SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યની કથા ૧૦૭ માટે હું તે। તારી અનુમતિથી હમણાં જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઇચ્છું છું.” ભદ્રા : “ હે પુત્ર! તારે ૩૨ સ્ત્રીએ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી છે; રૂપ-લાવણ્ય-યૌવનથી યુક્ત છે. વળી તે સમાન કુલમાંથી આણેલી, કલાકુશળ અને સ કાળ લાડસુખને યેાગ્ય છે. વળી તે માવયુક્ત, નિપુણુ અને વિનયેાપચારમાં પંડિત તથા વિચક્ષણ છે. સુંદર, મિત અને મધુર ખેલવામાં, તેમ જ હાસ્ય-કટાક્ષ-ગતિ-વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે; ઉત્તમ કુલ અને શીલથી સુશાભિત છે; વિશુદ્ધ કુલરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમ યૌવનવાળી છે; મનને અનુકૂલ અને હૃદયને ઇષ્ટ છે; ગુણા વડે પ્રિય અને ઉત્તમ છે; તેમજ હંમેશાં ભાવયુક્ત, અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર! તું એ સ્ત્રીઓ સાથે માનુષી કામ ભાગે! ભગવ; ત્યારબાદ ભુક્તભાગી થઈ, વિયેાની ઉત્સુકતા દૂર થયા બાદ, મારા મૃત્યુ પછી દીક્ષા લેજે.” ધન્ય: “હે માતા ! માનુષી કામભેાગે અપવિત્ર અને અશાશ્વત છે; વાત-પિત્ત-શ્લેષ્મ, વીય અને લેાહીને ઝરવાવાળા છે; વિષ્ટા-મૂત્ર-શ્લેષ્મલીટ-વમન-પિત્ત-પરુ-વી અને શાણિતથી ઉત્પન્ન થયેલા છે; વળી તે ગા તથા ખરાબ મૂત્ર અને દુધી વિષ્ટાથી ભરપૂર છે; મડદા જેવી ગંધવાળા ઉચ્છ્વાસથી અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનારા છે; ખીભત્સ, હલકા અને કલમલ (અશુભ દ્રવ્ય )ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સ મનુષ્યાને સાધારણ છે; અત્યંત શારીરિક અને માનસિક દુઃખ વડે સાધ્ય છે; અજ્ઞાની જનથી સેવાયેલા છે; સાધુ પુરુષો વડે હંમેશાં નિંદાયા છે; અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy