SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પાપ, પુણ્ય અને સચમ તેમણે કુલ ૧૬ વર્ષ ગાળ્યાં હતાં. તેમને મરણ પામેલા જાણી પેલા વિરાએ તેમના પરિનિર્વાણુ નિમિત્તે ધ્યાન કર્યું, તથા તેમનાં વસ્ત્ર-પાત્રા લઈ તેએ શ્રીમહાવીર ભગવાન પાસે આવ્યા, અને જાલીમુનિના મરણની વાત તેમને નિવેદિત કરીને, તેમનાં વસ્ત્રપાત્ર તેમની આગળ રજૂ કર્યાં. તે વખતે ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરીને પૂછ્યું : હે ભગવન્ ! જાલીસાધુ સ્વભાવે ભદ્ર, વિનયી શાંત એછા ક્રાધમાન-માયા-લેાભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુની એથે રહેનારા, કાઈને સંતાપ ન આપનારા તથા ગુરુભક્ત હતા. તે હવે મરણ પામીને કયાં ગયા છે, તથા કત્યાં ઉત્પન્ન થયા છે ? ભગવાને જવાબ આપ્યા હું ગૌતમ ! તે જાલી ચંદ્રક્ષેાક, તેમજ સૌધમ કલ્પથી (સ્વ) માંડીને આરણુ અને અચ્યુત કલ્પ, તથા નવ ગ્રેવયક વિમાને! (દેવલે) ની પણ પાર આવેલા વિજય નામના અનુત્તર વિમાનમાં૧ દેવ તરીકે ઉત્પન્ન થયા છે. ગૌતમ : હે ભગવન્ ! ત્યાં તેમનું આયુષ્ય કેટલું હશે ? મહાવીરઃ હે ગૌતમ ! અત્રીસ સાગરાપમ વર્ષોં. ગૌતમઃ હું ભગવન્ ! તે ત્યાંથી વ્યુત થઈ ને કયાં જશે? મહાવીરઃ હું ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં જન્મી સિદ્ધમુદ્દ-અને મુક્ત થશે. ગમન કર્યું હોય, તેમાંથી પ્રતિ' એટલે પાછા શુભ આચાર તરફ આવવું તે. તેમાં, પાતે કરેલી અશુભ પ્રવૃત્તિની નિંદાદ્વારા નિવૃત્તિ, નવા દેાષાના રાધ, અને ભવિષ્યના દેાષાના ત્યાગ-એટલી વસ્તુએ સમાઈ હોય છે. ૧. જીએ આગળ પાન ૧૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy