________________
શારિકદત્તની કથા જૂના કાળમાં શૌરિકપુર નામે નગર હતું. તેમાં શૌરિકદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરના ઈશાન ખૂણામાં ભાછી લોકોને મહોલ્લો હતો. તેમાં સમુદ્રદત્ત નામે માછી રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સમુદ્રદત્તા હતું, તથા પુત્રનું નામ શૌરિકદર હતું.
એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરમાંથી જોઈતી ભિક્ષા લઈને પાછા ફરતા હતા, તેવામાં તેમણે માછીઓના મહોલ્લા પાસે માણસેના એક મોટા ટોળાની વચ્ચે એક સુકલકડી, ભૂખ્યા તથા હાડપિંજર જેવો ખખળી ગયેલો માણસ જે. તેણે ભૂરાં કપડાં પહેર્યા હતાં. તેના ગળામાં માછલીને કાંટે ચેટી ગયો હોવાથી, તે, વેદનાથી ભરેલી દયાજનક કર્કશ ચીસ નાખતો હતો, તથા વારંવાર પરુ, લોહી તથા કીડાઓનાં જૂમખાં એકતો હતો.
તેને જોઈને ગૌતમને વિચાર આવ્યો કે, આ માણસે પૂર્વે એવાં તે શાં પાપકર્મ કર્યો હશે, જેથી તેને અત્યારે નરકયાતના જેવું દુસહ દુઃખ ભોગવવું પડે છે. પાછા ફરીને મહાવીર ભગવાનને એ વિષે પૂછતાં, તેમણે તે પુરુષ વિષે નીચેની કથા ગૌતમને કહી સંભળાવીઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org