________________
૧
જાલીકુમારની કથા
૧
જૂના કાળમાં રાજગૃહ॰ નામે નગર હતું. તેમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. એક વખત ધારિણી દેવી પલંગ ઉપર નરમ બિછાનામાં સૂતી હતી, તેવામાં તેણે રાત્રીના પૂભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં એક સ લક્ષણસ`પન્ન સિંહ પેાતાના સુખમાં પેસતા હોય તેવું સ્વપ્ત જોયું. બીજે દિવસે રાજાએ સ્વમપાઠકોને ખેલાવીને એ સ્વમના અર્થ પૂછ્યો, તે તેમણે જણાવ્યું કે, આ સ્વમ એવું સૂચવે છે કે રાણીની કૂખે કુળદીપક એવા પુત્રરત્નને જન્મ થવાનેા છે.
સ્વ×પાઠકાની એ વાત સાંભળી રાજા-રાણી અત્યંત હર્ષિત થઈ, ગર્ભની સર્વ પ્રકારે સાવધાનીથી રક્ષા કરવા લાગ્યાં.
પૂરા નવ મહિના અને સાડાસાત દિવસ પૂરા થતાં રાણીએ મધ્યરાત્રીને સમયે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા. રાજાએ તે પ્રસંગે· આખા નગરમાં ભારે ઉત્સવ જાહેર કર્યાં, તથા વિધિપૂર્વક કુમારના જન્માદિ સંસ્કાર કર્યાં. બારમે દિવસે કુમારનું ‘જાલીકુમાર’ નામ પાડવામાં આવ્યું.
રાજાએ કુમારની રક્ષા માટે મહારાણીની દેખરેખ નીચે ધાત્રીએ, દાસી વગેરેની વ્યવસ્થા કરી. તથા જાલીકુમાર ૧. તેને વિષેની ઐતિહાસિક, ભૌગોલિક આર્દિ માહિતી માટે જીએ માળાનું ધકથાઓ ′ પુસ્તક, પા. ૧૮૨-૫.
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org