________________
૧૧૮
પા૫, પુણ્ય અને સંયમ શ્રમણ-સાધુઓમાં ધન્ય સાધુ જ મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોને ભારે ક્ષય કરનાર છે ને ?”
જવાબમાં મહાવીરે ધન્ય સાધુનું બધું જીવનચરિત્ર તે રાજાને કહી સંભળાવ્યું, તથા કહ્યું કે, “ખરેખર, ધન્ય સાધુ જ મારા ચૌદ હજાર સાધુઓમાં મહા દુષ્કર સાધના કરનાર, તથા કર્મોને ભારે ક્ષય કરનાર છે.’
ત્યારબાદ શ્રેણિક રાજાએ ધન્ય સાધુને પણ પ્રદક્ષિણનમસ્કારાદિ કરીને કહ્યું : “હે દેવાનુપ્રિય ! તમને ધન્ય છે ! તમે ભારે પુણ્યશાળી છો ! તમે કૃતાર્થ , તથા તમે તમારા મનુષ્યજન્મનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત કર્યું છે !' એમ કહી તેમને તથા મહાવીર ભગવાનને ફરી વંદન-નમસ્કાર કરી તે પોતાને ઘેર પાછો ફર્યો.
વખત જતાં ધન્ય સાધુનું શરીર છેક જ નબળું થઈ ગયું, ત્યારે તેમણે જાલી સાધુની પેઠે વિચાર કરી, ભગવાનની અનુમતિથી વિપુલ પર્વત ઉપર જઈ ભારણાંતિક સંખના વ્રત સ્વીકાર્યું અને એક મહિનાના ઉપવાસ વડે દેહત્યાગ સાવ્યા. તેમનો સાધુપણાને કુલ સમય ૯ માસ જેટલે હતો. પછી તે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમનું આયુષ્ય ૩૩ સાગરોપમ વર્ષનું હતું. ત્યાંથી અવી, મહાવિદેહક્ષેત્રમાં જન્મી, તે સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org