SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સુબાહુની કથા નિશ્ચિત કર્યો હતો. જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલ હેવાથી તે એમ કહે કે, “એ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂ૫ છે; બાકી બધું અનર્થરૂપ છે !' તેની ઉદારતાને કારણે તેના દરવાજાના આગળા હંમેશાં ઊંચા જ રહેતા, અને તેનું આંગણું જ્યારે-ત્યારે જમી ઊઠેલાએના એંઠવાડવાળું જ હતું. તે એવો પવિત્ર ચારિત્રવાળા હતો કે કેાઈના અંતઃપુરમાં તે જ તે કોઈને કશી જ શંકા આવતી નહોતી. પોતે લીધેલાં બધાં વ્રતો તે બરાબર આચરતો હતો, તથા વિવિધ તપકર્મ વડે આત્માને વાસિત કરતો વિહરતો હતો. આ સુબાહુકુમાર ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે પૌષધવ્રત પાળતો. તે આ પ્રમાણે ૧ પૌષધવ્રત કરવાનો જે ખાસ એારડે હતો ત્યાં તે જ; તેને વાળીમૂળી સાફ કરતો; પિતાને માટે ઝાડો-પેસાબ કરવાની જગા નિયત કરી રાખત; દાભનો સાથરે પાથરી, તેને ઉપર બેસત; અને ત્રણ દિવસનો ઉપવાસ સ્વીકારી, તથા મણિ– સુવર્ણમાલા-લેપ–વિલેપન-શસ્ત્ર–મુસલ આદિને ત્યાગ કરી બ્રહ્મચર્યપૂર્વક ધર્મચિંતન કરતો, અને તેટલો વખત સર્વ નિંદ્ય પ્રવૃત્તિઓને ત્યાગ કરતો. એક વખત એ પ્રમાણે પૌષધવત દરમ્યાન ધર્મજાગરણ કરતો તે મધ્યરાત્રીને સમયે બેઠો હતો, તેવામાં તેને આ પ્રકારનો સંકલ્પ થયેઃ “તે ગામ-નગર-વગેરે સ્થાનને ધન્ય છે, કે ૧ તેની વિગતે માટે જુઓ આ માળાનું “દશ ઉપાસકો પુસ્તક. પા. ૬૯૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy