________________
પાપ, પુણ્ય અને સંયમ ત્યારબાદ યોગ્ય આચાર્ય પાસે તેને ૭૨ કળાઓ શીખવા મૂકવામાં આવશે. ભણ્યા ગણ્યા બાદ તેનાં માતાપિતા તેને અન્ન-પાન-વસ્ત્ર-મકાન–શયા વગેરે સર્વ કામો પૂરા પાડી. પણ તે બધા ભેગમાં તે જરાય આસક્ત નહિ થાય; પરંતુ કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થવા છતાં, તથા પાણુમાં ઊછરવા છતાં કાદવ કે પાણીથી ખરડાતું નથી, તેમ તે પણુકામાંથી ઉત્પન્ન થયે હોવા છતાં તથા ભાગમાં ઊર્યો હોવા છતાં કામગોથી ખરડાશે નહિ, કે સગાંવહાલાંમાં બંધાશે નહિ; પરંતુ જ્ઞાનવાન તથા આચારવાન સાધુ ભગવંતો પાસેથી કેવળી ભગવાનેએ ઉપદેશેલે બોધ સાંભળી, “ધરબાર છોડીને સાધુ થઈ જશે, અને કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી, તથા સિહ–બુદ્ધ-અને મુક્ત થઈ સર્વ દુઓને અંત લાવશે.
૧. તેમના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું ધર્મકથાઓ' પુસ્તક, પા. ૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org