________________
અ ગગ્ન થમાં ઉપર જણાવેલા કર્માકર્મ-માર્ગને લગતી કથાઓ સંગ્રહાઈ છે. ૧૧મા અંગગ્રંથ વિપાકસૂત્રમાં બે ખંડમાં થઈને અનુક્રમે પાપ અને તેનાં ફળનું તેમ જ પુણ્ય અને તેનાં ફળનું વર્ણન છે; નવમા અંગગ્રંથ “અનુત્તરૌપપાતિકદશામાં સંયમનું પાલન કરતાં કરતાં જેઓ એવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે કે, જેમને હવે ઉત્તમોત્તમ (અનુત્તર) સ્વર્ગલોકમાં અમુક કાળ વ્યતીત કર્યા બાદ એક જ વાર મનુષ્યજન્મ પ્રાપ્ત કરી મુક્ત. થવાનું છે, તેમની કથાઓ છે; અને આઠમા અંગગ્રંથ
અંતકૃદશાઃ”માં આ જન્મે જ સંયમના ઉત્કૃષ્ટ પાલનથી જેમણે સર્વ કર્મોનો અંત આણું દીધો છે, અને જેથી ભરતી વખતે જ જેમને મુક્તિ પ્રાપ્ત થઈ જવાની છે, તેમની કથાઓ છે. એટલે આ ત્રણે ગ્રંથો મળીને, જૈનમાર્ગ જે કર્મોને નિષેધ કરે છે અર્થાત્ જેમને “પાપ” ગણે છે, જે કર્મોને વિહિત માને છે અર્થાત “પુણ્યરૂપ માને છે, અને જે કર્મોને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરાવનાર અર્થાત “સંયમ 'રૂપ માને છે, એમનું એક પ્રકારનું સળંગ ચિત્ર આપણું આગળ રજૂ કરે છે. અને એ કારણથી જ એ ત્રણે ગ્રંથને આ એક જ પુસ્તકમાં જોડી દેવાનું માન્યું છે.
પ્રથમ આપણે પાપ અને તેનાં ફળની વસ્તુ લઈએ. આ ગ્રંથના પહેલા ખંડમાં આપેલી દશ કથાઓ દ્વારા સૂત્રકાર પિતાની માન્યતા મુજબનાં દશ મહાપાપે પસંદ કરે છેઃ અથવા વધુ ચોક્કસ શબ્દો વાપરીએ તે સમાજના કુલ પાપીઓમાંથી પોતાની માન્યતા મુજબના દશ મહાપાપીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org