________________
મુદગરપાણિની કથા
૧૫૯ યક્ષે તેને જતો દેખે. એટલે તે ગુસ્સે થઈ પિતાની ગદા વીજતે વીંજતો તેના તરફ વેગથી આવવા લાગ્યો. , સુદર્શને તેને આવતો જોઈ, બીન્યા કે ગભરાયા વિના વસ્ત્ર વડે થેડી ભૂમિ સાફ કરી. પછી દસ આંગળીઓ ભેગી કરી, માથે અંજલી જેડી ભગવાનને વંદન કરતો તે બોલ્યોઃ
અરિહંત ભગવંતે, સિદ્ધો વગેરેને નમસ્કાર. અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર ! મેં પહેલાં પણ શ્રમણ ભગવંત મહાવીર પાસે
સ્થલ હિંસા, સ્થૂલ અસત્ય, તથા સ્કૂલ ચૌર્યના ત્યાગની અને પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહેવાની અને ઈચ્છાઓની મર્યાદા બાંધવાની મરતા સુધીની પ્રતિજ્ઞા લીધી જ છે પરંતુ હવે તો તેમની પાસે સર્વ પ્રકારની હિંસા, જા, ચૌર્ય, મિથુન અને પરિગ્રહનો મરતા સુધી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું.' તે ઉપરાંત સર્વ પ્રકારને ક્રોધ, માન, માયા, લાભ, રાગ, ઠેષ, કલહ, ખેટું આળ ચડાવવું, ચાડી, નિંદા, અરતિ-રતિ, માયા-મૃણા, અને મિથ્યા સિદ્ધાંતમાં માન્યતારૂપી શલ્ય-એ તેરને પણ ભરતા સુધી ત્યાગ કરું છું. વળી સર્વપ્રકારનું ખાન-પાન પણ મરતા લગી તજું છું. આ સંકટમાંથી હું કોઈ કારણે બચી જાઉં, તો મારે આ પ્રતિજ્ઞા પૂરી થયેલી ગણવી, અને ન બચું, તે મરતા સુધી પાળવી.” આ પ્રમાણે તેણે શરતી પ્રતિજ્ઞા લીધી.
પછી પેલે મુગર પાણિ યક્ષ પોતાની ગદા હલાવતો હલાવતો સુદર્શન ઉપર ધસી આવ્યો; પરંતુ તેના તેજના
૧. અર્થાત પહેલાં ગૃહસ્થનાં અણુવ્રત લીધાં હતાં; હવે સાધુનાં મહાવ્રતે લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org