________________
ધન્યની સ્થા
૧૦૫
ભગવાનને ધર્મોપદેશ સાંભળ્યા બાદ સતુષ્ટ થઈ, ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા નમસ્કાર કરી તેણે કહ્યું, “ હે ભગવન્ ! હું આપના પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું તથા રુચિ કરું છું. હું ભગવન્ ! હું આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને તૈયાર છું. પરંતુ હે દેવાનુપ્રિય ! મારી માતાની રજા માગીને હું આપની પાસે દીક્ષિત થઈ સાધુપણું સ્વીકારીશ.”
પછી તે પેાતાને ઘેર ગયા, અને પેાતાના નિશ્ચયની વાત પેાતાની માતાને કરી. તે સાંભળી તેની માતા એકદમ પરસેવાથી ભીના શરીરવાળી થઈ ગઈ; તેનાં અંગે શાકભારથી કંપવા લાગ્યાં; તે નિસ્તેજ તથા શાભા વિનાની થઈ ગઈ, તેનાં આભૂષણે! ઢીલાં થઈ ગયાં; તેનું ઉત્તરીય વસ્ત્ર સરી ગયું, અને વીખરાયેલા કેશપાશ સહિત, મુષ્ઠિત થઈને તે કુહાડાથી કપાયેલી ચંપકલતાની પેઠે કે ઉત્સવ પૂરા થતાં શાભાહીન બની જતા ઇંદ્રધ્વજની પેઠે નીચે ગબડી પડી. પછી મહા પ્રયત્ને કઈક સ્વસ્થ થતાં તે આક્રંદ કરવા લાગી: હું પુત્ર ! તું મારા ઇષ્ટ, કાંત અને પ્રિય છે; આભરણુની પેટી જેવા, અને વિતના ઉત્સવ જેવા આનદજનક છે; ઉંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણુ પણ દુર્લભ છે, તે તારું દર્શોન તે। દુર્લભ હેાય તેમાં નવાઈ નથી. તારા વિયેાગ મારાથી એક ક્ષણુ પણ સહન નહી થઈ શકે. માટે હું જીવું
ત્યાં લગી તું ઘેર જ રહે; પછી કુલવ શતંતુની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.'
ત્યારે ધન્યે કહ્યું : “હે માતા ! આ મનુષ્યભવ અનેક જન્મ–જરા–મરણુ–રાગ વગેરે શારીરિક અને માનસિક દુ:ખાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org