________________
છે
પાપ, પુણ્ય અને સંયમ ગૌત્ર – ભગવન! આપ રજા આપો તો હું તે બાળકને જોઈ આવવા ઈચ્છું છું.
મહા – ભલે ! * ત્યારબાદ, ભગવાનની અનુજ્ઞા મળવાથી રાજી થયેલા ગૌતમ ત્યાંથી નીકળ્યા અને કશી ઉતાવળ કર્યા વિના, અસંભ્રાંત ચિત્તે તથા સરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા મૃગાગ્રામ નગરમાં દાખલ થયા, અને જ્યાં મૃગાદેવીને મહેલ હતો, ત્યાં આવી પહોંચ્યા. - મૃગાદેવીએ ભગવાન ગૌતમને આવતા જોયા. આથી અત્યંત ખુશી થઈ તેણે તેમને વંદનાદિ સત્કાર કર્યો તથા પૂછયું: “હે દેવાનુપ્રિય ! આપના પધારવાનું પ્રયોજન શું છે, તે મને કહો.”
ગૌતમે કહ્યું : “હે દેવાનુપ્રિયે! હું તમારે પુત્ર જોવા આવ્યો છું.'
તે સાંભળી, મૃગાદેવીએ પછી જન્મેલા પોતાના ચાર પુત્રને સર્વ શણગારથી વિભૂષિત કર્યા અને તેમને ગૌતમ મુનિને પગે લાગવાનું કહ્યું. પછી તેણે ગૌતમ મુનિને કહ્યું, “હે ભગવન ! આ મારા પુત્ર છે. તેમને જુઓ.”
ગૌતમે કહ્યું, “હે દેવાનુપ્રિયે! હું તમારા આ પુત્રોને જોવા માટે અહીં નથી આવ્યો. મારે તો તમારે પ્રથમ જન્મેલો પેલો આંધળો પુત્ર જે છે !'
- મૃગાદેવીએ કહ્યુંઃ “હે ગૌતમ! તમને કયા જ્ઞાનીએ કે તપસ્વીએ મારું રહસ્ય જાણું લઈને કહ્યું છે, જેથી તમને એ વાતની ખબર પડી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org