________________
ધર્મતત્ત્વને એ રીતે જ રજૂ થવા દેવું એ ઈષ્ટ નથી. કથાકારે અંતે પાપીમાં સભાવ પ્રાપ્ત થવાનું કાંઈક ઉચિત કારણ સ્પષ્ટ બતાવવું જોઈએ. એ કારણનું કાંઈક ઝાંખું સુચન કથાકારે કર્યું છે એમ કહી શકાય. જે મનુષ્ય જન્મથી એ પાપી સન્માર્ગે વળે છે, તે જન્મમાં સાધુના સદુપદેશથી અર્થાત સત્સંગથી એનામાં કાંઈક અપૂર્વ સભાવ પ્રાપ્ત થતો હોય, એવું સૂચન કથાકાર કરે છે. અને એ સૂચન બસ ગણું શકાય તેવું છે. અંતે અંધારું દૂર થવાને ઉપાય બહારથી અજવાળું આવે એ જ હોય. છે. અંધારાને પોતાને જ વાવ્યા કરીએ, તો માત્ર તેમાંથી તો અજવાળું પ્રગટવાની કાંઈ સૂરત જ દેખાતી નથી.
હવે આપણે પુણ્ય અને તેનાં ફળની વસ્તુ ઉપર આવીએ. આ ગ્રંથના બીજા ખંડમાં પુણ્ય અને તેનું ફળ વર્ણવતી કથાઓ મૂકી છે. તે બધી કથાઓ ઉપરથી વાચક જોઈ શકશે કે, કથાકારે એક જ વસ્તુને પુણ્ય તરીકે રજૂ કરી છે. અને તે– કોઈ સાધુપુરુષને યથેષ્ટ અન્ન-પાન જમાડવાની. ઉપલક નજરે એ વસ્તુ જૈન સાધુઓએ પિતાનું પેટ ભરવા માટે ઉપજાવી કાઢેલી ભ્રમણ જેવી જ લાગે. પરંતુ, આવા પ્રાચીન ગ્રંથની બાબતોમાં માત્ર ઉપલક નજરને જ વળગી રહેવું બસ નથી. ગયા ફકરાને અંતે આપણે જોઈ આવ્યા તેમ, અજ્ઞાનાંધકારમાં પ્રકાશ ઉત્પન્ન કરવાને એક જ માર્ગ છે – ગમે તે ઉપાયે દીવ પ્રદીપ્ત કરવો. પરંતુ એ દીવો કાંઈ અંધકારને મસળ્યા કરવાથી નહીં પ્રગટે, કે રૂની દીવેટને ગમે તેટલા ઘીમાં લાંબે વખત બોળી રાખવાથી પણું નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org