SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યની કથા ૧૧ વિના પ્રવેશ કરે છે, તેમ મેંમાં સ્વાદ માટે મમળાવ્યા વિના જ રાગરહિતપણે ખાઈ લેતો. ત્યાર બાદ ભગવાન મહાવીર કાકંદી નગરીમાંથી નીકળી • બીજે ક્યાં ચાલતા થયા. ધન્ય સાધુએ પછી ભગવાનના સ્થવિરો પાસે સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અને સંયમ તથા તપથી પિતાના આત્માને વાસિત કરતાં વિહરવા માંડયું. તે ધન્ય સાધુ તેમના ઉદાર, વિપુલ, કલ્યાણરૂપ, મંગલરૂપ, ઉત્તમ, ઉદાત્ત, અને મોટા પ્રભાવવાળા તપકર્મથી સુકાઈ ગયા, માંસરહિત થઈ ગયા, તથા માત્ર હાડચામરૂપ જ બન્યા. તપને કારણે તે ધન્ય સાધુના પગનું રૂ૫-લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું. જાણે કે, કોઈ વૃક્ષની સુકાઈને તતડી ગયેલી છાલ ન હોય ! કે લાકડાની પાવડી ન હોય ! કે, જીણું થઈ ગયેલા જોડા ન હોય ! તે રીતે તેમના પગ સૂકા તથા માંસ વિનાના થઈ ગયા હતા. હાડકાં, ચામડી અને શિરાઓ વડે જ તે પગ છે એમ જાણી શકાતું હતું; બાકી તેમાં લોહી, માંસ તો હતું જ નહીં. તેમના પગની આંગળીઓની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે, મગ, અડદ અને કળથીની શીંગને કાચી જ તોડીને ગરમીમાં નાખી હોય, અને તે સુકાઈતતડીને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની પગની આંગળીઓ દેખાતી હતી. ૧. તે તપમાં કંઇક સાધુના વર્ણનમાં (શ્રીભગવતી–સાર પા. ૧૭૮-૧૮૩) આવતા મુખ્યત્વે લાંબાલાબા ઉપવાસ રૂપી તપને જ સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy