________________
માને છે. એટલે આપણે તેની વિગતે જરા વિસ્તારથી તપાસીએ.
ત્રીજા અને ચોથા ખંડમાં આપેલી સંયમી સાધકોની બધી કથાઓમાં એક વસ્તુ આપણે સળંગ જોઈ શકીએ છીએ કે, તે બધા દાખલાઓમાં સાધક કોઈ ઉત્તમ કુળમાં જ જન્મેલો હોય છે, તેની કેળવણી અને ઉછેર ઉત્તમ પ્રકારનાં હોય છે; તથા તે પિતાના જીવનમાં ક્રમપ્રાપ્ત સુખાદિ ભગવતો ત્યાં સુધી વિહર્યા કરે છે, જ્યાં સુધી તેને જીવનમાં પહેલી વાર કેાઈ ધર્માત્મા પુરુષને ધર્મોપદેશ સાંભળવા મળે છે. પરંતુ એક વાર તે ધર્મોપદેશ સાંભળવા પામતાં જ તેના હદયમાં એવી કેઈ અપૂર્વ લગની જાગે છે – એ કઈ અપૂર્વ પ્રકાશ પ્રગટે છે કે બધાં સુખાદિ તજી તે એકદમ કઠેર સંયમમાર્ગ આચરવાને કટિબદ્ધ થઈ જાય છે, અને તેને એકધારી તીવ્રતાથી પાર પણ પાડે છે. આ વસ્તુ જ એવા મુક્ત થવા સરજાયેલા મહાપુરુષોની વિશેષતા છે. જે વસ્તુ સામાન્ય જનસમુદાયના માથા ઉપર થઈને પસાર થઈ જાય છે, તે વસ્તુ તેમના હૃદયને આરપાર વીંધી નાખે છે. બીજા બધા નગરજનો તીર્થકરાદિનો ઉપદેશ સાંભળી, તેમને વંદનાદિ કરી, કૃતાર્થતા માનતા ઘેર પાછા ફરે છે; જ્યારે આ મહાપુરુષ ત્યાં ને ત્યાં થોભી જાય છે, અને એક પ્રકારને ઉત્કટ નિશ્ચય કરી દે છે, તથા ત્યાં ને ત્યાં પ્રગટ પણ કરી દે છે. પછી તે ઘેર પાછા જાય છે, તો તે માતપિતા વગેરેની રજા લેવા જ. અને તે રજા પણ તે ગમે તેમ કરીને – ગમે તેવી પટામણું મનામણી કે સતામણીએ છતાં – અચૂક મેળવીને પાછા આવે છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org