________________
ટિપ્પણ
આ સૂત્રના પહેલા વર્ગમાં આવી બીજી નવ કથાઓ સમજવી. તેમનાં નામ: સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત, અને વિષ્ણુ
બીજા વર્ગમાં પણ અભ, સાગર, સમુદ્ર, હિમવત્, અચલ, ધરણ, પૂરણ, અને અભિચંદ્ર એ આઠ થાઓ એ પ્રમાણે જ કહેવી. તેમને સાધુપણાને કાળ ૧૬ વર્ષને સમજવો.
ત્રીજા વર્ગમાં તેર થાઓ છેઃ અણુયસ (અનીકયશઃ), અણુતસેણુ (અનંતસેન), અજિયસેણુ (અજિતસેન), અહિયરિફ (નિહારિ), દેવસેણ (દેવસેન), સસુણ (શત્રુસેન), સારણ, ગજ, સુમુખ, દુર્મુખ, રૂપક, દારુક, અણદિઠ્ઠી.
- તેમાંથી અણયસની કથા આ પ્રમાણે સમજવી : ભદિલપુર નગર, જિતશત્રુરાજા, નાગ નામનો ગૃહસ્થ, તેની સુલસા ભાર્યા, અને અણુયસ પુત્ર. તેને ૩૨ સ્ત્રીઓ. અરિષ્ટનેમિ પાસે પ્રવૃન્યા લે. ૧૪ પૂર્વ ગ્રંથે ભણે, વીસ વર્ષ સાધુપણું પાળે, અને શત્રુંજય ઉપર દેહ છોડે. બાકી બધું સમાન.
પછીની પાંચ કથાઓ પણ એ પ્રમાણે જ સમજવી.
સાતમી કથામાં દ્વારવતી નગરી, વસુદેવ રાજા, ધારિણી દેવી, સ્વમમાં સિંહ, સારણ કુમાર. ૫૦ સ્ત્રીઓ. ૧૪ પૂનું અધ્યયન. બાકી બધું ગૌતમની કથાની માફક.
ત્યાર પછીની ગજસુકુમારની આઠમી કથા આગળ સવિસ્તર આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org