SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસુકુમારની કથા એક વખત તીર્થકર અરિષ્ટનેમિ ફરતા ફરતા દ્વારકામાં આવી પહોંચ્યા. તે વખતે તેમની સાથે છ સાધુઓ હતા. તે છયે સાધુઓ. એક જ માને પેટે એક સાથે જન્મેલા છે ભાઈઓ હતા. તેઓની આકૃતિ બરાબર સરખી જ હતી; તેમનો વર્ણ તથા ઉમર પણ એકસરખાં જ હતાં. તેઓ નીલકમળ, પાડાનું શીંગડું, અને અતસીના ફૂલ સરખા (શ્યામ) વર્ણન હતા; તેમને કાને ધંતૂરાના ફૂલ સમાન આકારનાં કુંડળી હતાં; તેઓ કુબેરના પુત્ર નલ–કુમ્બરની પેઠે શોભતા હતા. તેમણે જે દિવસે દીક્ષા લીધી હતી, તે દિવસથી જ અરિષ્ટનેમિ ભગવાનની પરવાનગીથી નિરંતર છ ટેકના ઉપવાસ કર્યા કરવાને તેમણે નિયમ લીધે હતો. દ્વારકામાં આવ્યા બાદ, પિતાના ઉપવાસના પારણને સમય થતાં, તેમણે ભગવાન ૧. ટીકાકાર આ વિશેષણના અર્થની બાબતમાં સાશંક છે; કારણ કે સાધુને કાને કે બીજે ક્યાંય આભરણુ ન હોય. બીજાએ તે “દર્ભ કુસુમ જેવા ભદ્ર અર્થાત સુકુમાર” એ પાઠ લઈને આ મુશ્કેલી ટાળે છે. પરંતુ એમ લાગે છે કે, જન્મથી જ તેમને આવાં કુંડળ શરીરસંબદ્ધ જ પ્રાપ્ત થયાં હતાં. મહાભારતમાં કહ્યું વગેરેની બાબતમાં આવા ઉલ્લેખ આવે છે. - ૨. ટીકાકાર નલકુમ્બર ને વૈશ્રમણ (કુબેર)ના પુત્ર કહે છે. જો કે સાથે જણાવે છે કે, દેવને વસ્તુતાએ પુત્ર હેતા નથી પણું લોકઢિ પ્રમાણે આ અર્થ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy