SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ, પુણ્ય અને સચમ ધન્યું. જે દિવસે પ્રવ્રજ્યા લીધી, તે જ દિવસે તેણે ભગવાન પાસે જઈને કહ્યું : ‘હે ભગવન્! આપ પરવાનગી આપે, તે। હું છ-છ ટુંકના ઉપવાસ મરતા સુધી કરવા ઇચ્છું છું. છઠ્ઠા ટ’કને પારણે પણ હું ભાત વગેરે લૂખું અનાજ જ એક ટંક ખાઈશ; તે પણ એઠા હાથે આપેલું હશે તેા જ લઈશ; ઊતરી જઈને નાખી દેવા જેવું નહીં થઈ ગયું હોય તેા જ લઇશ; તેમજ અન્ય શ્રમણુ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણુયાચક વગેરેને જેની જરૂર ન હોય તેવું હશે તે જ લઈશ.' ૧૧૩ ભગવાનની પરવાનગી મળ્યા માદધન્ય સાધુએ તે પ્રકારનું વ્રત આચરવા માંડયુ. પારણાને દિવસે તે સ્વાધ્યાય વગેરેથી પરવારી, ભગવાનની રજા લઈ નગરીમાં જતા, અને પેાતાના નિયમ મુજબની તૈયાર ભિક્ષા કાળજીપૂર્વક માગતા; પરંતુ કાઈ વાર તેને અન્ન મળતું, તેા પેય ન મળતું; અને કાઈ વાર તેને પેય મળતું, તે અન્ન ન મળતું. તે પણ તે તા દીનતા, વૈમનસ્ય, ક્લેશ, કે વિષાદ અનુભવ્યા વિના, પોતાની સમાધિમાં ખલેલ પહેાંચવા દીધા વિના, તથા પ્રાપ્ત-અપ્રાપ્ત ચેાગેામાં ઉદ્યમપરાયણુ રહી, જે કંઈ મળે તે સ્વીકારી લેતે; અને પેાતાના ગુરુને બતાવ્યા બાદ, તેમની પરવાનગીથી, તે ભિક્ષામાં કાઈ પ્રકારની આક્તિ કે મેહ રાખ્યા વિના જ, જેમ સ` પેાતાના દરમાં આજુબાજુની જમીનને સ્પર્શી કર્યાં ૧. તેને આયમિલ-આંખેલ કહે છે. ૨ અર્થાત્ મને આપવા માટે હાથ એઠા કરી ફરી બાવા ન પડે તેવી રીતે આપેલું. ૩. મૂળ વનીપ ’ યાચકવિશેષ–ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy