________________
પાપ, પુણ્ય અને સંયમ પણ તે વૈદુ કરતો. કેઈને તે માછલાના માંસના ઉપચારે બતાવતો, કોઈને કાચબાના, કોઈને મગરના, કેઈને સુંસુમારના, કેઈને બકરાના, કેઈને ઘેટાના, કેઈને રેઝના, કેઈને ડુક્કરના, કોઈને મૃગના, કોઈને સસલાના, કોઈને સાંઢના, કેઈને પાડાને, કોઈને તેતરના, કાઈને બટેરાના, કેઈને લાવરીના, કોઈને કબૂતરના, કોઈને કૂકડાના, કોઈને મેરના, તથા એમ બીજાં પણ અનેક જલચર-સ્થલચર–કે બેચર પ્રાણુઓનાં માંસના ઉપાયો તે બતાવતે. તે પોતે પણ તેવાં અનેક પ્રકારનાં માંસ, તેમજ તેમના રસ પકાવીને, તળીને કે ભૂંછને દારૂ વગેરે સાથે ખાતા-પીત હતો. એ પ્રમાણે ૩૨૦૦ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરીને તે ધવંતરિ વૈદ્ય મરણું પામી, છઠ્ઠી નરકભૂમિમાં ઉત્પન્ન થયે; ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૨૨ સાગરોપમ વર્ષનું હોય છે. તે - હવે પેલા સાગરદત્ત શેઠની સ્ત્રી ગંગદત્તાને મરેલાં છોકરાં જ જન્મતાં હતાં. એક રાત્રે તેને ફિકર ચિંતામાં જાગતાં જાગતાં વિચાર આવ્યો કે, બહુ વર્ષો થવા છતાં મારે પુત્ર કે પુત્રી જીવતાં નથી. તે માતાઓને ધન્ય છે, તેઓ ખરેખર પુણ્યશાળી છે, કૃતાર્થ છે, સુલક્ષણ છે, તથા તેમને મા તરીકેનો મનુષ્ય જન્મ સફળ થયો છે, કે જેમને પિતાને પેટે જન્મેલાં, ધાવવા માટે આતુર, કાલુકાલું મધુર બેલતાં, મુગ્ધ બાળકે સ્તન આગળથી નીચે ખેાળામાં સરી પડે છે; તથા તેમના કમળ જેવા કોમળ હાથ પકડીને તેમને ફરી ખોળે લેવા જતાં તેઓ પાછાં ફરી ફરી કાલુકાલું બાલી મધુર અવાજે કરે છે. પરંતુ હું એવી અભાગણ, પાપણું છું કે, મને એવું એક પણ બાળક ઉછેરવાનું ન મળ્યું. તે કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org