________________
૧૧૧
ધન્યની કથા પણ માત્ર મિત્ર, જ્ઞાતિ, કે સંબંધી માણસેના યોગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હોય, તેઓએ ખુશીથી ધન્યની પેઠે પ્રવજ્યા લેવા તૈયાર થવું; કારણ કે, તેમનાં સંબંધીઓના વર્તમાન યોગક્ષેમનો હું નિર્વાહ કરીશ.”
આ ઘેષણથી બીજા પણ અનેક વિચારક યુવાને ધન્ય સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં ગયા બાદ જિતશત્રુ - રાજાએ ધન્ય વગેરે યુવાનને આગળ કરીને ભગવાનને કહ્યું : “હે દેવાનુપ્રિય ! આ ધન્ય તેની માને એકનો એક છે, તેના અતિ સ્નેહનું પાત્ર છે; અને તેના બીજા હદય જે છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિષયવિલાસાદિથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહીને અહિંસાદિની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે, તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તો હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું.'
તે વખતે બીજા બધા યુવાનો માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ જિતશત્રુએ ભગવાન પાસે પ્રગટ કરી. અહં તે તે બધાને પણ શિષ્ય તરીકે સ્વીકાર્યા.
પછી ધન્ય વગેરે યુવાનેએ ઈશાન ખૂણામાં જઈ, પિતાનાં કપડાંલત્તાં ઉતાર્યા. પિતાના દીકરાએ ઉતારેલાં કપડાં લેતી અને સ્નેહથી આંસુ સારતી ભદ્રાશેઠાણુએ તેને કહ્યું: “બેટા! આ માર્ગમાં યન કરજે, પરાક્રમ કરજે, કદી પ્રમાદ ન કરીશ.”
પછી ધન્ય અહંતભગવાનના આદેશ પ્રમાણે હંમેશાં સંયમથી વર્તવા લાગ્યો. તેણે અહંતના સ્થવિરે પાસે સામાયિક વગેરે ચૌદ પૂર્વેનું અધ્યયન ક્યું, તથા ઈદ્રિયદમન અને તપની સવિશેષ સાધના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org