________________
૧૨૪
પાપ, પુણ્ય અને સંયમ વગેરે છપ્પન હજાર બળવીરે ઉપર, વીરસેન વગેરે એકવીસહજાર વીરે ઉપર, ઉગ્રસેન વગેરે સોળહજાર રાજાઓ ઉપર, રૂપિણું વગેરે સોળહજાર રાણીઓ ઉપર, અનંગસેના વગેરે હજાર ગણિકાઓ ઉપર, તથા બીજા પણ અનેક માંડલિકે, યુવરાજે, શેઠે, વેપારીઓ વગેરે ઉપર, અર્થાત અર્ધા ભરતખંડ ઉપર રાજ્ય કરતા વિહરતા હતા.
તે નગરીમાં અંધકવૃષ્ણિ નામે રાજા રહેતો હતો. તેને ધારિણે નામે રાણી હતી. તેને એક વખત સ્વમમાં એવું દેખાયું કે, જાણે કઈ સિંહ આકાશમાંથી ઊતરી, તેના મુખમાં પ્રવેશ કરે છે. આવું સ્વપ્ન જોઈ, તે જાગી ઊઠી. પછી રાજાને જગાડી એ સ્વપ્નની વાત તેણે તેને કહી. રાજાએ આનંદિત થઈને તેને કહ્યું કે, એ સ્વપ્ન કેાઈ તેજસ્વી પુત્રને જન્મ સૂચવે છે.
બીજે દિવસે રાજાએ સ્વપ્ન પાઠકને બોલાવી, તેમને રાણુના સ્વપ્નનું ફળ નિશ્ચિત કરીને કહેવા જણાવ્યું. તેમણે કહ્યું: “હે દેવાનુપ્રિય ! આ સ્વપ્ન એવું સૂચવે છે કે, રાણીને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ કુલધ્વજ સમાન પુત્ર થશે; તે કાંતો રાજ્યને પતિ થશે અથવા ભાવિતાત્મા સાધુ થશે.”
વખત જતાં રાણુએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપે. તે વખતે પ્રજાજનોએ દશ દિવસ ધામધૂમથી જન્મ-મહત્સવ - કર્યો. રાજાએ બારમે દિવસે સગાંસંબંધીઓને બેલાવી તેમની સમક્ષ પુત્રનું નામ ગૌતમ પાડયું.
ગૌતમકુમાર વિદ્યાફળા ભણુને મેટ થયા બાદ, તેને આઠ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો. તે વખતે તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org