________________
નિર્વાહ કરતો હતો. એક દિવસને આંતરે જમતો હતો, બે દિવસને આંતરે જમતો હતો. . . . . એમ સાત દિવસને આંતરે જમતો હતો, અથવા પખવાડિયામાં એક જ દિવસ જમતે હતે.
“કેટલાએક શ્રમણબ્રાહ્મણોની એવી દષ્ટિ છે કે, આહાર વડે આત્મશુદ્ધિ થાય છે. તે કેવળ બોર ખાઈને રહે છે; બેરનું ચૂર્ણ ખાય છે, બોરનો ઉકાળો પીએ છે; અથવા બેરનો જ બીજે કઈ પદાર્થ બનાવીને ખાય છે. હું એક જ બોર ખાઈને રહેતો એવું મને યાદ છે. હે સારિપુત્ર! તું એમ સમજીશ નહીં કે તે સમયે બોર બહુ મોટાં હતાં. હાલ જેવાં બોર છે, તેવાં જ તે સમયે પણ હતાં. આ પ્રમાણે એક જ બેર ખાઈને રહેવાથી મારું શરીર અત્યંત કુશ થતું ચાલ્યું. જેવા આસીતક વેલના અથવા કાલલના ગાંઠા સ્પષ્ટ દેખાય છે, તેવા મારા અવયવના સાંધા સ્પષ્ટ દેખાતા હતા. મારી કેડ ઊંટને પગ જેવી દેખાતી હતી. ઘટમાળ જેવી દેખાય છે, તેવી મારી કરોડ દેખાતી હતી. ભાગી ગયેલા ઘરના વાંસ જેમ આડાઅવળા થઈ ગયેલા હોય છે, તે મારો બરડો દેખાતો હતો. મેટા કૂવામાં પડેલા નક્ષત્રના પડછાયાની જેમ મારી આંખે ઊડી ગયેલી દેખાતી હતી. કડવા તુંબડાને કાચું કાપી તડકામાં નાખતાં જેવી રીતે તે કરમાઈ જાય, તેમ મારા માથાની ચામડી ચીમળાઈ ગઈ હતી. હું જ્યારે પેટ ઉપર હાથ ફેરવવા જતો, ત્યારે પૂઠની કરોડ મારે હાથે અડકતી; અને પૂંઠની કરોડ ઉપર હાથ ફેરવવા જતાં પેટની ચામડી હાથને અડકતી.. આવી રીતે મારી ઠની કરાડ ને પેટની ચામડી એક થઈ ગઈ હતી. શૌચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org