________________
નદિવનની કથા
૪૩
હાર પકડીને તેના ગળામાં પહેરાવવામાં આવ્યેા. એ પ્રમાણે લાલચેાળ તપાવેલા અર્ધ હાર, પટ્ટ, મુકુટ વગેરે પણ તેને પહેરાવવામાં આવ્યાં.
આ બધું જોઈ ગૌતમને વિચાર આવ્યા કે, આ પુરુષે પૂર્વે એવાં તે કયાં કર્યાં કર્યાં હશે, જેથી તેને આવે કમે તે મરવું પડે છે. ઉતારે પાછા આવી, તેમણે આ પ્રશ્ન ભગવાન મહાવીરને પૂછ્યો. ત્યારે તેમણે નીચેની કથા તેમને કહી સંભળાવી :
હે ગૌતમ! જૂનાકાળમાં ભારતવર્ષમાં સિંહપુર નામે નગર હતું. તેમાં સિંહસ્થ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને દુર્યોધન નામે ફેાજદાર હતા. તે બહુ ક્રૂર તથા નિષ્ઠુર હતા. રાજા પ્રત્યે ચેારી, છીનાળું, ખીસાં કાતરવાં, રાજદ્રોહ કરવા, દેવાં એળવવાં, ખાલવધ, વિશ્વાસઘાત, જુગાર, ઠગાઈ, વગેરે ગુનાઓ કરનાર ગુનેગારને શિક્ષા કરવાનાં ભયંકર સાધનેા તેની પાસે ઢગલાબંધ તૈયાર રહેતાં, અને થયેલી શિક્ષા પ્રમાણે તે એ બધાં વડે ગુનેગારાને આવતા ઃ જેમકે, કેટલાકને છતા પાડી, લેાઢાના દંડ વડે તેમનું માં કાડી, તેમાં ઊકળતું તાંબુ, ઊકળતી કલાઈ, ઊકળતું સીસું, ઊકળતું ચૂનાનું પાણી, કે ઊકળતા તેજામ રેડતા; અથવા તે બધા વડે તેમને નવરાવતા. વળી કેટલાકને તે છતા સુવાડી, ઘેાડા, હાથી, ઊંટ, ગાય, પાડા, બકરા, ધેટા વગેરેનાં મૃતર પાતા; કેટલાકને તે ધા કરી એકાવતા, અને પછી એ એકેલું પાઈને કે તેના વડે તેમને નવરાવીને રિખવતા. કેટલાકને તે હાથે એડીએ નાખતા,
चारगपाल • ગુપ્તિવાટીકા.
पा ४
૧. મૂળમાં
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org