________________
૧૧
નશિવધનની કથા આ પ્રમાણે કરતાં કરતાં ૩૧૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી, બહુ પાપકર્મ એકઠું કરી, તે દુર્યોધન ફેજદાર મરણ પામ્યા અને છઠ્ઠી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગરોપમ વર્ષનું હોય છે.
ત્યાંથી ઍવી તે મથુરાનગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણુની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. બારમે દિવસે તેનું નામ નંદિવર્ધન પાડવામાં આવ્યું. ધીમે ધીમે તે સાઠ વર્ષનો થયો, તો પણ તેને પિતા જીવતો હોવાથી તેને રાજગાદી મળી નહીં. પછી તેને રાજ્ય તથા અંતઃપુર પ્રાપ્ત કરવાની ઉતાવળ આવી. તેથી તેણે પોતાના પિતા શ્રીદામ રાજાને મારી નાખવાના ઘાટ ઘડવા માંડયા.
એક વખત વિચાર કરી, તેણે શ્રીદામ રાજાના ચિત્ર નામના હજામને બોલાવ્યો અને તેને જણાવ્યુંઃ “હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજા પાસે ગમે ત્યારે જઈ શકે છે, તથા તેની હજામત વગેરે નજીકનાં કામ કરે છે. તો તે વખતે તું તારો અસ્ત્રો રાજાના ગળામાં બેસી દે, તો તને હું અધું રાજ્ય આપીશ, અને પછી આપણે બંને લહેર–પાણું કરીશું.” હજામે કુમારનું કહેવું કબૂલ રાખ્યું.
પણ ઘેર ગયા બાદ તેને વિચાર આવ્યો કે, ન બનવાનું બને, અને રાજા જે આ કાવતરું જાણું જાય, તો તે મારા ભૂંડા હાલ કરાવશે અને કમોતે મારી નંખાવશે. આથી તે ગભરાઈને તરત શ્રીદામ રાજા પાસે ગયો, અને કુમારના કાવતરાની બધી વાત તેને કહી દીધી. એ ઉપરથી રાજાએ તે કુમારને પકડાવીને, તેને આ પ્રમાણે કમેતે મારી નાખવાની આજ્ઞા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org