________________
પાપ, પુણ્ય અને સંયમ અત્યંત વેદનાથી અને સેંકડે સંકટોથી પીડિત છે, અધુવ છે, તથા સંધ્યાના રંગ જેવો, પરપોટા જેવ, દાભની સળી ઉપર રહેલા જલબિંદુ જેવો, પ્રદર્શન જેવ, અને વીજળીના ચમકારા જેવો ચંચળ છે. સડવું–પડવું–અને નાશ પામો એ તેનો ધર્મ છે. પહેલાં કે પછી તેને અવશ્ય ત્યાગ કરવાને છે; તો હે માતા ! કોણ જાણે છે કે, કેણુ પ્રથમ થશે અને કોણ પછી જશે? માટે હું તો તારી અનુમતિથી હમણું જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઈચ્છું છું.” - ભદ્રા : “હે પુત્ર ! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા–તલ વગેરે) અને ગુણોથી યુક્ત છે. તથા ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વવાળું છે. તે વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી શ્રેષ્ઠ છે, કુલીન છે, અતિ સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, તથા ઉદાત્ત અને મનહર છે. માટે હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ યૌવનાદિ ગુણો છે, ત્યાં સુધી તે તેને ઉપભોગ કરઃ પછી મારા મરણ બાદ કુલતંતુની વૃદ્ધિ કરી, વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.”
ધન્યઃ “હે માતા ! આ શરીર દુખનું ઘર છે, અનેક વ્યાધિઓનું સ્થાન છે. અસ્થિ-સ્નાયુનાડીના સમૂહનું બનેલું છે, માટીના વાસણ જેવું દુર્બલ છે; અશુચિથી ભરેલું છે તેની સારવાર નિરંતર કરવી પડે છે; તથા જીર્ણ ઘરની પેઠે સડવું-પડવું-નાશ પામ એ તેને સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છેડવાનું જ છે. તો હે માતા ! કોણ જાણે છે કે કેણ પહેલાં જશે અને કોણ પછી જશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org