________________
સુકુગશ્યાયિની કથા અજુનકને આ વિચાર જાણું મુળરપાણિ યક્ષે તરત તેના શરીરમાં પ્રવેશ કર્યો, અને બધાં બંધન તડતડ. તોડી નાખી પેલી ભેટી ગદા હાથમાં લીધી. પછી તે ગદા વડે. પેલા છ પુરુષ અને સાતમાં સ્ત્રીને તક્ષણ મારી નાખ્યાં. પછી એ યક્ષના આવેશવાળે તે અન્નક માળી રોજ રાજગૃહ. નગરની આસપાસ છે પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો વિચારવા લાગ્યો.
શ્રેણિક રાજાને આ વાતની ખબર પડતાં તેણે તરત નગરમાં ઢંઢેરે પિટાવ્યો કે, “કોઈએ લાકડાં, ઘાસ, પાણી, પુષ્પ કે ફળ માટે નગરની બહાર યથેષ્ટ રીતે ન નીકળવું,. નહીં તો જાનનું જોખમ છે.”
હવે, તે નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો. તે શેઠ જૈન મતાનુયાયી શ્રમણોપાસક હતો. તે જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતોને જાણકાર હતો; તેને પાપ-પુણ્યનો ખ્યાલ હતો. શાથી પાપકર્મ બંધાય છે, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે કે અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનમાંથી કયાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધું તે સમજતો હતો. જૈન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત હતો કે, દેવ વગેરે આવીને તેને ભમાવે તે પણ તે ચળે નહીં. તેને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તે બાબત શંકા ન હતી, કે તેમાં જણાવેલ આચાર બાબત વિચિકિત્સા નહોતી. તેણે શાસ્ત્ર
૧. આ પ્રસંગે મૂળમાં એમ હોય છે કેઃ “પિતાના માણસને કહ્યું કે, આવો ઢંઢેરો પીટે, અને પછી તેમ કર્યાની વરદી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org