________________
૪
શકટની કથા જૂના કાળમાં સાભાંજની નામે નગરી હતી. તેમાં મહાચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુષેણ નામે અમાત્ય હતું. તે સામ–ભેદ-દંડ-નિગ્રહમાં કુશળ હતો. તે નગરીમાં સુદર્શના નામની ગણિકા રહેતી હતી. તે રૂપ-ગુણયૌવનમાં અનુપમ હતી. તે જ નગરીમાં સુભદ્ર નામે સંઘવી શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી તથા શકટ નામે પુત્ર હતો.
એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ મુનિ. ભિક્ષા માટે રાજમાર્ગમાં ફરતા હતા. તેવામાં તેમણે એક
સ્ત્રી તથા એક પુરુષને મુશ્કેટટ બાંધીને માર મારતાં–મારતાં વધસ્થાને લઈ જવાતાં જોયાં. તે પુરુષનું નાક કાપી નાખેલું હતું. ઉતારે પાછા ફર્યા બાદ ગૌતમે મહાવીર ભગવાનને પૂછયું કે, “હે ભગવન ! તે પુરુષ કોણ છે? તથા પૂર્વજન્મમાં તેણે શાં પાપ કર્યા હતાં, જેથી તેની આ વલે થઈ છે ?”
જવાબમાં મહાવીર ભગવાને ગૌતમને નીચેની કથા કહી સંભળાવી.
“હે ગૌતમ ! જંબુદ્દીપના ભારતવર્ષમાં પૂર્વે છગલપુર નામે નગર હતું. તેમાં સિંહગિરિ નામે રાજા રાજ્ય કરતો
આવી
ભાગમાં
બાંધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org