, ચદિમા,પિમિા, પેઢાલપુત્ત, પેાટ્ઠિલ, અને વેહલ્લ સમજવાં. પહેલા એને રાજગૃહના કહેવા, બીજા એને સાકેતના, ત્રીજા એને વાણિયગ્રામના, સાતમાને હસ્તિનાપુરને અને આઠમાને રાજગૃહના કહેવા. પહેલા સાતની માતા ભદ્રા સમજવી; પહેલા સાતની સ્ત્રીએ ૩૨ સમજવી. તેમને જિતશત્રુ રાજા મહાવીર પાસે લઈ જાય, પરંતુ છેલ્લા વેહલ્લની ખાખતમાં તેના પિતા તેને લઈ નય; વેહલ્લનેા સાધુપણાના કાળ છ માસના સમજવેા, બાકીના સાતનેા બહુ વ. બધાના છેવટને ઉપવાસ મહિનાના સમજવે. બધા સર્વાંસિદ્ધ અનુત્તર દેવલેાકમાં ઉત્પન્ન થાય, અને મહાવિદેહમાં સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ મહાવીર ભગવાન ધર્મના આદિકર્તા છે; તીર્થકર છે; અન્યને ઉપદેશ વિના સ્વયં તત્ત્વબોધ પામેલા છે; પુરુષોમાં શ્રેષ્ઠ છે; સકલ લોકમાં શ્રેષ્ઠ છે; સમગ્ર જગતના નાથ, પ્રદીપરૂપ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્ર આપનાર, માર્ગ પ્રદર્શક, કેવલજ્ઞાની, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર, જિન, સકલ તત્વના જ્ઞાતા, જાતે બુદ્ધ અને મુક્ત હાઈ અન્યને બેધ તેમ જ મુક્તિ અપાવનારા, સર્વજ્ઞ, અને સર્વદર્શી છે; તથા શિવ–અચલ-રોગરહિત–અનંત-અક્ષયવ્યાબાધરહિત-અને પુનરાવૃત્તિરહિત એવા સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. તેમણે અનુત્તરૌપપાતિકદશા નામનું નવમું અંગ આ પ્રમાણે કહેલું છે. આ અંગમાં એક જ ખંડ છે; પણ ત્રણ વર્ગો છે. તે ત્રણ દિવસ થઈને પૂરા કરવાના છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ ખંડ થે મુક્તોની કથાઓ Page #155 -------------------------------------------------------------------------- ________________ जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उस्सिञ्चणाए तवणाए कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि पावकम्मनिरासवे । भवकोडिसंचियं कम्मं तवसा निजरिज्जइ ॥ “જેમ કોઈ મોટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાણી દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ; તેમ સંયમી ભિક્ષુએ પણ, પ્રથમ, નવાં પાપકર્મ દાખલ થવાનાં આસ્રરૂપી કારે બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા કર્મને તપ વડે દૂર કરવું જોઈએ.” [ ઉત્ત. ૩૦/૫-૬] Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ગાતમકુમારની કથા જૂના કાળમાં દ્વારવતી (દ્વારિકા ) નામે તેને વિસ્તાર નવ ચેાજનનેા હતેા, અને તેની ચેાજન જેટલી હતી. તેને ધનપતિ મેરની યેાજના અનુસાર બાંધવામાં આવી હતી; તેને કેટ સેાનાના હતા; તેના કાંગરા જુદાજુદા પાંચ રંગના મણિએના બનાવેલા હતા; તે અલકાપુરી જેવી સુરમ્ય હતી; તે આનંદ-આમેાદ અને ક્રીડાઉત્સવાથી હંમેશાં ગાજતી રહેતી હતી; તથા પ્રત્યક્ષ દેવલાક હાય તેવી મનેાહર હતી. તે નગરીના ઇશાનખૂણામાં રૈવતક૧ નામે પત હતા, તથા તેના ઉપર નંદનવન નામે ઉદ્યાન હતું. નગરી હતી. લંબાઈ બાર તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ, સમુદ્રવિજય વગેરે દશ દશાાઁ ઉપર૨, બલદેવ વગેરે પાંચ મહાવીરે ઉપર, પ્રદ્યુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારે ઉપર, સાંખ વગેરે સાડ઼હજાર સાહસિક વીર ઉપર, મદ્રસેન ૧. તેને આજે ગિરનાર કહે છે. ૨. ટીકાકાર અભયદેવ તેમનાં દશ નામ આ પ્રમાણે આપે છે : સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચન્દ્ર, વસુદેવ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પાપ, પુણ્ય અને સંયમ વગેરે છપ્પન હજાર બળવીરે ઉપર, વીરસેન વગેરે એકવીસહજાર વીરે ઉપર, ઉગ્રસેન વગેરે સોળહજાર રાજાઓ ઉપર, રૂપિણું વગેરે સોળહજાર રાણીઓ ઉપર, અનંગસેના વગેરે હજાર ગણિકાઓ ઉપર, તથા બીજા પણ અનેક માંડલિકે, યુવરાજે, શેઠે, વેપારીઓ વગેરે ઉપર, અર્થાત અર્ધા ભરતખંડ ઉપર રાજ્ય કરતા વિહરતા હતા. તે નગરીમાં અંધકવૃષ્ણિ નામે રાજા રહેતો હતો. તેને ધારિણે નામે રાણી હતી. તેને એક વખત સ્વમમાં એવું દેખાયું કે, જાણે કઈ સિંહ આકાશમાંથી ઊતરી, તેના મુખમાં પ્રવેશ કરે છે. આવું સ્વપ્ન જોઈ, તે જાગી ઊઠી. પછી રાજાને જગાડી એ સ્વપ્નની વાત તેણે તેને કહી. રાજાએ આનંદિત થઈને તેને કહ્યું કે, એ સ્વપ્ન કેાઈ તેજસ્વી પુત્રને જન્મ સૂચવે છે. બીજે દિવસે રાજાએ સ્વપ્ન પાઠકને બોલાવી, તેમને રાણુના સ્વપ્નનું ફળ નિશ્ચિત કરીને કહેવા જણાવ્યું. તેમણે કહ્યું: “હે દેવાનુપ્રિય ! આ સ્વપ્ન એવું સૂચવે છે કે, રાણીને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ કુલધ્વજ સમાન પુત્ર થશે; તે કાંતો રાજ્યને પતિ થશે અથવા ભાવિતાત્મા સાધુ થશે.” વખત જતાં રાણુએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપે. તે વખતે પ્રજાજનોએ દશ દિવસ ધામધૂમથી જન્મ-મહત્સવ - કર્યો. રાજાએ બારમે દિવસે સગાંસંબંધીઓને બેલાવી તેમની સમક્ષ પુત્રનું નામ ગૌતમ પાડયું. ગૌતમકુમાર વિદ્યાફળા ભણુને મેટ થયા બાદ, તેને આઠ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો. તે વખતે તેનાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ગૌતબકુમારની થા મ માતાપિતાએ ઉત્તમ પ્રકારનું પ્રીતિાન આપ્યું, અને તેને આઠ મહેલા તથા તેમની બરાબર મધ્યમાં સેંકડા થાંભલાવાળુ એક ભવન બંધાવી આપ્યું. તેમાં તે કુમાર અપૂર્વ ભેગા ભાગવતા વિહરવા લાગ્યા. એક વખત તી કર અરિષ્ટનેમિ ક્રૂરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તે વખતે તેમનાં દશ ને સૌ પ્રજાજનેા ટાળે મળીને ગયા. તેમને જતા જોઈ ગૌતમકુમાર પણ ત્યાં ગયે, અને ભગવાનને ધૌપદેશ સાંભળી, અત્યંત હર્ષિત થઈ, તેમની પાસે દીક્ષા લઈ સાધુ થવા, માપિતાની પરવાનગી માગવા લાગ્યા. અનેક પ્રશ્નોત્તર, તથા મનામણી-ડરામણી વગેરે ખાદ તેનાં માતપિતાએ દુઃખિત ચિત્તે તેને સાધુ થવાની પરવાનગી આપી. પછી ભગવાને તેને પરિત્રજ્યા આપી. ગૌતમમુનિ પણ તેમના ઉપદેશ સારી રીતે સ્વીકારી, તેમની આજ્ઞા મુજબ વવા લાગ્યા. તે ચાલવા-માલવા--માગવા-લેવા-મૂકવા-નાખવા વગેરેમાં બહુ સાવધાન રહેતા. વળી તે મનવાણી—કાયાની ક્રિયામાં સાવધાન હતા, તેમને વશ રાખનાર્ હતા, ઇંદ્રિયનિગ્રહી હતા, સુસયત બ્રહ્મચારી હતા, તથા ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાશીલ, જિતેન્દ્રિય, શુદ્ધવતી, નિરાકાંક્ષી, ઉત્સુકતાદિના સંયમમાં જ ચિત્તવૃત્તિવાળા, સુંદર સાધુપણામાં રત, તથા મનશીલ હતા. એ પ્રમાણે નિગ્રંથ શાસ્ત્ર અનુસાર તે વિચરતા હતા. ૧. મૂળમાં ચાર પ્રકારના દેવા પણ આવ્યા, એમ છે. દેવાના ચાર પ્રકાર વગેરે માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થ સૂત્ર', પુસ્તક, ૦ ૪, સ. ૧-૫ ઇ. Page #159 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ તે ગૌતમમુનિએ, ભગવાનના વૃદ્ધ શિષ્યા પાસે સામાયિક આદિ છ આવશ્યક ક્રિયાઓના વિધિ શીખી લીધે. તે જેમકે, ૧. સામાચિ, એટલે સમતા ધારણ કરી, સર્વ પ્રકારનું દુર્ધ્યાન ત્યજી ધર્મધ્યાન કરવું તે; ૨. ચતુર્વિં તિસ્તવ, એટલે કે ચેાવીસ તીથ કરાની નામ દઈને સ્તુતિ કરવી તે; ૭. ચૈન, એટલે કે વંદનયેાગ્ય ધર્માચાર્યાંનું વિધિસર નમન કરી, તેમની આગળ પેાતે દિવસ દરમ્યાન કરેલા દેાષા કહી બતાવવા તે; ૪. પ્રતિમળ, એટલે કે શુભ આચારામાંથી ખસી, અશુભ આચારામાં જે ક્રમણ કર્યું. હાય, તેમાંથી પાછા શુભ આચારા તરફ્ આવવું તે; ૫. જાયોત્સના, એટલે કે સ્થિર શરીરે ધ્યાન કરવું તે; અને ૬. પ્રાણ્યાન, એટલે કે અમુક ન કરવાને નિયમ લેવા તે.૧ ૧૨૩ ત્યાર બાદ તેમણે અગિયાર અંગાનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. અરિષ્ટનેમિ પંછી દ્વારકાંથી બહાર ચાલી નીકળ્યા. એક વખત ગૌતમ અરિષ્ટનેમિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા : . હું ભગવન્! આપ પરવાનગી આપે! તે! હું પ્રતિમાત્રત આચરવા ઇચ્છું છું.' પછી ભગવાનની રજા મળતાં, તેમણે ભારે પ્રતિમાએ વિધિપૂર્વક આરાધી. તેમના વિધિ આ પ્રમાણે છેઃ ગચ્છથી ૧. આ અર્થે મૂળના નથી. ૨. અગિયાર અગેામાંના એક અગમાંની થામાં જ આવેા ઉલ્લેખ આવત્રા વિચિત્ર લાગે છે. તેનાથી એટલું જ સિદ્ધ થાય છે કે, અત્યારે મળતાં અગામાં પછીથી સારી પેઠે સુધારા-વધારા થયેલા છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ - ગૌતમકુમારની કથા ૧૭ બહાર એકલા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક “દત્તિ” વડે જ જીવવું, તે પહેલી પ્રતિમા. [દત્તિ' એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણી પીરસે ત્યારે એક ફેરે એક ધારમાં જ જેટલું આવે તેટલું જ ખાઈને જીવવું તે.] બીજી પ્રતિમામાં બે માસ સુધી અન્ન અને પાણીની બે “દત્તિ” લેવાની હોય છે. એ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત દત્તિઓ અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત માસ સુધી લેવાની હોય છે. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતરા ઉપવાસ કરવાના હોય છે, અને પારણમાં આંબેલન કરવાનું હોય છે; ગામની બહાર રહેવાનું હોય છે; ચતા કે પડખે સૂવાનું હોય છે; તથા ઉભડક બેસીને જે કાંઈ કષ્ટ પડે તે સહન કરવાનું હોય છે. ૯મી પ્રતિમામાં તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ઉભડક રહેવાનું હોય છે, તથા વાંકા લાકડાની પેઠે સૂવાનું હોય છે; ૧૦ મી પ્રતિમામાં પણ તેટલા જ રાત્રી દિવસ તે પ્રમાણે જ ગોદહાસન અને વીરાસનમાં રહેવાનું તથા સંકોચાઈને બેસવાનું હોય છે. ૧૧ મી પ્રતિભામાં પાછું વિનાને છ ટંકનો ઉપવાસ કરવાનું હોય છે, અને એક રાત્રીદિવસ ગામ બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. ૧૨ મી પ્રતિમામાં આઠ ટંકનો ઉપવાસ કરી, એક રાત્રી નદી વગેરેને કાંઠે ભેખડ ઉપર આંખો પટપટાવ્યા વિના રહેવાનું હોય છે. ૧. એટલે કે, ઘી-દૂધ વગેરે રસ વિનાનું ભાત વગેરે અન્ન એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પાપ, પુણ્ય અને સંયમ ગૌતમ મુનિએ આ બારે પ્રતિમાઓ સૂત્ર અનુસાર, આચાર અનુસાર, માર્ગ અનુસાર, સત્યતાપૂર્વક, અને સારી રીતે સ્પર્શી, પાળી, શાભાવી અને સમાપ્ત કરી.૧ ત્યાર પછી ગૌતમ મુનિએ ભગવાન પાસેથી “ગુણરત્નસંવત્સર' નામનું તપ સ્વીકારવાની પરવાનગી માગી; અને તે તપ પણ આગળ (પા. ૯૯ ઉપર) જણાવ્યા પ્રમાણે બરાબર પાળ્યું. પરંતુ તે તપ આચર્યા બાદ તે અત્યંત દુર્બળ થઈ ગયા, અને તેમને વિચાર આવ્યો કે, “હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળો થઈ ગયો છું, અને બોલતાં બોલતાં પણ થાકી જાઉં છું, તથા ચાલું છું ત્યારે પણ સૂકાં પાંદડાં વગેરેથી ભરેલી સગડીઓ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ જ્યાં સુધી હજુ મારામાં ઊઠવાની શક્તિ છે, ત્યાં સુધી મારા ધર્માચાર્ય ભગવાન અરિષ્ટનેમિ પાસે જઈને મરણત ઉપવાસ સ્વીકારું, અને શત્રુંજય પર્વત ઉપર જઈ સંલેખન વ્રતથી દેહત્યાગ કરું.” એ પ્રમાણે કરી ભગવાનની પરવાનગી મેળવ્યા બાદ ગૌતમ મુનિ શત્રુંજય પર્વત ઉપર થોડા ઉત્તમ સ્થવિર સાથે ચડડ્યા, અને કાળી શિલાનો ભાગ જોઈ–તપાસી, પાસે મલ-મૂત્રનાં સ્થાને પણ સંભાળી લઈ શિલા ઉપર દાભને સંથારે પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પદ્માસને બેસી, દશે નખ સહિત ૧. આ પ્રતિમાઓ આચરવાની લાયકાત, પૂર્વતૈયારી વગેરે વિગતે માટે જુઓ આ માળાનું “શ્રીભગવતી–સાર” પુસ્તક, પા. ૧૮૦-૧ અથવા શ્રીહરિભદ્રસૂરિફત “શ્રીપંચાશક', ૧૮, ગા૦૧ થી ૨૦. Page #162 -------------------------------------------------------------------------- ________________ ગૌતમકુમારની કથા બંને હાથ ભેગા કરી તથા માથા સાથે અડકાડી, આ પ્રમાણે છેલ્યા : અરિહંત ભગવંતો, સિદ્ધો વગેરેને નમસ્કાર ! દૂર રહેલા ભગવાન અરિષ્ટનેમિને હું અહીં રહ્યો રહ્યો વંદન કરું છું; અને ત્યાં રહેલા ભગવાન અરિષ્ટનેમિ અહીં રહેલા મને જુઓ. મેં પહેલાં પણ ભગવાન પાસે અહિંસા વગેરેના નિયમે મરતા સુધી પાળવાનું કહીને સ્વીકાર્યા હતા; અત્યારે પણ તેમની પાસે તે બધા નિયમ લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને, સર્વ પ્રકારની પીવાની વસ્તુનો, સર્વ પ્રકારનાં મેવા-મીઠાઈને, અને સર્વ પ્રકારના મસાલા-મુખવાસને એમ ચારે જાતના આહારનો જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઈષ્ટ, કાંત, અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચસે ત્યાગી દઈશ.' આ પ્રમાણે ખાનપાનનો ત્યાગ કરી, ગૌતમ મુનિએ ઝાડની પેઠે સ્થિર થઈ, મૃત્યુની આકાંક્ષા વિના રહેવા માંડયું. તે પ્રમાણે સાઠ ટંકે ખાધાપીધા વિનાની જતાં તે ગૌતમ મુનિ પ્રાણરહિત થયા, અને સર્વ કર્મોનો ક્ષય કરી, સિદ્ધ-બુદ્ધ-તથા મુક્ત થયા. તેમના સાધુપણાને કુલ કાળ બાર વર્ષનો હતો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ આ સૂત્રના પહેલા વર્ગમાં આવી બીજી નવ કથાઓ સમજવી. તેમનાં નામ: સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત, અને વિષ્ણુ બીજા વર્ગમાં પણ અભ, સાગર, સમુદ્ર, હિમવત્, અચલ, ધરણ, પૂરણ, અને અભિચંદ્ર એ આઠ થાઓ એ પ્રમાણે જ કહેવી. તેમને સાધુપણાને કાળ ૧૬ વર્ષને સમજવો. ત્રીજા વર્ગમાં તેર થાઓ છેઃ અણુયસ (અનીકયશઃ), અણુતસેણુ (અનંતસેન), અજિયસેણુ (અજિતસેન), અહિયરિફ (નિહારિ), દેવસેણ (દેવસેન), સસુણ (શત્રુસેન), સારણ, ગજ, સુમુખ, દુર્મુખ, રૂપક, દારુક, અણદિઠ્ઠી. - તેમાંથી અણયસની કથા આ પ્રમાણે સમજવી : ભદિલપુર નગર, જિતશત્રુરાજા, નાગ નામનો ગૃહસ્થ, તેની સુલસા ભાર્યા, અને અણુયસ પુત્ર. તેને ૩૨ સ્ત્રીઓ. અરિષ્ટનેમિ પાસે પ્રવૃન્યા લે. ૧૪ પૂર્વ ગ્રંથે ભણે, વીસ વર્ષ સાધુપણું પાળે, અને શત્રુંજય ઉપર દેહ છોડે. બાકી બધું સમાન. પછીની પાંચ કથાઓ પણ એ પ્રમાણે જ સમજવી. સાતમી કથામાં દ્વારવતી નગરી, વસુદેવ રાજા, ધારિણી દેવી, સ્વમમાં સિંહ, સારણ કુમાર. ૫૦ સ્ત્રીઓ. ૧૪ પૂનું અધ્યયન. બાકી બધું ગૌતમની કથાની માફક. ત્યાર પછીની ગજસુકુમારની આઠમી કથા આગળ સવિસ્તર આપી છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા એક વખત તીર્થકર અરિષ્ટનેમિ ફરતા ફરતા દ્વારકામાં આવી પહોંચ્યા. તે વખતે તેમની સાથે છ સાધુઓ હતા. તે છયે સાધુઓ. એક જ માને પેટે એક સાથે જન્મેલા છે ભાઈઓ હતા. તેઓની આકૃતિ બરાબર સરખી જ હતી; તેમનો વર્ણ તથા ઉમર પણ એકસરખાં જ હતાં. તેઓ નીલકમળ, પાડાનું શીંગડું, અને અતસીના ફૂલ સરખા (શ્યામ) વર્ણન હતા; તેમને કાને ધંતૂરાના ફૂલ સમાન આકારનાં કુંડળી હતાં; તેઓ કુબેરના પુત્ર નલ–કુમ્બરની પેઠે શોભતા હતા. તેમણે જે દિવસે દીક્ષા લીધી હતી, તે દિવસથી જ અરિષ્ટનેમિ ભગવાનની પરવાનગીથી નિરંતર છ ટેકના ઉપવાસ કર્યા કરવાને તેમણે નિયમ લીધે હતો. દ્વારકામાં આવ્યા બાદ, પિતાના ઉપવાસના પારણને સમય થતાં, તેમણે ભગવાન ૧. ટીકાકાર આ વિશેષણના અર્થની બાબતમાં સાશંક છે; કારણ કે સાધુને કાને કે બીજે ક્યાંય આભરણુ ન હોય. બીજાએ તે “દર્ભ કુસુમ જેવા ભદ્ર અર્થાત સુકુમાર” એ પાઠ લઈને આ મુશ્કેલી ટાળે છે. પરંતુ એમ લાગે છે કે, જન્મથી જ તેમને આવાં કુંડળ શરીરસંબદ્ધ જ પ્રાપ્ત થયાં હતાં. મહાભારતમાં કહ્યું વગેરેની બાબતમાં આવા ઉલ્લેખ આવે છે. - ૨. ટીકાકાર નલકુમ્બર ને વૈશ્રમણ (કુબેર)ના પુત્ર કહે છે. જો કે સાથે જણાવે છે કે, દેવને વસ્તુતાએ પુત્ર હેતા નથી પણું લોકઢિ પ્રમાણે આ અર્થ કર્યો છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પાપ, પુણ્ય અને સમ પાસે બબ્બેની એવી ત્રણ ટુકડીમાં વહેંચાઈ જઈ, નગરમાં ભિક્ષા માગવા જવાની પરવાનગી માગી. પરવાનગી મળતાં તેઓ તે પ્રમાણે નગરમાં ભિક્ષા માગવા નીકળી પડ્યા. પ્રથમ બે જણ ઘેરઘેર ભિક્ષા માટે ક્રૂરતા કરતા વસુદેવ રાજાની રાણી દેવકીના ઘરમાં પેઠા. તેમને આવતા જોઈ દેવકીરાણી અત્યંત હર્ષિત થઈ, સાતઆઠ પગલાં તેમની સામે ગઈ, અને તેમને વં૬ન-નમસ્કાર કર્યાં. પછી રસે।ડામાંથી સીહકેસરના લાડુને થાળ ભરી લાવી, તેમને આપ્યા, તથા વંદન-નમસ્કારપૂર્વક તેમને વિદાય કર્યાં. ત્યાર બાદ તેમનામાંના બીજા એ જણુ પણ ક્રૂરતા ફરતા દેવકરાણીને ત્યાં જ આવી પહેાંચ્યા. તેમને પણ દેવકીરાણીએ તે જ લાડુની ભિક્ષા આપીને વિદાય કર્યાં. ઘેાડી વારમાં તેમનામાંના બાકીના એનું ત્રીજું જોડુ પણ ક્રૂરતું ફરતું દેવકીરાણીને ત્યાં જ આવી પહોંચ્યું. તેમને પણ દેવકીએ તે જાતના લાડુ જ આપ્યા; પણ સાથે સાથે ટંકાર કરી કે, ‘ કૃષ્ણવાસુદેવની આવડી મેાટી દ્વારકામાં શ્રમણનિમ્ર થાને જે કચાંય ભિક્ષા જ નથી મળતી, જેથી તે એક ને એક ઘેર વારવાર ભિક્ષા માગવા આવે છે! " તે સાંભળી તે બંનેએ દેવકીરાણીને કહ્યુ, “ હે દેવાનુપ્રિયે ! એવું હરગિજ નથી; શ્રમણુનિત્ર થે! એક ને એક ઘેર કરી ભિક્ષા માગવા જાય જ નહીં. પરંતુ અમે છ ભાઈ ભિલપુર નગરના નાગ નામના ગૃહસ્થના પુત્રા છીએ. અમે અમારી સુલસા માતાને પેટે એક સાથે જ જન્મેલા છીએ, તથા એક જ આકૃતિ તથા વણુના છીએ. આજે અમારે યે જણુને એક સાથે જ પારણું કરવાનું હોવાથી ખમ્ભેની Page #166 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની થા ૧૩૩ ટુકડીમાં ભિક્ષા માગવા નીકળ્યા છીએ. એટલે કદાચ તમને લાગ્યું હશે કે, એ જ જણા વારંવાર એક જ ઘેર ભિક્ષા માગવા આવે છે!” આટલું કહી તે પેાતાને રસ્તે ચાલતા થયા. ત્યાર આદ દેવકીરાણીને આ પ્રમાણે વિચાર આવ્યેશ: ‘ પાલાસપુરમાં હું નાની હતી ત્યારે કુમારશ્રમણ અંતિમુક્તકે મને કહ્યું હતું કે, તને એક જ સમાન વર્ણના તથા આકૃતિના ના~ કુમ્બર જેવા આઠ પુત્રા થશે; આખા ભરતખંડમાં ખીજી કા સ્ત્રીને તેવા પુત્રા નહીં થાય. પરંતુ આ તે પ્રત્યક્ષ જ એમનું વચન જૂઠું' પડતું લાગે છે. ભરતખંડમાં બીજી સ્ત્રીએ પણ તેવી છે, કે જેમને એક સાથે જન્મેલા, નલ-કુબ્બર જેવા પુત્રા છે. માટે આજે અરિષ્ટનેમિ ભગવાન પાસે જઈને આ વાતને ખુલાસા પૂછી આવું,’ આવા વિચાર કરી, તે ઉત્તમ વાહન૨ે તૈયાર કરાવી, તેમાં ખેસી ભગવાન પાસે ગઈ. ત્યાં તે। ભગવાને પોતે ૧. તે કંસના નાના ભાઈ થતા હતા. તે નાનપણથી જ સાધુ થઈ ગયા હતા. દેવકીને સાતમે પુત્ર કંસને મારશે એવું પણ તેણે જ ભાખ્યું હતું. : ૨. વાહનનાં વિશેષણ : જલદી ચાલવાવાળા, પ્રશસ્ત અને સંદેશ રૂપાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઊગેલાં શી’ગડાંવાળા, સેાનાનાં આભરણાથી યુક્ત, ચાલવામાં ઉત્તમ, રૂપાની ઘઉંટડીઓથી યુક્ત, સુવર્ણમય સૂતરની નાથ વડે ખાંધેલા, નીલકમળના શિરપેચવાળા, એ ઉત્તમ બળદોથી યુક્ત; અનેક પ્રકારની મણિમય ધંટડીઓના સમૂહથી વ્યાપ્ત; ઉત્તમ કાષ્ઠમય ધૂંસરું અને જોતરની બે દેરીએ ઉત્તમ રીતે જેમાં ગાઠવેલી છે તેવા, પ્રવર, લક્ષણયુક્ત, ધાર્મિક અને શ્રેષ્ઠ રથ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પાપ, પુણ્ય અને સચમ 46 ( જ તેના મનની વાત જાણી લઈ, તેને જવાબ આપ્યું!, કે, • હૈ દેવાનુપ્રિયે ! વસ્તુસ્થિતિ તેમ જ છે. તે છ તારા જ પુત્રા છે; બીજી કાઈ ને તેવા પુત્ર નથી. પરંતુ વાત એમ બની છે કે, ભલપુર નગરમાં નાગ નામે ગૃહસ્થ રહેતા હતા. તેની સુલસા નામની ભાર્યાનું નાનપણમાં જ કાઈ નિમિત્તશાસ્ત્ર જાણનારા જોષીએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે, આ કરી મરેલાં બાળકાને જ જન્મ આપશે' એ જાણીને નાનપણથી જ સુલસાએ હરણેગમેસિ॰ દેવની ભક્તિ કરવા માંડી હતી. તેણે તે દેવની એક મૂત્તિ કરાવી હતી; તથા રેજ સવારમાં નાહી-પરવારી, ભીને કપડે જ મેાંધાં ફૂલે વડે તે તેનું પૂજન કરતી તથા ઢીંચણે વળી પગે લાગતી. ત્યાર બાદ તે આહારનીહાર પરવારતી કે કપડાંલત્તાં પહેરતી. સુલસાની આ પ્રકારની ભક્તિ-પૂજા-શુશ્રુષા વડે તે દેવ ઘણા પ્રસન્ન થયે।. તેથી તેણે તને ( દેવકીને ) તેમ જ સુલસાને એક સાથે ઋતુધર્માવાળી કરી, અને તમને અનેને એક સાથે જ ગર્ભ રહ્યો. સુલસાએ જે મરેલા પુત્રાને જન્મ આપ્યા તે લઈ ને હરણેગમેસિ દેવે તારી પાસે મૂકી દીધા, અને તે જે જીવતા પુત્રને જન્મ આપ્યા તે લઈ ને તેણે સુલસાની પાસે મૂકી એટલે એ ચે તારા પુત્રેા છે; સુલસાના નથી.” દીધા. આ સાંભળી હર્ષિત તથા સંતુષ્ટ થઈ, ભગવાનને નમસ્કાર કરી, દેવકી જ્યાં પેલા છ સાધુએ હતા, ત્યાં ગઈ, અને તેમને વંદન-નમસ્કાર કર્યાં. ૧. દેવેદ્ર શક્રની પાયદળ સેનાના અધિપતિ, મહાવીરને ગભ પણ તેણે જ બ્રાહ્મણીના પેટમાંથી ખસેડી ક્ષત્રિયાણીના પેટમાં મૂક્યો હતા. જુએ, આ માળાનું આચારધર્મ ’ પુસ્તક પા. ૧૬૮૮ : Page #168 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા ૧૩૫ તે વખતે એકીટસે તેમને નીરખતાં નીરખતાં તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લોચન પ્રેમાશ્રુથી ઊભરાઈ ગયાં, તેનું શરીર હર્ષથી પ્રફુલ્લ થતાં તેને કંચુક વિસ્તીર્ણ થયે, તેના બાજુબંધ તૂટી ગયા, અને વરસાદની ધારા પડતાં કદંબનું ફૂલ બની જાય તેમ તેનાં રૂંવાટાં ઊભાં થઈ ગયાં. લાંબે વખત તેમને નીરખ્યા બાદ, તે તેમને તેમજ અરિષ્ટનેમિ ભગવાનને નમસ્કાર કરી, પોતાના વાહનમાં બેસી પોતાને ઘેર પાછી આવી, અને સીધી પિતાની પથારીમાં જઈને પડી. બહુ જ ઓછું આવવાથી, ત્યાં આળોટતાં આળોટતાં તે વિચારવા લાગી કે, મને નલ-કુમ્બર જેવા સાત સાત પુત્ર થયા, પણ એકેનું બચપણ મેં અનુભવ્યું નહીં. આ કૃષ્ણવાસુદેવ પણ છ-છ મહિને એક વાર મને નમસ્કાર કરવા મારી પાસે આવે છે. તે સ્ત્રીઓને ધન્ય છે. તે સ્ત્રીઓ ખરેખર પુણ્યશાળી છે, કૃતાર્થ છે, સુલક્ષણી છે, તથા તેમના મા તરીકે મનુષ્ય-જન્મ સફળ થયો છે, કે જેમને પિતાને પેટે જન્મેલાં, ધાવવા માટે આતુર, તથા કાલુંકાલું મધુર બેલતાં, મુગ્ધ બાળકો સ્તન આગળથી નીચે ખેાળામાં સરી પડે છે, તથા તેમના કમળ જેવા કોમળ હાથ પકડીને તેમને ફરી ને લેવા જતાં તેઓ પાછાં ફરીફરી કાલુકાનું બેલી મધુર અવાજે કરે છે. પણ હું એવી અભાગી, પાપણું છું, કે મને એવું એક પણ બાળક ઉછેરવાનું ન મળ્યું.” હતાશ થઈને જમીન તરફ નજર કરી, હાથ ઉપર માથું મૂકી, તે આવું આવું વારંવાર ચિંતવવા લાગી. ૧. કૃષ્ણને પણ કંસના હાથમાંથી બચાવવાને જન્મતાંવેંત ગોકુળમાં નંદને ત્યાં ખસેડી દેવામાં આવ્યા હતા. Page #169 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ આ તરફ્ કૃષ્ણ વાસુદેવ નાહી-ધાઈ, અલંકારાદિથી વિભૂષિત થઈ, દેવકીરાણીને પગે લાગવા માટે આવ્યા. તે વખતે દેવકીની હુતારા દશા દેખી તે તેમના ચરણ પકડી તેમને પૂછવા લાગ્યા : - હે મા ! પહેલાં તે! તમે મને દેખી બહુ રાજી થતાં હતાં; પણ આજે હું આવ્યું! છું છતાં તમે કેમ ઉદાસ જેવાં દેખાઓ છે!? ’ ત્યારે દેવકીએ તેમને પેાતાની વાત દિલ ખેાલીને કહી સંભળાવી. એટલે કૃષ્ણે તરત જ તેમને કહ્યું : હે મા! તમે હવે એ વિષેની ચિંતા કરવી છેાડી દે. મને નાનેા ભાઈ થાય તે જાતની બધી પેરવી હું તરત જ કરીશ.’ત્યાર બાદ દેવકીરાણીને પ્રિય લાગે તેવાં વયને વડે આશ્વાસન આપી કૃષ્ણ ત્યાંથી નીકળી પોતાની પૌષધશાળામાં ગયા. અને રિણેગમેસિ દેવને ખેલાવવા માટે શુદ્ધ બ્રહ્મચર્ય ધારણ કરી આર્ટ ટકના ઉપવાસનું વ્રત સ્વીકાર્યું”, તથા શરીર ઉપરનાં આભરણા, માળા, વિક્ષેપને, અને શસ્ત્રમુશળાદેિના ત્યાગ કરી પોતે એકલા ત્રણ દિવસ દની પથારી ઉપર તીવ્ર સંકલ્પ કરતા બેઠા. તપની પૂર્ણાહુતિ સાથે કૃષ્ણના સંકલ્પનું બળ પરાકાષ્ઠાએ પહાંચતાં જ હરણેગમેસિનું આસન ચલિત થયું, અને પેાતાને કૃષ્ણ યાદ કરે છે તેવું લાગતાં જ, તે વેગવતી ગતિથી મામાં આવતા અસંખ્ય દ્વીપાને ઝપાટાધર એળગતા ઓળંગતા કૃષ્ણની પૌષધશાળામાં આવી પહેાંચ્યા. આવતાં વેંત જ તેણે કૃષ્ણને, પેાતાને યાદ કરવાનું કારણ પૂછ્યું. કૃષ્ણે કહ્યું : હે દેવાનુપ્રિય! મારી માતાને પેટે મારા નાના ભાઈ જન્મે એવી મારી ઇચ્છા છે. ' ૧૩૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧ ) ગજસુકુમારની કથા હરિગમેસિએ કહ્યું, “હે દેવાનુપ્રિય! દેવલોકમાંથી વીને એક જીવ તારા ભાઈ તરીકે ઉત્પન્ન થશે. યુવાવસ્થામાં આવતાં તે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને સાધુ થશે.” આટલું કહી, તે પિતાને સ્થાને પાછો ચાલ્યો ગયો. ત્યારબાદ એક વખત દેવકીએ સ્વપ્નમાં એક સિંહને પિતાને મુખમાં પેસતા જે. પછી નવ મહિને દેવકીએ હાથીના તાળવા જેવા લાલ રંગના સુકુમાર તથા બધાંની આંખે વળગે તેવા પુત્રને જન્મ આપ્યું. તેનો રંગ જપાના ફૂલ જેવો, લાલ બંધુજીવકનાં ફૂલ જેવ, અળતા જે, પારિજાતકના ફૂલ જે, તથા ઊગતા સૂર્ય જે લાલ હતો. તેનો વર્ણ હાથીના તાળવા સમાન હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું. ભારે ઠાઠ-માઠ તથા લાડપાડમાં ઊછરતો તે ગજસુકુમાર ધીમે ધીમે મેટ થવા લાગ્યો તથા વિદ્યા-કળા ભણું યુવાવસ્થામાં આવી પહોંચ્યો. તે વખતે દ્વારકા નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ રહેતો હતા. તે વેદાદિ વિદ્યામાં પારંગત હતો. તેને સમશ્રી નામે ભાર્યા હતી, અને તેમાં નામની સુંદર, સુરૂપ, તથા લાવણ્યયુક્ત પુત્રી હતી. એક વખત સોમા પોતાની દાસીઓ સાથે રાજમાર્ગ ઉપર, સેનાના દડા વડે રમતી હતી. તે જ વખતે અરિષ્ટનેમિ પધાર્યા હોવાથી કૃષ્ણ ગજસુકુમારને સાથે લઈ, હાથી ઉપર બેસી, અરિષ્ટનેમિનાં દર્શને જતા હતા. તેમની ઉપર કરંટ પુષ્પની માળાઓ યુક્ત છત્ર ધારણ કરયામાં આવ્યું હતું, તથા ઉત્તમ ત ચામરે તેમની આજુબાજુ ઢળવામાં આવતાં હતાં. Page #171 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સચમ જતાં જતાં કૃષ્ણની નજર પેલી સેમા ઉપર પડી. તેના રૂપ-લાવણ્યથી તે ચકિત થઈ ગયા. તેમણે તરત પોતાના હજૂરિયાઓને ખેલાવીને કહ્યું, તમે આ કન્યાના પિતા પાસેથી એ કન્યા માગી લઈ, તેને કન્યાઓના અંતઃપુરમાં લઈ જાએ, પછી તેને ગજસુકુમાર સાથે પરણાવીશું.’ પેલાએએ પણ તરત તે આનાના અમલ કરી દીધે।. પછી કૃષ્ણ વગેરે અરિષ્ટનેમિ પાસે જઇ પહોંચ્યા, અને તેમને વંદનાદિ કરી ધર્માંપદેશ સાંભળવા લાગ્યા. ત્યાર બાદ કૃષ્ણ તેા ઘેર પાછા ફર્યાં, પણ ગજસુકુમારે તે ભગવાનને નમસ્કાર કરી, તેમની પાસે સાધુ થવાને પાતે કરેલા નિશ્ચય નિવેદિત કર્યાં. ત ત્યાર બાદ ભગવાનની રજાથી તે પેાતાનાં માપિતા પાસે સાધુ થવાની રજા માગવા આવ્યા. તેમનાં માપિતાએ તેમને અનુકૂળ-પ્રતિકૂળ એવી ઘણી ઘણી દલીલેાથી સાધુ ન થવાને સમજાવ્યા. કૃષ્ણે પણ એ વાત જાણી ગજસુકુમાર પાસે આવી દ્વારિકાની રાજગાદીએ તેમને ૪ અભિષેક કરવાનું જણાવ્યું, પણ ગજસુકુમાર એકના બે ન થયા. ત્યારે છેવટે તેમનાં માતપિતાએ તેમને કહ્યું : હે પુત્ર! બીજું તે કાંઈ નહિ પણ અમે તારી એક દિવસની રાજ્યલક્ષ્મી નજરે જોઈ લેવા ઇચ્છીએ છીએ. ’ ગજસુકુમારે માતપિતાની તે આજ્ઞાને સ્વીકાર કર્યાં. પછી મેાટી ધામધૂમથી ગજસુકુમારને રાજ્યાભિષેક કરવામાં આધ્યેા. ત્યાર બાદ તેમનાં માતપિતાએ તેમને પૂછ્યું : ૧. એ બધી દલીલા માટે જીએ આ માળાનું ધડથાઓ ’ પુસ્તક, પા. ૨૦ થી ૨૩ < Page #172 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની થા ૧૩ - હે પુત્ર! અમે તને શું આપીએ? તારા હ્રદયની શી ઇચ્છા છે?’ ત્યારે ગજસુકુમારે કહ્યું: ' હે માતિપતા! મને બજારમાંથી એક રજોહરણુ, અને પાત્ર એ બે વસ્તુઓ મંગાવી આપે।, અને મારા ક્રેશ કાપવાને માટે એક કાશ્યપ (હજામ)ને એલાવેા. ’ તેમનાં માતષતાએ તે પ્રમાણે તરત જ કર્યુ. ગજસુકુમારનું રાજા તરીકેનું આ ‘ છેલ્લું ' દર્શીન છે એમ સમજીને તેમની માતાએ રાતાં રાતાં તેમના કૅશ ઘણી માનવૃત્તિથી લઈ લીધા અને સુગધી પાણીથી વાઈ, ગેાશીષ - ચંદનમાં રગદેાળી, ધેાળા કપડામાં આંધી, રત્નના દાખડામાં અધ કરીને એક પેટીમાં મૂકવા, અને તે પેટી ગજસુકુમારની હંમેશની યાદગીરી માટે પેાતાના આશિકા નીચે રાખી, ત્યાર બાદ ગજસુકુમાર સ્નાન કરી, નાસિકાના નિઃશ્વાસથી પણ ઊડી જાય તેવું હુંસલક્ષણ॰ વસ્ત્ર તેમજ યેાગ્ય આભૂષણે પહેરી, શિબિકામાં બેસી, માતપિતા, કુટુંબ, અને પુરજનેાના સમુદાય સાથે ભગવાન અરિષ્ટનેમિ પાસે આવી પહોંચ્યારસ્તામાં માગધા વગેરેએ જયજયકાર શબ્દ સાથે તેમને નીચે પ્રમાણે આશીર્વાદ આપ્યા : • નહિ જિતાયેલી ચિાને જીતો, શ્રમણ ધર્મને શાભાવો; ધૈ રૂપી કચ્છ બાંધી, તપથી રાગદ્વેષરૂપી મલ્લને હણો; ઉત્તમ ધ્યાનથી કર્મીને મસળી નાખજો; અને નિય રહી દુઃખ-કટોની સેનાના નાશ કરો ! તમારે મા વિધરહિત થાઓ !’ ૧. હંસની ભાતવાળું, કે હુંસ જેવું ધાળુ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પાપ, પુણ્ય અને સંયમ ગજસુકુમારને આગળ કરી, તેમનાં માતાપિતા ભગવાન પાસે આવ્યાં અને તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કારપૂર્વક બેલ્યાં: “હે દેવાનુપ્રિય ! આ ગજસુકુમાર અમારો પ્રાણસમો પ્રિય પુત્ર છે, તથા અમારે માટે ઉંબરાના પુષ્પસમો દુર્લભ છે. હે દેવાનુપ્રિય ! જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, અને પાણીમાં વધે છે, પણ કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપાતું નથી, તેમ કામોમાં થયેલ અને ભાગમાં વધેલો આ ગજસુકુમાર આપને ઉપદેશ સાંબળી, હવે કામ અને ભેગરસથી ખરડાવા ઈચ્છતો નથી, સંસારના ભયથી તેને ઉદ્વેગ થયે છે; જન્મ–જરા–મૃત્યુના ત્રાસથી તે ભયભીત થયે છે, અને આપ દેવાનુપ્રિયની પાસે રહી, સાધુ થઈ, પ્રવજ્યા લેવા ઈચ્છે છે. માટે હે દેવાનુપ્રિય ! અમે આપને તેની શિષ્યભિક્ષા આપીએ છીએ, તે આપ સ્વીકારો.” પછી ગજસુકુમારે ઉતારી નાખેલાં વસ્ત્રાભૂષણ ઝીલતી તેમની માતા ગળગળી થઈને બોલી : - “હે પુત્ર! તું યત્ન કરજે; પરાક્રમ કરજે, અને લેશ પણ પ્રમાદ ન કરીશ. અમને પણ તારે માર્ગ પ્રાપ્ત થાઓ.” પ્રવજ્યાવિધિ પૂરો થતાં બાકીનાં સૌ પોતપોતાને સ્થાને પાછાં ફર્યા. માત્ર ગજસુકુમાર વળતે પહેરે ભગવાન પાસે જઈ કહેવા લાગ્યા : “હે ભગવન! આપની અનુજ્ઞા હોય, તો મહાકાલ મશાનમાં જઈ ( ભિક્ષુઓની બાર પ્રતિમાઓમાંથી છેલ્લી, બારમી) મહાપ્રતિમાનું એક રાત્રી કરવાનું (દુષ્કર) તપ કરું.' ૧. જુઓ આગળ પા. ૧૨૭. સામાન્ય ક્રમમાં પ્રતિમાઓનું તપ ગમે તે સ્વીકારી શકતા નથી. તેનું શારીરિક બંધારણ વિશિષ્ટ Page #174 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા ભગવાનની અનુજ્ઞા મળતાં ગજસુકુમાર મહાકાલ સ્મશાનમાં ગયા, અને ત્યાં ચોગ્ય સ્થાન જઈ તપાસી મહાપ્રતિમા વ્રત સ્વીકારી, માં થોડું નીચે રાખી, હાથ લટકતા રાખી, આંખ મટ-મટાવ્યા વિના એક જ પદાર્થ ઉપર નજર માંડી, શરીરને જરા આગળના ભાગમાં નમતું મૂકી, સર્વ ઈદ્રિયોને વશમાં રાખી, બંને પગ એકઠા રાખી ઊભા રહ્યા. તે દિવસે સોમિલ બ્રાહ્મણ સમિધ વીણવા નગરીની બહાર નીકળી ગયો હતો. સમિધ, દર્ભ, કુશ, તથા ચૂંટેલાં પાન એકઠાં કરી, સંધ્યાકાળે મહાકાલ સ્મશાન આગળ થઈને તે જતો હતો. તે વખતે અંધારું થઈ ગયું હતું, અને લોકોને અવરજવર બંધ થઈ ગયો હતો. તે વખતે અચાનક તેની નજરે ગજસુકુમાર મુનિ પડયા. તેમને દેખતાં જ તેને પિતાનું વેર યાદ આવ્યું. અને એકદમ ગુસ્સે થઈ જઈ, તેણે વિચાર્યું, ‘ગજસુકુમાર આ ન ઈચ્છવા લાયક વસ્તુની ઈચ્છા કરતો પ્રકારનું હોય, તેની બુદ્ધિ પણ વિશેષ પ્રકારની હોય, તેણે લગભાગ દશ પૂર્વગ્રંથો જેટલો અભ્યાસ કરેલો હે જોઈએ, તથા ઓછામાં ઓછા ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી તે તેને અભ્યાસ હોવો જ જોઈએ. ઉપરાંત દરેક પ્રતિમા અનુક્રમે લેવાની હોય છે; તથા તે દરેકની પૂર્વ તૈયારી પણ અમુક કાળ પહેલેથી કરવાની હોય છે. પરંતુ અહીં તે અરિષ્ટનેમિ પ્રભુએ પિતે જ આપી હોવાથી એ બધા વિધિનિયમે પડતા મુકાયા છે. –ટીકા. ૧. એ બધી ગાળાની વિગત આ પ્રમાણે છે : અનિષ્ટ વસ્તુની ઈચ્છા કરનાર – મરણને ઇચ્છુક, નઠારાં પરિણામવાળાં લક્ષણાવાળો, હીણું પુણ્ય ચૌદશને દિવસે જન્મેલા (અર્થાત્ અત્યંત ભાગ્યવંતને જન્મસમયે જ તે ચૌદશ પૂર્ણ હેય Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૫, પુણ્ય અને સંયમ મારી પુત્રી સેનામાં કોઈ દોષ ન હોવા છતાં, તેની યુવાવસ્થામાં તેને તજી સાધુ થ છે. માટે લાવ તેનું વેર લઉં.” એમ વિચારી તેણે ચારે તરફ નજર કરીને, ભીની માટી હાથમાં લીધી; પછી ગજસુકુમાર પાસે જઈ, તેમના માથા ઉપર તે માટીની પાળી બાંધી દીધી. પછી સળગતી ચિતામાથી ફૂલેલાં કેસૂડાં સમાન લાલચોળ અંગારા કલાડામાં લઈ, ગજસુકુમારના માથા ઉપર ભર્યા; અને પછી આજુબાજુ જોતો, ડરતા ડરતો ત્યાંથી જલદી ભાગી ગયો ગજસુકુમારના માથા ઉપર પેલા સળગતા અંગારા પડતાં જ તેમના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પરંતુ મિલ બ્રાહ્મણ તરફ જરા પણ મન બગાડ્યા વિના તેમણે તે વેદના પ્રસન્ન ચિત્તે, તથા શુભ ચિંતનપૂર્વક સહી લીધી. તેની સાથે જ આવરણ કરનારાં કર્મોનો ક્ષય થતાં, તેમને અપૂર્વકરણ નામનું (આઠમું) ગુણસ્થાન પ્રાપ્ત થયું, જેનાથી કર્મ રજ સારી પેઠે ખંખેરાઈ જાય છે. ત્યાર બાદ તેમને ૧. મૂળમાં “ખેરના લાકડાના અંગારા” છે. ૨. “ ગુણ’ એટલે આત્માની સ્વભાવભૂત ચારિત્ર્ય, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણ ઉપરથી આવરણે એાછાં થતાં તે સહજ ગુણે પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે એ શુદ્ધિનાં ૧૪ પગથિયાં વિચારવામાં આવ્યાં છે. આઠમા ગુણસ્થાને પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિના અનુભવ થાય છે, અને અપૂર્વ વીલાસ પ્રગટે છે, તેથી તેને અપૂર્વકરણ” કહે છે. વિશેષ વિગતે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ “પુસ્તક પા. ૧૭૨–૩. Page #176 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા Ba અનંત તથા અનુત્તમ, એવું ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદ ન પ્રાપ્ત થયું. ત્યાર બાદ તે સિદ્ધબુદ્ધ અને મુક્ત થયા અને સર્વાં દુ:ખાના અંત તેમણે પ્રાપ્ત કર્યાં. પાસે ઊભેલા દેવાએ તેમના ઉપર દિવ્ય સુગધી જળને વરસાદ વરસાવ્યા, પાંચ વષ્ણુનાં ફૂલ વેર્યાં, વસ્ત્રાને ધ્વજા તરીકે કુરકાવ્યાં, વાજિંત્રાના નાદ સહિત દિવ્ય ગાન ગાયાં; અને એ રીતે ગજસુકુમારના વ્રત-પાલનને વધાવી લીધું. સવાર થતાં કૃષ્ણ વાસુદેવ સ્નાનાદિ પરવારી, હાથી ઉપર એસી, સિનેકાનાં વૃંદેાથી વીંટળાઈ, અરિષ્ટનેમિનાં દને ચાલ્યા. રસ્તામાં તેમણે એક વૃદ્ધ કમજોર માણસને રસ્તા ઉપરના ઈંટાના મેટા ઢગલામાંથી એક એક ઈંટ ઊંચકીને ઘરમાં લઈ જતા જોયા. તેને જોઈ, તેના ઉપર અનુકંપા લાવી, કૃષ્ણે જાતે એક ઈંટ ઉપાડી તેના ઘરમાં મૂકી આપી. તેમને તેમ કરતા જોઈ, તેમની સાથેના અનેક પુરુષાએ ઘેાડી જ વારમાં આખા ઢગલે તેના ધરમાં ખસેડી આપ્યા. ત્યારબદ કૃષ્ણે અરિષ્ટનેમિ પાસે ગયા, અને તેમને વંદન-નમસ્કારાદિ કર્યા આદ, ગજસુકુમારને ત્યાં ન શ્વેતાં પૂછવા લાગ્યા : ‘ ભગવન્! મારા નાના ભાઈ ગજસુકુમાર અહીં કેમ નથી દેખાતા ?’ · ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું : હું કૃષ્ણ ! ગજસુકુમારે પેાતાનું કામ પૂરું કર્યુ”. ’ કૃષ્ણે પૂછ્યું : ‘ તેમણે પોતાનું કામ કેવી રીતે પૂરું કર્યું?’ ત્યારે અરિષ્ટનેમિએ ગજસુકુમારના દેહાંતની વાત પહેલેથી માંડીને કહી સંભળાવી. Page #177 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ પછી કૃષ્ણે પૂછ્યું : “ હે ભગવન્ ! મારા ભાઈ ને કમેાતે મારી નાખનાર એ પુરુષનું નામ શું છે?” ભગવાને કહ્યું. “ હે કૃષ્ણ ! તું તે પુરુષ પ્રત્યે વૈરવૃત્તિ ન કરીશ. કારણ કે તેણે તે વસ્તુતાએ ગજસુકુમારને મદદ કરી છે.” r C કૃષ્ણે પૂછ્યું : હે ભગવન્! તેણે મારા ભાઈ ને કેવી રીતે મદદ કરી છે?' ભગવાને કહ્યું : ‘હે કૃષ્ણ ! તું અત્યારે મારાં દર્શને આવતા હતા, તેવામાં રસ્તામાં પેલા ઈંટા ઊંચકનારને તે રીતે જેવી મદદ કરી છે, તેવી જ રીતે પેલા પુરુષે પણ ગજસુકુમારનાં અનેક જન્મનાં સચિત કર્માંને તેમના વખત પહેલાં ખ‘ખેરી નાખવામાં ગજસુકુમાર મુનિને સારી પેઠે મદદ કરી છે. ત્યાર બાદ કૃષ્ણે અરિષ્ટનેમિને પૂછ્યું, ‘ભગવન! એ પુરુષનું એધાણ શું છે?' ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું : ‘ અત્યારે તને દ્વારકા નગરીમાં પેસતે। દેખતાં જ ત્યાં ઊભેલે જે માણુસ જમીન ઉપર તૂટી પઢી મરણ પામે, તે માણસને તું તારા ભાઈ ને ઘાતક જાણજે.' ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ અરષ્ટિમને વંદનાદિ કરી, હાથી ઉપર બેસી દ્વારકા તરફ પાછા ફર્યાં. આ તરફ સામિલ બ્રાહ્મણને સવારના પહેરમાં જ વિચાર આવ્યા કે, કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિનાં દર્શને ગયા છે; અરિષ્ટનેમિ માટે અપરાધ જરૂર જાણી ગયા હશે; અને કૃષ્ણને તે વિષે વાત કરશે. એટલે પાછા ક્રૂરતાં જ કૃષ્ણે મને જરૂર કમેાતે મરાવી નાખશે; માટે લાવ હું ભાગી જાઉં. Page #178 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા એમ વિચારી, તે ઘેરથી નીકળી કૃષ્ણ જે તરફથી દ્વારકામાં દાખલ થતા હતા, ત્યાં જ બરાબર સામે જઈ પહોંચ્યો. અચાનક કૃષ્ણને સામા જ આવેલા જોઈ, તે બ્રાહ્મણ ડરનો માર્યો ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ ગયો અને મરણ પામી જમીન ઉપર ગબડી પડ્યો. કૃષ્ણ તૈના મડદાને ચાંડાળ પાસે કઢાવી નાંખ્યું, અને તે જમીન ઉપર પાણું છંટાવી દીધું. Page #179 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ત્રીા વર્ગની નવમી કથામાંઃ દ્વારકાનગરી, બળદેવ રાન, ધારિણી રાણી, સિંહનું સ્વપ્ન, સુમુખ કુમાર –પચાસ કન્યાઓ, ૧૪ પૂર્યાંનું અધ્યયન, વીસ વર્ષ સાધુપણું, શત્રુજય ઉપર મુક્તિ – આકીનું બધું ગૌતમની કથા મુજબ. તે જ પ્રમાણે ૧૦મી, અને ૧૧મી કથા પણુ સમજવી. માત્ર કુમારનાં નામ અનુક્રમે દુમુખ, અને રૂપક સમજવાં. ૧૨મી કથા પણ એ જ પ્રમાણે. પણ કુમારનું નામ દારુક, અને માતપિતાનું નામ વાસુદેવ તથા ધારિણી. તે જ પ્રમાણે ૧૩મી કથા પણ સમજવી. કુમારનું નામ અાદિઠ્ઠી ચેાથા વર્ગમાં દશ કથાએ સમજવી : કુમારોનાં નામ નીચે પ્રમાણે : અલિ, મયાલિ, ઉપાલિ, પુરુષસેન, વારિયે, પ્રદ્યુમ્ન, સાંખ, અનિરુદ્ધ, સત્યનેમિ, અને દૃઢનેમિ. નલિની કથા : દ્વારિકા નગરી, વસુદેવ રાજા, ધારિણી રાણી, જાલિકુમાર, પ૦ કન્યા, બાર અંગેાનું અધ્યયન, ૧૬ વર્ષ સાધુપણું બાકી બધું ગૌતમ મુજબ — શત્રુ ંજય ઉપર મુક્તિ. એ પ્રમાણે મયાલિ, ઉપન્નલિં, પુરુષસેન, અને વાર્િષણનું સમજવું. પ્રદ્યુમ્નનું પણ તેમ જ સમજવું: પણ પિતાનું નામ કૃષ્ણ, અને માતાનું નામ રુક્મિણી. www તે જ પ્રમાણે સાંખનું પણ સમજવું, પણ માતાનું નામ જાંબવતી. એ જ પ્રમાણે અનિરુદ્ધનું પણ. પરં'તુ પિતાનું નામ પ્રન્નુમ્ર, અને માતાનું નામ વૈદ્ય, તેવું જ સત્યનેમિનું પણ, પરંતુ પિતાનું નામ સમુદ્રવિજય, અને માતાનું નામ શિવા. તે જ પ્રમાણે દઢનેમિનું પણ. Page #180 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની કથા દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા તે વખતની વાત છે. તેમને પદ્માવતી નામે રાણી હતી. એક વખત અરિષ્ટનેમિ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. તેમને આવ્યા જાણું કૃષ્ણાસુદેવ તેમને દર્શને ગયા. પદ્માવતી રાણું પણ તેમને આવ્યા જાણ ખૂબ હર્ષિત થઈ તેમને દર્શને ગઈ. ત્યાર બાદ અરિષ્ટનેમિએ કૃષ્ણને તેમજ પદ્માવતી વગેરેને ધર્મોપદેશ આપે. બધા વીખરાઈ ગયા બાદ, કૃષ્ણ અરિષ્ટનેમિને વંદનાદિ કરી પૂછયું: “હે ભગવન ! આ દેવપુરી જેવી દ્વારકા નગરીને નાશ શાનાથી થશે ?' ભગવાને જવાબ આપ્યોઃ “હે કૃષ્ણ! આ દેવપુરી જેવી નગરીને નાશ સુરા-અગ્નિ-અને પાયન વડે થશે.” ૧. પરાશર મુનિને યમુનાના દ્વીપમાં કેઈ નીચ કુળની કન્યાના સેવનથી થયેલો પુત્ર. સાંબ વગેરે ચાદવકુમારોએ દારૂથી મત્ત થઈ, એ વૈપાયન મુનિને મરણતોલ માર માર્યો; તેથી મરતી વેળા દ્વારકાના યાદોને બાળી નાખનાર તરીકે જન્મવાનો તેણે સંકલ્પ કર્યો. પછી તે અગ્નિકુમાર દેવામાં દેવ તરીકે ઉત્પન્ન થયો; તે દેવે પછી દ્વારકાને યાદ સાથે બાળી નાખી. માત્ર કૃષ્ણ – બળરામ બે જ જીવતા નીકળી શકચા; એવી કથા છે. ત્રિષષ્ટિ શલાકા પર્વ ૮, સર્ગ ૧૧. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પા૫, પુણ્ય અને સંયમ આ સાંભળી, કૃષ્ણને બહુ ઓછું આવ્યું. તેમને વિચાર આવ્યું કે જાલિ, ભયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન વગેરે કુમારોને ધન્ય છે કે, તેઓએ ધન-સંપત્તિ, અંતાપુર વગેરે સર્વસ્વ તજીને અરિષ્ટનેમિ પાસે સાધુપણાની દીક્ષા લઈ લીધી. હું જ એ અભાગી–પાપી છું કે, રાજ્ય, અંતઃપુર વગેરે માનુષી કામગમાં આસક્ત રહીને ભગવાન અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા લેતો નથી. પછી ભગવાને કૃષ્ણના મનમાં ચાલતો વિચાર જાણું લઈ, કૃષ્ણને કહ્યું: “એવું કદી બન્યું નથી તથા એવું કદી બનવાનું નથી કે વાસુદે ધનસંપત્તિને ત્યાગ કરીને સાધુપણની દીક્ષા લે.” કૃષ્ણ ભગવાનને પૂછયું : “એમ કેમ?” ભગવાને કહ્યું: “હે કૃષ્ણ! સર્વે વાસુદેવાએ પૂર્વજન્મમાં ભરતી વેળા પિતાના સઘળા સામર્થ્યથી અમુક પ્રકારનો સંકલ્પ કરી દીધો હોય છે. તેથી તેઓ આ જન્મમાં બીજું કંઈ કરી શકતા નથી.” ૧. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદે, તથા ૯ બળદેવો મળી કુલ ૧૩ શલાકા પુરુષ અર્થાત્ મહાપુરુષે કાળચક્રના દરેક ફેરા દરમ્યાન જન્મે છે. - ૨. ગંગદત્ત તરીકેના પૂર્વ જન્મમાં કૃષ્ણ પિોતાની માતાને ઘણું અળખામણુ હતા. તેમની માતાએ તેમને જમતાંવેંત દાસી પાસે નંખાવી દીધા હતા. પણ દાસી પાસેથી તેમના પિતા તથા ભાઈએ તેમને ગુપ્ત રીતે સાચવી ઉછેર્યા હતા. એક વખત ગંગદત્ત માતાના જોવામાં આવતાં તેણે તેમને મારી-ફૂટી ઘરની ખાળમાં નાખી દીધા. તેમની માતાને તેમના પ્રત્યે આ જન્મમાં આવું વેર થવાનું કારણ એ હતું કે, પૂર્વ જન્મમાં તે સાપણ હતી. Page #182 -------------------------------------------------------------------------- ________________ - પાવતીની કથા ૧૪પછી કૃષ્ણ ભગવાનને પૂછયું: “હે ભગવન! અહીંથી મર્યા બાદ ક્યાં જઈશ, અને ક્યાં ઉત્પન્ન થઈશ?” ભગવાને જવાબ આપે ? અગ્નિકુમાર દેવ બનેલે કૈપાયન જ્યારે ક્રોધથી દ્વારકા નગરી બાળી નાખશે, ત્યારે પોતાનાં માતપિતાને એ અગ્નિમાં જ બળતાં છોડી, તું તથા બળરામ દક્ષિણ સમુદ્રને કિનારે પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો પાસે પાંડુમધુરા ચાલ્યા જશે. ત્યાં કોસંબ વનમાં વડના ઝાડ નીચે તું પીતાંબર એાઢી શિલા ઉપર સૂતો સૂતો તે વખતે ગાડું ભરીને આવતા ગંગદને તેનાં હાડકાં કચરોવાને અવાજ સાંભળવા ખાતર જ તેને પૈડા નીચે કચરી નાખી હતી. પછી ગંગદત્ત સાધુપણું સ્વીકાર્યું અને પિતાના તપના પ્રભાવથી બીજા જન્મમાં પોતે વિશ્વવલ્લભ થાય, એવો સંકલ્પ કર્યો હતો. -ત્રિષષ્ટિશલાકા, સર્ગ ૮, સર્ગ પ. . ૧. કૃષ્ણ તથા બળરામે માતાપિતાને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ પેલા દેવના પ્રભાવ આગળ તેમનું કાંઈ વળ્યું નહોતું. ૨. હાલનું મદુરા ? કથા એવી છે કે, પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કર્યું હતું, ત્યારે કૃષ્ણ સહિત પાંડવો સમુદ્ર ઓળંગી પદ્મનાભને હરાવી દ્રૌપદી પાછી લઈને આવતા હતા. તે વખતે કૃષ્ણના અળની પરીક્ષા કરવા પાંડવોએ ગંગાનદી નાવમાં બેસી પાર કરી લીધી, અને કૃષ્ણ માટે નાવ પાછી ન મેકલી. આથી કૃષ્ણને તરતા તરતા સામે પાર આવવું પડયું, અને તેમાં તે બહુ હેરાન થયા. આ કારણે કૃષ્ણ પાંડને દેશપાર કર્યા. પછી કુંતીની સમજાવટથી કૃણે તેમને દક્ષિણસમુદ્રના તટ ઉપર પાંડુમથુરા નગરી વસાવીને રહેવાની પરવાનગી આપી હતી. જુઓ આ માળાનું “ધર્મ કથાઓ પુસ્તક પા. ૧૪૧-૩. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પાપ, પુણ્ય અને સચમ આરામ કરતા હશે, ત્યારે (તારા ભાઈ) જરાકુમાર ધનુષ્ય ઉપર ખણુ ચઢાવી (તને હરણુ માની) તારા ઉપર છેડશે. તે ખાણુ તારા ડાબા પગમાં વાગતાં જ તું મરણુ પામશે, અને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. પેાતાની આવી અવગતિ સાંભળી કૃષ્ણે ઘણા ઉદાસ થઈ ગયા. ત્યારે અરિષ્ટનેમિએ તેમને કહ્યું: હું કૃષ્ણુ ! તારે ઉદાસ થવાની જરૂર નથી તે નરકમાંથી ચ્યવી, આવતી ઉત્સર્પિણીમાં પુંડ્રદેશમાં આવેલા શતદ્વાર નગરમાં તું અમમ નામને! બારમે તી કર થઈશ. ત્યાં દેવલજ્ઞાની તરીકે ઘણું કાળ વિતાવ્યા બાદ તું સિદ્ધ–મુદ્દ–અને મુક્ત થઈશ.’ આ સાંભળી કૃષ્ણ વાસુદેવ એકદમ હર્ષિત થઈ જઈ તાળી પાડી ઊઠચા, કૂદી ઊંચા, નાચી ઊઠ્યા, તથા સિંહગર્જના કરવા લાગ્યા ત્યાર બાદ ભગવાનને નમસ્કાર કરી તે ઘેર પાછા ફર્યાં. ૧. પાતાને હાથે કૃષ્ણનું મૃત્યુ થવાનું છે એ જાણી તે બિચારા પહેલેથી જ દ્વારકા છેાડી ચાલી નીકળ્યા હતા. પણ ભાગ્યવશાત્ અંતે કૃષ્ણ તેની પાસે જ જઈ પહોંચ્યા. ૨. જૈનો કાળચક્રના બે ભાગ પાડે છેઃ (૧) ઊંચે ચડતેા અર્થાત્ જેમાં સૌ સાર્દા વાનાં થતાં ાય છે તેવા ઉત્સર્પિણી કાળ; અને (૨) નીચે પડતા, અર્થાત્ જેમાં સૌ બગડતું જાય છે તેવા અવસર્પિણી કાળ. ૧૦ × ( કરાડ× ફરાડ ) સાગર વર્ષની એક ઉત્સર્પિણી થાય, અને તેટલાં જ વર્ષોંની એક અવસર્પિણી થાય. જીએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ર. ૩. મૂળમાં ‘ત્રિપદી ’ છે. ટીકાકાર એમ જણાવેછે કે, મલ્લ રંગભૂમિ ઉપર જે ત્રણ પેતરા ભરે છે તે ત્રિપદી, -- Page #184 -------------------------------------------------------------------------- ________________ પાવતીની કથા ૧૫૧ ઘેર જઈ સિંહાસન ઉપર પૂર્વ તરફ મેં રાખીને બેઠા બાદ તેમણે પિતાના હજૂરિયાઓને બોલાવ્યા અને તેમને કહ્યું: “હે દેવાનુપ્રિયે ! તમે દ્વારકા નગરીમાં ચારે બાજુ ઢંઢેરો પીટે કે દ્વારકા નગરીને આગમાં વિનાશ થવાને - છે. માટે જે કોઈ પુરુષ કે સ્ત્રી, કુમાર કે કુમારી અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષા લઈ સાધુ થવા ઇચ્છતું હશે, તે દરેકને કૃષ્ણ-વાસુદેવની રજા છે. અત્યારે દીક્ષા લીધા બાદ પસ્તાઈને કોઈ ફરી સંસારી થવા ઈચ્છશે, તે તેને પોતાને પહેલાંને બંધ કરવાની છૂટ રહેશે. સાધુ થવા ઈચ્છતા દરેકને ભારે ધામધૂમપૂર્વક નિષ્ઠમણુવિધિ કરવામાં આવશે.” - એ ઢઢે સાંભળી પદ્માવતી રાણું અત્યંત હર્ષિત થઈ અરિષ્ટનેમિ પાસે ગઈ, અને દીક્ષા લેવાને પોતે કરેલો નિરધાર સંભળાવી આવી. ત્યારબદ પાછી આવી, જ્યાં કૃષ્ણ હતા ત્યાં ગઈ અને તેમની પાસે દીક્ષા લેવાની પરવાનગી ભાગવા લાગી. કૃષ્ણ તેને પરવાનગી આપી તથા પોતાના હજૂરિયાઓને બોલાવી પદ્માવતી રાણીને ભારે ધામધૂમથી નિષ્કમણુભિષેક કરવા માટે પૂરતી તૈયારીઓ કરવાની આજ્ઞા આપી. ત્યારબાદ પદ્માવતી રાણુને પાટ ઉપર બેસાડી, તેનો એકસેઆઠ સેના-રૂપા વગેરેના કલશો ભરીને સર્વ પ્રકારનાં જળ-માટી-પુષ્પ-ગંધ-માલ્ય-ઔષધિ-સરસવ વગેરે વડે ભારે ધામધૂમથી અભિષેક કરવામાં આવ્યો. પછી તેને સર્વ અલંકારોથી વિભૂષિત કરવામાં આવી. ત્યાર બાદ હજાર પુરુષ વડે ઊંચકાતી પાલખીમાં બેસાડી, નગરમાં થઈ તેને Page #185 -------------------------------------------------------------------------- ________________ હાથે પાંચ અને તેણે તેમને ૧ રૂહો છે, ભડક ૧૨ પાપ, પુણ્ય અને સંયમ રૈવતક પર્વત ઉપરના સહસ્ત્રાબ્રવણમાં લઈ જવામાં આવી. ત્યાં અરિષ્ટનેમિ પાસે જઈ, તેમને વંદનાદિ કરી કૃષ્ણ કહ્યું : હે ભગવન્! આ મારી પટરાણે પદ્માવતી મને અતિશય ઈષ્ટ, કાંત, પ્રિય, માનીતી, તથા મનગમતી છે. તે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ આપની પાસે દીક્ષા લેવા માગે છે. તે આપ તેને શિષ્યા તરીકે સ્વીકાર કરો.” ત્યાર બાદ પદ્માવતીએ ઈશાનખૂણા તરફ જઈ પિતાના બધા અલંકારે ઉતારી નાખ્યા, તથા પિતાના વાળને પિતાને હાથે પાંચ મૂઠીઓ ભરીને ઉપાડી કાઢયા. ત્યાર બાદ ભગવાન પાસે જઈને તેણે તેમને વંદનાદિ કરી કહ્યું : " હે ભગવન્! આ સંસાર સળગી રહ્યો છે, ભભડ બળી રહ્યો છે, તથા જરા અને મરણથી ત્રાસી રહ્યો છે. જેમ કોઈ ગૃહપતિ પોતાની એકની એક અમૂલ્ય ચીજને બળતા ઘરમાંથી બહાર કાઢી લે છે, તેમ હે ભગવન્ ! આ બળતા સંસારમાંથી મારા પ્રિય અને ઈષ્ટ આત્માને ઉગારવા હું આપની પાસે પ્રવજ્યા લઈ, શિષ્યા તરીકે રહીશ, અને આચારાદિ શીખીશ.' ભગવાને પદ્માવતીનું કહ્યું સાંભળીને તેને જાતે જ પ્રવજ્યા આપી, તથા પછી યક્ષિણ નામની આર્યોને શિષ્યા તરીકે સેંપી. પદ્માવતી તેમની પાસે રહી સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથો શીખી. તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર રંક, પંદર ટક, મહિને વગેરેના ઉપવાસ કરતી વિવિધ તપકર્મો વડે પિતાના આત્માને ભાવિત કરવા લાગી. Page #186 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની કથા ૧પ૩ પદ્માવતી આર્યાએ એ પ્રમાણે ૨૦ વર્ષ સાધ્વીપણું બરાબર પાળ્યું. તથા અંતે સાઠ ટંકના ઉપવાસથી દેહનો અંત લાવીને, જે વસ્તુ માટે મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચર્ય સ્વીકાર્યું હતું, સ્નાન-છત્ર-જેડા-નો ત્યાગ કર્યો હતો, ભૂમિ ઉપર સૂવું – પાટિયા ઉપર સૂવું – ભીખ માગવી – વગેરે નિયમ સ્વીકાર્યા હતા, તથા પારકાનો તિરસ્કાર, માનાપમાન વગેરે સંકટ અને વિઘો સહન કરવાનું મંજૂર રાખ્યું હતું, તે વસ્તુ પ્રાપ્ત કરી, અને અંતે સિદ્ધ–બુદ્ધ તથા મુક્ત થઈ સર્વ દુઃખને અંત આણે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ પાંચમા વર્ગમાં આ કથા પ્રમાણે જ બાકીની ગૌરી, ગાંધારી, લક્ષણ, સુસીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણી, મૂલશ્રી અને મૂલદાની કથાઓ પણ સમજી લેવી. રુકિમણી સુધીની રાણીએ કૃષ્ણવાસુદેવની ગણવી. છેલ્લી બેને કૃણ–જાંબવતીના પુત્ર સાંબની સ્ત્રીઓ સમજવી છઠ્ઠા વર્ગમાં ૧૬ કથાઓ છે. આ વર્ગમાં તીર્થકર મહાવીર સમજવા. પ્રથમ કથા મકાયી ગૃહપતિની છે. મહાવીરને ધર્મોપદેશ રાજગૃહમાં સાંભળી, તેણે પિતાને કુટુંબભાર જયેષ્ઠપુત્રને સોંપી દીધું અને પોતે સાધુ થયો. ૧૧ અંગે ભણો. બાકીનું બધું જાલિકુમાર જેવું. અર્થાત્ પ્રતિમાઓ, ગુણરત્ન તપ, ૧૬ વર્ષ સાધુપણું, વિપુલ પર્વત ઉપર સિદ્ધિ. બીજી કથા કિંકર્મની સમજવી. તે પણ ઉપર પ્રમાણે જ. ત્રીજી કથા મુદ્દે ગરપાણિની છે. તે આગળ વિસ્તારથી આપી Page #188 -------------------------------------------------------------------------- ________________ મુર્ગરપાણિની કથા રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ચેલણા નામે રાણી હતી. તે જ નગરમાં અર્જુનક નામે. ભાળી રહેતો હતો. તેને બંધુમતી નામે પત્ની હતી. તે બહુ સુકુમાર તથા સ્વરૂપવાન હતી. તે માળીને રાજગૃહ નગરની બહાર એક મોટી વાડી: હતી. તે વાડી લીલીકી રહેતી હોવાથી આઘેથી કાળી, નીલી, અને લીલી દેખાતી હતી; તેમાં ખૂબ ઠંડક રહેતી હતી, તે રસપૂર્ણ હતી, વિવિધ વર્ણાદિ ગુણયુક્ત હતી, લતા-વૃક્ષાદિનાં ઝૂંડ અને જાળાંને કારણે તેમાં ઘેરી, ઠંડી, ભીની છાયા રહેતી હતી, અને આઘેથી જાણે કાળું વાદળ ન ચડી આવ્યું હોય તેવો તેનો આકાર દેખાતો હતે. તે વાડીની નજીક જ મુદ્ગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. તે મંદિર અર્જુનક માળીને અર્યા-પર્યાના વખતથી વંશપરંપરાએ ચાલ્યું આવતું હતું. તે બહુ જૂનું હતું, તથા ભારે સતવાળું મનાતું હતું. તે યક્ષની મૂર્તિના હાથમાં હજાર પલ લેઢાની બનાવેલી ભારે મેગર હતી. અર્જુનક માળી નાનપણથી જ તે મૂર્તિની ભક્તિ કર્યા કરતો હતો. રોજ સવારમાં તે છાબડી હાથમાં લઈ વાડીમાં જાતે અને ૧. પલ એટલે ચાર તોલા. Page #189 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સંયમ ફૂલો ચૂંટતો. તેમાંથી જે સારાં સારાં હોય તે બધાં લઈ તે ચક્ષની પૂજા કરતો, અને પછી તેમને પ્રણામ કરી, બાકીનાં ફૂલ લઈ, રાજમાર્ગ ઉપર આવી વેચત અને ગુજારો કરતો. તે નગરમાં લલિતા નામની એક સોનેરી ટાળી રહેતી હતી. તે ટોળી ભારે પૈસાદાર હતી, તથા કેઈથી ગાંજી જાય તેવી ન હતી. તે ટોળીને માટે કઈ પણ કર્મ દુષ્કર્મ નહોતું. એક વખત રાજગૃહ નગરમાં ઉજાણુની દાંડી પિટાઈ. તે સાંભળી અનકને વિચાર આવ્યું કે, કાલે બહુ ફૂલોનું કામ પડશે. તેથી પિતાની સ્ત્રી બંધુમતી સાથે સવારમાં જ વહેલો ઊઠી તે વાડીમાં ગયે, અને ફૂલ વીણવા લાગે. પેલી સોનેરી ટાળીને છ માણસો મુદ્દગરપાણિના મંદિરમાં રમતા બેઠા હતા. અર્જુનક ફલ ચૂંટયા બાદ થોડાં સારાં સારાં ફૂલ લઈ પોતાની સ્ત્રી સાથે યક્ષને ચડાવવા માટે આવ્યા. તેને તેની સ્ત્રી સાથે આવતો જોઈ, પેલાઓએ વિચાર્યું કે, અર્જુનક આવે કે તરત તેને મુશ્કેટોટ બાંધી, તેની રૂપાળી સ્ત્રી સાથે આજે યથેષ્ટ મોજ ઉડાવવી. આમ વિચારી તેઓ બાલ્યા–ચાલ્યા વિના કમાડ પાછળ સંતાઈને ઊભા રહ્યા. અર્જુનકે મંદિરમાં આવી યક્ષને પ્રણામ કર્યા. તેની સાથે જ પેલા છ જણ કમાડ પાછળથી નીકળી આવ્યા અને તેને પકડીને મુશ્કેટોટ બાંધી દીધો. ત્યાર બાદ તેની સ્ત્રીને પકડી તેઓ તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. . એ વખતે અર્જુનકને વિચાર આવ્યો કે, “હું નાનપણથી જ આ મુગરપાણિ યક્ષની રોજ સવારમાં પૂજા-અર્ચના કરું છું. જે એ યક્ષ સાચા હોત, તો મારી આ વલે થતી તે જોઈ રહ્યા હોત ? માટે આ યક્ષ સાચા નથી, માત્ર લાકડું છે !”. Page #190 -------------------------------------------------------------------------- ________________ સુકુગશ્યાયિની કથા અજુનકને આ વિચાર જાણું મુળરપાણિ યક્ષે તરત તેના શરીરમાં પ્રવેશ કર્યો, અને બધાં બંધન તડતડ. તોડી નાખી પેલી ભેટી ગદા હાથમાં લીધી. પછી તે ગદા વડે. પેલા છ પુરુષ અને સાતમાં સ્ત્રીને તક્ષણ મારી નાખ્યાં. પછી એ યક્ષના આવેશવાળે તે અન્નક માળી રોજ રાજગૃહ. નગરની આસપાસ છે પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો વિચારવા લાગ્યો. શ્રેણિક રાજાને આ વાતની ખબર પડતાં તેણે તરત નગરમાં ઢંઢેરે પિટાવ્યો કે, “કોઈએ લાકડાં, ઘાસ, પાણી, પુષ્પ કે ફળ માટે નગરની બહાર યથેષ્ટ રીતે ન નીકળવું,. નહીં તો જાનનું જોખમ છે.” હવે, તે નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો. તે શેઠ જૈન મતાનુયાયી શ્રમણોપાસક હતો. તે જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતોને જાણકાર હતો; તેને પાપ-પુણ્યનો ખ્યાલ હતો. શાથી પાપકર્મ બંધાય છે, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે કે અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનમાંથી કયાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધું તે સમજતો હતો. જૈન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત હતો કે, દેવ વગેરે આવીને તેને ભમાવે તે પણ તે ચળે નહીં. તેને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તે બાબત શંકા ન હતી, કે તેમાં જણાવેલ આચાર બાબત વિચિકિત્સા નહોતી. તેણે શાસ્ત્ર ૧. આ પ્રસંગે મૂળમાં એમ હોય છે કેઃ “પિતાના માણસને કહ્યું કે, આવો ઢંઢેરો પીટે, અને પછી તેમ કર્યાની વરદી મને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પા૫, પુણય અને સંયમ ધ્યયન કરી, તેના અર્થને નિર્ણત કર્યો હતો; તથા જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલો હોવાથી તે એમ કહેતો કે, “આ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂપ છે; બાકી બધું અનર્થરૂપ છે' ! આ અરસામાં ભગવાન મહાવીર તે નગરની બહાર આવી પહોંચ્યા અને ગુણશીલક ચિત્યમાં ઊતર્યા. તેમના આવ્યાની વાત ટૂંક સમયમાં આખા નગરમાં ફેલાઈ ગઈ. લોકો વાત કરવા લાગ્યા કે, ભાઈ! એવા સાધુ ભગવંતનું નામ કે ગોત્ર પણ આપણે કાને પડી જાય, તો પણ મોટું ફળ છે, તો પછી તેમની પાસે જઈ, તેમને વંદવાથી અને તેમની સેવા કરવાથી તો કેટલું અધિક પુણ્ય પ્રાપ્ત થાય ? -આર્યપુરુષે કહેલ એક પણ આર્ય અને સુધાર્મિક વચન સાંભળવાથી પણ અતિ લાભ થાય છે, તો તે ઘણે ઉપદેશ સાંભળવાથી થતા લાભની તો વાત જ શી કરવી ?' પરંતુ અજુનકમાળીની બીકથી કઈ નગર બહાર જવાની હિંમત કરી શકયું નહીં. સુદર્શન શેઠના જાણવામાં ભગવાન આવ્યાની વાત આવતાં જ તે તેમનાં દર્શને જવા માટે પોતાનાં માતાપિતાની રજા માગવા ગયે. તેનાં માતા“પિતાએ તેને અનકમાળીની વાત કહી સંભળાવીને નગર - બહાર જઈને ભગવાનનાં દર્શન કરવાનું માંડી વાળવાને ઘણું - સમજાવ્યો, પણ તે તો એકનો બે ન થયું. ત્યારે નામનથી અંતે તેમણે તેને જવાની રજા આપી. સુદર્શન શેઠ નાહી-ધોઈ શુદ્ધ થઈ, કપડાં પહેરી, ઘેરથી નીકળ્યા, અને નગર બહાર નીકળી, જ્યાં ગુણશીલક ચિત્ય હતું તે તરફ આગળ વધવા લાગ્યું. એવામાં પેલા મુદગરપાણિ Page #192 -------------------------------------------------------------------------- ________________ મુદગરપાણિની કથા ૧૫૯ યક્ષે તેને જતો દેખે. એટલે તે ગુસ્સે થઈ પિતાની ગદા વીજતે વીંજતો તેના તરફ વેગથી આવવા લાગ્યો. , સુદર્શને તેને આવતો જોઈ, બીન્યા કે ગભરાયા વિના વસ્ત્ર વડે થેડી ભૂમિ સાફ કરી. પછી દસ આંગળીઓ ભેગી કરી, માથે અંજલી જેડી ભગવાનને વંદન કરતો તે બોલ્યોઃ અરિહંત ભગવંતે, સિદ્ધો વગેરેને નમસ્કાર. અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર ! મેં પહેલાં પણ શ્રમણ ભગવંત મહાવીર પાસે સ્થલ હિંસા, સ્થૂલ અસત્ય, તથા સ્કૂલ ચૌર્યના ત્યાગની અને પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહેવાની અને ઈચ્છાઓની મર્યાદા બાંધવાની મરતા સુધીની પ્રતિજ્ઞા લીધી જ છે પરંતુ હવે તો તેમની પાસે સર્વ પ્રકારની હિંસા, જા, ચૌર્ય, મિથુન અને પરિગ્રહનો મરતા સુધી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું.' તે ઉપરાંત સર્વ પ્રકારને ક્રોધ, માન, માયા, લાભ, રાગ, ઠેષ, કલહ, ખેટું આળ ચડાવવું, ચાડી, નિંદા, અરતિ-રતિ, માયા-મૃણા, અને મિથ્યા સિદ્ધાંતમાં માન્યતારૂપી શલ્ય-એ તેરને પણ ભરતા સુધી ત્યાગ કરું છું. વળી સર્વપ્રકારનું ખાન-પાન પણ મરતા લગી તજું છું. આ સંકટમાંથી હું કોઈ કારણે બચી જાઉં, તો મારે આ પ્રતિજ્ઞા પૂરી થયેલી ગણવી, અને ન બચું, તે મરતા સુધી પાળવી.” આ પ્રમાણે તેણે શરતી પ્રતિજ્ઞા લીધી. પછી પેલે મુગર પાણિ યક્ષ પોતાની ગદા હલાવતો હલાવતો સુદર્શન ઉપર ધસી આવ્યો; પરંતુ તેના તેજના ૧. અર્થાત પહેલાં ગૃહસ્થનાં અણુવ્રત લીધાં હતાં; હવે સાધુનાં મહાવ્રતે લે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પાપ, પુણ્ય અને સમ પ્રભાવથી તેના ઉપર હુમàા ન કરી શકો. પછી તે તેના સામું ઊભેા રહી, તેની સામે નજર કરી, લાંબે વખત ટગરટગર જોઈ રહ્યો. ત્યાર બાદ અર્જુનકનું શરીર છેાડી, પેાતાની ગદા લઈ પેાતાને સ્થાને પાળે ચાલ્યા ગયેા. તે યક્ષ અનકના શરીરમાંથી નીકળી જતાં જ, અર્જુનક ધબ દઈને જમીન ઉપર ગબડી પડયો. પછી જ્યારે સુદર્શને જાયું કે, હવે જાનનું જોખમ નથી, ત્યારે તેણે ખાન-પાન વગેરે તજવાની પાતે લીધેલી પ્રતિજ્ઞા પૂરી થયેલી જાહેર કરી. થોડી વારમાં અર્જુનક માળી ઢાંશમાં આવ્યા, અને ઊડીને બેઠા થયેા. તેણે સુદર્શનને પૂછ્યું : 'ભાઈ! તું કાણુ છે, અને કાં જાય છે? સુદને કહ્યું : ‘હું સુદશ્તન નામને તથા ગુણુશીલક ચૈત્યમાં પધારેલા ભગવાન કરવા જાઉં છું.’ તે સાંભળી, અર્જુનકપણુ ભગવાનનાં દર્શન કરવા સાથે ગયેા. ભગવાને તે બંનેને ધર્મોપદેશ કર્યાં. પછી સુદન તે પાછા કર્યાં. પણ અર્જુનકે ત્યાં ને ત્યાં જ પાંચ મૂઠી ભરી માથાના વાળ ઉખાડી નાખ્યા, અને ભગવાન પાસે દીક્ષા લીધી. જે દિવસે તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, તે દિવસે જ તેણે નિર ંતર છટકને ઉપવાસ કર્યા કરવાનું વ્રત પણ લીધું. પછી ભિક્ષાને વખત થતાં તે રાજગૃહ નગરમાં ભિક્ષા માટે ગયેા. પરંતુ ત્યાં તે સ્ત્રી-પુરુષ–નાનાં-મેટાં સૌ તેને જોઈ ને, ‘ આણે મારા પિતાને મારી નાખ્યા છે’, ‘ આણે મારી માતાને શ્રમણાપાસક છું મહાવીરને વદત Page #194 -------------------------------------------------------------------------- ________________ ગરપાણિની કથા મારી નાખી છે !' “આણે ભારે ભાઈ-પત્ની-બહેન-પુત્ર-પુત્રી-વહુ કે બીજા સગાંસંબંધી મારી નાખ્યાં છે એમ કહી કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યાં, તથા માર–પીટ કરવા લાગ્યાં. પરંતુ તે અર્જુનક સાધુ તો મનથી પણ તે બધાં ઉપર જરા પણ દ્વેષ કર્યા વિના તે બધું યથાગ્ય રીતે સહન કરવા લાગ્યા. ત્યાર બાદ નાનાં-મોટાં સૌ કુળમાં તે ભિક્ષા માટે રખડ્યા પણ તેમને અન્ન મળ્યું, તો પાણું ન મળ્યું, અને પાણી મળ્યું તે અન્ન ન મળ્યું. પરંતુ અજુનક મુનિ તો દીન-વિમનસ્ક-કલુષિત-આકુલકે વિષાદયુક્ત બન્યા વિના પિતાના મનની શાંતિ કાયમ રાખી, જે મળ્યું તે લઈને પાછા આવ્યા, અને ભગવાનને તે બધું બતાવ્યા બાદ તેમની રજાથી, તેમણે તે ભજનનો “સાપ દરમાં પેસે તે પ્રમાણે” (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) આહાર કરી લીધો. ત્યાર બાદ મહાવીર ભગવાન રાજગૃહમાંથી ચાલ્યા ગયા. અજુનક સાધુ તે પોતે લીધેલા તે આકરા તપને છ મહિના સુધી પાળી, અંતે સંલેખને વ્રત સ્વીકારી; પંદર દિવસ ખાનપાનનો ત્યાગ કરીને મરણ પામ્યા, અને જે વસ્તુ માટે તેમણે સાધુ થઈને આ બધાં આકરાં દુઃખો સહન કર્યા હતાં, તે વસ્તુ પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ છઠ્ઠા વર્ગમાં બાકીની કથાઓમાંથી કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાસ, હરિચંદન, વારત, સુદર્શન, પૂર્ણભક, સુમનભદ્ર, સુપ્રતિષ્ટ અને મેઘની સ્થાઓ મકાથીની કથા પેઠે જ સમજવી. તે બધાને ગૃહપતિ જાણવા. તેમની કથાઓમાં જે વિગતોને ફેર છે, તે આ પ્રમાણે : કાશ્યપ : રાજગૃહનગર, શ્રેણિક રાજા, ૧૬ વર્ષનું સાધુપણ. ક્ષેમક: કાકંદીનગરી, ૧૬ વર્ષનું સાધુપણું. ધૃતિધર : w કૈલાસ: સાકેતનગર, ૧૨ વર્ષનું સાધુપણું. હરિચંદન: , વારતઃ રાજગૃહનગર, ૧૨ વર્ષનું સાધુપણું. સુદર્શનઃ વાણિજ્યગ્રામ, ઇતિપલાશક ચિત્ય, પાંચ વર્ષનું સાધુપણું. પૂર્ણભદ્ર : સુમનભદ્રઃ શ્રાવસ્તીનગરી, ઘણાં વર્ષોનું સાધુપણું. સુપ્રતિષ્ઠ: , સત્તાવીસ વર્ષનું સાધુપણું. મેઘ : રાજગૃહનગર, બહુ વર્ષોનું સાધુપણું. છઠ્ઠા વર્ગની બાકીની કથાઓમાંથી અતિમુક્તકની કથા આગળ વિગતે આપવામાં આવી છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તકની કથા પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીદેવી નામની રાણી હતી, અને અતિમુક્તક નામને કુમાર હતો. તે બહુ સુકુમાર તથા સ્વરૂપવાન હતો. એક વખત મહાવીર ભગવાન ફરતા ફરતા પલાસપુર આવી પહોંચ્યા અને નગર બહારના શ્રીવણ નામના ઉદ્યાનમાં ઊતર્યા. તે વખતે તેમના પટ્ટશિષ્ય ઈદ્રભૂતિ ગૌતમ ભિક્ષાકાળે ભિક્ષા માગવા પિલાસપુરમાં ગયા. અતિમુક્તકકુમાર નાહીધોઈ વસ્ત્રાલંકાર પહેરી ઘણું નાનાંમોટાં બાળકો-છોકરાં સાથે ઈદ્રના મંદિરમાં રમતો હતો. ગૌતમને ત્યાં થઈને જતા જોઈ, અતિમુક્તકકુમાર તેમની પાસે દોડી ગયો અને તેમને પૂછવા લાગ્યો : તમે કોણ છો? અને કેમ ફરે છે?” ત્યારે ભગવાન ગૌતમે તેને કહ્યું: “અમે શ્રમણનિગ્રંથ બ્રહ્મચારી, તપસ્વી, સાધુ છીએ, અને ભિક્ષા માટે અહીં નાનાંમેટાં કુળમાં ફરીએ છીએ.' એ સાંભળી કુમારે કહ્યું, “ચાલો, હું તમને ભિક્ષા અપાવું !” એમ કહી, ગૌતમની આંગળી પકડી, તે તેમને પિોતાની માતા શ્રીદેવી પાસે લઈ ગયા. શ્રીદેવી ગૌતમને આવતા દેખી હર્ષિત થઈને આસન ઉપરથી ઊભી થઈ. તેણે Page #197 -------------------------------------------------------------------------- ________________ પાપ. પુણ્ય અને સંયમ તેમને વંદન-પ્રદક્ષિણાદિ કરી, પુષ્કળ ભિક્ષા આપી. ગૌતમ ત્યાંથી જવા લાગ્યા ત્યારે કુમાર તેમને પૂછવા લાગ્યોઃ “તમે કક્યાં રહો છો?' ગૌતમે જવાબ આપ્યો, “હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મહાવીર ભગવાન આ નગરની બહાર, શ્રીવણ ઉદ્યાનમાં ઉતર્યા છે; ત્યાં હું રહું છું.' તે સાંભળી કુમારે કહ્યું: “ચાલો હું તેમને વંદન કરવા તમારી સાથે સાથે આવું.' પછી અતિમુક્તકકુમાર ગૌતમ સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં જઈ તેણે તેમને પ્રદક્ષિણદિ કરી નમસ્કાર કર્યા. ભગવાને તેને ધર્મોપદેશ આપે. તે સાંભળી તે ઘણે રાજી થયો. તે બોલ્યો: “હે દેવાનુપ્રિય ! હું મારાં માતપિતાની રજા લઈ આવું. મારે આપની પાસે દીક્ષા લઈ સાધુ થવું છે.' - પછી અતિમુક્તકકુમાર પિતાનાં માતપિતા પાસે રજા લેવા આવ્યો. ત્યારે તેનાં માતપિતાએ તેને કહ્યું: “ભાઈ! તું હજુ નાનો છે, તથા અણુસમજુ છે. ધર્મ વિષે તું શું જાણે?” ત્યારે તેણે કહ્યું: “હે માતપિતા ! હું જે જાણું છું, તે નથી જાણતો, અને જે નથી જાણતો તે જાણું છું!' તેનાં માતાપિતાએ તેને પૂછ્યું: “એ કેવી રીતે ?” ત્યારે કુમારે જવાબ આપ્યોઃ “હે માતપિતા! હું એટલું જાણું છું કે, જન્મેલાને અવશ્ય કરવાનું છે, પરંતુ કઈવેળાએ, ક્યાં, કેવી રીતે, અને કેટલું બેડું ભરવાનું છે, તે હું નથી જાણત. છ કયાં કર્મો વડે નારક-પશુ-પંખી-દેવ-મનુષ્ય આદિ નિમાં ઉત્પન્ન થાય છે, તે હું નથી જાણતો; પરંતુ પોતાનાં Page #198 -------------------------------------------------------------------------- ________________ અતિસૂક્તની કથા ૧૩૫ જ કર્મો વડે તેઓ તે તે યાનિમાં ઉત્પન્ન થાય છે, તેટલું હું જાણું છું. આ પ્રમાણે હું માપતા ! હું જે જાણું નથી જાણતા; અને જે નથી જાણુતા, તે જાણું છું. તમે મને સાધુ થવાની રજા આપે!” છું, તે માટે પછી જ્યારે તેનાં માપિતા તેને ઘણું ઘણું સમજાવ્યા છતાં એકને એ ન કરી શક્યાં, ત્યારે છેવટે એક દિવસની તેની રાજ્યશ્રી જોવાની શરતે, તેમણે તેને સાધુ થવાની રજા આપવાનું કબૂલ કર્યું. પછી તેનાં માપિતાએ ભારે ધામધૂમથી તેને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ અતિમુક્તકે મહાવીર ભગવાન પાસે જઈ દીક્ષા લીધી, તથા ભગવાનના સ્થવિર પાસે સામાયિકાદિ ક્રિયા વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ તપ અને સંયમપૂર્વક ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળી, ગુણુરત્ન નામનું તપ યાવિધ આચરી, તથા તે અન્નપાના ત્યાગ કરી, વિપુલ પત ઉપર તે મરણ પામ્યા, અને સિદ્ધ-બુદ્ધ-તથા મુક્ત થયા. Page #199 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ આની પછી છઠ્ઠા વર્ગમાં અલક્ષ રાજાની કથા બાકી રહે છે. તેની વિગતા આ પ્રમાણે છે: વારાણસી નગરી-કામમહાવન ચૈત્યઅલક્ષ રાન. તે રાન્તએ, ‘ ભગવાનમહાવીર ફરતા ફરતા જે મારી નગરીમાં આવે, અને નગર મહાર કામમહાવનમાં ઊતરે, તેા હું તેમનાં ઉપાસનાદિ કરું,' એવે! સકલ્પ કર્યાં હતા. તેને સ’કલ્પ નણી લઈ મહાવીર વારાણસી નગરીમાં આવી કામમહાવનમાં જ ઊતર્યાં. રાજા તેમને ઉપદેશ સાંભળી, પેાતાના મેટા પુત્રને ગાદીએ બેસાડી, સાધુ થયા, ૧૧ અંગા ભણ્યા, ઘણાં વર્ષોં સાધુપણું પાળ્યું, અને અંતે વિપુલ પર્વત ઉપર સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થયા. G થા સાતમા વર્ગમાં ૧૩ છે. તે બધી રાજગૃહના શ્રેણિક રાજાની રાણીને લગતી છે. તેમણે ભગવાન મહાવીર પાસે સાધુપણું સ્વીકાર્યું. હતું. તેમની કથા પદ્માવતી રાણીની કથા મુજબ સમજી લેવી. બધી રાણીઓ સાધુ થયા બાદ ૧૧ અંગે ભણી અને ૨૦ વર્ષી સાધુપણું પાળી મુક્ત થઈ. તેમનાં નામઃ નંદા, નંદવતી, નંદાત્તરા, નાંર્દિષણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદ્દત્તા. . આઠમા વર્ગોમાં પણ શ્રેણિક તેમની વિંગત જવા જીદી હાવાથી આપી છે. રાજાની રાણીઓની કથા છે. તેમની કથા સવિતર આગળ Page #200 -------------------------------------------------------------------------- ________________ કાલીની કથા - જૂના કાળમાં ચંપા નામે નગરી હતી. તેમાં કાણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાની કાલીદેવી નામે સાવકી મા હતી. એક વખત મહાવીર ભગવાન ફરતા ફરતા તે નગરીમાં પધાર્યા. બધા સાથે કાલીદેવી પણ તેમનાં દર્શને ગઈ. ભગવાને સર્વને ધર્મોપદેશ આપ્યો. તે ધર્મોપદેશ સાંભળી કાલીદેવી ઘણું પ્રસન્ન થઈ, સંતોષ પામી, અને જાણે પોતાનું અંતર ઊઘડી ગયું હોય, તેવી પ્રસન્નતા અનુભવવા લાગી. તેણે ભગવાનને વારંવાર નમસ્કાર કરીને કહ્યું : “હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે, તેમાં મને રુચિ થઈ છે, વિશ્વાસ થયો છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું.” ત્યાર બાદ ભગવાને વિધિપૂર્વક કાલીદેવીને પ્રવજ્યા આપી તથા તેને આર્યચંદના નામની આર્યાને શિષ્યા તરીકે સેંપીકાલીદેવી તેમની પાસે સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથ શીખી; તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર રંક, પંદર ટંક, મહિને વગેરેના ઉપવાસ કરતી વિવિધ તપકર્મો વડે પોતાના આત્માને ભાવિત કરવા લાગી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પાપ, પુણ્ય અને સંયમ એક વખતે તે આર્યચંદના આર્યા પાસે ગઈ અને તેમને કહ્યું : હે આર્યા! તમે જે પરવાનગી આપો તો હું રત્નાવલી નામનું તપ સ્વીકારવા ઈચ્છું છું. આર્યાએ તેની પરવાનગી તેને આપી. પછી કાલીદેવીએ તે તપ નીચે પ્રમાણે આદર્યું: પ્રથમ તેણે ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકને ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભોજન કર્યા. પછી આઠ ટંકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસોયુક્ત ભેજન કર્યો. પછી છ ના ગાઢ ઉપવાસ કર્યા. તે દરેકને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સવ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકનો ઉપવાસપછી રસભંજન – પછી આઠ ટંકન – પછી રસભંજનપછી દશ ટંકન — પછી રસભંજન – પછી બાર ટંકનો – પછી રસજન – પછી ચૌદ ટંકને –પછી રસભોજન – પછી સોળ ટંકન – પછી રસભંજન – પછી અઢાર ટંકન – પછી રસભંજન – પછી વીસ ટંકન – પછી રસભેજન – પછી બાવીસ ટંકનો – પછી રસભેજન– પછી વીસ ટંકન – પછી રસભંજન – પછી છવ્વીસ ટંકન – પછી રસભેજન - પછી અઠ્ઠાવીસ ટંકનો – પછી ૧. ત્યાર પછીના ભાગમાં આ ફકરામાં એ આખા વાને માટે માત્ર “રસભેજન” શબ્દ વાપર્યો છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ કાલીની કથા રસજન – પછી ત્રીસ ટકને – પછી રસભંજન – પછી બત્રીસ ટંકન – પછી રસભંજન – પછી ચોત્રીસ રંકને— પછી રસભંજન – પછી ત્રીસ ૩પવાનો છે દેશના – તે દરેક પછી રસભંજન – પછી ચોત્રીસ રંકને ઉપવાસ –– પછી રસજન - પછી બત્રીસ ટંકન – પછી રસભોજન –પછી ત્રીસ રંકનો – પછી રસભોજન – પછી અઠ્ઠાવીસ ટકનો – પછી રસજન-પછી છવ્વીસ ટંકનો –પછી રસજન – પછી વીસ ટૅકનો – પછી રસભંજન – પછી બાવીસ -ટંકને – પછી રસભેજન -– પછી વીસ ટંકન – પછી રસભોજન – પછી અઢાર ટંકન – પછી રસજન – પછી સોળ ટંકન – પછી રસભંજન – પછી ચૌદ રંકને – પછી રસભોજન – પછી બાર ટંકન – પછી રસભોજન – પછી દશ ટંકન – પછી રસભંજન – પછી આઠ ટંકનો – પછી રસજન – પછી છ ટંકને – પછી રસભંજન – પછી ચાર ટંકન – પછી રસભંજન – પછી માઠ ૩પવાસ 8 રંજના – તે દરેકને અંતે રસભંજન – પછી આઠ ટંકને ઉપવાસ – પછી રસભોજન – પછી છ ટંકનો ઉપવાસ – પછી રસજન – પછી ચાર ટંકનો ઉપવાસ – પછી રસભાજન. રત્નાવલી તપની આ પ્રથમ પરિપાટી થઈ તેમાં યથાવિધિ કુલ સમય એક વર્ષ, ત્રણ માસ, અને બાવીસ રાત્રી-દિવસ જેટલું જાય. ત્યાર બાદ એ જ ક્રમે આખું તપ બીજી વાર કરવાનું પરંતુ દરેક ઉપવાસને પારણે હવે રસજન નહીં કરવાનું, Page #203 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુણ્ય અને સંયમ પરંતુ દહીં – દૂધ વગેરે રસ વિનાનું જ ભોજન કરવાનું. પછી એ જ ક્રમે આખું તપ ત્રીજી વાર કરવાનું; પરંતુ: દરેક ઉપવાસને પારણે વાસણ પણ ન ખરડાય એવી રસહીને વસ્તુઓ ( અપકૃત) ખાવાની. પછી એ જ ક્રમે આખું તપ ચોથી વાર કરવાનું. પરંતુ દરેક ઉપવાસને પારણે આયંબિલ કરવાનું. આયંબિલ એટલે કે થી આદિ વિનાના નર્યા બાફેલા ભાત, દાળ વગેરે પદાર્થો ખાવા તે. આ પ્રમાણે કાલી આર્યાએ આખું રત્નાવલી તપ પાંચ વર્ષ, બે માસ, અને અઠ્ઠાવીસ દિવસમાં થઈને યથાવિધિ પૂરું કર્યું. ત્યાર બાદ આર્યચંદના આર્યા પાસે જઈ તેમને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર બાદ તે ચાર ટંક, છ ટંક વગેરે સામાન્ય ઉપવાસરૂપી વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતી રહેવા લાગી. આ બધાં મોટાં તપો વડે તેમનું શરીર બહુ કૃશ થઈ ગયું. તેમના શરીર ઉપર નય નાડીઓનાં જાળાં દેખાવા લાગ્યાં. એ પ્રમાણે શરીરને બહુ જ નબળું પડી ગયેલું જોતાં તેમણે મારણાંતિક સંખનાદ્રત દ્વારા અન્ન-પાનને સદંતર ત્યાગ કરી, એક મહિનાને અંતે પ્રાણત્યાગ કર્યો; અને જે વસ્તુ માટે આ બધી કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે વસ્તુ છેવટને શ્વાસ વખતે પ્રાપ્ત કરી. તેમને સાધવીપણનો કુલ સમય આઠ વર્ષનો હતે. ૧. મૂળમાં તેમને માટે વિકૃતિ શબ્દ છે. અર્થાત્ એવા પદાર્થો જે બહુ વાર રહે તો વિકૃતિ પામે છે. જોકે “વિકૃતિકારક રસો" એવો અર્થ પણ લેવાય. વિકૃતિમાં મહાવિકૃતિ ગણાતાં મધ, દૂધ, માખણ અને નશાબાજ પીણાંને તથા દૂધ, ઘી, તેલ, ગોળની સબ અને મીઠાઈનો પણ સમાવેશ થાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણા આ આઠમા વગ માં કુલ દા થાઓ છે. તમના નામ કાલા, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા,.. પિતૃસેનક્રૃષ્ણા, મહાસેનકૃષ્ણા, તેમાં સુાજીની કથા, કાલીની કથાની જેમ જ નવી. તે પણ શ્રેણિક રાજની ભાર્યાં, અને કાણિક રાજાની સાવકી મા થાય. માત્ર તે રત્નાવલી તપને ખદલે કનકાવલી તપ કરે. રત્નાવલીમાં ને કનકાવલીમાં ફેર એટલેા કે, જ્યાં રત્નાવલીમાં ત્રણ (નાગરી અક્ષરમાં મૂકેલાં ) સ્થળે છ છ ટકના ઉપવાસ છે, ત્યાં કનકાવલીમાં આઠ આઠ ટૅકના ઉપવાસ ગણવા. પ્રથમ પરિપાટીમાં કુલ સમય એક વર્ષી, પાંચ માસ, અને ખાર રાત્રી-દિવસ થાય. ચારે પરિ પાટીમાં મળીને પાંચ વર્ષ, નવ માસ, અને અઢાર દિવસ થાય. સુકાલીને સાઘ્વીપણાના કાળ નવ વર્ષના નવા. < મહાજ્ઞાહીની કથા પણ કાલીની જેમ જાણવી. પરંતુ તેના તપનું નામ ક્ષુદ્ર – સિંહ – નિષ્ક્રીડિત ’ નવું. અર્થાત્ સિંહ જેમ આગળ એક પગલું ભરે, અને પાછળના પગલા ઉપર ફરી નજર કરી લે છે, તેમ આ તપમાં પણ દરેક આગળને પગલે, તેની પાછળનું તપ ફરી કરી લેવાનું હોય છે. જેમકે પ્રથમ ચાર ટર્કને ઉપવાસ — પછી રસભાજન પછી છ ટકના ઉપવાસ -- પછી રસભાજન પછી આઠ ટકના ઉપવાસ –– પછી રસભાજન — પછી પાછા છ ટકના ઉપવાસ • પછી સભાજન ~ પછી દેશ ના પછી રસભાજન — પછી પાછા આઠ ટકના ઉપવાસ~ - ― - ઉપવાસ w Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પાપ, પુણ્ય અને સમ પછી રસભાજન - -- - એમ ચાલતાં ચાલતાં વીસ કને ઉપવાસ — - પછી રસભાજન ~ પછી અઢાર ટકના ઉપયંસ — પછી રસભાજન - ( હવે અહી થી પાછા વળવાનું)— પછી વીસ ટકા ઉપવાસ — પછી રસભાજન ~~~ પછી સાળ ટકના ઉપવાસ — પછી રસભાજન પછી અઢાર ટકના ઉપવાસ પછી સભાજત્ પછી ચૌદ ટંકને ઉપવાસ —— પછી રસભાજન – પછી સાળ ટકના · પછી બાર ટકના ઉપવાસ ટંકના ઉપવાસ પછી - પછી સભાજન · પછી બાર ટકના • પછી ઉપવાસ — પછી સભાજન સભાજન પછી ચૌદ પછી દેશ ટકના ઉપવાસ પછી રસભાજન = ઉપવાસ પછી રસભાજન પછી આઠ ટકના ઉપવાસ રસભાજન · પછી દેશ ટકના ઉપવાસ —— • પછી સભાજન છ ટના ઉપવાસ — – પછી રસભાજન. • પછી આઠ ઉપવાસ – પછી રસભાજન — પછી ચાર ટકના ઉપવાસ – પછી રસભાજન – પછી છ ટકના ઉપવાસ પછી રસભાજન — પછી ચાર ટકના ઉપવાસ, - પછી - ટકના - એ પ્રમાણે રસભેાજનનું પારણું, વિકૃતિરહિત પારણું, અલેપકૃતનું પારણું, અને આયંબિલનું પારણું — એવાં ચાર પ્રકારનાં પારણાંવાળી ચાર પિરપાટીએ ગણવી. એક પિરપાટીમાં છ મહિના, સાત દિવસના સમય ાય ચારે પરિપાટી મળીને એ વ, અને અઠ્ઠાવીસ દિવસ થાય. - — - - ' વૃધ્ધાની કથામાં મહા - સિંહ – નિષ્ક્રીડિત ’ તપ નવું. તે તપ પણ ક્ષુદ્ર–સિહ-નિષ્ક્રીડિત ’ની જેમ જ શરૂ થઈને આગળ વધે. પણ વધતું વધતું ચેાત્રીસ ટકના ઉપવાસ સુધી પહેાંચ્યા બાદ પાછું વળે. એક પરિપાટીમાં એક વર્ષે, છ માસ અને અઢાર દિવસ થાય, ચારે પિરપાટી મળીને છ વર્ષ, બે માસ, અને ખાર રાત્રીદિવસ જેટલેા સમય થાય – મુòળાની કથામાં તપનું નામ ‘ સપ્તસમિકા ભિક્ષુપ્રતિમા ’ નવું. પ્રથમ સપ્તકમાં રોજ અન્નની એક ત્તિ, અને પાનની એક Page #206 -------------------------------------------------------------------------- ________________ કાલીની કથા દત્તિ સ્વીકારે. બીજ સમકમાં રેજ અનની બે અને પાનની બે. દત્તિ સ્વીકારે. એમ ત્રીજા સપ્તકમાં જ ત્રણ – ત્રણ, ચોથામાં રોજ ચાર – ચાર, પાંચમામાં રોજ પાંચ-પાંચ, છઠ્ઠામાં રોજ છે – છે, અને સાતમામાં રોજ સાત – સાત દત્તિઓ સ્વીકારે. એમ કુલ ૪૯રાત્રી-દિવસ થાય; અને ભિક્ષા ૧૯૬ વાર લેવાય. આ તપ પૂરું થયા બાદ અાછમિકા ભિક્ષુપ્રતિમા” તપ સ્વીકારે. ઉપર જ્યાં સાત - સાત દિવસનાં સાત સપ્તક હતાં, ત્યાં આઠ – આઠ દિવસનાં આઠ અષ્ટકો ગણવાં. બાકીનો વિધિ તે મુજબ.. કુલ ૬૪ રાત્રી-દિવસ થાય, અને ભિક્ષા ૨૮૮ વાર લેવાય. પછી “નવનવામિકા ભિક્ષુપ્રતિમા તપ સ્વીકારે. તેમાં નવ – નવ દિવસનાં નવ જમખાં હોય. કુલ રાત્રી-દિવસ ૮૧ થાય, અને ભિક્ષા ૪૦૫ વાર લેવાય. બાદ “દશદશમિકા ભિક્ષુપ્રતિમા” તપ સ્વીકારે તેમાં દશ-દશનાં દશ જમખાં ગણવાં. કુલ રાત્રીદિવસ ૧૦૦ થાય અને શિક્ષા પપ૦ વાર લેવાય. માણાની કથામાં “ક્ષુદ્રસર્વતે ભદ્ર” તપ ગણવું. આ તપને. નકશો આ પ્રમાણે છે. ا ت ૩ ૪ ૫ ૧ ع » ૨ તેમાં એકને આંકડો છે, ત્યાં ચાર ટંકને ઉપવાસ સમજો. બને છે ત્યાં છ કને, ૩ ને છે ત્યાં આઠ ટંકન, ૪ને છે ત્યાં દશ ટંકને, અને પાંચને છે ત્યાં બાર ટંકને ઉપવાસ ગણવો. પહેલી લીટી ડાબી બાજુથી શરૂ થાય. અને ડાબી બાજુ પાંચ સુધી પહોંચે. પછી બીજી લીટી ૩ થી શરૂ થઈ ૨ સુધી પહોંચે, Page #207 -------------------------------------------------------------------------- ________________ as પાપ, પુણ્ય અને સચમ એ પ્રમાણે દરેક લીટી ગણવી. પહેલી પરિપાટીમાં દરેક ઉપવાસ આદ રસભાજન સમજવું; બીજી પરિપાટીમાં વિકૃતિરહિત, ત્રીજીમાં અકૃતલેપ, અને ચેાથીમાં આય’ખિલ. એક પરિપાટી ત્રણ માસ, અને દશ દ્વિવસમાં પૂરી થાય. ચારે પરિપાટી મળીને કુલ સમય એક વ, એક મહિને, અને દશ દિવસના થાય. વીવૃળની થામાં મહાસતાભદ્ર” તપ સમજવું. તેના નકશા આ પ્રમાણે છે. 2 ૪ d 3 ર ૮ ૫ 3 3 ૬ સ્ મ G ૩ ૧ પ ' પ . '' ७ ૪ 3 ૪ ૭ પ ७ 3 આ આંકડાની સમજ પણ ઉપર ક્ષુદ્રસવતાભદ્ર પ્રમાણે સમજી લેવી. માત્ર ૬ ના આંકડા એટલે ૧૪ ટકના ઉપવાસ, અને સાતના આંકડા એટલે સાળ ટકના ઉપવાસ એટલું અહીં વધારે છે. એક પરિપાટી આઠ મહિના અને પાંચ વિસે પૂરી થાય. ચારે પરિપાટી એ વધે, આઠ માસ, અને વીસ દિવસે પૂરી થાય. રામકૃષ્ણાની કથામાં ‘ ભદ્રોત્તરપ્રતિમા ’ નામનું તપ જાણવું. તેના નકશા આ પ્રમાણે છે : ૫ G ૭ ૯ * * ૫ ૪ હું ર ^ ^ . છ 3 ક્ ર પ ૧ ૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ કાલીની થા A અહીં પાંચ એટલે ખાર ટકના ઉપવાસ સમજવેા, છ એટલે ૧૪ ટંકની, સાત એટલે ૧૬ ટકના, આઠ એટલે અઢાર ટન, અને નવ એટલે વીસ ટકનો. બાકી બધું ઉપર મુજબ, પ્રથમ પરિપાટીમાં છ મહિના અને વીસ દિવસને સમય નય. ચારેય પરિપાટી મળીને કુલ સમય એ વર્ષે, એ માસ અને વીસ દિવસને થાય. પિતૃસેનદ્દળાની કથામાં ‘ મુક્તાવલી ’ તપ નવું. આ તપમાં પ્રથમ ચાર ટંકને ઉપવાસ કરે, પછી રસભાજન કરે પછી છ ટકના પછી રસભાજન પછી પાછા ચાર ટકના - - પછી સભાજન પછી આઠ ટના ચાર ટના પછી રસભાજતુ ભાજન પછી રસભાજન પછી પાછા નામ... પછી દૂશ ટકના પછી રસચાર ટકના પછી રસભાજન - • પછી રસભાજન પછી ચાર ટકના પછી રસભાજન એમ ૩૨ ટક - રસભાજન પછી ચાત્રીસ ટકના આમ અહીં... સુધી આવ્યા [ અર્થાત્ - પછી ચાર ટને બાદ અવળે ક્રમે પાછા ફરવું. પછી રસભાજન પછી ત્રીસ પછી ચાર ટકના • પછી સભાજન એ પ્રમાણે છેવટે ચાર ટર્ક આવી ટકના પછી રસભાજત ― પછી પાછા - પછી ત્રીસ ટકના . ― પૂરું થાય. એક પિપાકિટમાં ૧૧ મહિના અને પદર દિવસે થાય ચારે મળીને ત્રણ વર્ષ અને દશ મહિના થાય. જે - ...... પછી 1. જોકે હિસાબે તા ૧૧ માસ અને તેર દિવસ થાય. એ દિવસ વધારાના શી રીતે આવ્યા તે સમનતું નથી, એમ અભયદેવ પાતે જ નોંધે છે. ૨. હિસાબે તા ત્રણ વર્ષે, ૯ માસ અને ૨૨ દિવસ થાય. ઉપર આઠ દિવસ વધારે આપ્યા છે; તેની ખાખતમાં પણ ઉપરની નેાંધની પેઠે સમજવું. Page #209 -------------------------------------------------------------------------- ________________ પા૫, પુછુચ અને સંયમ ' માણેનાની કથામાં “ આયંબિલ વર્ધમાન” “આચારૂ વર્ધમાન તપ સમજવું. તે આ પ્રમાણે પ્રથમ એક આયંબિલ કરે, પછી ચાર ટંકને ઉપવાસ કરે –પછી બે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – પછી ત્રણ આયંબિલ કરે –પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – એમ. એકએક આયંબિલ વધતાં વધતાં – સે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકનો ઉપવાસ કરે. તેમાં કુલ ૧૪ વર્ષ, ૩ માસ, અને ૨૦ રાત્રી-દિવસ સમય જાય. તેને સાધ્વીપણાને કાળ ૧૭ વર્ષનો જાણ. કાલીથી માંડીને મહાસેનકૃણ સુધીની શ્રેણિકરાજાની રાણીઓને સાધ્વીપણાને કાળ આ પ્રમાણે જાણુ. પહેલી (કાલી)ને આઠ વર્ષને, બીજી (સુકાલી)ને નવા વર્ષને એમ એક એક રાણી દીઠ એક એક વર્ષ વધતાં વધતાં અંતે દશમી. (મહાસેનષ્ણા) ને ૧૭ વર્ષને. અંતિમ વચન આ સૂત્રમાં કુલ આઠ વર્ગો છે. રજને એક વર્ગ એ હિસાબે આ સૂત્ર આઠ દિવસમાં પૂરું કરાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અભયકુમાર ૧૦૩ અભિચંદ્ર ૧૩૦ અરિષ્ટનેમિ ૧૨૫ ઇ૦, ૧૩૦,૧૩૧ ઈ૦, ૧૪૭ ઈ૦ અલકાપુરી ૧૨૩ અહંદુત્તા ૯૩ અં% ૭૩, ૭૪ અંગ (અગિયાર) ૯૦,૯૯,૧૨૬, ૧૫૨ (જુઓ સામાયિક). અક્ષેભ ૧૩૦ અગ્નિકુમાર ૧૪૯ અચલ ૧૩૦ અમૃતક૯૫ ૧૦૨ અજુન (રાજા) ૯૩અર્જુન, ૧૫૫ ઇ. અણુવ્રત ૮૨ અચલ ૧૩૦ અજિયસેણ ૧૩૦ અણુતસેણ ૧૩૦ અણદિઠી ૧૩૦, ૧૪૬ અહિયરિઊ ૧૩૦, અણીયસ ૧૩૦ અતિથિસંવિભાગવત ૮૩ અતિમુક્તક ૧૩૩ અથર્વવેદ ૪૫ અદીનશત્રુ ૭૯, ૮૬ અનર્થદંડવિરતિવ્રત ૮૩ અનંગસેના ૧૨૪ અનિરુદ્ધ ૧૪૬ અનુત્તર (વિમાન-લેક)૧,૯૨,૧૧૮ અપરાજિત ૧૦૩ અપૂર્વ કરણુ (ગુણસ્થાન) ૧૪૨ અપ્રતિહત રાજા ૯૩ અભગ્નસેન ૩૧, ૩૫ આનતકલ્પ ૯૧ આયુર્વેદ (અષ્ટાંગ) પપ આરણ કલ્પ ૯૧, ૧૦૨ આલંકારિક (હજામ) જુઓ ચિત્ર આંબેલ ૧૨૭ ઇસુકાર નગર ૯૨ ઇસિદાસ ૧૧૯ . ઇદ્રદત્ત રાજા ૭૩; –સાધુ ૯૩ ઈદ્રપુર ૨૯, ૭૩ ઇદ્રભૂતિ (ગૌતમ) ૫,૨૦,૩૨,૪૧, ૪૫,૪૮,૫૩,૬૦,૬૫,૭૩,૮૩, ૧૧૭ ઉગ્રસેન ૧૨૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સૂચિ ઉજિઝતક ૧૯, ૨૬, ૪૩ કૃષ્ણાદેવી ૯૩ ઉત્સપિણું ૧૫૦ કેપગ્રહ ૬૬ ઉત્સવ (દશ દિવસન) ૩૮, ૮૦ કે સંબવન ૧૪૯ ઉદયન ૪૫, ૪૬ કૌશાંબી ૪૪, ૪૬, ૯૩ ઉદિત (રાજા) ૩૪ એટ ૯ ઉશાનયાત્રા ૪ ઉપજાલિ ૧૪૬ ' ગજ ૧૩૦ ઉપગપરિભેગપરિમાણુવ્રત ૮૨ ગજસુકુમાર ૧૩૧ ઈ૦ ઉવયાલી ૧૦૩ ગંગદત્ત ૫૩, ૫૬ ઉંબરદત્ત ૫૩, ૫૮; –ન્યક્ષ પ૭ ગંગાપુર, ૭૨ ગંભીર ૧૩૦ ટ્વેિદ ૪૪, ૧૩૭. ગાંધારી ૧૫૪ ષભદત્ત ૯૨ ગિરિયાત્રા ૪ એકાદિ ૯ ગુણરત્નસંવત્સર (તપ) ૯૯ ૧૨૮, ૧૫૪ કનકરથ રાજા પપ ગુણવ્રત ૮૩ કલ્પ (બાર) ૯૨ ગુણુશીલકત્ય ૧૫૮ કલા (બોતેર) ૧૮, ૧૯, ૮, ૯૮ ગુણસ્થાન (ચૌદ) ૧૪૨ કાકંદીનગરી ૧૦૪ ગઢદત ૧૦૩ કામવા ૧૯, ૨૭ ત્રાસ ૨૫ કાર્યોત્સર્ગ ૧૨૬ દેહાસન ૧૨૭ કાશ્યપ (હજામ) ૧૩૯ ગામડ૫ ૨૩-૫ કાંપિલ્ય ૧૩૦ . ગૌતમ (ઇદ્રભૂતિ) જુએ ઇંદ્રભૂતિ કિમ ૧૫૪ ગૌતમકુમાર ૧૨૩ ઈ૦ કુબેર ૪, ૧૨૩, ૧૩૧ ગૌરી ૧૫૪ કુટગ્રાહ ૨૩ ગ્રેવેચક (નવ) ૯૨, ૧૦૨ ટાગાર ૩૮, ૬૭ રૂપક ૧૩૦, ૧૪૬ ચતુર્વિશતિસ્તવ ૧૨૬ કુણું ૧૨૩ ઇ૦, ૧૩૫ ૦, ૧૪૬, ચંદનપાદપ” (ઉદ્યાન) ૪ ૧૪૭ ૪૦, ૧૫૪ ચંદિમા ૧૧૯ કણુટી ૬૫, ૬૭ ચંદ્રક ૧૦૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પાનગરી ૩૦, ૯૩ દેવ (ચાર પ્રકાર) ૧૨૫ ચિત્ર (હજામ) ૪૮, પt દેવકી ૧૩૨ ઇ. ચલ્લણા ૧૦૩ ૧૫૫ દેવદત્તા ૬૫, ૬૮ દેવસણ ૧૩૦ છગલપુર ૪૧ દેશવિરતિવ્રત ૮૩ જયંત ૧૦૩ દેશી ભાષા (અઢાર) ૨૦ જરાકુમાર ૧૫૦ દ્વારકા, કારવતી, દ્વારિકા ૧૨૩ ઈ૦, જબુદ્વીપ ૯, ૨૯, ૩૦, ૪૧ ૧૩૦, ૧૩૧ ઈ૦, ૧૪૬, ૧૪૭ જલિ ૧૪૬, ૧૪૮ ૪૦, –ને નાશ ૧૪૭-૮ જાલી ૧૧૮; -કુમાર ૯૭, ૧૦૩ દ્વૈપાયન ૧૪૭, ૧૪૯ જાંબવતી ૧૪૬, ૧પ૪ જિતશત્રુરાજા ૪૫, ૯૩, ૧૦૪, ધનદેવ ૭૩, ૭૪ ૧૦૯, ૧૧૯, ૧૩૦ ધનપતિ (રાજા) ૯-કુમાર ૯૩ જિનદાસ ૯૩ ધનપાલ (રાજા) ૯૩ જિનમાર્ગે ૧૦૮ ધનાવહ (રાજા) ૯૨ તવવતી ૯૩ ધન્ય ૧૦૪ ૮૦, ૧૧૯ તિગિચ્છાનગરી ૯૩ ધવંતરિ ૫૫, ૫૮ ધરણ ૧૩૦ દર ૬૫, ૬૭; -રાજા ૯૩ ધર્મઘોષ ૮૪, ૯૩ દત્તિ ૧૨૭ ધર્મરુચિ ૯૩ દર્શાહ (દશ) ૧૨૩ ધર્મવીચ ૯૩ દારુક ૧૩૦, ૧૪૬ ધર્મસિંહ ૯૩ દિગ્વિતિવ્રત ૮૨. ધારિણી ૬૫, ૭૯, ૮૬, ૭, દિવ્ય (પાંચ) ૮૫ ૧૦૩, ૧૩૦, ૧૪૬ દીહદંત ૧૦૩ દીહસેણું ૧૦૩ નિલકુમ્બર ૧૩૧, ૧૩૩, ૧૩૫ દુમ ૧૦૩. નદનવન ૧૨૩ દુમસેણ ૧૦૩. નદા ૧૦૩ દુર્મુખ ૧૩૦, ૧૪૬ નંદિપુર ૬૧ દુર્યોધન ૪૯ નંદિવર્ધન ૪૮, ૫૧ દઢનેમિ ૧૪૬ નાગ ૪, ૧૩૦, ૧૩૨, ૧૩૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ સૂશ્ચિ નાગદત્ત ૯૩ નિર્ણય (વેપારી) ૩૪ પદ્માવતી ૪૪, ૪૭, ૧૪૭ ઈ૦ પદ્માસન ૧૨૮. પાટલિપંડ (નગર) ૫૩ પાંડુ ૧૪૯ પાંડુમધુરા ૧૪૯ પિઠિમા ૧૧૯ પુણસણ ૧૦૩ પરિમતાલ નગર ૩૧, ૩૪ પુરિસસેણ ૧૦૩ પુરુષસેન ૧૪૬, ૧૪૮ પુ૫કડક ઉદ્યાન ૮૧ પુષ્પદંત ૯૨ પુષ્યનંદિ ૬૫, ૬૮ ૦ પુંડરીકિણી નગરી ૯૨ પંડ્રદેશ ૧૫૦ પૂરણ ૧૩૦ પૂર્વ (ચૌદ) ૧૧૧ પૃથિવીશ્રી ૭૩ પેઢાલપુર ૧૧૯ પેલા ૧૧૯ પિઠિલ ૧૧૯ પલાસપુર ૧૩૩ પૌષધશાળા ૧૩૬ પૌષધોપવાસ રત ૮૩, ૮૭ પ્રતિક્રમણ ૧૦૧, ૧૨૬ પ્રતિમાત્રત ૧૨૬, ૧૪૦, ૧પ૪ પ્રત્યાખ્યાન ૧૨૬ પ્રદ્યુમ્ન ૧૨૩, ૧૪૬, ૧૪૮ પ્રસેનજિત ૧૩૦ પ્રિયચંદ્ર રાજા ૯૬ પ્રિયસેન ૨૯ પ્રિયંગુ ૭૩, ૭૪ પ્રીતિદાન ૮૦, ૧૨૫ અલ (રાજ) ૯૩ બલદેવ ૧૨૩, ૧૪૬ બલરામ ૧૪૯ બલશ્રી ૯૨ બહુમિત્રાપુત્ર ૪૦ બંધુમતી ૧૫૫ ઇ . બંધુશ્રી ૪૮, ૫૧ બુદ્ધિ (ચતુર્વિધ) ૬૩ બૃહસ્પતિદત્ત ૪૫, ૪૬ બ્રહ્મલોક ૯૧ દિલપુર ૧૩૦, ૧૩૨, ૧૩૪ ભદ્રનદિકુમાર ૯૨, ૯૩ ભદ્રા ૪૧,૪૨,૯૩,૧૦૪ ઇ૦, ૧૧૯ ભરતખંડ, ભારતક્ષેત્ર, ભારતવર્ષ ૯,૧૫, ૨૩, ૨૯, ૩૦, ૪૫,૪૯, ૫૫,૬૧,૬૫,૭૩,૮૪,૨૨૪,૧૩૩ ભીમ ૨૩ મકાથી ૧૫૪ મોંબ ૧૦ મણિચચિકા નગરી ૯૩ - મણિપુર ૯૩ મથુરા ૪૮, ૫૧ મધ્યમિકા નગરી ૯૩ મયાલિ ૧૦૩, ૧૪૬, ૧૪૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ મહેંદ્ર કુમાર ૯૩ મહુસેન ૧૨૩ મહાકાલ (સ્મશાન) ૧૪૦-૧ મહાધેાષ નગર ૯૩ મહાચંદ્ર (રાન) ૪૧ મહાદુમસેણુ ૧૦૩ મહાપુર ૯૩ મહાપ્રતિમા ૧૪૦ (જીએ પ્રતિમા) સહામલ રાન્ત ૩૧,૩૬, કુમાર ૯૩ મહાવિદેહ ૧૭,૩૦, ૪૦,૪૪, ૪૭, ૫૨,૫૯,૬૪,૭૨,૦૫,૯૧,૯૨, ૧૦૨,૧૮,૧૯ મહાવીર ૩,૭,૨૦, ૩૨, ૪૧, ૪૫, ૪૮,૫૩,૬૦,૬૫,૭૩,૮૧,૯૮, ૧૦૪,૧૯,૧૫૪ મહાસીહુસેણ ૧૦૩ મહાસેણુ ૧૦૩ મહાકલ્પ ૯૧ મહાસેનરાજા ૬૫ મહેશ્વરદત્ત ૪૫ મા બિંદુ ૧૦ મારણાંતિક સ’લેખના ૯૦,૧૦૧, ૧૮,૧૨૮ મિત્ર (રાત) ૨૭,૬૧,૯૩ મિત્રનદિ રાન્ન ૯૩ સુગરપાણિ ૧૫૪,૧૫૫ ઇં મૂલદત્તા ૧૫૪ મૂલી ૧૫૪ મૃગાગામ ૩,૧૩ મૃગાદેવી ૩,૧૩ સૂચિ મૃગાવતી ૪૫ મેઘરથ રાજા ૯૩ યક્ષ ૪ (જીએ ઉંબરક્રૂત્ત, મુદ્ગરપાણિ, શૌરિક) યક્ષિણી આર્યાં ૧૫૨ યન્નુર્વેદ ૪૫ યુગમા ૯૨ યુધિષ્ઠિર ૧૪૯ રક્તવતી ૯૩ રત્નપ્રભા ૧૨,૫૫, ૨૯, ૪૦, ૪૪, ૪૭,૫૨,૫૯,૬૩,૭૨,૭૪ ૧૯૯૧ રાજગૃહ નગર ૪૪,૨૭,૦૩,૧૧૭, ૧૧૯,૧૫૪,૧૫૫ રામપુત્ત ૧૯ ફ્રૂટ રુકિમણી ૧૪૬,૧૫૪ રુદ્ર ૪ રુપિણી ૧૨૪ (ન્તુ રુકિમણી) રાગ (સાળ) ૧૦-૧,૫૮ રાહીતક નગર ૬૫,૬૭ રૈવતક પર્વત ૧૨૩ લક્ષણા ૧૫૪ લકુંત ૧૦૩ લલિતા (સાનેરી ટાળી) ૧૫૬ લવસમુદ્ર ૨૬,૪૩ વરદત્ત ૯૩ વસેના ૯૩ વર્ધમાનપુર ૭૩,૭૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વસુદત્તા વસુદેવ ૧૩૦,૧૩૨ વંદન (આવશ્યક) ૧૨૬ વાણિજ્યગ્રામ ૧૯,૨૭,૧૧૯ વારાણસી ૪૦,૪૪ વારિસે ૧૨૩ વારિષણ ૧૪૬,૧૪૮ વાલુકાપ્રભા ૧૫૦ વાસવદત્ત ૩ (?) વાસુદેવ ૧૪૬ વિજય (અનુત્તર વિમાન) ૧૦૨, ૧૦૩; -કુમાર ૯૨; -ચાર ૩૧, ૩૪, રાજા ૩, ૧૩ વિજયપુર ૫૫, ૯૩ વિજયમિત્ર રાન ૭૩,૭૪;સા વાહ ૨૦,૨૫ વિજયવ માન શહેર વિપુલ પત ૧૦૧, ૧૧૮,૧૫૪ વિમલવાહન રાન ૯૩ વિષ્ણુ ૧૩૦ વીરકૃષ્ણમિત્ર રાન ૯૨ વીરપુર ૯૨ વીરાસન ૧૦૦,૧૨૪,૨૨૭ વૃષભપુર ૯૨ વેહલ્લ ૧૦૩,૧૧૯ વેહાયસ ૧૦૩ વૈજયાત ૧૦૩ વૈતાઢચ પર્વત ૧૫,૨૯ વૈદ ૧૪૬ વૈશ્રમણ ૧૩૧ સૂચિ વૈશ્રમણુકુમાર ૯૭ વૈશ્રમદત્ત રાન ૬૫,૬૮ વૈશ્રમણભદ્ર ૯૩ શક્ય ૪,૪૨,૪૪ રાતકાર નગર ૯,૯૩,૧૫૦ શતાનીક રાજા ૪૫,૪૬ શત્રુંજય પર્વત ૧૨૮,૧૩૦,૧૪૬ શાલાઢવી ૩૧,૩૪ શિક્ષાવ્રત ૮૨,૮૩ શિવ ૪ શિવા ૧૪૬ શૌરિક યક્ષ ૬૨; –રાન ૬૦ શૌરિકદત્ત ૬૦, ૬૨ શૌરિકપુર ૬૦ શ્યામા ૬૬ શ્રીકાન્તા ૯૩ શ્રીદ શ્રીદામરા ૪૮, ૫૧ શ્રીદેવી ૨૭, ૭૦ ૯૨, ૯૩ શ્રેણિક ૯૭, ૧૦૩, ૧૧૭, ૧૫૫ ષણિક ૪૨ સત્તુસેણ ૧૩૦ સત્યનેમિ ૧૪૬ સત્યભામા ૫૪ સનકુમાર ૯૫ ૯૦ સમુદ્ર ૧૩૦ સમુદ્રત્ત ૬૦, ૬૨ સમુદ્રત્તા ૬૦, ૬૨ સમુદ્રવિજય (દશાહ') ૧૨૩,૧૪૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી રાણી ૯૨ સતાભદ્ર નગર ૪૫, ૭૫ સર્વાંસિદ્ધ (વિમાન) ૯૧,૦૩, ૧૧૮, ૧૯ સભૂતવિજય ૯૩ સાકેત નગર ૯૩, ૧૧૯ સાગર ૧૩૦; -વર્ષ ૧૨ સાગરદત્ત ૫૩, ૫૬ સાસાંજની નગરી ૪૧ સામવેદ ૪૫ સામાયિકાદિ અંગ ૯૦, ૧૧૩; –ક્રિયા ૧૧; વ્રત ૮૩ ૧૨૬,૧૫૨; -પૂ સારણ ૧૭૦ સાંમ ૧૨૩, ૧૪૬, ૧૫૪ સિદ્ધા રાા ૫૩ સિદ્ધગિરિ રાજા ૪૧ સિદ્ધપુર ૪૯ સિંહરથ રાજા ૪૯ સિંહસેન ૬૫ સીહ ૧૦૩ સીહસે ૧૦૩ સુકૃષ્ણાદેવી ૯૩ સુધાષ નગર ૯૩ સુન્નતકુમાર ૯૨ સુદત્ત ૮૪ સુદર્શન ૧૫૦ સુદર્શના ૪૧, ૪૩, ૪૪ સુધર્માં ૯૩ સુદત ૧૦૩ સુિ સુનક્ષત્ર ૧૧૯ સુનંદ (રાન્ત) ૨૩, ૨૫ સુપ્રતિષ્ટ (પુર, નગર) ૧૭, ૬૫ સુખ ૪૮ સુબાહુ ૯ સુભદ્ર ૪૧,૪૨ સુભદ્રા ૨૦,૨૫,૯૩ સુમુખ ૮૪,૧૩૦,૧૪૬ સુલસા ૧૩૦,૧૩૨ સુવાસવ ૯૩ સુષેણ ૪૧,૪૩ સુસીમા ૧૫૪ સામદત્ત ૪૫,૪૬ સામા ૧૩૭ ઇ૦ સેામિલ ૧૩૭ ૪૦ સૌગધિકા નગરી ૯૩ સૌધ ૫ ૧૭,૩૦,૪૦,૪૪,૪૭, ૫૨,૫૯,૬૪,૭૨,૭૫,૯૦ ૬ ૪ સ્ક’શ્રી ૩૪ સ્તિમિત ૧૩૦ સ્વપ્ન ૭૯,૯૭ ૪૦ ૧૩ હુસલક્ષણ (વસ્ત્ર) ૧૩૯ હરિણેગમેસિ ૧૩૪,૧૩૬ હલ્લ ૧૦૩ હસ્તિનાપુર ૨૩,૪૭,૫૨,૫૯,૬૩, ૮૪,૧૯ હસ્તિ હિમવત ૧૩૦ નગર ૭૯,૮૧,૮૬,૮૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પાન લીટી ૬ ૫ અશુદ્ધ શુદ્ધ ઇદ્રભૂતિ નામના ઇદ્રભૂતિ (ગૌતમ) નામના અગિયાર અંગેનું સામાયિક આદિ અગિયાર અંગેનું પૂર્વભવની પૂર્વભવની અધ્યાય અધ્યયન જિનદાસપુત્ર જિનદાસ પુત્ર વાસુદેવ વસુદેવ (?) ર ૨૪ ૯૩ ૨ ૧૪૬ Page #218 -------------------------------------------------------------------------- ________________