________________
૯૮
પપ, પુણ્ય અને સંયમ પણ દિવસે દિવસે પર્વતની કંદરામાં ચંપાનું વૃક્ષ વધે તેમ મેટો થવા લાગ્યો. આઠ વર્ષને થતાં તેને શુભ દિવસે, શુભ મુહૂર્ત કલાચાર્ય પાસે ૭૨ કળાઓ શીખવા મોકલવામાં આવ્યો.
અભ્યાસ પૂરો થતાં, તથા જાલીકુમાર ઉંમરે આવતાં, તેનાં માતાપિતાએ તેને માટે ઉમર-રૂપ-લાવણ્ય-યૌવન અને ગુણસમુદાયની બાબતમાં સરખી એવી આઠ ખાનદાન રાજકુળની રાજકન્યાઓ પસંદ કરી, અને ખૂબ ધામધૂમથી તેમને તેની સાથે લગ્ન કર્યું.
ત્યાર બાદ જાલીકુમાર પિતાએ આપેલા અનુપમ ભોગપદાર્થોથી યુક્ત થઈને પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાન અને વિલાસમાં રહેવા લાગ્યો.
એક વાર ભગવાન મહાવીર ગામેગામ પગપાળા ફરતા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા. સૌ લેકીને તેમને દર્શને જતા જોઈ, જાલીકુમાર પણ તેમનાં દર્શને ગયે. ત્યાં મહાવીરસ્વામીએ આપેલો ઉપદેશ સાંભળી, તે ઘણે પ્રસન્ન થયો, સંતોષ પામે, અને જાણે પોતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તે ફરીફરીને ભગવાનને નમસ્કાર કરી, કહેવા લાગ્યોઃ “હે ભગવન્! આપનું કથન મને ગમ્યું છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને બંધનમુક્ત થવા હું ઈચ્છું છું.” પછી મહા પરાણે પિતાનાં
૧. મૂળમાં આટલાં વિશેષણ વધારે છે : ૭૨ કલાઓમાં પંડિત, નવ અંગે ભણેલ, અઢાર દેશી ભાષાઓમાં વિશારદ, સંગીતમાં પ્રીતિવાળે, ગાંધર્વ-નાટય–શાસ્ત્રમાં કુશળ, બળવાન, રાત્રે પણ બીન્યા વિના ફરનાર, સાહસિક, અને ભેગસમર્થ [થતાં.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org