________________
મૃગાપુત્રની કથા ગૌતમે કહ્યું : “હે દેવાનુપ્રિયે! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરે મને એ વાત કહી છે, તેથી હું તે જાણું છું. મારા એ ગુરુ ધર્મના આદિકર્તા છે, તીર્થકર છે, બીજા કોઈને ઉપદેશ વિના સ્વયં તત્ત્વબોધ પામેલા છે, સર્વ પુરુષોમાં તથા લોકોમાં શ્રેષ્ઠ છે; સમગ્ર જગતના નાથ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપ, ધર્મદેશક, ધર્મસારથિ, ધર્મચક્રવર્તી, કેવલજ્ઞાની, જિન, સકલ તત્ત્વના વેત્તા, સર્વજ્ઞ, અને સર્વદર્શી છે.' - આ પ્રમાણે મૃગાદેવી ગૌતમ સાથે વાતચીત કરી રહી હતી, તેવામાં જ પેલા મૃગાપુત્રને ખવરાવવાનો સમય થયો. એટલે મૃગાદેવીએ ગૌતમને કહ્યું, “હે ભગવન્! તમે અહીં થોડીવાર થોભે, હું તમને હમણાં જ મારે તે પુત્ર બતાવું છું.”
આમ કહી, મૃગાદેવી પોતાના ખાનગી રસોડામાં ગઈ. ત્યાં જઈ તેણે પિતાનાં કપડાં બદલી નાખ્યાં. ત્યારબાદ એક ઠેલગાડીમાં પુષ્કળ ખાન, પાન, મુખવાસ, મેવો વગેરે પદાર્થો ભરીને, તેને ધકેલતી ધકેલતી તે ગૌતમ ઊભા હતા ત્યાં આવી અને કહેવા લાગી, “ભગવદ્ ! તમે મારી પાછળ પાછળ આવે, હું તમને મૃગાપુત્ર પાસે લઈ જઉં છું.”
ગૌતમ મૃગાદેવીની પાછળ પાછળ ચાલ્યા. મૃગાદેવીએ પેલા ભોંયરા પાસે આવીને ગાડી થંભાવી, તથા પિતાનું માં ચાર-બેવડું કરેલા વસ્ત્રથી બાંધતાં બાંધતાં ગૌતમને કહ્યું, “ભગવાન ! તમે પણ તમારું મેં મુમતીથી બાંધી લો.”
૧. “મુદ્દોરિયા' જૈન સાધુઓ શ્વાસે શ્વાસથી જીવજંતુ ન હણાય માટે મેએ પટ્ટી બાંધે છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org